If there is love books and stories free download online pdf in Gujarati

જો પ્રેમ હોય તો

મોડી સવારે ગામના એક ઘરના દરવાજે ટકોરા પડ્યા. કોણ આવ્યું હશે એમ વિચારતા આધેડ વયની બાઇએ વહુને સાદ પાડ્યો, વહુજરા જો તો કોણ છે… ?

વહુએ સાડીનો છેડો સરખો કરી માથું ઢાંકી દરવાજો ખોલ્યો જોયું તો સામે સફેદ દાઢીધારી ત્રણ પુરુષો ઉભા હતા. અજાણ્યા પુરુષોને જોઈને વહુ થોડી ખચકાઇ પણ તુરંત સ્વસ્થતા મેળવતાં બોલી બાકોક મેમાન છે પણ હું ઓળખતી નથી. .

કોણ હશે એમ વિચારતા વિચારતા બાઇ બહાર આવીને જુએ છે તો ત્રણ જણાં સામે ઉભા છે. એ પોતે પણ ઓળખતી નથી છતાં એમને આવકાર આપતા બોલી આવો.. પધારો

ત્રણમાંથી એક જણે ઉંબરે ઉભા ઉભા ઘરની અંદર નજર કરતાં પુછ્યું તમારા પતિ ઘરે નથી?

બાઈ બોલી મજુરીએ ગયા છે, તમે આવોને અંદર.

પેલો પુરૂષ બોલ્યો તમારો દિકરો નથી?

એ તો શેરમા નોકરી કરે છે, વરસે દહાડે મહિનો ઘેર આવે બાઈ બોલી

પેલા પુરૂષે કીધું અમે ફરીથી આવશુ પાદરે બેઠા છીએ સાંજે તમારા પતિ આવે ત્યારે બોલાવજો.

સાંજે પતિ ઘરે આવતા જ બાઈએ સવાર વાળી વાત કરી.

પતિએ પાદર જઈ ત્યાં બેઠેલા એ અજાણ્યા મહેમાનોને ઘરે આવવા આમંત્રણ આપ્યું.

મહેમાનોમાંથી એક જણે કીધું કે અમે ત્રણેય ભલે અત્યારે સાથે સાથે છીએ પણ તમારા ઘરમાં તો અમે કોઈ એક જ આવશું. હવે તમે નકકી કરો કે તમારે અમારા ત્રણમાંથી કોને આમંત્રણ આપવું છે?

આ વાત સાંભળીને તો જણ મૂંઝાઈ ગયો

એની મુંઝવણ પારખીને એક પુરુષ બોલ્યો.. ચાલો તમારી સમસ્યા થોડી હળવી કરવા માટે હું તમને અમારી બધાની ઓળખાણ આપુ.

એકની સામે આંગળી ચીંધતા કીધું આ પ્રેમ છે બીજા તરફ જોતા બોલ્યો આ સાફલ્ય અને પોતાની ઓળખ આપતાં કહ્યું કે હું વૈભવ. હવે બોલો કોને લઇ જશો તમારે ઘેર?

હવે પેલો માણસ વિચારમાં પડી ગયો અને જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ વધુ મુંઝાતો ગયો પછી બોલ્યો જૂઓ તમે ખોટું ના લગાવો તો હું એક વાર મારી પત્ની સાથે ચર્ચા વિચારણા કરીને આવુ? તમે ઉભા રહેશો ત્યાં સુધી?

હાં હાં જરૂર... અમે અહીં જ છીએ પેલા પુરૂષે કીધું.

ધરે પહોંચી પત્નીને બધી વાત કરી પુછ્યું કોને બોલાવુ? મારો વિચાર તો સાફલ્યને બોલાવવાનો છે.

પત્ની બોલી હું તો કહું છું કે વૈભવને જ બોલાવીએ.

બેઉ જણા નિર્ણય પર નહોતા આવી શકતાં.

મને લાગે છે કે આપણે પ્રેમને આમંત્રણ આપવું જોઈએ વહુએ ચર્ચામાં જોડાતા કહ્યું.

પતિ પત્ની બંનેને વહુની વાત વધારે વ્યાજબી લાગી. છેવટે પ્રેમને આમંત્રણ આપવું એમ નક્કી થતાં પતિએ પાદર જઇને ત્રણેય પુરૂષો સામે બેઉ હાથ જોડીને બહુ વિનમ્રતા સાથે કીધું

તમારામાંથી જે પ્રેમ હોય એ અમારા ઘરે પધારો"

આ સાંભળીને પ્રેમ તરત ઉભો થયો અને તેની સાથે ચાલવા લાગ્યો.

પ્રેમને પગલે વૈભવ અને સાફલ્ય પણ પાછળ પાછળ ચાલવા લાગ્યા .

આ જોઈને પતિએ પુછ્યું તમે ત્રણેય એકસાથે નહોતા આવવાના તો હવે કેમ પાછળ આવો છો?

આ સાંભળીને વૈભવ અને સાફલ્ય એક સાથે બોલી ઉઠ્યા : જો તમે અમારા બેમાંથી કોઇ એક ને આમંત્રણ આપ્યું હોત તો કોઈ એક જ તમારી સાથે આવત પણ તમે પ્રેમને પસંદ કર્યો એટલે હવે અમારે તમારી પાછળ આવ્યા વગર છુટકો નથી

** ** **

હું માત્રૃભારતીનો નિયમિત વાચક છું મે જોયું છે કે માત્રૃભારતી નવા નવા લેખકોને પોતાની પ્રતિભા દેખાડવાનો આટલો સરસ મોકો આ પ્લેટફોર્મ દ્વારા આપે છે ત્યારે મને લાગે છે કે મારે પણ આ પ્લેટફોર્મ પર મારા વિચારો મુકવા જોઈએ અને મારે પણ લખવાની કોશિશ કરવી જોઈએ

મિત્રો, આજે પ્રથમ વખત મે આ પ્લેટફોર્મ પર લખ્યું છે, તમે તમારા પ્રતિભાવ જરૂરથી મને વ્હોટસ્એપ પર જણાવશો

મુકેશ ધકાણ

મો : 9892160409

** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED