વગડાનાં ફૂલો - 9 Divya Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

વગડાનાં ફૂલો - 9

કડવીબેન ઝબકયા. સામે કાળી ધાબળી ઓઢીને રવજી ઊભો દેખાયો. " ભાઈ તમે!"

"હું કંચન પાહે જાતો આવું."

" અટાણે! કોઈ જોઈ જાહે તો? દેકારો કરશે.ભાઈ કાલે જાજો."

" ના ભાભી કાલે બા લગનની તારીખું માંડશે. મારી પાહે બસ આજની રાત સે."

" ફળીમાં મોહનભાઈ હુતા સે. એનું હું?" કડવીબેને શંકા વ્યક્ત કરી.

" એ તો એની દુનિયામાં લીન સે. એ નઇ ઉઠે.હું જાવ સુ.બાં જાગે તો તમે હંભાળી લેજો." રવજી કેતા'ક નીકળી ગયો.


વાડામાં અંધારી રાતે આંસુ સારતી કંચનને પોતાના માં બાપની યાદ ઘડિકેય ઝંપવા નહોતી દઈ રહી.એ આકાશે સતત ટમટમતા તારલિયાઓમાં પોતાની જનેતાનો ચહેરો શોધવા પ્રયત્ન કરી રહી હતી. પોતાની બે દીકરીઓના લગ્નની સાથે મારોએય બોજો નીકળી જાય.એવા વિચારો સાથે કાકીએ પોતાની બહેનના દીકરા સાથે સગપણ નક્કી કરી નાખ્યું. ઘા ભેગો ઘસરકો કાઢી નાખ્યો. ને મારું!! મારું હું. મને જોઈ જાણીને કૂવામાં ધકેલી નાખી. મારી માં હોતતો મારી મરજીએ પૂછત." કંચન હિબકે ચડી. ત્યાં એની પીઠ પાછળ કોઈએ કાંકરી મારી. કંચનના પેટમાં ફાળ પડી. એણે પાછું ફરીને જોયું તો ફાનસના આછા અંજવાળામાં દીવાલ ફાંદીને રવજી આવતો દેખાયો.

કડવિની રજા લઈને આવેલો રવજી કંચનની સામે ઊભો રહી ગયો. એની નજર કંચનના ચહેરા સામેથી ખસતી નહતી. કંચનને જોઈને રવજીને આકાશે પુનમનો સોળે કળાએ ખીલેલો ચંદ્રમા પણ નિસ્તેજ લાગી રહ્યો હતો. એ પોતાની લાગણીઓ ઉપર અંકુશ રાખતો કંચન સામે ઊભો રહી ગયો.

" તમે અટાણે!" કંચન અસ્તવ્યસ્ત ઓઢણીને સરખી માથે ઓઢતા બોલી.

" હા, ભાભીએ હિંમત આપી તયે છેક પૂઈગો." હાંફી રહેલાં રવજીની આંખોમાં નિર્દોષતા છલકી આવી. રવજીની નિષ્કપટ આંખોમાં આંખો પરોવી કંચન બોલી." કારણ!"

" મારે તમને અંધારામાં નથી રાખવા." બોલતા ઉધરસનો ઓતાર ચડવાને હતો ત્યાં રવજીએ ચપોચપ હાથ મોંઢે મૂક્યો. કંચન વાડામાં રાખેલા ઘડામાંથી પાણીનો કળશ ભરીને લાવી. રવજી એકી શ્વાસે બધું પાણી ગટગટાવી ગયો.

કંચને રવજીનો હાથ પકડી વાડાની પાછળની બાજુ લઈ ગઈ. અહીંયા કોઈ ભાગ્યેજ આવતું હતું. એટલે પોતાને અહીંયા કોઈ જોઈ ન જાય એ માટે કંચન રવજીને વાડાની પાછળની તરફ લઈ આવી.

" બોલો હુ કેતા'તા." કંચન મક્કમતાથી બોલી. એની આંખોમાં ચમક હતી.

" તમે લગન માટે નાં પાડી દયો. મારી હારે પરણીને તમે સુખી નઇ થાવ."

કંચન પણ જાણે જાણવા છતાંય અજાણી બનીને બોલી." કેમ?"

" હું નિરોગી નથી. મને..મને.." રવજી અચકાતાં બોલવા જઈ રહ્યો હતો ત્યાં. " જાણું છું. મને આ વાતનો અંદાજ આવી ગયો સે." કંચને રવજીની વાતને કાપતાં કહ્યું.

" હું તમને છેતરવા નથી માંગતો. મારી બાં કે સે! . પણ મને ખબર સે મારી પાહે વખત ઓસો'સે."

કંચન રવજીની નિર્દોષતા પર ઓળઘોળ થવા લાગી. છતાંય મક્કમ સ્વરે બોલી. " તો!"

"તમને બીક નથી લાગતી. તમને ક્યાં નથી ખબર આય રંડાપો એટલે !!" રવજી થોથવાયો,એનો સાદ ગળા સુધી આવીને અટકી ગયો. પછી ખોખારો ખાઈ ગળું સાફ કર્યું. " આના કરતાં તો જીવતા ચિતાએ સળગાવી દેતા એ હારું હતું. થોડી વારની જ વ્યાધિ.આ તો આખો જનમારો સળગવાનું. રોજ રોજ મરવાનું. તમારી ઉમર નાની સે. હું પાપનો ભાગી નથી બનવા માંગતો. મને હાંધિય ખબર સે. હું જાણું સુ. મારી માં ને..." રવજી અટક્યો

ફરી સ્વસ્થ થઈ બોલ્યો." તમને એ જીવવા એ નહિ દયે ને મરવાએ નઇ દયે."

" તમે તમારી હગી જનેતાને હલકી પડો સો!"

" હા ! હું એને ઓળખું સુ.જનેતા સે.પણ એ મારી તમારી નઇ. ને આ રિવાજોને લઈને રંડપા કાઢવા એ વગર કટાર મારી નાખવા બરોબર સે." રવજીની આંખોમાં ચમક આવી ગઈ.

" તમે તો મને રાજી રાખશો ને?" કંચનની આંખો ઝૂકી ગઈ. પરંતુ રવજીને કંચન પાસેથી આવા શબ્દોની આશા નહતી. રવજી થંભી ગયો. એની સ્થિતિ મધ દરિયે હાલકડોલક થતી નાવડી જેવી થઈ ગઈ. એ મુર્તિવત ઊભો કંચનને નીરખવા લાગ્યો.

" બોલો.તમે તો મને રાજી રાખશો ને." કંચનને રવજીની અંદર રહેલાં માણસ સાથે પ્રેમ થઈ ગયો. અને એ આવનારી તમામ મુસીબતો સામે ઝઝૂમવા કટિબદ્ધ થઈ.

" હું જીવું સુ તા લગણ. પસી?. હાથે કરીને જીવતર નાં બગાડાય." રવજી ભારે સાદે બોલ્યો.

" પસી મારી પાહે તમારા હંભારણા! થોડામાં આખું જીવતર ગાળી લઈશ."

" આ સહેલું નથી કંચન પાછી વરી જા."

" પાછી વળી જાત. હા કાલે હાવાર થતા કૂવો પૂરવાની પણ હતી. પણ હવે નઇ તમારા જેવો માણહ મને નઇ જડે. હવે તો જેટલું જીવાય એટલું તમારી હારે .પસી હૌનો ઉપરવાળો સે."

રવજી પાસે કાંચના સવાલોનો કોઈ જવાબ ન હતો. રાવજીએ કંચનનો હાથ પકડ્યો. કંચનના હાથના સ્પર્શથી રવજીનાં શરીરમાં તીવ્ર ઝણેણાટી
ઉપડી ગઈ. એણે પોતાનાથી દૂર ઊભેલી કંચનને પોતાની નજીક ખેંચી .રવજીએ કંચનને પોતાની બાહોમાં જકળી લીધી. બંને એકમેકમાં લીન થઈ ગયા.


( ક્રમશ..)