I Hate You - Kahi Nahi Saku - 95 books and stories free download online pdf in Gujarati

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-95

આઇ હેટ યુ

પ્રકરણ-95

નંદીની અને રાજ ઘણાં સમયે વીડીયો કોલ પર મળ્યાં. વિરાટનાં માધ્યમથી મળેલાં. બંન્ને જણાં વાતો કરી રહેલાં. એકબીજાની સ્થિતિ સમજી રહેલાં. રાજે જ્યારે નંદીનીને એનાં પાપા અને મંમીની તબીયત અંગે પૂછ્યું અને નંદીની સાવ ભાંગી પડી. એની આંખોમાં અશ્રુ માતા નહોતાં અને વાતાવરણ એકદમ ગમગીન અને ગંભીર થઇ ગયું. નંદીનીએ ધુસ્કે ધુસ્કે રડતાં કહ્યું રાજ મારાં જીવનમાંથી બધાં એક પછી એક મને છોડીને જતાં રહ્યાં.

રાજ સાંભળીને જાણે શ્વાસ ચૂક્યો એને ધ્રાસ્કો પડયો એની આંખો ભીંજાઇ ગઇ એણે કહ્યું શું થયુ નંદીની કહેને પાપા.... આગળ કહે હવે ધીરજ નથી મારાં....

નંદીનીએ કહ્યું તારાં ગયાં પછી ડોક્ટર અંકલે ખૂબ મદદ કરી.. છેલ્લે છેલ્લે પાપાનું આયુષ્ય આવી ગયું હતું એમણે જીવ છોડી દીધો અમને એકલાં મૂકી સ્વર્ગ સિધાવી ગયાં. એ મહીનો ખૂબ ખરાબ ગયો. હું અને મંમી બંન્ને સાવ ભાંગી ચૂક્યા હતાં. આ સમય દરમ્યાન મેં આઇ.ટી. કંપનીમાં જોબ લીધી. મને પાપાની યાદ ખૂબ આવતી. મને થતું તું હોત તો કદાચ આધાત હું જીરવી શક્ત.

પણ રાજ એ આધાત માં ના જીરવી શકી અને એક દિવસ હું જોબ પરથી મરાં ઘરે આવી મંમીનાં ઘરે શનિ-રવિ રહેવા ગઇ ત્યારે માં એ મારાં ખોળામાંજ જીવ છોડી દીધો. મારું કોઇ નહોતું કોઇ રહ્યું નહોતું હું એકલી ચાણોદ જઇને વિધિ કરીને આવી મારાં પર આભ તૂટી પડેલું સાવ એકલી થઇ ગઇ હતી. મને મારુંજ ઘર ખાવાઆવતું હતું અને મેં સુરત ટ્રાન્સફર લઇ લીધી.

નંદીની એ હમણાં વરુણનો કે લગ્નનો ઉલ્લેખ નહોતો કર્યો માત્ર પોતાનાં માતા-પિતાનાં અવસાનનીજ વાત કરી. રાજની આંખો ભરાઇ આવી એણે કહ્યું બધો વાંક મારોજ છે હું છોડીને અહીં ભણવા આવી ગયો એમાં તું ખૂબ હેરાન થઇ ગઇ એકલી પડી ગઇ સોરી મારી નંદુ તે ખૂબ સહન કર્યું છે.

ક્યાંય સુધી બંન્ને જણાં આ આધાત જનક સમાચારને વાગોળી રડતાં રહ્યાં. બંન્ને થોડીવાર મૌન થઇ ગયાં. રાજને જોતાં સ્પષ્ટ સમજાતું હતું કે એને ખૂબ આધાત લાગ્યો છે. એણે નંદીનીને કહ્યું પાપાને તારે સમાચાર આપવા જોઇએ મંમી પપ્પા ચોક્કસ તારી પાસે આવત એલોકો એટલાં ઉતરતાં તો નથીજ એ લોકો મારાં કારણે પણ દોડી આવત. ઇશ્વરને ગમ્યું એ ખરુ પણ નંદીની તેં ફોન નંબર કેમ બદલી નાંખ્યો ? શું કારણ હતું મારી સાથે વાત નહોતી કરવી ? આવું થયા પછી પણ ? મને બ્લોક કરવો હતો પણ મંમીની સાથે તો તારે સંપર્ક ચાલુ રાખવો જોઇતો હતો.

નંદુ હું સમજુ છું પાપા થોડો પ્રોફેશનલ અને થોડાં દંભી કે ધમંડી છે પણ મારી માં બધું સમજે છે એ મને પણ ઓળખે છે એ ચોક્કસ તારી પાસે આવતજ. તને સાથની જરૂર હતી એ સમયેજ તે બધાને છોડી દીધાં એવું કેમ કર્યું. શું કારણ ?

નંદીની થોડીવાર રાજને સાંભળતી રહી અને રડતી રહી એ કાંઇ બોલી નહોતી રહી. રાજે એને પાછું પૂછ્યું નંદીની તેં કેમ આવું કર્યું. તેં બધાને એક સાથે છોડી દીધાં ? પાપાએ સમ આપ્યા મારી સાથે વાત ન કરવા પણ મંમી સાથે તો વાત તું કરીજ શકી હોત. એવું તને ક્યું કારણ નડી ગયું ? કંઇક તો બોલ. હું માનું છું મારાં ગયાં પછી તું એકલી થઇ હતી પણ તે મંમીને જણાવ્યું હોત તો મંમી તારી પડખે રહીજ હોત.

નંદીની એ કહ્યું રાજ... મારી ભૂલ હતી મારે મંમીનો સંપર્ક કરવાનો હતો. કુદરતે મારી પાસે એવાં કામ કરાવ્યા... કેમ કરાવ્યા નથી ખબર એમાં પણ કોઇ કારણ મને લાગે મારોજ વાંક છે.

રાજે કહ્યું પણ એવું ક્યુ કારણ તને વિવશ કરી ગયું કે તે આવાં અવિચારી પગલાં ભર્યા ?

નંદીનીએ કહ્યું હું મારી એક કડવી વાસ્તવીક્તા છે જે હું તને કહીશ તું જીરવી શકીશ ? હું તને સારી રીતે ઓળખું છું રાજ. તું પચાવી નહીં શકે પણ હું તારી સાથે સંપૂર્ણ પારદર્શી કાયમ રહી છું અને રહીશ મને ખબર છે કોઇ મને ધૂરીને પણ જોતું તો તું ઉશ્કેરાઇ જતો અને તારાં આપામાં પણ નહોતો રહેતો પણ હવે તું તારુ કાળજુ કઠણ કરીને મારી જીવનની વાસ્તવિક્તા સંપૂર્ણ સાંભળી લે.

નંદીની થોડીવાર ચૂપ થઇ ગઇ. એનાં ચહેરાંના હાવભાવ બદલાયાં. એનાં ચહેરા પર એકજાતની મજબૂતાઇ અને અડગ નિર્ધારની ભાવના આવી ગઇ. રાજ એને આષ્ચર્ય અને આધાત સાથે જોઇ રહેલો નંદીની એવીતો કઇ વાસ્તવિક્તા કહેવા માંગે છે કે હું પચાવી નહીં શકું ? એવું તો શું થયું છે ?

રાજે કહ્યું તારી સાથે શું થયું છે ? શેની અને કેવી વાસ્તવિક્તા છે કે હું પચાવી નહી શકું. કહેને મને... નંદીનીએ કહ્યું રાજ પાપાની તબીયત ખૂબ નાચુક થઇ ગઇ હતી એમને લોહીની ઉલ્ટીઓ શરૂ થઇ ગઇ હતી. ડોક્ટર અંકલની સતત સારવાર ચાલુ હતી છતાં કોઇ ફરક નહોતો પડી રહ્યો. ત્યારે તું US જવા અમદાવાદથી ગયો પણ મુંબઇ હતો. પછી તારાં US ગયાં પછી અહીં પાપાની તબીયત લથડી.. અને તેં મને મુંબઇ બોલાવી પણ પાપાની નાજુક તબીયતને કારણેજ હું ના આવી શકી. તારું મન USમાં ભણવામાં લાગતું નહોતું અને તારાં પાપાએ વીડીયોકોલ પર તારી સાથે વાત કરાવી સમ આપ્યાં મને. તું... પણ હકીક્ત એ છે કે મારાં પાપાની ઇચ્છા અંતિમ એવી હતી કે હું એમનો જીવ છે ત્યાં સુધીમાં મારાં લગ્ન થઇ જાય હું મારાં પાપાની તબીયત જોઇને રોજ રડતી ખૂબ ચિંતા થતી એમને રીબાતાં મારાંથી જોવાતાં નહોતાં.

પાપાએ એક દિવસ મને એમની પાસે બોલાવીને કહ્યું નંદીની હવે હું થોડાં દિવસો કે કલાકો નોજ મહેમાન છું ક્યારે જીવ નીકળી જશે મને નથી ખબર દીકરી તું મારી એક વાત માનીશ ?

રાજ ઉચ્ચક જીવે બધું સાંભળી રહેલો. એની ધીરજ ખૂટી રહેલી એનાં મનમાં શંકા કુશંકાઓ થવા માંડી હતી એનો ચહેરો પડી ગયેલો. એણે ધ્રુજતા અવાજે પૂછ્યું પાપાએ પાસે બોલાવીને કંઇ અંતિમ ઇચ્છા તને કહી ? આગળ તો જણાવ.

નંદીનીએ કહ્યું રાજ એમની તબીયત એટલી ખરાબ હતી કે એ બોલતાં બોલતાં હાંફી જતાં હતાં ધ્રૂજતા હતાં જાણે બોલતાં બોલતાંજ જીવ નીકળી જશે એવું લાગતું હતું મેં પૂછ્યું પાપા તમે કહો મને તમારી જે ઇચ્છા હશે હું પુરી કરીશ મારાં ઉપર વિશ્વાસ રાખો. પાપાએ એમની વિવશ અને બિમાર આંખોથી મારી સામે જોયું એમણે મને કહ્યું નંદીની દીકરી મારો જીવ નીકળે એ પહેલાં... ફરી થી એમને ઉલ્ટી થઇ મેં એમને કહ્યું પાપા હમણાં આરામ કરો પછી કહેજો. એમણે મોઢું લૂછી મને કહ્યું મારી પાસે સમય ક્યાં છે ? તું સાંભળ મારો જીવ નીકળી જાય પહેલાં લગ્ન કરી લે હું તારાં લગ્ન જોઇને મરવા માંગુ છું. એ થોડીવાર ચૂપ રહ્યાં પછી તને યાદ કરી કહ્યું રાજ ખૂબ સારો છોકરો છે સંસ્કારી છે પણ એ US ગયો હવે ક્યારે આવશે કોને ખબર ? ફરી પાછો આવશે તારી પાસે ? પરદેશ જનારાં પાછાં આવે છે ?

રાજ સાંભળીને અવાક રહી ગયો એણે પૂછ્યું પછી ? નંદીનીએ કહ્યું હું એમની આંખોમાં એમનો ભાવ ઇચ્છા જોઇ રહેલી. પણ હું તારાં પ્રેમમાં હતી વિવશ હતી એમનાં પ્રશ્નનો જવાબ મારી પાસે નહોતો એ આશાભરી આંખે મારી સામે જોયાં કરતાં હતાં.

ત્યાં રાજે કહ્યું તારે મને તરત ફોન કરવો જોઇતો હતો હું થોડાં સમય માટે પણ બધાની ઉપરવટ થઇને તારી પાસે આવી ગયો હતો. એમનાં સ્વપન અને ઇચ્છા આપણી ઇચ્છા હોય છે અને એ પૂરી કરાવની આપણી જવાબદારી છે નંદુ...

નંદીનીએ કહ્યું તું બોલ્યો રાજ... એજ મેં કર્યું.

વધુ આવતા અંકે ---- પ્રકરણ-96

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED