આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-89 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-89

ઇ હેટ યુ

પ્રકરણ-89

નંદીનીને પ્યુન બોલાવવા આવ્યો અને નંદીની એની સાથેજ ભાટીયાની ઓફીસમાં ગઇ. એ ચેમ્બરનો દરવાજો ખોલી અંદર પ્રવેશી. ભાટીયા એનાં લેપટોપમાં વ્યસ્ત હતો. છતાં નંદીની આવી છે એને ખબર હતી એણે કહ્યું નંદીની આવ બેસ ખાસ અગત્યની વાત કરવાની છે. ભાટીયાની નજર લેપટોપમાંજ હતી પણ સ્ક્રીન પર નંદીનીનો શેડો હતો એને ખબર હતી કે નંદીની આવી... નંદીની સામે બેસી ગઇ.

ભાટીયાએ પછી નંદીની તરફ જોતાં કહ્યું, નંદીની મારાં પર હેડ ઓફીસથી હમણાંજ મેઇલ આવ્યો છે આપણને ખૂબ મોટો ઓર્ડર મળ્યો છે પણ એમાં શરત છે કે નિર્ધારીત સમય મર્યાદામાં પુરુ કરી આપવાનું છે અને આપણી સુરત અને મુંબઇ ઓફીસ પરજ પ્રેશર છે. હું માર્કેટમાંથી બધી તપાસ કરી રહ્યો છું પણ એની પાછળનો ફોલોઅપ તારે જોવો પડશે. કારણ કે તને અનુભવ છે બીજી મુશ્કેલી એ છે કે લીના લીવ પર છે અને મને બીજા કોઇ પર ભરોસો નથી.

નંદીનીએ કહ્યું ડોન્ટ વરી સર હું જોઇ લઇશ. ભાટીયાએ કહ્યું પણ કામનો લોડ એટલો છે કે મને સમજાતું નથી કે આ નિયત સમયમાં પુરું કરી શકું કે નહીં એનાં માટે તારે મોડે સુધી ઓફીસમાં રોકાવું પણ પડી શકે. મને એ ચિંતા છે કે આ બધુ કેવી રીતે મેનેજ થશે ? મેં હમણાં લીનાને ફોન કર્યો કે જલ્દી કામ પર આવી જાય પણ એની તબીયત ઠીક નથી એણે કહ્યું સોરી સર મારાંમાં ખૂબ અશક્તિ છે આઇ કાન્ટ... હું જબરજસ્તી તો કરી ના શકુંને ?

નંદીનીએ કહ્યું ઓકે સર હું જોઇ લઇશ તમે મને જે કાંઇ કોરોસપોન્ડસ કે બાકી ઇન્વોઇસ - સપ્લાય બધાની ફાઇલ મોકલજો હું ફોલોઆપ કરી લઇશ અને પ્રયત્ન કરીશ કે એ બધુજ સમયસર પુરુ થાય.

ભાટીયાએ કહ્યું યપ, થેંક્યુ મને આજ અપેક્ષા હતી કંઇ નહીં તું જઇ શકે છે હું તને બધી માહિતી શેર કરું છું એ ફાઇલ બધી પાસવર્ડથીજ ખુલશે અને એનો પાસવર્ડ હું તારા મોબાઇલ પરજ મોકલી દઊં છું તું પણ લોક ફોલ્ડરમાંજ રાખજે જેથી બીજા કોઇ પાસે ઇન્ફરમેશન ના જાય.

નંદીનીએ કહ્યું ઓકે સર ત્યાં એનાં મોબાઇલમાં મેસેજનું નોટીફીકેશન આવ્યું ભાટીયાએ કહ્યું મેં પાસવર્ડ મોકલ્યો છે. તું હવે જઇ શકે છે હું હવે બહાર પણ મીટીંગમાં હોઇશ તને બધું મોકલી શકીશ અને આ પાસવર્ડથી તું ઓપન કરી ફોલો કરી શકીશ. નાઉં યુ કેન ગો એન્ડ થેંક્સ.

નંદીનીએ કહ્યું સર આતો મારી ડ્યુટી છે. ઇટ્સ ઓકે કહી બહાર નીકળી ગઇ અને પોતાની જગ્યાએ આવીને બેઠી એ વિચારમાં પડી ગઇ લીના માંદી પડી ગઇ છે ? એણે તો મને જણાવ્યુંજ નથી. લાવ હું એને ફોન કરી ખબર પૂછી લઊં અને કારણ જાણી લઊં.

નંદીનીએ લીનાને ફોન કર્યો લીનાએ તરતજ રીસ્પોન્સ કરતાં કહ્યું હાય નંદીની.. ગુડ મોર્નીંગ નંદીનીએ કહ્યું ગુડમોનીંગ પણ તને શું થયું છે ? ભાટીયા સરે કહ્યું તું લીવ પર છે માંદી છે. શું વાત છે ? લીનાએ હસતાં હસતાં કહ્યું લુક નંદીની એ ભાટીયાને સબક શીખવવા લીવ પર છું મને કંઇજ નથી થયું મને ખબર પડી ગયેલી કે મોટાં ટ્રાન્ઝેકશન મુંબઇથી થઇ રહ્યાં છે મને લવલીને કહી દીધેલું. ભાટીયો માત્ર શોષણમાંજ સમજ્યો છે આ વખતે મારે એને સાથ નહોતો આપવો એટલેજ મેં એને લટકાવ્યો છે.

નંદીનીએ કહ્યું ઓહ.. પણ તારાં લીધે હું ભરાઇ ગઇ મને કહે છે તારે ઓવરટાઇમ કરવો પડશે કામ ખૂબ છે મને શું ખબર તારી ગેમ છે ? પણ આવુ કરવા પાછળ સાચું કારણ શું છે ?

લીનાએ કહ્યું સીરીયસ મેટર થઇ ગઇ છે એમનેમ મને ગુસ્સો નથી આવ્યો. હું બીજીવાર એનાં કારણે પ્રેગ્નેન્ટ થઇ ગઇ. બધાં પ્રીકોર્સન લીધાં હતાં છતાં હવે એ રાસ્કલ હાથ ઊંચા કરીને કહે છે એબોર્શન કરાવી લે આ બધી ઝંઝટ ના જોઇએ. મેં ક્યારનું કરાવી લીધું છે પણ ગુસ્સો એટલો છે ને કે... મેં કહ્યું મને એબોર્શન કરાવતાં ઇન્ફેકશન થયુ છે ખૂબ તાવ છે અશક્તિ છે મારાંથી હમણાં ડ્યુટી પર નહી અવાય એ કામનાં લોડમાં છે પણ મને કંઇ કહી શકે એમ નથી કારણ કે ડોક્ટર પાસે એજ મને લઇ ગયેલો એણે રૂબરૂ જોયું છે.

નંદીનીએ કહ્યું લીના એકવાત કહું ? લીનાએ કહ્યું બોલને નંદીનીએ કહ્યું લીના આ પ્રેમ નથી બલ્કે સોદા છે ફરેબ બનાવટ છે શા માટે તારું શરીર ખરાબ કરે છે ? આવાં પીશાચોને શા માટે વશ થાય છે ? કોઇ ખાસ કારણ ?

લીનાએ કહ્યું હું બધુ જાણુ છું નંદીની પણ એકવાર કુંડાળામાં પગ પડી ગયો છે તો પડી ગયો હવે હું એને વસૂલ કરી રહી છું મેં પારલે પોઇન્ટથી નજીકજ એક લક્ઝીરીયસ એપાર્ટમેન્ટ ખરીદ્યુ છે અને આ જાડીયા પાસેથીજ પૈસા ઓકાવ્યા છે હવે ચૂકવાઇ જાય મારાં નામ પર થઇ જાય એનીજ રાહ જોઊં છું આવતા વીકે મારાં નામે રજીસ્ટ્રી થઇ જશે અને પઝેશન પણ મળી જશે. આ ભાટીયાને એવો ભ્રમ છે કે નવા ફલેટમાં પછી એ મારી જોડે પડ્યો રહેશે ઐયાંશી કરશે પણ.. પછી લીના ખડખડાટ હસી પછી બોલી ફુલ્લી ફરનીશ થઇ જાય બધી એપ્લાયન્સીસ એ વસાવી આપશે ત્યાં સુધી મધ ચટાડયા કરીશ. હમણાં તો હું બિમાર છું મારું શરીર સારુ નથી ધોવાઇ રહ્યું છે મેં મારી ગાયનેક પાસેથી સર્ટી પણ લીધું છે કે મારે રેસ્ટની જરૂર છે બધી રીતે એને મેં ટ્રેપમાં લીધો છે મારી પાસે આવે છે પણ મને સ્પર્શી શક્તો નથી મેં બધાંજ એવીડન્સ રાખ્યાં છે એની ઐયાંશીનાં... બસ ફલેટ હાથમાં આવી જાય પછી જો મારી ચાલ... એને છઠ્ઠીનું ધાવણ યાદ આવી જવાનું છે એમ કહી વિચિત્ર રીતે હસી પડી.

નંદીની વિચારમાં પડી ગઇ પણ એ બોલી લીના ટેઇક કેર... આ ભેડીયો છે માનવરૂપમાં પ્લીઝ. ક્યાંય કાચું ના કાપતી. તારાં આ રિવેન્જમાં હું અત્યારે તો ફસાઇ છું ને મારે મોડાં સુધી રોકાવું પડશે. અને એનો ભરોસો કેટલો ? હમણાં તારી પાસે આવી નથી શક્તો તો આ ભૂખ્યો ભેડીયો કાબૂમાં નહીં રહે તો મારે પણ ચમત્કાર બતાવવો પડશે મારેજ સાચવવું પડશે.

લીનાએ કહ્યું ડરીશ નહીં એ તને કશુંજ નહીં કરી શકે એને તારાં અંકલનો ડર છે એમ કહી હસી પડી.

નંદીનીએ કહ્યું લીના મને હવે કોઇનો ડર નથી અને ભાટીયો થોડો પણ આઘો પાછો થયો તો... ખબર નહીં હું શું કરીશ ? પણ હું પારુલને પણ મારી સાથે રોકાવાનુ કહી દઇશ ઘરે પાછાં જતાં અમે સાથે રહીશું હું હમણાંજ પારુલને કહી દઇશ કે જો મારે રોકાવાનું થયુ તો એ પણ મારી સાથે રોકાય. લીનાએ કહ્યું ઓકે ટેઇકકેર ચાલ પછી વાત કરીશું. મારે સાચેજ રેસ્ટ લેવો પડશે અને ફોન મૂકાયો.

લીના સાથે વાત કરીને નંદીની સીધીજ રીસેપ્શન પર ગઇ અને પારુલ સાથે વાત કરી અને કહ્યું કે જે મારે ઓફીસમાં રોકાવાનું થયું તો તું પણ મારી સાથે રોકાજે પ્લીઝ. આપણે સાથે ઘરે જવા નીકળીશું.

પારુલ સમજી ગઇ હોય એમ બોલી ઠીક છે તું ચિંતા ના કર આપણે સાથેજ ઘરે જઇશું અને નંદીનીએ થેંક્સ કહ્યું અને એની જગ્યા પર આવી. આ બધુ પ્યુન મુકેશ જોઇ રહેલો અને મનમાં મનમાં કંઇક બબડ્યો.

નંદીનીએ આવેલા પાસવર્ડ સાથે ભાટીયાએ મોકલેલી ફાઇલો જોઇ અને એનો અભ્યાસ કરવા લાગી એ કામમાં ડૂબી ગઇ હતી કંપનીને ખૂબ સારુ કામ મળી રહેલું અને એ બધાં ડોક્યુમેન્ટ્સ ગંભીરતાથી જોઇ રહેલી એમાં એક ડોક્યુમેન્ટ ઓપન થયો અને નંદીનીએ વાંચી રહેલી એણે જોયું આમાં એક શરત ખોટી છે અને એ કંપનીની સ્વીકારી લેશે તો મોટો લોસ થાય એમ છે અને આગળની બધીજ શરતો ઓટોમેટીક બિનઅસર થઇ જશે. એણે બે ત્રણ વાર વાંચી ચકાસી પછી એને હાઇલાઇટ કરીને ભાટીયાને અને મુંબઇ ઓફીસનાં મેઇન બોસ અજમેરાને ફોરવર્ડ કરી અને સાથે લખ્યું કે આ શરત કઢાવી નાંખો. નહીંતર કંપનીને મોટું નુકશાન ઉઠાવવું પડશે. એણે એની કોમેન્ટ સાથે ફોરવર્ડ કરી દીધું.

નંદીનીએ આજનું કામ પુરુ કર્યું એની ઘડીયાળમાં જોયું પછી મોબાઇલમાં જોયુ તો વિરાટનો મેસેજ છે એને આષ્ચર્ય થયું કે અત્યારે વિરાટનો મેસેજ ?.

વધુ આવતા અંકે ---- પ્રકરણ-90