મને ગમતો સાથી - 54 - આંસુ.... Writer Shuchi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મને ગમતો સાથી - 54 - આંસુ....

મમ્મી : બસ ધરું....
મમ્મી તેના માથે હાથ ફેરવતા કહે છે.
પણ ધારા ના આંસુ છે કે બંધ થવાનું નામ જ નથી લેતા.
મમ્મી : બસ હવે....
મમ્મી ફરી એકવાર તેના આંસુ લૂછે છે.
ધારા : બધુ મારે લીધે થયુ છે.
મમ્મી : પહેલા શાંત થઈ જા.
પછી બોલ.
ધારા : હું....હું....ધ્વનિ ના કાકા અને પપ્પા સાથે વાત કરીશ.
બોલતા તેની આંખોથી ફરી આંસુ આવવા માંડે છે.
મમ્મી : કેટલું રડીશ બેટા....
બસ કર હવે....
ધારા : હું આવી કેવી છું મમ્મી??
મમ્મી : પહેલા રડવાનું બંધ કર.
એકદમ ચૂપ.
ધારા પોતે પોતાના આંસુ લૂછે છે.
મમ્મી : સાવ ચૂપ હવે.
ધારા શાંત થઈ જાય છે.

* * * *

યશ : સોરી યાર.
તે પાણી પીવાના બહાને રસોડામાં આવી ત્યાં એકલી કઈ કામ કરી રહેલી કોયલ પાસે આવી કહે છે.
કોયલ તેની સામે જુએ છે.
યશ : સ્માઈલ કરી દે.
કોયલ ફરી તેનું કામ કરવા લાગે છે.
યશ : બધા બહાર છે.
તું પણ આવ....
કોયલ કોઈ પ્રતિભાવ નથી આપતી.
યશ તેનો હાથ પકડી તેને કામ કરતા રોકે છે.
ફરી વાર બંને ની આંખો મળે છે.
યશ : સોરી યાર.
કોયલ હાથ છોડાવવાની કોશિશ કરે છે.
યશ : કોયલ....
કોયલ હાથ છોડાવવાના પ્રયત્નો છોડી ને નજર બીજે ફેરવી દે છે.
યશ તેનો ચહેરો પોતાની તરફ કરે છે પણ આ વખતે કોયલ નજર નીચી કરી દે છે.
યશ : મારી સામે તો જો.
આજે ત્યારે એ પણ નથી કહેવું કે રસોડામાં કોઈ આવી જશે કે પછી કોઈ જોઈ જશે તો....
કોયલ હજી પણ કોઈ પ્રતિભાવ નથી આપતી.
યશ : આટલું બધુ નારાજ થવાનું??
યશ ને હવે નથી ગમતું.
યશ : કઈ કહીશ....
તે કોયલ ના કોઈ પણ જાતના પ્રતિભાવ ની રાહ જોવા લાગે છે.

યશ : નથી વાત કરવી તારે??
રાહ જોયા પછી તે ગુસ્સામાં બોલે છે.
યશ : મે ના ક્યારે કહી લગ્ન કરવાની??
તું તો એવી રીતે નારાજ થઈ રહી છે.
હવે કોયલ ને લાગે છે કે તેના આંસુ તેનાથી વધારે રોકાશે નહી એટલે તે સામે ઉભેલા યશ ને ભેટી પડે છે અને પોતાના આંસુઓને યશ ના ટી - શર્ટ પર વહી જવા દે છે.
યશ : આપણે લગ્ન ચોક્કસ કરીશું મારી કોયલડી.

ધ્વનિ : અહંમ....અહંમ....
પાણી લેવા રસોડામાં આવતા તે ગળું સાફ કરતા યશ અને કોયલ નું ધ્યાન દોરવા ખોંખારો ખાઈ છે.
તરત યશ અને કોયલ એકબીજાથી અલગ થઈ જાય છે.
ધ્વનિ તેમની તરફ હલકું મુસ્કાય અને પાણી લઈ ઉપર જતી રહે છે.
યશ કોયલ સામે જોઈ મુસ્કાય છે.

* * * *

ધ્વનિ : પાણી....
તે રૂમમાં આવતા પરંપરા ને પાણી આપે છે અને ફરી પોતાની જગ્યાએ પલંગ પર બેસે છે.
પરંપરા : થેન્કયુ.
તે પાણી પીએ છે.
સ્મિત : તને સુરત પાછી બોલાવતે તો તું જતી રહેતે??
ધ્વનિ : ખબર નહી.
સ્મિત : ખબર નહી....??!!
ધ્વનિ : મને અત્યારે ઘણું હળવું ફીલ થઈ રહ્યુ છે.
બસ, એને મારે માણી લેવું છે.
દુઃખ પણ થયું છે પણ એ એટલું નહી.
કારણ કે અમને એમનું રિએક્શન શું આવશે એની ખબર હતી અને ક્યાંક ને ક્યાંક એના માટે હું અંદરથી તૈયાર હતી.
જેટલા શબ્દો, જેવા શબ્દો મને લાગ્યું હતુ એ બોલશે એટલા જ એ બોલ્યા.
બસ, એક આશા હતી કે જ્યારે કાકા એવું બોલશે ગુસ્સામાં કે હવે તું આ ઘરમાં નહી....
ત્યારે પપ્પા તેમને રોકશે.
કંઈક બોલશે મારા માટે.
મને થોડું વધારે ખિજાઈ ને પણ એ ઘરમાં રહેવાની વાત કરશે.
પણ એ કઈ જ એવું નહી બોલ્યા.
હવે ધ્વનિ ની આંખોમાંથી પાણી આવવા લાગે છે.
પરંપરા ધ્વનિ ની નજીક આવે છે.
ધ્વનિ : પપ્પા ક્યારેક તો મારી અને મમ્મી સાઈડ લઈ શકે છે ને.
પરંપરા ધ્વનિ ની પીઠ પર હાથ ફેરવે છે.
ધ્વનિ : મને બોલાવી તો છે સુરત.
પણ જતા મને ડર લાગે છે.
ક્યાંક આ બધુ છૂટી ના જાય.
જેવા પરિવારની હું વર્ષોથી ઈચ્છા રાખતી હતી એ મને હવે મળ્યો છે.
છેલ્લે બોલ્યા કાકા ક્યાં તો તું કાલે ને કાલે સુરત આવ અને ક્યાં તો સુરત ને ભૂલી જા.
મમ્મી નો વિચાર આવતા....
પરંપરા : કઈ પણ થાય આ તારા દોસ્તો તારી પડખે ઉભા છે.
સ્મિત : આપણે બધા તારા ઘરે જઈએ.
ધ્વનિ : એ....
સ્મિત : કદાચ બધુ....
ધ્વનિ : એવી કોઈ શકયતા મને નથી લાગતી.
સ્મિત : એટ લીસ્ટ તારા પપ્પા ધરું ને જોઈ તો લે.
ધ્વનિ : એ જુએ ના જુએથી શું ફરક પડે છે??
કરવાનું તો એજ છે જે કાકા કહે.
પછી....

ધ્વનિ : આ કેવી લાઈફ છે યાર....??
બંને તરફ મારા પોતાના લોકો છે પણ....
એક પિતાને તો પોતાની દીકરી માટે કેટલો હરખ હોય.
દીકરીની ખુશીથી વધુ એમના માટે બીજું કઈ ના હોય....
હવે તમારા જ પપ્પાને જોઈ લો પરંપરા.
મને પણ પોતાની દીકરીની જેમ રાખે છે.
હવે ધ્વનિથી પણ પરંપરા ને ભેટી રડી પડાય છે.

* * * *

રૂમમાં

પાયલ આવતાની સાથે સીધી ધારા પાસે આવે છે.
હવે ધારા આમ તો ફરી સ્વસ્થ થઈ ચૂકી હોય છે.
પાયલ : કેમ છે તું??
તે એકદમ ભાવથી પૂછે છે.
ધારા : ઠીક છું હવે.
પાયલ : કેટલી ફિકર થઈ રહી હતી તમારી.
ધ્વનિ પણ રૂમમાં આવે છે.
ધ્વનિ : મને બોલાવી....
નીચે રાહત એ કહ્યુ કે પાયલ મને ઉપર બોલાવી રહી છે.
પાયલ ધ્વનિ ને ભેટે છે.
ધ્વનિ : આઈ એમ ઓકે પાયલ.
હવે ટેન્શન લેવા જેવું કઈ નથી.
પાયલ : આઈ નો બટ....
તે ધ્વનિથી અલગ થતા કહે છે.

ધ્વનિ : જમી લઈએ પછી ફટાફટ ટેરેસ પર જવાનું છે.
પાયલ : ટેરેસ પર??
ધ્વનિ : મારા તરફથી પાર્ટી છે.
ધારા : પાર્ટી??
ધારા પાયલ બંને ને નવાઈ લાગે છે.
ધ્વનિ : મારા ઘરે જાણ થઈ ગઈ ને એની.
ધારા : ધ્વનિ....
ધ્વનિ : હું ઘણા વખતથી કહેવા માંગતી હતી મારા ઘરે પણ....
તમે બંને જાણો છો.
હવે ફાઈનલી મારા મનનો એ બોજો હળવો થઈ ગયો એ વાતનું મને એટલું સારું લાગી રહ્યુ છે.
અને સાથે સોશિયલ મીડિયા પર કેટલા લોકો અમારા સપોર્ટમાં આવી રહ્યા છે એની ખુશીમાં પણ.
નીચે હમણાં વાત કરીને જ ઉપર આવી.
પછી કાલે સાંજે સ્મિત જીજુ, પરંપરા અને ધારાના મમ્મી પપ્પા પણ પાછા જતા રહેવાના છે તો....
આજે હજી એક celebration થઈ જાય.
પાયલ : સરસ વિચાર છે.
ધ્વનિ : પાયલ, તારે આરામ કરવો હોય તો આજે અમારી સાથે ટેરેસ પર કરી લેજે એક દિવસ.
પાયલ : ટેરેસ આમ પણ મારી મન ગમતી જગ્યા છે.
પહેલા રાતે ઘણીવાર ત્યાં સૂતી છું.
એટલે ગમશે મને.
કહેતા તે ફરી હલકું મુસ્કાય છે.
ધ્વનિ : તો તો ગ્રેટ.
તે પણ ખુશ થાય છે.
ધારા : હવે નીચે જઈએ....
પાયલ : હા, ચાલો....
નહિતો બોલાવવા કોઈ ઉપર આવી જશે.

* * * *

ટેરેસ પર

રાહત : ચાલો, શરૂ કરીએ ગેમ??
યશ : યસ.
રાહત અત્યારે બધાને સિક્વન્સ ગેમ રમાડવાનો હોય છે.
પહેલા તેણે બધાને ગેમ ના નિયમો અને કઈ રીતે રમવાનું તે સમજાવી દીધું હોય છે.
ધ્વનિ : એક મિનિટ....
મારે કઈ કહેવું છે....
રાહત : બોલ....
ધ્વનિ : અમ....
કઈ નહી....હમણાં રહેવા દો.
ગેમ શરૂ કરીએ.
ધારા સતત ધ્વનિ સામે જોઈ રહી હોય છે.
પાયલ : કહી દે ને....
કોયલ : હા....
ધ્વનિ : પછી હવે....
આપણે રમીએ....
રાહત : ઓકે.
ગેમ શરૂ કરીએ....

2:20am

કોયલ : આઈસક્રીમ કોણ કોણ ખાશે??
તે ઉભી થતા પૂછે છે.
યશ : તું નીચે લેવા જાય છે??
કોયલ : હા....
યશ : હું પણ આવું છું.
તે પણ ઉભો થાય છે.
સ્મિત : જાઓ, તમે બંને આરામથી ખાઈ આવો.
અમે બીજી વખતની ગેમ રમાવાની શરૂ કરીએ છીએ ત્યાં સુધી.
પાયલ : હા, એવું કરો.
તમે એકદમ શાંતિથી ખાઈ આવો.
ધારા, પરંપરા, ધ્વનિ ને હસવું આવી જાય છે.
સ્મિત પાયલ સામે જોતા મુસ્કાય છે.
યશ : સારું, અમે ખાઈને આવીએ.
પણ સાથે કોના માટે લઈને આવીએ એ પણ કહી દો....
તે પણ હસતાં હસતાં કહે છે.
પરંપરા : બધા માટે લઈ આવજો.
ધ્વનિ : હા.
બધાએ ખાવાનું છે.
યશ : સારું.
તે અને કોયલ નીચે ઉતરે છે.

ધ્વનિ : કાલે તમે લોકો જતા રહેશો પછી મજા નહી આવશે.
પાયલ : હા.
પણ આપણે જલ્દી પાછા મળીશું.
પરંપરા : મારા સીમંત પહેલા તારે સારા થઈ ને સુરત આવી જવાનું છે પાયલ.
પાયલ : આવી જઈશું.
રાહત : બધુ પ્લાનિંગ પાયલ, ધારા અને અમે બધા મળીને કરીશું.
અમે આવીએ એટલે સ્મિત ને પણ થોડા દિવસ ની રજા આપી દેવાની છે.
ધારા : હા.
સ્મિત અને પરંપરા મુસ્કાય છે.
ધારા : અને સીમંતમાં રસમો સિવાય બીજી કેવી ઉજવણી થશે એ તમારા બંને માટે સરપ્રાઈઝ રહેશે.
સ્મિત : અચ્છા....!!
તે ધારા તરફ જુએ છે.
યશ અને કોયલ બધા માટે આઈસક્રીમ લઈ ઉપર આવે છે.
કોયલ : શેના વિશે વાતો કરી રહ્યા હતા??
તે બેસતા પૂછે છે.
ધારા : પરંપરા ના સીમંત વિશે.
યશ : ખાલી પરંપરાનું જ??
ધ્વનિ : એટલે??
તે પોતાનું હાસ્ય રોકતા પૂછે છે.
યશ : જ્યારે હવે બધા એમ કહે છે કે WE ARE PREGNANT અને તેમના પાર્ટનર્ઝ પણ તેમની સાથે એ જે કરે એ બધુ કરે પણ છે તો સીમંત પણ બંને નું થવું જોઈએ ને.
સાંભળી બધા હલકું હસે છે.
યશ : બાળક આવી જાય પછી પણ એ બંનેની જવાબદારી બને છે.
બંને એના માટે બધુ કરે છે.
હા, શરૂઆત ના સમયમાં માતા ની જવાબદારીઓ વધુ બને છે પણ એમાં પણ તેમના પાર્ટનર તેમનો સાથ આપે છે અને આગળ જતા પણ બંને બધુ સાથે રહી કરવાના હોય છે.
બંનેનું જીવન બદલાય છે તો....
પાયલ : સમજી ગયા અમે સમજી ગયા.
રાહત : તારા અને કોયલ ના બાળક વખતે આપણે આ વાત જરૂર ધ્યાનમાં લઈશું.
કોયલ : તો પછી તો યશ....
તારે પણ 9 - 10 મહિના મોટા પેટ સાથે વિતાવવા પડશે અને....
કહેતા કહેતા તેને હસવું આવી જાય છે.
પરંપરા : આ બધા WE ARE PREGNANT ને બધા સારા સારા વિચારો બહુ ગમે આપણ ને.
શરૂઆતમાં ઉત્સાહિત પણ થઈ જવાય પણ પછી ખબર પડે.
ભગવાને જેની રચના જેમ કરી છે એમ જ બરાબર છે.
હું તારા સાથે રહીને બાળકની જવાબદારી વહેંચવા વાળા વિચારને માન આપું અને એને માનું પણ છું.
પણ અમુક ચોક્કસ વસ્તુ આ બાબતે ભગવાને નક્કી કરેલી છે.
જે જેમ છે એમજ રહે તો વધારે સારું રહેશે.
ધારા : રાઈટ.
રાહત : આઈ એગ્રી.
કોયલ : યસ.
યશ : એમ રાખો.
સ્મિત : હું તો બધુ ખાવા અને બીજું બધુ પણ સાથે કરવા તૈયાર છું.
ધારા : તો કરજો અને મને વિડિયો મોકલજો.
પરંપરા : આખો દિવસ ઘરમાં નહી રહેવાય તારાથી.
ધારા : અને ખાલી એક બે દિવસ કરી લો એવું નહી ચાલે.
એક વાર કરવાનું નક્કી કરો તો પૂરા સમય સુધી કરવું પડશે.
પરંપરા : તું શું ફરી એ વાત કરવા માંડી??
જેનો અત્યારે કોઈ સમય કે ખાસ અર્થ નથી એ વાતો શું કામ કરવી છે??
પાયલ : ચાલો, બીજી વાતો કરીએ.
રાહત : નવી ગેમ શરૂ કરીએ??
સ્મિત : હા.

* * * *


~ By Writer Shuchi



.