સ્મિત : હેલ્લો....
પાયલ : હેલ્લો....કોણ??
સ્મિત : પાયલ....
હું સ્મિત વાત કરું છું.
પાયલ : ઓહ....
હાય જીજૂ.
સ્મિત : હાય.
પાયલ : કેમ છો??
સ્મિત : નથી સારા.
પાયલ : કેમ??
સ્મિત : આ તારી બહેન જો ને.
મારી સાથે વાત જ નથી કરી રહી.
પાયલ : તેના હાથમાં મહેંદી લાગી રહી છે.
સ્મિત : ઓહ!!
મારે જોવી છે.
પાયલ : મહેંદી??
સ્મિત : હા.
પાયલ : અચ્છા....
સ્મિત : પ્લીઝ બતાવ ને.
પાયલ : મારા નંબર પરથી ફોટો મોકલાવું છું.
સ્મિત : સારું.
પણ મારે તેની સાથે વાત પણ કરવી છે.
પાયલ : હું મારા નંબર પરથી વાત કરાવું છું.
સ્મિત : ઓકે.
પણ ધારા ક્યાં છે??
હું ક્યાર નો એને કોલ કરી રહ્યો છું.
પાયલ : એને માસી નવરી જ નથી પાડવા દેતા.
ધારા આ કામ કર....
ધારા પેલું કામ કર....
સ્મિત : તો તમે લોકો શું કરો છો??
તેની મદદ કરો.
પાયલ : કરી જ રહ્યા છીએ ને.
પણ અમુક કામ ધારા એ કરવાના એટલે ધારા એ જ કરવાના.
એનું એ પ્રોફેશન છે ને.
સ્મિત : હા, અને આ તો પાછા પોતાની બહેન ના લગ્ન.
પાયલ : એકદમ બરાબર.
સ્મિત : અચ્છા, ધારા ને મારો મેસેજ આપી દેજે કે....
પાયલ : ધારા ને કે પરંપરા ને??
સ્મિત : ધારા ને એના બિઝનેસ પાર્ટનર તરફથી મેસેજ આપવાનો છે કે....
પાયલ : અચ્છા.
બોલો....બોલો....
સ્મિત : કે લંચ અહીંયા બની ગયું છે બધાનું અને જલ્દી ત્યાં પહોંચી જશે.
પાયલ : લંચ તમારી રેસ્ટોરન્ટ થી આવવાનું છે??
સ્મિત : કોઈને ખબર નહી પડશે અને બાકીના 3 દિવસ પણ આવી જશે.
મારી અને ધારાની વાત થઈ છે.
પાયલ : પણ....
સ્મિત : તું ખાલી ધારા ને કહી દેજે.
પીરસવા વાળા માણસો પણ સાથે આવી જશે.
પાયલ : કોઈ પૂછશે તો??
સ્મિત : ખબર જ નહી પડશે.
અમે લગ્ન નું જમવાનું બનાવવા મહારાજ ને બોલાવ્યા જ હતા.
અને માણસો ને પણ પ્રસંગ ના કપડા પહેરી આવવા કહ્યુ છે.
પાયલ : સારું.
તે રાહત નો શ્વાસ લે છે.
સ્મિત : હવે તું જરા મારી પરંપરા સાથે વાત કરાવી દઈશ??
પાયલ : હા.
હું કરાવું 5 મિનિટમાં વાત.
સ્મિત : ઓકે.
બંને ફોન મૂકી દે છે અને પાયલ તરત ધારા ને ઘરમાં શોધવા લાગે છે.
પાયલ : લક્ષ્મી મામી, તમે ધારા ને જોઈ??
એ ક્યાં છે??
મામી : ધરું તો હમણાં જ ઉપર ગઈ.
ચાદર લેવા.
પાયલ : સારું.
કહી તે તરત ઉપર જવા લાગે છે.
પાયલ : ધારા....ધારા....
ધારા : મમ્મી પપ્પા ના રૂમમાં છું.
પાયલ ધારા પાસે આવે છે.
ધારા : બોલ જલ્દી....
પાયલ : જીજૂ નો ફોન આવેલો.
ધારા : સ્મિત નો....
પાયલ : હા, પરંપરા ના નંબર પર.
ધારા : પહેલા શ્વાસ લઈ લે.
બેસીને કહે....
પાયલ : અરે....તું સાંભળ....
ધારા : જમવાનું છોકરા વાળા અને છોકરી વાળાનું એક જ જગ્યા એ બનવાનું છે અને માણસો સાથે અહીં આવી પણ જવાનું છે.
મે, સ્મિત અને પરંપરા એ મળી ને જ આ નક્કી કર્યું હતુ.
પપ્પાએ જમવાની અને સજાવટ ની દરેક જવાબદારી મને સોંપી છે એટલે તેમને ખબર નહી પડશે અને પછી મહારાજ નો ખર્ચ અમે અડધો અડધો વહેંચી લેશું.
પાયલ : તેમના ઘરે ખબર છે??
ધારા : નહી.
અને પડશે પણ નહી.
પાયલ : મને ડર લાગે છે.
ધારા : કઈ નહી થાય.
ચાલ નીચે.
તેઓ જમવાનું લઈ આવે જ છે ને??
પાયલ : હા.
ધારા : મને જ ભૂખ લાગી છે.
બંને પાછા નીચે આવે છે.
મમ્મી : ધરું....
લાવી કે નહી ચાદર??
તે બૂમ પાડે છે.
ધારા : આવી ગઈ મમ્મી.
આ લો.
ધારા અને પરંપરા ની નજરો મળે છે.
બંને મુસ્કાય છે.
મોકો જોઈ પાયલ પરંપરા ની બાજુમાં જઈ બેસી જાય છે.
પાયલ : તેમને તારી સાથે વાત કરવી છે.
તે ધીમે થી પરંપરા ના કાનમાં કહે છે.
પરંપરા : સ્મિત ને??
તે ધીરેથી પૂછે છે.
પાયલ : હા.
પરંપરા : લગાવ ફોન.
પાયલ : મારા નંબર પર થી લગાવ છું.
પરંપરા : હા.
પાયલ સ્મિત ને કોલ કરે છે અને પરંપરા ના કાન પર ફોન મૂકે છે.
પરંપરા : હેલ્લો....
સ્મિત : હાય મિસિસ....
પરંપરા : હજી 2 દિવસ ની વાર છે.
સ્મિત : એ જ તો.
પરંપરા હલકું હસે છે.
સ્મિત : તારી મહેંદી નો ફોટો પાયલ એ....
પરંપરા : મોકલી દીધો??
સ્મિત : ના.
એ જ તો કહું છું,
હજી સુધી નથી મોકલ્યો.
પરંપરા : સારું થયું.
તે પાયલ સામે જુએ છે.
પાયલ તેની વાત સમજી જાય છે અને મુસ્કાય છે.
સ્મિત : મહેંદી જોવા મારે ત્યાં જ આવવું પડશે એમ??
પરંપરા : હા.
સ્મિત : પ્લીઝ....
પરંપરા : આવો ત્યારે.
સ્મિત : મારે જોવી છે.
પરંપરા : મારે પણ બતાવવી છે.
મમ્મી : કોની સાથે વાત કરે છે??
તે તેની પાસે આવતા જ પૂછે છે.
પરંપરા : ફ્રે....
પાયલ : ફ્રેન્ડ છે.
સ્મિત : કોણ આવ્યું??
પરંપરા : શ....શ....
સ્મિત : કોઈ ને આટલા બધા બીજા અવાજમાં મારો અવાજ નહી સંભળાય જાય.
પરંપરા મુસ્કાય છે.
પરંપરા : સારું હવે.
બાકી ની વાતો પછી.
ત્યાં વિધિઓ....
સ્મિત : 3 કલાક રહીને શરૂ થશે.
પરંપરા : ઠીક છે.
હવે હું મૂકું છું.
સ્મિત : ચાલુ રાખને.
પરંપરા : તમે....
સ્મિત : મારું નામ બોલ....
પરંપરા : બધાની વચ્ચે??
સ્મિત : તેમાં શું થયું??
પરંપરા : તમે જાણો છો.
સ્મિત : મારા માટે આટલું નહી કરે??
એક વાર તો બોલ.
કોઈને ખબર નહી પડે.
પરંપરા : હું બીજું કઈ બોલું તો ભલે ખબર ના પડે પણ તમારું નામ બોલીશ ને તો બધાને ખબર પડી જશે.
સ્મિત : આ બધી આન્ટીઓ નું એજ કામ છે.
જાસૂસી કર્યા કરવાનું.
પરંપરા ને હસવું આવી જાય છે.
પાયલ : બધા તને જોઈ છે.
પરંપરા : બાય.
સ્મિત : બાય.
* * * *
~ By Writer Shuchi ☺
.