એક પત્ર બાપુજીના સરનામે Usha Dattani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પત્ર બાપુજીના સરનામે

##
એક દિકરી લગ્ન કરીને સાસરે જાય છે. લગ્ન ને એક વર્ષ પછી એના બાપુજી ને પત્ર લખે છે. આ દિકરી નું નામ છે પૂનમ.
પૂનમ લખે છે.......

બાપુજી

આ પત્ર મોટી બહેન, સીમરન વાંચીને સંભળાવશે એ આશા થી તમને લખી રહી છું. આ પત્રમાં મારી સ્મૃતિઓ, મારા વિચારો અને મારા લગ્ન પછીની મારી ઝીંદગી વિષે લખ્યું છે. બાપુજી, મને પુરો વિશ્વાસ છે કે મારો નિર્ણય તમે સ્વીકાર કરશો. હા માફ કરજો આ પત્ર લાંબો છે. પણ જરૂરી હતું કે મારે જે કહેવું છે તે બધું સમાવેશ થાય. અને ટુંક સમયમાં ઈશ્વર ઈચ્છા થી બાપુજી, મળવા આવીશ. અને ત્યારે તમે બોલજો અને હું સાંભળીશ.
બરોબર ને?

બાપુજી તમને મારા પ્રણામ
અને વંદન કરું છું તે પણ સ્વીકારી લેશોને?બાપુજી આ પ્રશ્ન એટલા માટે કે મારા લગ્ન થયા પહેલાં તમે મારાથી નારાજ થઈ જતાં અને કહેતા કે દિકરી મારી ગુલામ નથી કે મને નમન કરે, કે પગે લાગે. તું તો લક્ષ્મી છો. હું પાપમાં પડીશ.


કોઈ વાર તમે કહેતા બહાર જાવ છું, શું લઈ આવું તારા માટે , અથવા ઘરમાં કંઈ પણ ઘટતું હોય તો લઈ આવુ. હું તમને કહેતી, બાપુજી કે તમે મને શું નથી લાવી આપ્યુ. મારી પાસે બધું છે. બાપુજી તમે કોઈ દિવસ એક પણ વસ્તુની ના નથી કહી. અને છેવટે તમે તમારી પસંદગીની મને ગમતી વસ્તુ લાવતાં.

એક વસ્તુની ના પાડવી પડતી. યાદ આવે છે કે શું હતું? બાપુજી, તમે કહેતા કે પૂનમ દિકરી આ ઘરમાં છે ત્યાં સુધી તારે મૌનવ્રત નહીં રાખવાનું. તું નહીં બોલ, તે દિવસ તો મને આકરો લાગે છે.અને જો તારો અવાજ મને ના સાંભળવા મળે તે દિવસ ઘરમા બિલકુલ એકલું લાગે. હું ત્યારે રમુજ માં કાઢી નાખતી. બાપુજી આજે હ્રદય દર્દથી ભરાઈ જાય છે કે તમારા દુખનું કારણ હું છું.


ઘણીવાર તો યાદ દેવડાવતા કે પૂનમ બેટા તારે કોલેજમા વાપરવાના પૈસા જોઈએ તો લઈ જા. ના બાપુજી નથી જોતા અને તે દિવસે આ જવાબ મે તમને ઉંચા અવાજે આપ્યો અને સાથે થોડો ગુસ્સો પણ હતો. તમને પણ મારા આવા વર્તન થી નવાઈ લાગી હતી. અને મને પણ લાગ્યુ કે શું આ હું છું, કે પછી કોઈ બીજા બોલ્યા? બાપુજી ત્યારે તમે મને કહ્યું કે કાંઈ નહીં. ના એ હું એ ન હતી. મને તો મારી જાત પર ગુસ્સો આવ્યો.બાપુજી તમને તો શું થતું હશે? આ વાત હજી મને કોતરી ખાય છે. મને ખબર છે બાપુજી, હું માગું તે પહેલા જ તમે મને માફી આપી દીધી. આ વાતને, હું મારો અનુભવ કહું છું. આ અનુભવને મે મારા હ્રદયના એક ખૂણામાં સાવ ઊંડાણમાં દાટી દીધો છે. તો પણ તે મને મારા આવા વર્તન ની કોઈ કોઈ વાર યાદી દેવડાવી જાય છે.


યાદ છે ને, બાપુજી આપણે બન્ને રડી પડ્યા. ખૂબ રડયા, અને મારી બા ને પણ યાદ કર્યાં અને જે ડૂમો ભરાયો હતો તે નીકળી ગયો. બાપુજી આપણે કોઇ દિવસ આવી રીતે પેટ ભરીને વાતો કરી નથી. બાપુજી ત્યારે મને તમારી ખુબ જ ચિંતા થતી. મે ઘણીવાર જોયું તમે ચિંતામાં હોઈ. ત્યારે થોડો ખ્યાલ આવી જતો કે નકકી મોટી બેન સીમરન માટે માંગુ આવ્યું હશે. અને તમે વિચારેતા કે આ કટુંબ કેવુ હશે અને કેવું હોવું જોઈએ!!

બાપુજી તમને અને બહેન સીમરન ને થતું કે ઠેકાણું જલદીથી મલી જાય તો સારુ. તમને ત્યારે સીમરનની વધતી જતી ઉંમરની ચિંતા. અને સીમરનને તમારી વ્યાધિ થાતી. આ વ્યાધિઓ તમને ઘેરી લીધા હોય એમ તમારા કપાળ ઉપરની કરચલીઓ ચાડી ખાતી.
તમે હતાશ થઈ જતા એ અમને તમારે નહોતુ જણાવા દેવું પણ.....અને મારા બા હતાં ત્યારે તમારે સથવારો રહેતો.

સીમરન ના તરત પછી લગ્ન થયા અને તે પણ આનંદમા રહે છે. અને બાપુજી સીમરનના લગ્ન માં તમે ખુશ હતા. કારણ કે સીમરન ખુશ હતી. સીમરનને સાસરે વળાવી. બાપુજી આપણે બન્ને ઘરે પહોંચ્યા... ત્યાં સન્નાટો... પણ તમને કે તમારા આનંદ ને કોઈ પણ .........છીનવી ના શક્યું.

તમારા એ દિવસો પાછા આવી ગયા. તમારી ફરજે તમારી જવાબદારી પૂરી કરવાં ટકોરા માર્યા. બાપુજી સાચુ કહું તો ઉપર વાળાને, દિકરી ના બાપની લાચારી જોઈ ને આંખો ભીની થઇ જાતી હશે. દીકરી ના માબાપ ને આટલી લાચારી. કેમ દિકરીના બાપાને હડધૂત કરી અપમાનિત કરે છે. માબાપ પોતે એમની વહાલસોયી દીકરીનુ
કન્યાનુ દાન કરે છે. દિકરીના માબાપને વિવેકથી લાવો. એને અપમાન નુ ઝહેર નહીં પણ માન નું અમૃત પ્રેમથી પાવ. બાપુજી મને ખબર છે કે તમને પણ લગભગ આવા જ અનુભવો થયા છે. જ્યારે આ વાત યાદ આવે ત્યારે અત્યંત દૂખ થાય ......કે કેમ આપણો સમાજ સંકુચિત અને નાસમજ બનતો જાય છે? સમાજ તો એમ ઈચ્છે છે કે વિશ વર્ષની દિકરી તો પરણી ગઈ હોવી જોઇએ. આ સમાજ, આ દુનિયા. ...ફકત કહેવાની.
તમને તો ખબર છે કે સીમરન અને એમના સાસુ મારે પાસે વેકેશનમા આવ્યા છે. રજાઓ પછી સીમરનની કોલેજ ચાલુ થશે ત્યારે પાછા આવશે.

અને હવે તમારી છેલ્લી જવાબદારી પૂરી કરવાં માટે પણ તમે ફરજ ન ચૂક્યા. આપણે આ વિષે ઘણી વખત વાત થઈ હતી. મે કહ્યું કે મારે લગ્ન હમણાં નથી કરવા. તમને થયું કે આવું ઠેકાણું ‘દિવો લઈને શોધવા નીકળશું તો પણ નહી મળે’. મેં ઊંડો વિચાર કર્યા પછી સમંતિ આપી. બાપુજી એ નિર્ણય તમને જણાવ્યા પછી લગભગ એક વર્ષ પછી મારા લગ્ન થયા. લગ્ન થયા એ પહેલાં તમે ચિંતાગ્રસ્ત દેખાતા..તમે કહેતાં કે ‘એક બાપની હું ફરજ પૂરી કરુ છું, કોઈ નવી નવાય નથી’.
પણ મેં ત્યારે મનમાં નકકી કરી લીધું કે લગ્ન કરવાના હેતુથી છોકરાવાળા મને મળવા આવશે અને તે મને પસંદ પડશે કે નહી, ચોક્કસ એની સાથે જ લગ્ન કરીશ. અને થયું પણ એવુજ. મને એ(જનક) જરા પણ પસંદ નહતો. પણ હું ના પાડીશ તો.......
બાપુજી.....આગળ વિચારુ એટલી પણ મારામાં હિંમત નહોતી. શક્તિ પણ ધીમી ગતિએ મને છોડીને જઇ રહી હતી..બાપુજી તમે હમેશા કહેતા કે સીમરન પ્રેમ અને કરુણા ની મૂર્તિ; પુનમ દિકરી સાહસિક. આજે સાહસ પણ મને છોડી દેવાનું વિચાર કરી રહ્યો છે.

જનક બીજા પ્રદેશમાં તેમના માતાપિતા અને બે બહેનો સાથે રહે છે. પૂના શહેરથી બે રાત અને ત્રણ દિવસ ટ્રેઈન મુસાફરી તો ખરી.
તે દિવસ આવી ગયો. બાપુજી તમે મને દાનમાં દીધી ને વિદાય આપી.
નાના હતા ત્યારે રાજારાણીની વાર્તા મા વાંચતા, સાત ડુંગર ને સાત સમુદ્રની પાર એક રાજકુમારી રહેતી હતી. રાજારાણીએ રાજકુમારીને એટલે દૂર પરણાવી દીધી.

બધી લગ્ન વિધિ પૂરી થયા પછી બાપજી તમને મળીને સાસરે જવાની મારી યાત્રા શરુ કરી.
જનકનો સાચો પરિચય ટ્રેઈન મા જ એના વ્યવહારે કરાવ્યો. હુ પણું અને કોઈ કારણ વગર ગુસ્સો કરે અથવા અપમાનીતકરે.

ત્રણ દિવસ પછી ઘરે પહોંચ્યા. લાંબી મુસાફરીનો થાક ને કારણે, બધાંએ આરામ કર્યો. મારી આંખ સવારે ખુલી. થોડો થાક ઉતરી ગયો. અને એકદમ ખાટલામાં બેઠી થઇ. બાપુજી માટે ચા બનાવવાની છે. રસોડામાં આવી તો યાદ આવ્યું કે, બાપુજી થોડા અહીં છે. અહીં તો અહંકાર અને તિરસ્કાર સિવાય કાંઈ બીજું નથી બાપુજી, જે વાતાવરણમાં અમે ઉછરેલા, જયાં સારા સંસ્કારો મળ્યા એવું તો અહીં કાંઈ જ નથી.

થોડા દિવસ પછી જનકે મને દહેજ વિષે પૂછ્યુ. મે જનકની સામે જોયું અને સામે સવાલ કર્યો કે દહેજ? હા, દહેજ જનકે કહ્યું. દહેજની પ્રથા છે એ કેમ ભૂલી જાય છે. તને એનું ભાન નથી.? ના હોય પણ તારા બાપા ને તો ખબર છે. એને દહેજ વિષે વાત કરી તો કહે કે મારી દિકરી ને અમે વહેંચવા માટે નહોતી રાખી અને તમે વ્યાપારી બની મારી દિકરીને ખરીદી લિધી!!
તારે બાપાને જણાવ, કે દહેજ મોકલી આપે, નહી તો તારે ભોગવવું પડશે.
હું પોતે જ દહેજ વિરુદ્ધ છું. મારા બાપુજી ને મારે કંઈ પણ નથી જણાવુ...ને આગળ બોલું તે પહેલા તો એનો હાથ મારા ગાલ ઉપર....એક નહી, બે નહી અને ખબર નથી કેટલી વાર.


જનક દારૂ પીને આવ્યો હતો. ફરી ફરીને એજ વાત, એટલો જ ગુસ્સો અને એજ હાથનો માર. બે ત્રણ વાર તો વાત કરવાની કોશિશ કરી. વાત કર્યા પછી થોડાં દિવસ શાંતિ જાળવે. પણ ફરીથી એ જ વ્યથા અને એનાથી પણ વધારે. મારી વેદના દિવસે દિવસે વધતી જતી અને એટલી જ નિષઠુરતા જનકની વધતી હતી.
હવે તો હદ થઈ ગઈ જનકનો અહંકાર તો વધી ગયો. ખરાબ કે સારુ શું બોલે છે એને ખ્યાલ પણ ના રહેતો. મારા પ્રત્યે જે વ્યવહાર જનક કરતો અસહનીય બનતો જાતો હતો. મારા માટે આ સ્તિથિ અતીકઠિન બનતી જાતી હતી. મારા લગ્નના લગભગ છ મહિના થયા હશે. જનક નો વ્યવહાર બદલે નહી.

મને આમાં થી છૂટવાનો એક જ માર્ગ દેખાતો હતો.
સમાજે દોરેલી લક્ષ્મણ રેખાને હવે મારે પાર કરવાની છે. મે ખૂબજ વિચાર કર્યા પછી આ પગલું ભર્યું.
સમજી વિચારીને મક્કમ નિર્ણય લીધો. ઈશ્વર ભરોસે,
હિમત હાર્યા વગર હું ઘરની બહાર નીકળી ગઈ. બહાર બહેનો માટે સરકારે એક મકાન નિરમાણ કર્યુ હોય છે ‘આસમાની ઘર’ અને હું મારૂં દુખ,વ્યાધિ અને ઉપાધિ, ગુસ્સો, વેર ઝેર અહિં મૂકીને આસમાની ઘર પહોંચી, જંયા જ્યોતિબેન મારી રાહ જોતા હતા.

બાપુજી આ બધું સાંભળી ને બિલકુલ ચિંતા નથી કરવાની. એક તો મે કાંઈ ખોટું કામ નથી કર્યું. મને પણ તમારી ઇજજત વહાલી છે.

બીજું કે જે પગલું ભર્યું એનો નિર્ણય મે જ લીધો હતો મારા માટે. આપણને કોઈના અભિપ્રાયની જરૂર નથી.
બાપુજી હું હેમખેમ તે ઘરમાંથી બહાર નીકળી ગય. કોણ જાણે થોડું પણ મોડું થયું હોત તો આ પત્ર લખી શકત નહીં

બસ અહીં વિરામ લવ છું.
બહુ જલદી આપણે મળ્યા.... ખરુને



ઉષાDattani