મુલાકાત,, કાવ્ય Bharat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુલાકાત,, કાવ્ય

જય શ્રીકૃષ્ણ,,,,રાધે રાધે**

ફરીથી એકવાર કોશિશ કરી રહ્યો છું ,આગળ હું બે પુસ્તકો લખી ચૂક્યો છું, જેમાં મારી રચનાઓને સારો એવો પ્રેમ મળ્યો.આશા રાખું કે ફરીથી એવો જ પ્રેમ મળશે.
*ભૂલથી ભરેલાં માણસ છીએ ભૂલ તો કદાચ થવાની,
જોજો અમને ભૂલતાં નહીં ભૂલો ભૂલી જવાની.*
ભૂલો થાય તો મોટા ભાઇ કે મોટી બહેન જેમ શીખ પણ દેવાની.*


**મુલાકાત**ગીત

કર એવી કોઇ વાત કે યાદ રહી જાય,
મળ્યાં વગર મુલાકાત થઈ જાય.
એક મીઠો મધૂરો વિવાદ થઈ જાય,
મળ્યાં વગર મુલાકાત થઈ જાય.

તડપે છે રાત દી' મારું આ દલડું,
આંખ સામે રમતું રહે તારું મૂખલડૂ.
તને ઝંખું છું તારો મેળાપ થઇ જાય.
મળ્યાં વગર મુલાકાત થઈ જાય.

તારાં વિચારમાં મન રહે ભમતું,
હરવું ફરવું હવે ક્યાંય નથી ગમતું,
તને શોધું છું તારો દિદાર થઈ જાય.
મળ્યાં વગર મુલાકાત થઈ જાય.

લિ. ભરત બોરીસણા*
_______________-___________-________________-
મહેનત*

ભાઇ આજ નહીં તો કાલ થાશે,
મહેનતથી એક દિ કમાલ થાશે.

બેઠા કરતાં બજાર ભલી ને,
કામનો એક દિ હિસાબ થાશે.

વળગ્યું રહેવાનું કામને ને,
કામથી જ પુરા ખ્વાબ થાશે.

અવગણે છે જે હાલ હમણાં ને,
સફળતા એનાં સવાલના જવાબ થાશે.

ભાઇ આજ નહીં તો કાલ થાશે,
મહેનતથી એક દિ કમાલ થાશે.
લિ.ભરત
-_________-________-________-________-_______-
એકાંત**

તારા વગર ક્યાં કોઇની વાત ગમે છે,
તું ન હોય એટલે મને એકાંત ગમે છે.

તું પાસ હોય એટલે જાણે મેળાવડો,
તારાં વગર વાતાવરણ શાંત ગમે છે.

આદી હતો હું તારી બકબકનો,
એકલાં તારી યાદોનો સંગાથ ગમે છે.

દિવસે થાતો રહે છે ઘણો શોર બકોર,
એથી જ હવે મને બસ રાત ગમે છે.

તારાં વગર બસ મને એકાંત ગમે છે.

લિ.ભરત*
-_______-_______-_______-_______-_______-_____-
સપનું*
સવાર પહેલાં જગાડે સપનું મારું,
રાતે અડધી જગાડે સપનું મારું.

સહેજ જ્યાં બેસું જો હાંફી ને,
ફરીથી પાછો ભગાડે સપનું મારું.

કેમ થાઉં ઠરીને ઠામ હું.
મનમાં આગ લગાડે સપનું મારું.

સૂતાં હશે કેમ કોઇ આરામથી,
મારા કાને ઢોલ વગાડે સપનું મારું.

લાગે લો છું બસ એની પાછળ,
જોઉ નસીબ શું ?બગાડે સપનું મારું.
લિ.ભરત
-______-_____-_______-_______-______-_____-____

એકાંત***

તારાં વિના ક્યાં કોઇની વાત ગમે છે,
તું ન હોય ત્યારે મને એકાંત ગમે છે.

આમ તો આદી છું તારી બકબકનો,
તારાં વગર વાતાવરણ શાંત ગમે છે.

તારી સાથે જાણે મેળાવડો ને શોર-બકોર,
એકલાં !તારી યાદોનો સંગાથ ગમે છે.

અજવાસ ભર્યા વીત્યાં દિ તારી સાથે,
બસ !તારાં વગર મને કાળી રાત ગમે છે.

લિ.ભરત
______-______-_____-_____-_____-_____-____-____
મા-બાપ**

હક જતાવનારા એમની ફરજ ચુકી ગયા,
ઘર પડાવી મા-બાપનુ ઘરડાં ઘર મૂકી ગયાં.

આંગળી ઝાલી જેને ફેરવ્યોતો મેળામાં,
મંદિરે લઈ જતાં પણ એનાં પાવલા દુઃખી ગયાં.

ઉપાડી ઉપાડી જેને ભમ્યા હતાં કાંધે,
બાવડું પકડી એ એમને રઝળતાં મુકી ગયાં.

ભુલુ નહીં પડે ક્યારેય સુખ ઓ ભઇલા,
દુઃખ આપી દેવને કોનાં ભવ અહીં સુખી ગયાં.

લાગતું હતું જે ઘર કાયમ હર્યુંભર્યું જેમનાં થકી,
તારાં આ ઘર થી જાંણે કે આજ ઘરનાં મુખી ગયાં.
******
ભરત*

______-_______-______-______-_____-_____-_____-

માણસ મોટો****
વાતો વ્યવહારની, ને કરે વ્યવહાર ઇ ખોટો,
પૈસા જેની પાસે, કહેવાય માણસ ઇ મોટો.

ભર્યા હોય ભંડાર અઢળક એનાં પણ,
પાવલી પણ દીધી હોય તો પડાવે ઇ ફોટો.

ઉંચો ન આવે કદી બડાઇમાથી ને,
જરા અમથી ભુલમાં કોઇની પકડે ઇ સોટો.

પરબ બાંધવાનું કહે તો ખરાં પાદરે,
ઘર આંગણે જે ન પૂછે પાણી ઇ લોટો.
******
લિ.ભરત*
_____- ______-______-_____-______-_______-_____

પ્રયાસો કરતાં રહેવાથી ભુલો પણ થાતી જ રહે છે,
ભુલો અવગણી આવકાર દેતાં રેજો.
મારી ભુલો મને જ જણાવજો,જેથી હું સુધારી શકું.
********. ******.
_____-____-____-____-____-____-____-____-___-__
શોર**
સમય મળે તો સાંભળી લેજે,
મારું મૌન શોર કરે છે.

ભરબપોરે પણ તારી યાદો,
અંધારું અહીં ઘનઘોર કરે છે.

પીળાં પાન જેમ ખરી ન પડુ જોજે,
આ પવન પણ અહીં જ ધોરધોર કરે છે.
******. ******
લિ. ભરત*


**********************************************