Ratanmasi books and stories free download online pdf in Gujarati

રતનમાસી

ગઈ રાતે ખૂબ જ બરફ પડયો હતો અને તેથીજ આજે ઠંડીનું પ્રમાણ વધી ગયું હતું. અને આવી કકળતી ઠંડીની અનુભૂતિ તો ત્યારે થાઈ જયારે બસ સ્ટોપ પર દરરૉજ કરતા વધારે સમય ઉભા રહેવું પડે. કારણકે આજે બસ લગભગ એક કલાક મોડી હતી. પણ પછીથી ખબર પડી કે કોઈ સંત પધાર્યા છે. ભક્તો આતુરતાપૂર્વક આ સંત ના દર્શન કરવા રહ્યા હતા. હું માનું છું કે લોકો ઠંડી ને કારણ અથવા તો પછી બસની રાહ જોતા જોતા કંટાળી ગયા હશે. કોઈપણ ના ચહેરા ઉપર આછું એવું સ્મિત પણ ન હતું. કે પછી સ્મિત સાથે મિત્રતા ઓછી થઈ ગઈ. એવું લાગતું હતું કે ઘણા બધા લોકો, ઉપાધિ નુ પોટલું લઈને પોતાના મુકામે જતા હશે. જોતજોતામાં વિચારો નો ઢગલો બની ગયો. અને અચાનક કાનમાં કોઈ નાના બાળક ના હસવાનો અવાજ સંભળાયો. ત્યાં નજર કરી તો .. અરે કેશવ તું કોની સાથે આવ્યો છે? બા કે મમ્મીને સાથે અને એવા કેટલાય પ્રશ્નોનનૉ ધોધમાર વરસાદ વરસાવી દિધો..બિચારો. કેશવ, કંઈ પણ બોલે, એ પહેલા તેનાં દાદીમાં, ખરી હિંમત અને લાકડી ટેકે આવતાં દેખાણા.
નજીક આવ્યા પછી મારી ઓળખાણ પડી. એમની આંખમાં ઝળઝળીયા આવી ગયા. થોડા સ્વસ્થ થયા. થોડીવાર રહીને પછી, વારાફરથી ઘરના બીજા બધાના ખબર

પૂછ્યા અને કહેવા લાગ્યા તારી બાના ગયાં પછીથી તો હું સાવ એકલી પડી ગઈ. તારી જનેતાએ મને એની સગી બહેન કરતાં પણ વિશેષ રાખી હતી. રતનમાસીનો મળતાવો સ્વભાવ, નમ્રતા અને હસતો ચહેરો એમના આભૂષણો છે.
રતનમાસીની તબિયત થોડી નાજુક લાગતી હતી. કેશવના દાદીમાંને અમે રતનમાસી કહેતા. રતનમાસી મારી બાની ખાસ બહેનપણી. મારી બા હમેશા કહેતી કે રતનમાસી તો સાચું રત્ન છે. બા કહેતાં કે રતનનો સ્વભાવ અને તેમના ઉત્તમ અને ઊંચાં વિચારો સાંભળીને થાય કે કોઇ આધ્યાત્મિક આત્મા આપણને કોઇ પ્રકારની શક્તિ આપે છે.અને આજે રતનમાસીને જોઈને મારી બાની યાદ આવી.અને ફરી થયું કે મારામાં સારાં સંસ્કારો નું સિંચન બા અને બાપુજી ના ઊંચા વિચારો અને તેમના અસિમ પ્રેમ નુ પ્રતિબિંબ છે.
રતનમાસીને ઘણા સમય પછી મળ્યા હતા. એમના આંસુને આંખે થી બિલકુલ નીચે ઉતરવું ન હતું. પણ બેન સમાન બહેનપણી ની દિકરી ને ભેટો થયો હતો એટલે હર્ષ ના આશુંને રોકી શક્યા નહીં. થોડી વારે સ્કુલ ની બસ આવી. પણ દરરોજ કરતા થોડી વધારે દૂર ઊભી રહી. કેશવ ને ઉતાવળ હતી. એટલે મે રતનમાસીને કહ્યું કે જરૂર હોય તો કેશવ ને સાથે હું બસમા બેસાડી પાછી આવું. ના એ જરૂર નથી. એના કરતા ચાલ આપણે બન્ને સાથે જઈએ અને કેશવ ને બસમાં બેસાડી દ્ઇએ. ત્યારે જ મેં મનમાં નક્કી કરી લીધું કે આજે નહીં પણ બે ત્રણ દિવસ પછીથી ભાઈભાભીને એક દિવસ મળવાં જઈશ. એટલે બસની રાહ જોવાની નહીં. અને રતનમાસી સાથે એના ઘર સુધી સાથે જશે. આ સાંભળીને રતનમાસી ખુશ થયા.

વળતા આવતાં, રતનમાસી એ કેશવનીજ વાતો કરી. તેમનું હૃદય આનંદથી ભરાઈ ગયું હતું. અરે, તેમની તબિયતમાં ઘણો સુધારો દેખાય દેતો હતો. કેશવ તો એમનો લાડીલો. એમનો કેશવ પ્રતી સ્નેહ ઉભરાતો હતો. કેશવને પણ દાદીમાં ખૂબ જ વહાલાં. અને તેના માતા પિતા બહુ જ ભલા અને માનતા કે ઘરમાં કોઇ પણ સભ્ય કોઈ વાતે દુખી ન હોવું જોઇએ.અને ખાસ કરીને આપણા વૃદ્ધ માતા પિતા. તેઓનો મત હતો કે નાના છોકરાઓ ને તેમના દાદા દાદી સાથે સંપર્ક માં રાખવા. આપણી સંસ્કૃતિ વિષે ઘણુંબધું જાણવા અને સમજવાનું છે. આપણી ભાષા આપણા સંતાનો ને આપણા વડીલોએ શીખવી છે.

રતનમાસી ખુશ રહેતાં અને પોતાની આજુબાજુનાં વાતાવરણમાં પણ એમનું પ્રતિબિંબ નજર આવતું હતું. મારા બા મને ઘણી વાર કહે તા કે રતનમાસી નિખાલસ અને તદ્દન ભોળા. પણ કોઇ એને છેતરી ના
શકે. રતનમાસી પછી કહેતા કે “હું ભોળી છું પણ ભોળી ભરવાડણ નથી.”
અનેક આવા વાતાવરણમાં કેશવનો ઉછેર થઇ રહ્યો છે.
માનવતા નાં ગુણોનું મૂલ્ય આપણી જાણબહાર નથી. ચાલો આપણે પણ આપણામાં અનેક ગુણોનો ભંડાર સમાયેલો છે, તેને જગાડીએ. એક બીજા પ્રત્યે સ્નેહ અને પ્રેમની લાગણી હોય.
સમાજના, આપણા આ બાળકો પ્રામાણિક બને અને સચ્ચાઈને માર્ગે ચાલે. માનવતાનું મહોર મળે. આપણે નહીં તો બીજું કોણ તે તરફ બાળકો ને દોરશે? આપણે જ આપણા બાળકોની જવાબદારી લેવાની છે. ગુણોનું સિંચન કરવાનું અને ફરજ ને પૂરી પાડવી. ચાલો આપણે બધાં આપણા માં પડેલી માનવતાને જગાડવાની કોશિશ કરી એ. અને આપણા બાળકોને ખીલવાની યોગ્ય તક આપીએ. આ તકક આપણે ગુમાવી, તો તેનું નુક્સાન આપણે બધા ને થશે. સૌથી વધારે નુક્સાન આપણા બાળકોને થશે. જયારે જાગસે ત્યારે આપણી સંસ્કૃતિ ઢોળાય ગય હશે!!! અને ત્યારે રતનમાસી નહીં હોય.

ઉષાDattani





બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED