My Loveable Partner - 7 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 7 - કોન્ટ્રેક્ટ

સાંજે

પરંપરા : પાયલ....!!
પાયલ પર તેની નજર જતા તે તેની પાસે દોડી આવે છે.
પાયલ : પાછી આવી ગઈ.
પરંપરા તેના હાથમાંથી સામાનની બેગ લઈ લે છે.
પાયલ : આપણી જે ફોન પર વાત થઈ હતી એ બપોરે જમતી વખતે મે અનમોલ ને કરી તો તેણે પણ ભાગવાની ના કહી.
પરંપરા : પછી??
પાયલ : આખો દિવસ સાથે વિતાવ્યો અને પછી હું અહીંયા આવી ગઈ.
પરંપરા : બેસ.
હું પાણી લઈ આવું.
પાયલ : નથી જરૂર.
તું પણ બેસ.
પરંપરા બેસી જાય છે.
ત્યાં સ્મિત અને ધારા કેબિન માં આવે છે.
પાયલ : હવે તો તમે બંને એક જ કેબિનમાં....
ધારા : પાયલ ની બચ્ચી.
એક મારું તને??
પાયલ : મારી દે.
ધારા : શું મારી દે??
તે પણ પાયલ ની બાજુમાં બેસે છે.
સ્મિત : અનમોલ ક્યાં છે??
પાયલ : થેન્કયુ.
સ્મિત - ધારા : થેન્કયુ??
પાયલ : મને સમજાવવા માટે.
અમે પરિવાર ના અને સાથે તમારા આશીર્વાદ લઈને જ લગ્ન કરીશું જીજુ.
હવે અમે એવું નક્કી કર્યું છે.
પાયલ ખુશ થતાં કહે છે.
સ્મિત : સરસ.
પણ મારા આશીર્વાદ??
ધારા : તું અને પરંપરા અમારા થી તો મોટા જ છો ને.
સ્મિત : તો પણ એમ આશીર્વાદ ના લેવાય.
પરંપરા : કોન્ટ્રેક્ટ નક્કી થઈ ગયો આપણી હોટલ સાથે તેમનો??
ધારા સ્મિત એક બીજા સામે જુએ છે.
પરંપરા : બોલો....
સ્મિત - ધારા : થઈ ગયો.
બંને એકદમ ખુશ થતાં કહે છે.
પરંપરા : સાચે??
ધારા : હા.
પરંપરા પણ ખૂબ ખુશ થઈ જાય છે.
સ્મિત : લગ્ન ની A ટુ Z તૈયારીઓ આપણે કરવાની છે.
પૂરા 6 કરોડ નો કોન્ટ્રેક્ટ છે.
સગાઈ, પૂજા, મહેંદી, સંગીત, બેચલર પાર્ટી, લગ્ન અને રિસેપ્શન.
પરંપરા : વાઉ.
પાયલ : Congratulations.
સ્મિત : અને હા, પ્રી - વેડિંગ ફોટોશૂટ પણ આપણે ત્યાંથી થશે.
પરંપરા : ધેટસ ગ્રેટ.
ધારા : પૂરા ન્યુઝ તો સાંભળ....
પરંપરા : પૂરા ન્યુઝ??
સ્મિત : ફોટોશૂટ તારે કરવાનું છે.
પરંપરા : મારે??
તેને આંચકો લાગે છે.
ધારા : યસ.
પાયલ : એટલે મુંબઈ થી ખાસ ફોટોગ્રાફી શીખી ને આવેલ ફોટોગ્રાફર પરંપરા એ??
સ્મિત - ધારા : યસ.
પાયલ : યુ....હુ....!!
તે પરંપરા ને ભેટી પડે છે.
પરંપરા : ઓકે.
ધારા : ઓકે??
પરંપરા : ઓકે.
સ્મિત : મે કહ્યુ હતુ ને ધરું,
તે હા જ પાડશે.
ધારા : મેરી બહેના કે સૈયાં આપ જીત ગયે.
પાયલ ને હસવું આવી જાય છે.
પરંપરા : તમે બંને એ પાછી શરત લગાવી હતી??
સ્મિત : આઈસક્રીમ ખવડાવવાની જ શરત લગાવી હતી.
જે જીતશે એ આખી ઓફિસ ને આઈસક્રીમ ખવડાવશે.
પાયલ : પરંપરા એ હા કહી એટલે જીજુ તમે જીત્યા રાઈટ??
ધારા : રાઈટ.
સ્મિત : હું તને પૈસા આપી દઉં ધરું.
તું આઈસક્રીમ લઈ આવીશ??
મને કંટાળો આવે છે.
ધારા : ધા - રા -
મારું નામ ધારા છે.
સ્મિત : સારું ધરું.
ધારા : સ્મિત.
ધારા ચીડાય છે અને બાકી ના 3 જણને હસવું આવી જાય છે.
ધારા : હવે હું નથી જવાની આઈસક્રીમ લેવા.
તે જાણીજોઈને મોઢું ફુલાવી બેસી જાય છે.
પરંપરા : મારી ફુગ્ગી.
પરંપરા તેની પાસે આવે છે.
સ્મિત : ફુગ્ગી નહી.
ધરું.
પાયલ : ધરું ફુગ્ગી.
સ્મિત : બેટર.
ધારા સ્મિત પાયલ બંને સામે આંખો પહોળી કરી જોઈ છે.

* * * *

પાયલ : ઘરે શું કહીશું??
ગાડીમાં બેસી ઘર તરફ જતા રસ્તામાં તે ધારા ને પૂછે છે.
ધારા : જાણકારી માટે કહી દઉં,
મુંબઈ ખબર પહોંચી ગઈ છે.
પાયલ : શું??
પણ તમને ક્યારે ખબર પડી??
મે તો ફક્ત....
ધારા : મુંબઈ માત્ર એટલી ખબર પહોંચી છે કે તમે સમાન પેક કરી વહેલી સવારે ક્યાંક જતા રહ્યા છો.
એ પણ રૂમની બાલ્કનીમાંથી નીચે ઉતરી ને.
અને તમે ફોન નથી ઉપાડી રહ્યા, કઈ કહીને નથી ગયા.
બીજું કશું કોઈને નથી ખબર.
પાયલ : યશ ને પણ નહી??
ધારા : નહી.
પાયલ : થેન્ક ગોડ.
તે રાહત નો શ્વાસ લે છે.
ધારા અચાનક જોરમાં બ્રેક મારીને ગાડી સાઈડમાં રોકી દે છે.
પાયલ ફરી ગભરાઈ જાય છે.
પાયલ : ધરું!!
ધારા : હવે ખબર પડી??
તે મોટા અવાજે કહે છે.
ધારા : હું અને પરંપરા કેટલા ગભરાઈ ગયા હતા.
મને કેવો આંચકો લાગ્યો હતો.
અને ઘરે મમ્મી પપ્પા પણ ટેન્શન માં આવી ગયેલા.
એ તો સ્મિતના ના પાડવા છતાં પરંપરા એ મને ફોન કરી બધુ કહી દીધું તો હું પરિસ્થિતિ સંભાળી શકી.
અને કહી દીધું કે 2 - 3 દિવસથી તારો તારા જે ફ્રેન્ડઝ સુરતમાં રહે છે તેમની સાથે આવી રીતે રોડ ટ્રીપ પર જવાનો પ્લાન બનતો હતો.
ત્યાં ગઈ હશે અને નેટવર્ક નહી આવતું હોય.
મુંબઈ પણ એ જ કીધું છે બધાને.
હવે તારો ફોન ચાલુ કરી ઘરે વાત કરી લે.
કહેતા તે ફરી ગાડી સ્ટાર્ટ કરે છે.
પાયલ ની આંખોથી આંસુ વહેવા લાગે છે.
ધારા તેને પોતાનો રૂમાલ આપે છે અને ગાડી ચલાવવા લાગે છે.
પાયલ પોતાના આંસુ લુછે છે.
પાયલ : આઈ એમ સોરી.
તે ધીમે રહીને કહે છે.

ઘર આવી જાય છે
ધારા : મોટી બેગ હમણાં ગાડીમાં જ રહેવા દે.
પછી આવીને લઈ જઈશું.
તારી મોટી હેન્ડબેગ લઈને જઈએ.
પાયલ : હંમ.

* * * *


~ By Writer Shuchi



.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED