Autobiography of my memories .... books and stories free download online pdf in Gujarati

મારી યાદોની આત્મકથા ....



ઘણીવાર થયું કે આત્મકથા લખું. હજી તો વિચાર જ આવ્યો કે, બસ બીજો વિચાર દોડી આવે કે શું લખું છું? આત્માકથા? શા માટે લખવી છે? કોની લખું છું? શું વિષય છે?, શું વિષેષ છે? પૄશ્ન ના જવાબ થી સમાધાન શક્ય ના થય,

તો વિચારોનુ ટોળું બુદ્ધિ અને મનને વધારે ખલેલ પહોંચાડે. બુદ્ધિ અને મનનું યુધ્ધ, અને મારી યાદોનો જન્મ થયો. આગળ જતા સમજની સમજણ પડી અને મારી આત્મકથાએ જન્મ લીધો. બસ જાણે, પછી નૌકા વિહાર કરતી હોય, પરિવાર સહિત એક પછી એક પ્રસંગ અને મારી મીઠીમધુર યાદોનો ટોકરો ભરાતો જ ગયો.

પરિચય કે ઓળખ આપુ તો જરૂર કહીશ કે અમે ૧૦ ભાઈબહેનો અને હું સોથી નાની. અને મારો જન્મ ગુજરાતની જન્મભૂમિ ઉપર, પોરબંદર જેવા એક સુંદર અને રળિયામણા ગામે.” ખૂબજ ગર્વ થી કહિશ કે,ગાંધીબાપુ” ના ગામમા. અમે જે ગામમાં રહેતા, ત્યાં કેરીના ઝાડ, અને અનેક બીજા ફળો અને ફૂલોના ઝાડ થતા. ખાટીમિઠી કેરી દરરોજ ખાવાનુ મન થતું. એક દિવસ તો હિમ્મત કરીને ઝાડ ઊપર ચઢી ગઈ, બે ત્રણ કેરી લઈને એટલીજ હિમ્મત અને તાકાતથી નીચે પણ આવી ગઈ. અમે બધાં વચ્ચે સરખા ભાગમાં વહેંચી અને રસથી ખાઇ પણ લીધી.

અને હા, એક વાત નક્કી કરી કે ઘરે કોઈને પણ ખબર ના પડે કે, “અમે ઝાડ પર ચઢિયા અને કેરી ખાધી. ને હવે ઘરે જઈને શાળાના ફાટેલા ‘યુનીફોમ’ને સામનો કરવાનો. બાને તો તરતજ ખબર પડી કે ‘યુનીફોમ’ ની હાલત ઝાડ ઊપરથી ઊતરતા થઈ છે. નુકસાન કર્યું છે દંડ ભોગ્વ્યે છૂટકો. દર રવિવારે અમે પરિવારના બધા જ ice cream ખાવા અચૂક જતા. તે દિવસ બધા માટે આનંદ નો દિવસ. અંતાકશ્રી, થપ્પો, ખાવુંપીવું મજા કરવી. આ દિવસે ice-cream ના મળે, દંડ આકરો લાગ્યો. આ દંડ કરતા મારી બાના આંસુથી મારા દિલને કારમું દુખ પહોંચ્યું. મે મારી બાને દુખ પહોંચાડ્યું. ત્યારથ આજ સુધી આ કેરીની યાદ લઈને ફરું છું. બાની છલકતી આંખો કેવી રીતે વિસરાય? એ આંખોમાં સ્નેહ, ભરપૂર પ્રેમ અને કરુણા હતા.આંસુથી છલકતી આં આંખોમાં મીઠો આછો એવો ઠપકો પણ નજર આવતો હતો.

બા બિલકુલ ભોળા. ગામમાં એવા બહું ઓછા લોકો હશે જેણે મારી બાની ઉદારતાની અનુભૂતિ ના થઈ હોય. તે હરહમેશ કહેતા, “બીજા લોકોને ગમતી વસ્તુ આપણી પાસે હોય અથવા, વધારે હોય, જેમકે,, કપડાં, અન્ન, ધન કે સેવા વિગેરે, તો તેં વ્યક્તિ ને સહભાગી બનાવી લઈએ તો આપણને કોઈ નુકસાન નહીં પહોંચે.” મારી બાને ઘણા લોકો અન્નપુરણાનું રૂપ માનતા. મારા બા પ્રત્યે લોકોના આવા શુદ્ધ અને મહાન, વિચારો, ભીની ભીની લાગણીઓનો એહસાસ કરાવે છે. આ એહસાસ દ્વારા પણ પ્રોત્સાહન મળતું રહેતુ અને બાબાપુજીની આ યાદો ફરી ને ફરી પ્રેમ અને સુખદઆંનદના સ્વાદ લેતી,

યાદો, શું લખું કે ના લખું એ વિચારો સાથે બીજા અનેક પ્રસંગો ની યાદ જેમકે દિવાળીનો દિવસ નજીક આવે ત્યારે આનંદઉત્સાહ પણસાથે હોય. બાપુજી બીજા શહેરથી ઘણો સામાન મંગાવે, અને જેની સૌથી વધારે અને ઉત્સુહતાકથી રાહ જોવાતી તે મીઠાઈ અને ફટાકડા પણ આવે. તે દિવસ તો અમે વધારે ડાહ્યા રહીએ. આજે પણ ફટાકડા સરખા ભાગે અમે વહેંચી લિધા,દરરોજની જેમ બા મંદિરે જવા નીકળી અને હું પણ સાથે, બાની એક આંગળી પકડીને ચાલી નિકળી. ચાલતા ચાલતા રસ્તામા ક્યારેક નાનકડો અને સરસ ‘નાજુક’ પથ્થર લેવા ઊભી રહી જાવ. પાંચીકા ભેગા કરવાના મારો વારો હતો. તો કોઈવાર તૂટેલું મોતી, એક પૈસો વિગેરે માટે ઊભી રહતી. ખાબોચિયા ઉપર નજર પડતાંની સાથેજ મનમા થતું દોડી ને છબછબાવું. પણ મારા પહેલા, બાની નજર પડે તો એમના હાથની પકડ જરાક વધારે મજબૂત થાય. બસ પછી છબછબયા કરવાના વિચારથી પણ દૂર રહું. સાવધાન!।. અને એ વાત પણ તમને કહું કે ખાબોચિયામાં રમવાની ઝાઝી મઝા આવે, ખાસ કરી ને, અમારા ઘરની આજુબાજું . જ્યારે બાની હાજરી હોય, પણ કોઈ કોઈ વાર,,,,,,,,,,,જ બાની હાજરી રહેતી………..

કોઇવાર બા અને હું આગળપાછળ થતા, પણ કોઈ દિવસ ઘર પહોંચતા પહેલા બાએ મારી આંગળી નથી છોડી કે છોડાવી. અને મારા માટે બાની એક આંગળી “હું સલામત છું”. નો એહસાસ…… દેવડાવતી. આજે બાબાપુજી હૈયાત નથી, પણ તેથી, તેથી શું થયું, કે ન થયું? બાબાપુજી એમની યાદોનો વારસો આપ્યો છે. બાબાપુજીની યાદો બિલકુલ સરળ અને સાદો સંદેશ ઝાંખી કરાવે છે. “આપણે કોઈના દિલને દુભાવવું નહીં.” કોઈના, દિલને દુખ આપીને આપણે સુખી શું થવાના. ઈશ્વર ઉપર ભરોસો રાખો. કોઈના પણ ભોળપણ નો ફાયદો. ઉઠાવવાનો વિચાર પણ નહી કરવાનો. આપણે પુરી સાવધાની રાખવી કે આપણને કૉઈ છેત્રી ના જાય. આપણે બિલકુલ સ્વસંતોષી છીએ અને સ્વમાન થી રહીએ.

બાપુજી દરરોજ રાત્તરે શ્રીમદ ભાગવત વાંચતા તો કોઈવાર, શ્રી રામયણમાથી ચૌપાઈ. બાપુજી દરરોજ જુદી અલગ અલગ વાર્તા પણ, સંભળાવતા. પ્રસાદ ઉપર મારી નજર ટિક્કી જ રહેતી.અને અંતમાં સવાલો પુછાતા, એ જાણવા કે સમજણ પડી કે નહીં, કે પછી ધ્યાન ન હતું. ત્યાર હું કહેતી, “બાપુજી, પ્રસાદ ખાઈને પછી તમને “કાંઈંક” પુછીશ,?” મને ત્યારે બરોબર સમજાવશોને? બધાં ખડખડાટ હસી પડતા.

તહેવારો ના દિવસો આવવાની નજીકમા હોય ત્યારે બા રસોડામાં વ્યસ્થ રહેતા. મને ભાવતી, મારીમનપસંદ મિઠાય બનાવતા અને અમને પ્રેમથી જમાડતા. ગામમાં રહેતા પંડિતજીગોર કહેતાકે “અંધારું થયું વરસાદ પણ આવે છે. જલદી ઘરે પહોંચો, બધા ત્યહવાહરો તમારા ઘરના દરવાજે ટકોરા મારતા હશે. અમે ગૌરબાપા પાસેથી જાણ્યું કે દિવાળીદિવસ પણ સાથે છે.

બીજું શું, અમે બંને બહેનો ! “દિવાળી આવી આવી” ગાતા

¹દ’ શબ્દ ખૂબ વ્હાલો લાગે. યાદ દ્વાવારા મારો ખાલિપો સમી ગયો અને હુ મને પોતાને શોધી શકી. બાબાપુજી આપેલ સિધ્ધાંતોનું વાવેતર કરિશ.

ફક્ત મુઠી ભર મારી યાદોની ઝલક .....

***

DATTANI ઉષા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED