tu joiae, kavita books and stories free download online pdf in Gujarati

તું જોઇએ,, કવિતા

આનંદી રહેવા મારે શું જોઇએ?
તું જોઇએ ,તું જોઇએ , તું જોઇએ.

હસવા ને હસાવવા મારે શું જોઇએ?
તું જોઇએ, તું જોઇએ , તું જોઇએ.

આંખનાં સપનામાં મારે શું જોઇએ?
તું જોઇએ, તું જોઇએ, તું જોઇએ.

વાત સંવાદ વિવાદ મારે શું જોઇએ?
તું જોઇએ, તું જોઇએ, તું જોઇએ.

ભરત
__-___-____-___-____-___-___-____-_____-___-___-_

કહો ફરી કયારે મળીશું? ગીત

હૈયાની વાત અમે કોને કરીશું?
કોની સાથે હસીશુ કોને લડીશું.
જાતાં પહેલાં એકવાર કહો ફરી કયારે મળીશું.

અમને નોધારા મેલીને જાઓ છો,
આટલા ઉતાવળા શીદને થાઓ છો?
ઊભા રહો એકવાર કહો ફરી કયારે મળીશું?

પરદેશ જાવાની ખાલી તમને પડી છે,
અમારી માટે ક્યાં હવે ઝાઝી ઘડી છે.
થોભી જાઓ ઘડીવાર!કહો ફરી ક્યારે મળીશું?

અધૂરી વાતો હવે થાશે ક્યારે પૂરી,
પલવારમાં થાશે હવે વરસોની દૂરી,
થોડો આપો અણસાર! કહો ફરી કયારે મળીશું?

કોના સહારે અમે રે જીવીશું?
યાદોમાં તમારી અમે રે રડીશુ,
જાતાં પહેલાં એકવાર કહો ફરી કયારે મળીશું?

લિ. *ભરત* તા-

__-__-__-__-__-__-__-__-__-__-__-__-__-__-__-__-_-_

ન્યાય*
છળ-કપટને ચપ્પા છૂરી,
રાખે છે એ નજર બૂરી.

પાછળ બેઠા બેઠા શકૂનીઓ,
ખેંચતા રહે છે એની ધૂરી.

હોય જો આપણે ભલા ભોળા,
રાખવી પડે હો ગજ દૂરી.

સોટી પડશે શ્યામની જે દી,
ભરત' એમની વાર્તા પૂરી.

*ભરત*
__-__-___-___-____-____-___-____-____-____-____-_

પરિચય,'
જાતથી જાતનો પરિચય થઇ જાય તો સારું,
કોણ છું હું!એટલું હવે! મને સમજાય તો સારું.

ઓળખાણ તો ઘણી કરી છે નશ્વરતાની
હવે આત્માથી ઓળખાણ મારી થાય તો સારું.

વળગી પડી છે મોહ-માયા સંસારની,
હવે સાચું સુખ શું છે! એ મને દેખાય તો સારું.

તારા ને મારામાં ફસાયો રહી અજ્ઞાની,
હવે,કૃષ્ણ જેવાં ગુરુ ભેળાં મને થાય તો સારું.

**ભરત**
__-__-__-__-__-__-__-__-___-__-___-___-___-___-___

*આશ**
એવુંય નથી કે થાકીને બેઠો છું,
આવશે ઇ રસ્તો તાકીને બેઠો છું.

કહેવાનું રહી ગયું છે બાકી ઘણું,
હૈયામાં વાતો હું દાબીને બેઠો છું.

વાટ જોવાય છે થોડી ઘડીઓ ઘણી,
આવશે!આશ હું બાંધીને બેઠો છું.

ક્યારેક તો આવશે યાદ એમને,
એમ ધીરજ! હું રાખીને બેઠો છું.

**ભરત**
__-__-__-__-___-___-___-___-___-___-___-___-___-__
નમસ્કાર મિત્રો,,

આમ તું નાનો એવો ગીતકાર છું,લગભગ એક બે માસથી આ એપ પર છું, થોડું ઘણું વાંચ્યા પછી એમ થયું કે લાવ આ એપનો ઉપયોગી કરી જોઉં,અને પહેલીવાર આ એપ પર એક પુસ્તક પર મને થયું કે કવિતા લખું.અને પ્રયાસ કર્યો છે,કોઇ સંપ્રૂણ નથી,કદાચ થોડી ઘણી ખામીઓ પણ રહી જાય,અને રહી પણ હોય,ભુલ કરે એ શીખે એટલે ભુલ હોય તો જણાવવી.આશા રાખું બધાને નહીં પણ કોઇકને તો ગમશે જ.

**ભરત** વાચક મિત્રો ને આભાર
__-__-__-__-__-__-___-___-___-___-___-___-___-__-_
મારું ન થાય,,,,
ગમે છે મને એ મારું ન થાય,
ને તને ગમે એ તારું ન થાય.

સમય તો છેજ છૂટો,
એ કાંઇ વહેવારુ ન થાય.

અનુભવવું પડે છે દુઃખ,
સલાહ દીધે કાંઇ સારું ન થાય.

ફેલાય છે એની મેળે પ્રકાશ,
દીવો ઢાંકે કાંઇ અંધારું ન થાય.

મળશે સહુને નસીબનું,
બધું કાંઇ કોઇનું નઠારું ન થાય.

ભરત*
___-___-___-___-___-____-____-____-____-____-____

ખેડૂત,,
હા, હું ખેડૂત છું ખેતી કરું છું,
તાપમાં બળું ઠંડીમાં ઠરુ છું,
હા, હું ખેડૂત છું ખેતી કરું છું.

કહેવાઉં જગતનો તાત ને!
હક માટે મારા હું વલખાં ભરું છું,
હા, હું ખેડૂત છું ખેતી કરું છું.

માટીનો માણસ છું માટીમાં રહું છું,,
માટીમાંથી સોનું પેદા હું કરું છું,
હા, હું ખેડૂત છું ખેતી કરું છું.

*ભરત*

__-___-___-___-___-____-___-___-____-___-___-__-_
અરજી,,,
મચ્યો છે ધરા પર હાહાકાર ફરી,
પોકારે છે જનતા ત્રાહીમામ ફરી.

બંદી બન્યા છે નીજ ઘરે,
લેને કનૈયા હવે તો અવતાર ફરી,

મુંઝવણમાં છે અર્જુન બધાં,
આવીને સંભળાવ ગીતા સાર ફરી.

હલે તેમ નથી પત્તુંય કોઇથી,
આવીને સંભાર તારો સંસાર ફરી.

મુસીબત આવી પડી ઓચિંતી,
હાથ ઝાલી અર્જુનને ઉગાર ફરી.

ભરત*
__-___-___-____-___-___-___-___-___-__-__-__-__-__
પ્રથમ વખતનો પ્રયાસ કરું છું,
ભુલ થાય તો જણાવજો,
મને અને મારી કવિતા ને સમય આપવા બદલ આભાર.


લિ,,ભરત

બીજા રસપ્રદ વિકલ્પો