વંદના - 21 Meera Soneji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

વંદના - 21

વંદના-21
ગત અંકથી ચાલુ..

ડોકટર બે ઘડી અમન સામે જોઈ રહ્યા. ફરી એકવાર એકસરે પર નજર કરતા બોલ્યા" વેલ મિસ્ટર અમન શાહ વાત થોડી ગંભીર છે."

" ગંભીર વાત મતલબ ડોકટર એવી તો શું વાત છે?" અમન તરત જ હળબડાટમાં બોલી ઉઠ્યો..

" પહેલા તમે મારા પ્રશ્નોના ઉતર આપો પછી હું તમારી માતાની અત્યારની હાલત વિશે કહીશ."ડોકટર મોદીએ કહ્યું...

" હા ડોકટર કહો ને શું પૂછવું છે તમારે!" અમન એ તરત વળતો જવાબ આપ્યો..

એટલામાં ડોકટર મોદીની કલીક નેહા પણ અમનના પિતા ને લઈને કેબિનમાં આવી પહોંચી હતી.ડોકટરે અમનના પિતા દિલીપભાઈ ને પણ સામેની ખુરશી પર બેસવાનું કહ્યું. પછી થોડા ગંભીર અવાજમાં બોલ્યા," હા તો મિસ્ટર દિલીપભાઈ શાહ હું તમારી પત્ની પ્રીતિબહેન શાહ વિશે કંઈક પૂછવા માંગુ છું."

"હા ડોકટર કહો ને શું પૂછવું છે તમારે" અમન ના પિતાએ કહ્યું..

" મિસ્ટર શાહ શું તમારી પત્નીને ક્યારેય માથામાં દુખાવો થવો,માથું ખાલી ખાલી લાગવું, આખે ઝાંખપ આવે, ક્યારેક આંખ સામે અંધારું છવાઈ જાય,વિચારશક્તિ ઓછી થવા લાગી હોય, મનમાં ગુંચવાડા અનુભવાતા હોય,ઝીણામાં ઝીણી કામ કરવાની ક્ષમતા ઘટી ગઈ હોય, સતત થાક લાગવો, શું આવી કોઈ ફરિયાદો રહેતી." ડોકટર મોદીએ તો જાણે પ્રશ્નોનો વરસાદ કરી દીધો .

ડોક્ટરના અવિરત સવાલો સાંભળીને બંને બાપ-દીકરો એકબીજાની સામું જોઈને મૂંઝાઈ ગયા. થોડી વાર પછી મૌન તોડતા દિલીપભાઈ બોલ્યા," હા ડોકટર પ્રીતિ મને ઘણી વાર કહેતી કે તેને સતત થાક લાગ્યા કરે છે . ઘણી વાર તેને આંખે અંધારા આવી જતા હતા, તો ઘણી વાર કહેતી કે હવે તે ઘણી બધી વાતો ભૂલી જાય છે કે તેને શું કામ કરવાનું છે અને તે બીજા કોઈ વાત માં ગુચવાય જાય છે.પરંતુ મે ક્યારેય આ બાબતને ગંભીરતાથી લીધી નથી. મને એમ હતું કે વધતી ઉંમરના લીધે આ બધી તકલીફો તો રહેવાની જ છે. મને આ બધુ સામન્ય લાગ્યું. હા ક્યારેક વધુ ચક્કર ની ફરિયાદ કરતી તો હું જ એને લીંબુ શરબત બનાવી આપતો ત્યારે એને સારું લાગતું. પરંતુ એને થયું છે શું? કોઈ ચિંતા કરવા જેવી બાબત તો નથી ને ડોકટર?"

" હા બાબત તો ચિંતા કરવા જેવી જ છે. તમારે આવી ફરિયાદ જણાતા જ તરત કોઈ ડોક્ટરનો સંપર્ક કરવાની જરૂર હતી. પ્રીતિબહેન ના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જવાથી તેમના મગજના કોષોને પોષણ ઓછું મળતું હોવાથી આ બધા લક્ષણો દેખાયા. અને સમયસર ઇલાજ ના મળતા જ પ્રીતિબહેનની આ હાલત થઈ છે. આપણું માનવ મગજને પોષણ માટે પૂરતા માત્રામાં ગુલુકોઝ અને કિટોન બોડીઝ જરૂરી છે. જો અચાનક લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય તો શરૂવાતના તબ્બકામાં માથું દુખવું, ચક્કર આવવા, આંખે અંધારા આવે,હાથ પગ પાણી પાણી થવા લાગે,હૃદયના ધબકારા વધી જાય,ક્યારેક ધ્રુજારી આવે,અતિ ચિંતા વ્યાકુળતા જણાય, અતિશય થાક લાગવો કે પછી બેચેની મહેસૂસ થવી. આવી બધી તકલીફો જો શરૂવાત માં જ પારખી લેવામાં આવે તો દર્દી પોતે પોતાનો ઈલાજ કરી શકે છે. તમે કહ્યું ને કે જ્યારે તેમને ચક્કર આવતા ત્યારે લીંબુ શરબત પીવાથી તેમને સારું લાગતું. તો જો આવા દર્દીને અચાનક સુગર ઘટી જવાથી ચક્કર આવવા કે પરસેવો વાળવો આવી કોઈ તકલીફ જણાય કે તરત જ દર્દીના શરીરમાં ખાંડ કે કોઈ મીઠી વસ્તુ ખાવાથી કે ખાંડ વાળુ દૂધ કે અન્ય પ્રવાહી લેવાથી તકલીફમાં તરત રાહત મળે છે. જો તાત્કાલિક અસરથી લીવરમાં ગ્લુકોઝનું ઉત્પાદન ના થાય તો દર્દી બેભાન થઈ શકે છે. અને કોમાં જેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રીતિબહેન હાલ કોમાની અવસ્થામાં છે. જેને ડાયાબીટીક કોમા કહે છે. અત્યારે સારવાર અર્થે તેમની નસોમાં ગ્લુકોઝના બાટલામાં ઇન્જેક્શન આપી તેમને બચાવવાની પૂરી કોશિશ કરી રહ્યા છીએ. કદાચ પ્રીતિબહેન એક બે દિવસમાં ભાનમાં આવી પણ જાય.અને કદાચ પ્રીતિબહેન આજીવન આમ જ કોમામાં પણ રહે કાઈ કહેવાય નહી. આ કોઈ સામાન્ય બાબત નથી તમારે એમની આ બધી ફરિયાદોને ગંભીરતાથી લેવી જોઈએ."

" પરંતુ ડોકટર પ્રીતિને ક્યારેય ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી થઈ જ નથી. તો અચાનક ગુલૂકોઝ ઘટી જવાનો તો કોઈને ખ્યાલ જ ના આવી શકે." અમન ના પિતા દિલીપભાઈ એ પોતાની મૂંઝવણ વ્યક્ત કરતા કહ્યું..

" હા તમારી વાત સાચી પણ જો તમે પ્રીતિબહેન ની ફરિયાદો પર ધ્યાન આપીને સમયસર કોઈ ડોકટર પાસે આની તપાસ કરાવી હોત તો કદાચ પ્રીતિબહેનની અત્યારે આ હાલત નાહોત. સમયસર સારવાર કરવાથી બીમારીથી થતી તકલફોમાં રાહત મેળવી શકાય છે. સમયસર દવા લેવાથી ચક્કર આવવા જેવી પરિસ્થિતિમાં ઘટાડો થઈ શકે છે. આપણે અમુક ઉંમર પછી આપણા શરીરમાં થતા ફેરફારને થોડી ગંભીરતા પૂર્વક નોંધ કરીને સમયસર તેનું નિદાન કરવામાં આવે તો ભવિષ્યમાં થતી ગંભીર સમસ્યાઓ જેમ કે કોમા છે કે આવા દર્દીઓને હાર્ટ એટેકના હુમલા પણ આવી શકે છે. તેમાં સમયસર ઈલાજ મળવાથી આવી સમસ્યાને ટાળી શકાય છે."

આ સાંભળીને બંને બાપ દીકરા ના ચહેરા ફિક્કા પડી ગયા. ક્યારેય વિચાર્યું પણ ના હતું કે સામન્ય લાગતા લક્ષણો આટલા ગંભીર બાબત હોય શકે. થોડીવાર કંઇક વિચાર કરતા અમન બોલ્યો." પરંતુ ડોકટર સાહેબ બહાર તમારા નર્સ એ તો પપ્પાને એવું કહ્યું હતું કે બીપી લો થવાથી ચક્કર આવી ગયા છે."

" હા આવી હાલતમાં તપાસ કરતા ક્યારેક બીપી લો છે એવું જણાય કારણકે બંનેના લક્ષણો એકસમાન છે. પરંતુ પ્રીતિબહેન ની આવી હાલત નું મુખ્ય કારણ આ જ છે તેમને લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જવાથી જ આ પરિસ્થિતી સર્જાય છે. અને હા સીડી માંથી પડી જવાને કારણે પણ તેમના માથામાં ઇજા થઇ છે. પરંતુ એ ઇજા એટલી ગંભીર નથી. ભગવાન કરે કે પ્રીતિબહેન બે દિવસમાં ભાનમાં આવી જાય. ઘણા દર્દીમાં ભાનમાં આવતા બે દિવસ તો લાગે જ છે. અમે અમારી રીતે પૂરી કોશિશ કરશું પછી આગળ તો ભગવાનની મરજી " ડોકટર મોદીએ જણાવ્યું..

આ સાંભળીને દિલીપભાઈના પગ નીચેની જમીન ખસી ગઈ. કાપો તો લોહી ના નીકળે તેવી હાલત થઈ ગઈ. બે ઘડી તો તે સાવ બેશુધ્ધ થઈ ગયા. શું કરે એ કાઈ સમજ નોહોતી પડતી. એકદમ જ તેમનું હૈયું દર્દથી ભરાય આવ્યું ને હૈયાની પીડા આંખો માંથી વહેવા લાગી. અમનએ તેના પિતાના ખભા પર હાથ મૂકે તેમને શાંત રહેવાનું કહ્યું પરંતુ પોતાના દીકરાના હાથનો સ્પર્શ થતાં જ દિલીપભાઈ જાણે ભાંગી પડ્યા. એકદમ જ તેમને હૈયાફાટ રુદન ચાલુ કરી દીધું. અને પોતાની પત્નીની હાલત પોતાની લાહપરવહીના કારણે જ થઈ છે એનો પસ્તાવો વ્યક્ત કરવા લાગ્યા. અમન એ તેના પિતાને સાંત્વના આપતા કહ્યું" પ્લીઝ પપ્પા તમે આમ હિંમત નાહારો. તમે આમ ભાંગી પડશો તો તમારી તબિયત પણ બગડી જશે. તમને કાઈ થઈ જશે તો હું એકલો આ પરિસ્થિતિથી કેવી રીતે લડી શકીશ. પપ્પા તમે ચિંતા નહી કરો હું છું ને! હું મમ્મીને કઈજ નહી થવા દવ. મને વિશ્વાસ છે મારા ભગવાન પર. અને તમે પણ જાણો છો ને કે મમ્મી ભગવાનની કેટલી સેવા પૂજા કરે છે. ભગવાન એટલો તો નિર્દય નથી જ કે એ મારી મમ્મીને મારાથી દૂર કરી દે. બસ સમજો કે પપ્પા ભગવાન આપણી પરીક્ષા લઇ રહ્યો છે. આપણા વિશ્વાસની આપણા ધીરજની કસોટી કરવા માંગે છે. બસ આપણે આપણા મનને સ્થિર રાખીને તેના પર શ્રદ્ધા રાખીને આ કસોટી માંથી પાર ઉતરવાનું છે."

" પણ દીકરા વાંક મારો છે. જો મે તારી મમ્મીની ફરિયાદો પર ધ્યાન આપ્યું હોત તો તારી મમ્મીની આવી હાલત ના થાત. અત્યારે એ જે પીડા માંથી પસાર થઈ રહી છે. એ અત્યારે જે પીડા અનુભવી રહી છે એને એ સહન ન કરવી પડત. જો એને કાઈ થઈ ગયું તો હું મારી જાતને ક્યારેય માફ નહી કરી શકું" આટલું કહેતા અમન ના પિતા દિલીપભાઈ ચોધાર આંસુએ રડવા લાગ્યા. તેમનું રુદન જોઈને અમનનું હૈયું પણ દ્રવી ઉઠ્યું હતું...

ક્રમશ...

વધુ આવતા અંકે..
જય શ્રી કૃષ્ણ 🙏🙏