વગડાનાં ફૂલો - 8 Divya Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

વગડાનાં ફૂલો - 8

રવજીનેં ખાસી ખાંસીને અધમૂઓ થઈ ગયો હતો. રવજીનાં મોઢામાંથી નીકળી રહેલાં ધોરા ચીકણા પ્રવાહીને કંચન ફાંટી આંખે જોઈ રહી.

" દવા પીવાય ગઈ હમણાં સારું થઈ જશે. તમે ચિંત્યા ન કરતા." રવજી ખાસીનાં કારણે આંખોમાં આવી ગયેલા ઝળઝળિયા લૂછતાં બોલ્યો.

" ઉકાળો તૈયાર સે. પી લો રાહત થઇ જાશે." કંચન ત્રાસી આંખે રવજીનાં મોંઢા સામુ જોઈ રહી. પછી હથેળીમાં ધૂળ ભરી ચિંકાણા પ્રવાહી ઉપર નાખી દાટી દીધું. કંચનની આ ગતિવિધિ જોઈ રવજીનું મન ખિન્ન થઈ ગયું. "હું આ ભોળી છોકરીને છેતરી રહ્યો છું. આનાં નિસાસા મારાથી નઇ સંભળાઈ. હું સાચું કહી દવ! છોકરીનું જીવતર ધૂળ થતાં અટકી જાય." રવજી મનોમંથન કરતો ફરી પોતાની બેઠકે બેઠો. હીરાબા પિત્તળના વાટકામાં ઉકાળો લઈને આવ્યા. "લો એક શ્વાસે ગટગટાવી જાવ. હમણાં હંધોય કફ ઓગળી જાહે."

રવજી ક મને પણ ઉકાળો પી ગયો. ત્યાં એના મગજમાં વિચાર ઝબુક્યો." હિરામાસીને મારી બાં બેય સગી બહેનો સે. તો હું હિરામાસી આ વાતથી અજાણ હશે?"

" સગામાં સગુ ભળી જાય.એનાથી રૂડું હું હોય હે! વખતસંગ" જમકુમાં બજરની ચપટી ભરી નાકમાં ચડાવતા બોલ્યા.

" એનાથી રૂડું કઈ ન હોય, તે રવજી હારે કાંચનનુ માંગુ નાખ્યું એટલે મે તરત હા પાડી દીધી. માવતર વગરની સોડીને અમે એના કાકા કાકી મટીને પેટનીજણીની માફક હેતથી ઉજેરી સે. તે તારા ઘરે આવશે તો મારા અંતરને ટાઢક વળે."

રસોડામાં બારીએ મો ખોડી ઉભેલી કંચન રવજી સામે ધારી ધારીને જોઈ રહી. રવજીને પણ કંચનને છેતર્યાનો ભાવ પોતાના મનમાં વધારે ખૂંચી રહ્યો હતો. રવજીની નજર અનાયાસે કંચન પર પડી. કંચનની રડીરાડીને સોજી ગયેલી આંખોમાં એ વધુ વખત જોઈ ન શક્યો ને બોલ્યો." બા આપણે ભાગ્યે. ઘરે પુગતા મોડું થાસે હ્યાય ભાભી એકલી સે."

" તો રામે રામ" કહી રવજી જમકુમાંનાં જવાબની રાહ જોયા વગર ઊભો થઈ ગયો. જમકુમાં પણ ના છૂટકે ઊભા થઈ ગયા. રાવજીએ કંચન સામે ફરી એક વખત જોઈ લીધું. કંચનનો ભાવવિહીન ચહેરો એના હદયમાં છપાઈ ગયો.

બળદને ગાડામાં જોડી માં દીકરો બંને નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. પાડોસણુંને જાણે સામે ચાલીને સાક્ષાત સુંદર શ્યામ દર્શન દેવા આવ્યા હોય એમ છુપાઈને જોવા માટે પડાપડી કરવા લાગી. ઊંચો, નમણો, વાંકડિયા વાળ વાળો, લાંબી મૂછો, અને ભૂરી આંખો. રવજીને જોઈ માં બાપ વિનાની કંચન માટે કાકાએ રાજકુમાર ગોત્યો. બાયું હરખાતી વાતો કરવા લાગી. ને કંચન પોતાના નસીબને રોવા લાગી. અને રવજી! રાવજીએ ઘરે જઈને રસોડામાં રાંધતી કડવી પાસે જઈને વાત ઉખેરી.

" ભાભી ખોટું થયું સે હો! મારી બાં એ પાપ કર્યું સે. કોઈના નિહાહા લેવા હારા નઇ ભાભી. બાં નથી હમજતા."

રવજીની વાત કાને ધરતા કડવી દીવાલ પકડી ઊભી રહી ગઈ." તે તમે હાચુ નથી કીધું."

રવજી જમીનમાં મો ખોળી ગયો. " હમજી! એ હારું થઈને મને ભેળી નો લઈ ગયા. પણ ભાઈ આમાં તમારો તો લગીરે દોષ નથી. બા ની જીદ હામે કોનું હાલ્યું સે."

" એમાં એ બિસારી પારેવડીનો ક્યો દોહ! એણે તો વગર વાંકે જીવતર આખું ઝેર પીવાનું ને.મારું કંઈ નક્કી સે.હું કેટલો વખત..."

" ભાઈ! સંધ્યા ટાણે એવા અમંગળ વેણ કાઢો માં. ભગવાન તમુને હો વરહના કરે.તમારી પેટમાં પાપ નથી ભાઈ. તમે કંચનને સઘળી હકીકત કંઈ દો."

" કેમ કેવી? આમજોઈએ તો હવે એને કહેવાની જરૂરેય નથી." રવજી સામે કંચનનો ચહેરો ઉપસી આવ્યો.

" કેમ! " કડવિબેન ચૂલામાં કઢીનો વઘાર મારતાં અટક્યા. ને રવજીએ માંડીને સઘળી વાત કરી.

" બસારી. કેને કેવા જાય." કડવીબેનના ગળે ડૂમો ભરાય આવ્યો. ત્યાં બહારથી જોરજોરથી વાતો કરી રહેલા જમકુમાનો અવાજ છેક રસોડા સુધી આવ્યો. ને બંને દિયર ભીંજાઈએ વાતનો દોર ફેરવી નાખ્યો.

" રવવા.....તારી ભાભીને હમાચાર દીધા કે નઇ."

" હા! કીધું મે."

" લાલિયા પાહે જઈને પરબતનેય કાગળ લખાવી લેજે. "

" હા!" કહી રવજી ખાટલે આડો પડ્યો. ખુલ્લા આકાશમાં પણ જાણે કંચન દેખાઈ રહી હતી. એની એ રડતી આંખો ભાવવિહીન ચહેરો પોતાને હરદમ પૂછી રહ્યો હતો. " શા માટે! શા માટે મારું જીવતર બગાડો સો." અને રવજી ખળભળી ઉઠતો. " એ નિર્દોષનો ક્યો દોષ!" એ દિવસે જ્યારે. રવજી સામે કંચનને જોવા જવાનું હતું ત્યારે રવજી ખુબ ઉશ્કેરાયો હતો.પરંતુ "તારો વંશ રે!" એવા પાયા વિહોણા જવાબો રવજીને વધારે વ્યથિત કરી દેતા. પસી એ વંશના વેલાને આખી જિંદગી બાપ વિનાની કાઢવી જોહે એનું હુ. ને પરણેતર એનું!!" રવજી ગળગળો થઈ ગયો.

પરંતુ જમકુમાં પાસે એની એક નાં ચાલી. અને અંતે એ કંચનને જોવા ઉપાડ્યો. એક નજરે કંચન જાણે હૈયે વસી ગઈ. એની સાદગી રવજીનાં મનમાં એવી તે ઘર કરી ગઈ કે રવજી નાં પાડવા માંગતો હતો છતાંય નાં પાડી ન શક્યો. ને આજે જે બન્યું તે... ઓહ! અપરાધ વિહિન કંચનને તો વગર વાંકે પોતાનું જીવન દુઃખોના દાવાનળમાં હોમી દેવામાં આવી રહ્યું છે. એ પણ હંધૂય જાણ્યા છતાંય..શા માટે.! જે'દી હું નહિ હોવ તે ..તે દિવસે .." સ્મરણ માત્રથી જ રવજી ધ્રુજી ઉઠ્યો હતો.

એ ઊભો થઈ સીધો કળવિબેન પાસે જઈ પહોંચ્યો." ભાભી! ભાભી.."

( ક્રમશ..)