Tari Dhunma - 18 books and stories free download online pdf in Gujarati

તારી ધૂનમાં.... - 18 - કાશ....

વિધિ : દાઝી ગયો ને....
તે સારંગ ના હાથ પર ફૂંક મારતા મારતા બરફ અને રૂમાલ ઘસી રહી હોય છે.
વિધિ : મે કીધું આપણે બહાર બેસી ચા પીતા પીતા શાંતિ થી વાત કરીએ.
પણ....
સારંગ : જરા દાઝ્યુ છે હવે.
વિધિ : આને જરાક કહેવાય સારંગ??
તારી 2 આંગળીઓ અને આજુબાજુનો થોડો હાથ દાઝી ગયો છે.
હાથ હલાવવા જશે ને ત્યારે ખબર પડશે.
સારંગ : સારું.
હવે ચા પીએ??
વિધિ સારંગ સામે જોતી રહી જાય છે.
સારંગ : 3:45 થઈ છે.
છોકરાઓ આવવા માંડશે.

4:15

બધા સ્ટુડન્ટ્સ આવી ગયા હોય છે
સારંગ : વ્યોમ....
વ્યોમ : હા સર....
સારંગ : આજે હાર્મોનિયમ તારે વગાડવી પડશે.
વ્યોમ : શું થયું સર??
સારંગ : અરે....
આ ચા બનાવતા બનાવતા દાઝી ગયો અત્યારે.
તે હાથ બતાવતા વ્યોમ ને કહે છે.
વ્યોમ : ઓહ!!
સારંગ : તો આજે તમે બેસશો સર ની જગ્યા પર.
વ્યોમ : તો તમે ક્યાં બેસશો??
સારંગ : આ તારી બાજુમાં સોફા પર.
વ્યોમ : ઓકે સર.
કહેતા તે સારંગ ને પગે લાગે છે.
વ્યોમ : પહેલી વખત તમારી જેમ વગાડવા જઈ રહ્યો છું ને.
તે મુસ્કાય છે.
સારંગ : ચાલો, બધા પોતપોતાની જગ્યાએ ફરી બેસી જાઓ.
બહુ વાતો થઈ ગઈ.
તે વ્યોમ ની બાજુમાં સોફા પર બેસતા કહે છે અને ક્લાસ શરૂ થાય છે.

* * * *

નીતિ : મનીષ....
મનીષ : તારી એકની એક વાતો સાંભળવા માટે મારી પાસે સમય નથી.
તે પોતાની બેગ હાથમાં લેતા કહે છે.
નીતિ તેમનો રસ્તો રોકતા તેમની સામે આવી ઉભી રહે છે.
નીતિ : તમે આપણી દીકરી વિશે વાત કરવાની ના કહી રહ્યા છો??
મનીષ : તેની મરજી હતી અને તે ગઈ.
નીતિ : તમારી આટલી કઠોરતા ને લીધે જ દેવમ....
મનીષ : હું એવો જ છું.
નીતિ : એક ડોક્ટર ક્યારેક પથ્થર દિલ હોય જ નહી શકે.
ક્યારેય તમે....
મનીષ : નીતિ મને મોડું થાય છે.
નીતિ : મોડું તો ક્યારનું થઈ ગયુ છે.
મનીષ : મને જવા દે.
નીતિ : તમે છો જ ક્યાં??
મનીષ : શું બોલી રહી છે આ બધુ??
નીતિ : આપણા બાળકોની જીંદગીમાં તમે ક્યાં છો??
તેમના બાળપણથી લઈને અત્યાર સુધી તમે....
ચાલો, જવા દો એ વાત.
હવે ફરિયાદ કરીને હું શું કરી લેવાની??
તમે ત્યારે પણ નહોતું સાંભળ્યું અને આજે....
મનીષ તેમની રિસ્ટ વૉચમાં ફરી વાર સમય જુએ છે.
નીતિ : આપણા બાળકોને પિતાનું નામ, તેમની ઓળખ, અને તમારા શહેરના પ્રખ્યાત ડોક્ટર હોવાનો જરૂર પડ્યે લાભ ચોક્કસ મળ્યો પણ તેમના પિતા જ નહી મળ્યા.
તેમના પિતા તેમને પ્રેમ કરે છે અને તે આવા જ છે.
મોટા થઈ તેઓ આ હકીકત જાણી - સમજી ગયા.
પણ તેમના પિતાનો પ્રેમ તેમને કદી દેખાયો નહી.
નાના હતા ત્યારે અને થોડું ઘણું સમજતા થયા ત્યારે તેમણે તમારા વિશે જે સવાલો પૂછ્યા છે ને....
એ તો મે તમારા સુધી આવવા પણ નથી દીધા.
મનીષ ત્રીજી વખત રિસ્ટ વૉચમાં સમય જુએ છે.
તે જોઈ નીતિ તેમને જવા દે છે.
અને તેમના જતા ની સાથે દરવાજો બંધ કરતા જ નીતિ ની અંદર ઉછળી રહેલા લાગણીઓના મોજાં ના છટાં તેની આંખોથી ટપકવા લાગે છે.
જે તેણે મનીષ ની સામે આજે ફરી એક વખત રોકી રાખ્યા હતા.

* * * *

રાતે

વિધિ : ચાલ, આજે સાથે કોઈ પિક્ચર જોઈએ.
રસોડામાંથી ખીચડી નું કુકર બંધ કરી સારંગ પાસે લિવિંગ રૂમમાં આવતા વિધિ કહે છે.
સારંગ : હા, બહુ દિવસથી નથી જોયું કઈ.
આજે જોઈએ.
વિધિ : પણ ક્યું??
સારંગ : ખૂબસુરત??
રાકેશ રોશન અને રેખા વાળું....
તે વિધિ સામે જુએ છે.
વિધિ : જે આપણે બધાથી છુપાઈ ને બીજી વખત એકલા થિયેટરમાં જોવા ગયા હતા.
તે યાદ કરતા કહે છે.
સારંગ : તું મને જબરજસ્તી લઈ ગયેલી તારી સાથે.
કારણ કે ત્યારે તને થિયેટરમાં એકલા બેસવાની બીક લાગતી હતી.
તે હલકું હસતાં કહે છે.
વિધિ ના ચહેરા પર પણ મુસ્કાન આવી જાય છે.
સારંગ : પછી પિક્ચર જોઈને તું કેટલી વખત રેખા ની જેમ ડાન્સ કરતી હતી.
સારંગ યાદ કરી ખુશ થતા કહે છે તો વિધિ ને પણ તે યાદ કરતા હસવું આવી જાય છે.
વિધિ : અને જ્યારે આપણે પકડાય ગયા હતા ત્યારે....
સારંગ : અરે રે....!!
જવા દે એ બધી વાત નથી કરવી.
વિધિ : કુકર ની સીટીઓ વાગી ગઈ.
તે ઉભી થઈ રસોડામાં જાય છે.

વિધિ : કઢી બનાવું કે દહીં અને અથાણાં સાથે ખાઈશું??
સારંગ : મને કઈ પણ ચાલશે.
વિધિ : બેમાંથી કોઈ એક બોલને....
સારંગ : કઢી.
વિધિ : સારું.
હું બનાવી દઉં છું.
તું મૂવી સેટ કરી દે.
સારંગ : હા, હું એ જ કરું છું.
સારંગ તેના સ્માર્ટ ટીવી પર જુનું ખૂબસુરત મૂવી સેટ કરી દે છે સાથે જોવા માટે.

* * * *

ક્રિષ્ના : હાય દેવમ....
દેવમ : હાય....
તું હજી સુધી જાગે છે??
ક્રિષ્ના : હજી 11:15 થયા છે.
કુશલ ના આવવાની અને સાથે જમવાની રાહ જોતા જોતા તે સોફા પર સુતા સુતા દેવમ સાથે વિડિયો કોલ પર વાત કરી રહી હોય છે.
દેવમ : તો તું રોજ ક્યારે સુએ??
ક્રિષ્ના : 12:30 ની પહેલા અમે બંને સુતા નથી.
કરણ, અમે વહેલામાં વહેલા ઘરે આવીએ જ 9:15 વાગ્યે.
પછી બંને જમવાનું બનાવીએ, જમીએ, વાતો કરીએ, ક્યારેક કોઈ વેબસિરીઝ કે કઈ સાથે જોઈએ પછી સુઈ જઈએ.
તેને બગાસું આવે છે.
દેવમ : એટલે તમે હજી જમવાના બાકી છો??
ક્રિષ્ના : હા, હું કુશલ ની રાહ જોઉં છું.
દેવમ : હું પણ જો આ રસ્તામાં છું.
મારી વર્ક પ્લેસ પર જઈ રહ્યો છું.
તે ટ્રેનની બારીમાંથી બહારનું દ્રશ્ય ક્રિષ્ના ને બતાવે છે.
ક્રિષ્ના : મારે આવવું છે ત્યાં યાર.
દેવમ : મોસ્ટ વેલકમ.
તું, કુશલ અને મમ્મી પપ્પા.
ક્રિષ્ના : હા.
ક્યારેક મને લાગે છે અમારે હજી રાહ જોઈ લેવાની હતી.
મારે લીધે મમ્મીએ....
દેવમ : પછી તમે ક્યાં સુધી રાહ જોતે??
ક્રિષ્ના : તો શું થયું ગયુ??
દેવમ : મારો કહેવાનો અર્થ છે,
પછી તમારા બેઉ ના જીવનનું શું??
ક્રિષ્ના : એટલે અમારો વિચાર કરવામાં અમે....
દેવમ : આમ તો થયું એવું જ.
ક્રિષ્ના : ચાલ, છોડ આ વાત.
દેવમ : હવે કેમ છોડ??
તારી ઉપર આવી એટલે....
ક્રિષ્ના : એમ નહી.
મમ્મી તો માની ગઈ ને.
બસ, એના ને પપ્પાની વચ્ચે જે થાય છે એના વિશે હું વાત કરું છું.
દેવમ : તે જ કહ્યુ હમણાં કે....
ચાવીથી દરવાજો ખોલવાનો અવાજ આવે છે.
ક્રિષ્ના ની નજર અવાજ તરફ જાય છે અને થાકેલો કુશલ ઘરમાં દાખલ થાય છે.
ક્રિષ્ના ઉભી થઈ તેના હાથમાંથી બેગ લઈ લે છે.
દેવમ : હાય કુશલ....
કુશલ : ઓહ, હાય દેવમ....
તે દિવાલ નો ટેકો લઈ તેના શૂટ કાઢવા લાગે છે.
કુશલ : કેવું ચાલે છે બધુ??
દેવમ : જેવું ચાલવું જોઈએ એવું ચાલે છે.
તે હલકું હસતાં કહે છે.
કુશલ : અમારું પણ.
દેવમ : કૂલ.
ચાલો, તમે બંને જમી લો હવે.
આપણે પછી વાત કરીએ ઓકે....
કુશલ : હા.
બાય.
દેવમ : બાય.
ક્રિષ્ના : સી યુ સુન.
દેવમ : યા.
ટેક કેર બાય.
તે કોલ કટ કરે છે.
કુશલ સોફા પર બેસી પડે છે.
ક્રિષ્ના કુશલ ની બેગ મૂકી, રસોડામાં જઈ તેના માટે પાણી લઈ આવે છે અને કુશલ ની બાજુમાં બેસે છે.
કુશલ પાણી પીએ છે.
કુશલ : હમણાં આવતા આવતા રસ્તામાં છે ને....
મને એક વિચાર આવ્યો કે હું મ્યુઝિકલ ફૂડ ટ્રક શરૂ કરું.
ક્રિષ્ના : મ્યુઝિકલ??
કુશલ : ડબલ ડેકર બસ ને મ્યુઝિકલ ફૂડ ટ્રકમાં કન્વર્ટ કરી દેવાની.
નીચે કિચન અને ઉપર ખોલ બંધ થાય એવા રુફ વાળી સરસ બેસાય એવી જગ્યા.
જ્યાં રોજ લાઈવ મ્યુઝિક આપણે લોકો ને સંભળાવીશું.
લોકો તેમને ગમતા ગીત ની ડિમાન્ડ પણ કરી શકશે અને સિંગર ને નજીકથી જોઈ પણ શકશે.
ક્રિષ્ના : આઈડિયા તો કમાલ છે યાર.
કર કર....
કુશલ : આપણા બંનેની સેવિંગ્સ છે અને આપણુ કામ પણ ચાલી જ રહ્યુ છે.
ક્રિષ્ના : હા.
એની તું ફિકર નહી કર.
એ થઈ જશે.
કુશલ : તો હવે આપણે....
ક્રિષ્ના : બસ??
કુશલ : બસ સેટ કરવાની, તેમાં અંદર સ્પીકર ફીટ કરવાના.
એટલે વરસાદ કે કઈ આવે તો તેને જોવા ન પડે.
ક્રિષ્ના : હંમ.
કુશલ : મેન્યુ ડિઝાઈન કરવાનું, થીમ, નામ....
મારા આસીસ્ટન્ટ શેફ, સિંગર....
ક્રિષ્ના : બધુ થઈ જશે.
કુશલ : બધુ બની જાય, એકદમ નક્કી થઈ જાય પછી જ હું જોબ છોડીશ.
ક્રિષ્ના : તને જેમ ઠીક લાગે.
તે કુશલ નો હાથ પોતાના હાથમાં લેતા કહે છે.
મ્યુઝિક માટે તું તારા મ્યુઝિક ક્લાસ ના દોસ્તો ને પૂછી શકે છે તેમને રસ હોય તો....
કુશલ : અને મારી સાથે જોબ કરતા દોસ્તો ને પણ તો પૂછી શકું છું.
ક્રિષ્ના : યસ.
કુશલ : યસ....!!!!
તેનો બધો થાક નવો ઉત્સાહ અને ખુશીમાં પરિવર્તિત થઈ જાય છે.
ક્રિષ્ના : હવે જમી લઈએ....
ક્યારની ભૂખ લાગી છે.
કુશલ : ચાલ.

* * * *


~ By Writer Shuchi



.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED