તારી ધૂનમાં.... - 20 - નર્વસ.... Writer Shuchi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી ધૂનમાં.... - 20 - નર્વસ....

40 દિવસ બાદ

રવિવાર

ઉન્નતિ : હેલ્લો....
ક્રિષ્ના : દરવાજો ખોલ....
ઉન્નતિ : તમે....
ક્રિષ્ના : તું દરવાજો ખોલ....
કહી ક્રિષ્ના ફોન મૂકી દે છે.
ઉન્નતિ દરવાજો ખોલે છે.
ક્રિષ્ના : ચાલ, નીચે....
તે ઉન્નતિ નો હાથ પકડતા કહે છે.
ઉન્નતિ : નીચે??
ક્રિષ્ના : હા, ચાલ....

કુશલ, મીત અને નીતિ નીચે તેમની નવી ફૂડ ટ્રક સાથે ઉન્નતિ ની રાહ જોઈ રહ્યા હોય છે.
જેને જોતા જ ઉન્નતિ એકદમ ખુશ થઈ જાય છે.
કુશલ : વેલકમ વેલકમ....
તે ઉન્નતિ ને ટ્રકમાં અંદર આવકારે છે.
ઉન્નતિ બધુ એકદમ ઉત્સાહ સાથે જોઈ રહી હોય છે.
નીતિ તેને " Delicious Tunes " નું બ્રોચ પહેરાવે છે.
ઉન્નતિ : થેન્કયુ.
તે મુસ્કાય છે.
મીત : ચાલ, ઉપર.
આપણુ હરતું ફરતું સ્ટેજ બતાવું.
કહેતા તે ઉન્નતિ ને ટ્રકના ઉપલા માળે લઈ જાય છે અને નીચેથી કુશલ ટ્રક ના ઓપનેબલ રુફ ને ખોલે છે.
ઉન્નતિ : વાઉં....!!
મીત : છે ને મસ્ત....
ક્રિષ્ના અને કુશલ સાથે નીતિ પણ ઉપર આવે છે.
ઉન્નતિ : કહેવું પડે....!!!!
તે ફરી મુસ્કાય છે.
ક્રિષ્ના : ગમ્યું ને??
ઉન્નતિ : બહુ જ.
ફાઈનલી, યુ ડીડ ઈટ.
તે કુશલ પાસે આવતા કહે છે.
કુશલ : વી ડીડ ઈટ યાર.
" Team Delicious Tunes " ડીડ ઈટ.
ક્રિષ્ના : યસ.
નીતિ : ચાલો, કઈ બનાવી ને બધા સાથે પાર્ટી કરીએ??
મીત : આપણે બધા બનાવીએ પણ સાથે.
વોટ સેય....
કુશલ : તને આવડે છે બનાવતા??
મીત : સેન્ડવિચ, આમલેટ અને મેગી બનાવ્યા છે.
નીતિ : એક કામ કર મીત,
તું ગિટાર લાવ્યો છે ને....
કુશલ : હા, તું ગીત ગાઈ ને અમારો ઉત્સાહ વધારતો જા.
અમે ખાવાનું બનાવીએ છીએ.
મીત : ઓકે કૂલ.
બધા નીચે આવે છે.
મીત તેનું ગિટાર લઈને દાદર પર બેસી જાય છે.
ઉન્નતિ : શું બનાવીશું??
નીતિ : ચોકલેટ પાસ્તા.
ઉન્નતિ : ચોકલેટ પાસ્તા....??
નીતિ : મેન્યુમાં " Chef's Special "
માં ઘણી નવી આઈટમ્સ છે.
કુશલ : તો શેફ N શરૂ કરીએ ચોકલેટ પાસ્તા વિથ ચીઝ બનાવવાનું??
નીતિ : યસ શેફ K.
ક્રિષ્ના : અમારે શું મદદ કરવાની છે બોલો??
નીતિ : તમારે....
કુશલ : તમારે મીત સાથે ગીતો ગાતા ગાતા પાસ્તા ની રાહ જોવાની છે.
ક્રિષ્ના : અમે કરીએ ને મદદ....
કુશલ : જરૂર હશે તો બોલાવીશું.
તમે બેસો.
પાસ્તા હમણાં આવે છે.
ઉન્નતિ : ઓકે.
તે બંને મીત પાસે આવી દાદર પર બેસે છે.

થોડી વાર પછી

કુશલ : ગરમા ગરમ ચોકલેટ પાસ્તા વિથ ચીઝ સાથે વેજ સેન્ડવિચ.
નીતિ : અને બધા માટે ખાસ કોફી શેક.
મીત : યમ્મી....!!
ઉન્નતિ : હવે મને જ્યારે મન થાય હું કુશલ અને નીતિ આન્ટી ના હાથની ટેસ્ટી ટેસ્ટી ડીશઝ ખાઈ શકું છું.
તે હસતાં હસતાં કહે છે.
મીત : હું પણ.
કુશલ : પણ બોસ ને પૂછ્યા વગર નહી.
મીત : ભૂખ કઈ બોસ ને પૂછીને લાગવાની છે??
ક્રિષ્ના : પોઈન્ટ.
બધા હસી પડે છે.

મીત : મને તો લોકોના ના રિએક્શન્સ જોવાની ઉતાવળ થાય છે.
આપણો કોન્સેપ્ટ જુદો છે.
મેન્યુ જુદી જાતનું છે.
ક્રિષ્ના : એ ઉતાવળ તો મને પણ થઈ રહી છે.
ચાલતા ફિરતા લાઈવ કોન્સર્ટ વિથ ડિલીશ્યસ ફૂડ.
મીત : રેગ્યુલર મેન્યુ સાથે આ અલગ અલગ જાતના પાસ્તા, રાઈસ, મોમોઝ, ફ્રેન્કી નો આઈડિયા કોને આવ્યો??
કોફી પાસ્તા, ચોકલેટ મોમોઝ, પાણી પૂરી ફ્રેન્કી, ફોર ફ્લેવર રાઈસ....
કુશલ : આ બધી રેસીપિ મે અને નીતિ મમ્મી એ મળી ને તૈયાર કરી છે.
ઉન્નતિ : જે રીતે કોફી પાસ્તા બની શકે એજ રીતે કોફી મેગી વિથ વેનિલા આઈસક્રીમ....
આમ જ વિચાર આવ્યો....
નીતિ : ટ્રાય કરી શકાય.
કુશલ : મેગી ના સ્વાદ સાથે બહુ છેડછાડ કરવું....
નીતિ : આપણે કોશિશ તો કરી જોઈએ એકવાર.
ક્રિષ્ના : અમે ખાઈશું.
તમે બનાવી જુઓ.
કુશલ : ઓકે.
પછી ટ્રાય કરીશું.
હવે આવતી કાલે સાંજે એટલે સોમવારે સાંજે 4 વાગ્યાથી....
મીત : Delusion Tunes લોકોને સંભાળશે અને તેમને મંત્ર મુગ્ધ કરી દેશે.
ઉન્નતિ : વાહ વાહ....!!
મીત : કહેતા થાકશે નહી લોકો.
ક્રિષ્ના : વાહ વાહ....!!
કુશલ સિવાય બધા હસી પડે છે.
મીત : અરે યાર....
તે કુશલ ના ખભા પર હાથ મૂકતા ઉભો થાય છે.
મીત : કેમ આટલું ટેન્શન લે છે??
કુશલ : એવું કઈ....
નીતિ : નવી શરૂઆતનો થોડો ડર લાગવો સ્વાભાવિક છે.
કુશલ : એટલું જ છે બસ....
મીત : પણ અત્યારે હસતો ખરો.
ઉન્નતિ : લાઈન લાગવા માંડશે લાઈન તારા અને આન્ટી ના હાથનું ખાવાનું ખાવા માટે.
ક્રિષ્ના : અને તમારા બંનેના ગીતો સાંભળવા માટે પણ.
મીત : આપણે ડરથી નહી, ડર એ આપણાથી ડરવાનું છે.
તે કુશલ નો ઉત્સાહ વધારવા કહે છે.
કુશલ મુસ્કાય છે.
ક્રિષ્ના : ચાલો, સારંગ સર ના ઘરે જઈએ અને તેમના અને મેમના....
નીતિ : તેઓ બહાર ગયા છે.
ક્રિષ્ના : ઓહ!!
તેમને ફોન કરીને....
નીતિ : તેઓ બાઈક પર વિલ્સન હીલ ગયા છે.
સવારે જ વિધિ નો ફોન આવેલો કે આજે હું તારા ઘરે નહી આવી શકું.
અમે મળવાના હતા આજે.
ક્રિષ્ના : અચ્છા.
ઉન્નતિ : ચાલો, તો આપણે ટ્રકમાં બધુ સેટ કરી દઈએ અને ગોઠવી દઈએ.
મ્યુઝિક સિસ્ટમ અને જે જે મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટસ આપણે લાવ્યા છીએ તે.
મારા ઘરે જ છે બધુ.
કુશલ : હા, ચાલો.

* * * *

વિલ્સન હીલ

વિધિ : તું અને તારી ચા.
તે હલકું હસતાં કહે છે.
સારંગ બંને માટે પેપરના કપમાં થર્મોસમાંથી જાતે બનાવી લાવેલી ચા કાઢી રહ્યો હોય છે.
સારંગ ને પણ હસવું આવી જાય છે.
સારંગ : લે....
તે વિધિ ને તેની ચા આપે છે.
વિધિ : એક મિનિટ....
તે બેગમાંથી PARLE - G અને MONACO કાઢે છે.
સારંગ : તો પછી ખમણ પણ ખાઈ જ લઈએ.
વિધિ : કાઢી લઉં??
સારંગ : કાઢી લે.
વિધિ બેગમાંથી ખમણ પણ કાઢી લે છે.
સારંગ : વાહ....!!
સામે ઢળતી સાંજ, બાજુમાં તું, સરસ આવતો પવન, ચા અને ગમતો નાસ્તો.
બીજું શું જોઈએ....??
વિધિ : આમ તો ઘણું બધુ.
સારંગ : એટલે??
વિધિ : આવું કોઈ માણસ કહે ને ત્યારે પણ ક્યાંક ને ક્યાંક મનના એક ખૂણે એને યાદ તો આવી જ જતુ હશે કે એને જીવનમાં બીજું શું શું જોઈએ છે અને ક્યારે ક્યારે જોઈએ છે.
આ તો ચાલો, એક આપણી ભાવનાઓ, ખુશી, આનંદ વ્યક્ત કરતું વાક્ય છે કે " બીજું શું જોઈએ?? " જે વર્ષોથી બોલાતું આવ્યું છે.
પણ આવી બીજી કેટલી વાતો આપણે જીવનમાં બસ કહેવા ખાતર કે બોલવા ખાતર બોલીએ છીએ.
સારંગ : હા.
વિધિ : અને કેટલીક વખત લાગણીઓ પણ એમજ વ્યક્ત કરી દેતા હોઈએ છીએ.
સારંગ : આપણને ગમતા લોકો સામે તો લાગણીઓ વ્યક્ત એમજ પણ કરાય ને.
તેમના માટે કઈ ખાસ કરીને, અથવા તેમને કઈ આપીને કે પછી કહીને....
વિધિ : હા.
પણ કેટલીક વખત જ્યાં ખાસ જરૂર નહી હોય ત્યાં પણ આપણે લાગણીઓ વ્યક્ત કરી દેતા હોઈએ છીએ.
અને જ્યાં જરૂર હોય ત્યાં નથી કરતા.
સારંગ : ચા સારી બની છે ને....
તે વાત બદલે છે.
વિધિ : હા.
સારંગ : અચાનક આજે....
તે ચા પીતા પીતા વિધિ ના ખભા પર હાથ મૂકે છે.
સારંગ : આજે તું ક્યારની કોઈ વિચારોમાં ખોવાયેલી હોય એવું લાગી રહ્યુ છે મને.
તે વિધિ સામે જુએ છે.
વિધિ : તમે ઈચ્છો તો,
ઢળતી સાંજ પણ
એક નવી શરૂઆત છે....!!
સારંગ : અચ્છા??
વિધિ : હંમ.
વિધિ મુસ્કાય છે.
સારંગ : આજે તું કઈ અલગ મૂડમાં લાગે છે.
વિધિ : આજે મારા સોલ્જર મિત્રોની બહુ યાદ આવી રહી છે.
અમે લોકોએ સાથે માણેલા પળો, એ લાગણીઓનો, જુદા જુદા અહેસાસો અને એ યાદોનો દરિયો જાણે આજે મારી અંદર ફરી વહી રહ્યો છે.
સારંગ : તેમને ફોન કરીને વાત કરને તેમની સાથે.
સારું લાગશે.
વિધિ : કરીશ.
સારંગ : તને ખબર છે, કેટલીક વખત આપણે રડું આવતું હોય તો પણ આપણે એને રોકી રાખતા હોઈએ છીએ.
તે વિધિ ની આંખોમાં જોતા કહે છે ને વિધિથી સારંગ ની છાતી પર માથું મૂકતા રડી પડાય છે.

* * * *

રાતે

કુશલ : ડર લાગે છે યાર.
ક્રિષ્ના : અરે હું છું ને....
તે બેડ પર કુશલ ની બાજુમાં બેસતા કહે છે.
કુશલ : બધુ બરાબર થશે ને??
ક્રિષ્ના : એકદમ મસ્ત થશે.
કુશલ : લોકોને ગમશે ને??
ક્રિષ્ના : બહુ ગમશે.
કુશલ : તમે બધા જ " બહુ ગમશે " કહ્યા કરો છો.
ક્રિષ્ના : કમ ઓન કુશલ....
તારું સપનું સાકાર થવા જઈ રહ્યુ છે આવતીકાલે.
હસતો રાખ ચહેરો.
કુશલ : આ ફૂડ ટ્રક ચાલશે ને??
ક્રિષ્ના : હાસ્તો.
કુશલ : આટલી બીક પહેલા ત્યારે લાગી હતી જ્યારે મને ખબર પડી કે મારા મમ્મી પપ્પા હવે આ દુનિયામાં નથી રહ્યા.
ક્રિષ્ના : બધુ એકદમ મસ્ત થશે.
તું જોજે.
કુશલ : આમ ભરોસો તો મને પણ છે પણ....
મને ખબર પણ છે કે બધુ બરાબર જ થશે તો પણ....
ક્રિષ્ના : આ નોર્મલ છે.
ઈટસ ઓકે.
કુશલ : થેન્કયુ.
આમા મારો સાથ આપી મારો ઉત્સાહ વધારવા માટે.
ક્રિષ્ના : લાઈફ પાર્ટનર ને થેન્કયુ ના કહેવાનું હોય હવે.
બંને મુસ્કાય છે.
ક્રિષ્ના : સૂઈ જઈએ હવે.
કુશલ : હા.
ગુડ નાઈટ.
ક્રિષ્ના : ગુડ નાઈટ.
તે રૂમની લાઈટ બંધ કરે છે.

* * * *


~ By Writer Shuchi



.