મને ગમતો સાથી - 53 - સવાલ - જવાબ Writer Shuchi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મને ગમતો સાથી - 53 - સવાલ - જવાબ

રાહત : તું શું કામ અત્યારે તેનું ટેન્શન લે છે??
પાયલ : આ નાની વાત નથી રાહત.
રાહત : પણ અત્યારે હોસ્પિટલમાં તું એનું ટેન્શન લઈશ તો....
પાયલ : આ વિડિયો ને લીધે ધ્વનિ ને પ્રોબ્લેમ થઈ શકે છે.
રાહત : અને અત્યારે તારા ટેન્શન લેવાથી મને પ્રોબ્લેમ છે.
રાહત પાયલ ને શાંત કરવા કહે છે.
રાહત : સાંજે ઘરે મળીને વાત કરી લેજે બંને સાથે.
ઓકે??
પાયલ : ઓકે.
રાહત : આજે શું ખાવાની ઈચ્છા છે તારી??
પાયલ : મીસળ પાઉં.
રાહત : આહા....!!
નામ સાંભળી ને જ મોંમાં પાણી આવી ગયુ.
પાયલ : ઉપરથી એક્સ્ટ્રા લીંબુ નાખીને ખાવાનું.
વધારે સરસ લાગે.
રાહત : હા....!!
રાહત ના ચહેરા પર મુસ્કાન આવી જાય છે.
પાયલ : મને મીસળ ખૂબ જ ભાવે.
રાહત : હમણાં વરસાદ પડી જાય તો??
પાયલ : આ સીઝન નથી એની.
રાહત : તો પણ વિચાર તો ખરી.
પાયલ : નુકસાન થાય.
રાહત : વિચારવાથી થોડું થાય.
પાયલ : તને વરસાદ બહુ ગમતો લાગે છે....
રાહત : બહુ.
તને ગમે??
પાયલ : પલળવા કરતા તેને જોવો વધારે ગમે.
વરસાદ અને સાથે ગરમ ગરમ બટર વાળી મેગી અને જો ઠંડો પવન આવતો હોય ને તો તો મજા આવી જાય.
રાહત : વરસાદ અને મેગી??
વરસાદ આવે ત્યારે તો ગરમ ગરમ લોચો અને ભજીયા ખવાય.
ક્યાં મેગી અને ક્યાં વડાપાઉં યાર....

બંને રોજ આવા જ કોઈ અલગ અલગ ટોપીક પર વાતો અને હસી - મજાક કરી સમય પસાર કરે.

* * * *

સાંજે

પરંપરા કોયલ પાસે આવે છે.
પરંપરા : ચાલ, ટેરેસ પર આવવાની??
ચા બનાવવાનો સમય થાય એટલે પાછા નીચે આવી જઈશું.
કોયલ : ચાલ....

ટેરેસ

પરંપરા : ટેરેસ પરથી બધુ જોવાની મજા આવે.
કોયલ : હા.
ખાસ કરીને દિવાળીમાં.
પરંપરા : એ તો ભાઈ....
કોયલ : નાના હોઈએ ત્યારે દિવાળીની કઈ અલગ જ મજા આવે ને.
બધા ઘરે આવે....
પરંપરા : વધારે મીઠાઈઓ ખાવા મળે.
કહેતા તે હલકું હસે છે.
કોયલ : હવે તમે એ બધુ ફરી માણી શકશો.
જ્યારે નાની પરંપરા કે પછી....
પરંપરા ના ચહેરા પર મોટી મુસ્કાન આવી જાય છે.
પરંપરા : હા, યાર....
કોયલ પણ મુસ્કાય છે.
પરંપરા : મને તો હજી સુધી પૂરો વિશ્વાસ નથી આવતો કે....
કોયલ : એક વાત કહું....
પરંપરા : હંમ....
કોયલ : મને પણ હજી નથી આવી રહ્યો કે આપણી ફેમીલીમાં કોઈ નાનું મહેમાન આવવાનું છે.
બંને હસી પડે છે.

બંને ટેરેસ પર બેસે છે.
પરંપરા : કઈ પૂછું??
કોયલ : હા....
પરંપરા : તને કાલે યશ એ લગ્ન વિશે જે કહ્યુ એ નહી ગમ્યું ને....
કોયલ નીચે જોવા લાગે છે.
પરંપરા : ઈટસ ઓકે.
જો તને એ વિશે અત્યારે વાત નહી કરવી હોય તો....
કોયલ : એવું નથી.
સવાલ એ છે અત્યારે આવી પરિસ્થિતિઓમાં એ વાત કરું કોની સાથે....
તે આકાશ સામે જોતા કહે છે.
પરંપરા : શું વાત છે??
કોયલ : મને ખબર નથી કે લગ્નને લઈને યશ ના મનમાં શું ચાલી રહ્યુ છે.
જેટલી વાર જાણવાની કોશિશ કરું વાત બદલાય જાય છે.
જે હોય તે એ કહે તો....
મને હું ઈન્ડિયા આવી ત્યારથી મારા મમ્મી પપ્પા પૂછી રહ્યા છે લગ્નનો શું વિચાર છે??
એક વર્ષ થઈ જવાનું મને આવ્યા ને અને અમારા રિલેશનશિપ ને 25.
સ્કૂલમાં જતા થયા એ પહેલાંથી એકબીજાના દોસ્ત છીએ.
અહીંયા પણ બધા હવે પૂછવા લાગ્યા છે.
અને હવે તો પૂછે જ ને.
હજી યશ ને કેટલો સમય જોઈએ છે??
ચાલો, એની પાસે કોઈ સરખું કારણ હોય તો હું બીજા 5 વર્ષ રાહ જોવા તૈયાર છું.
પણ અત્યારે પાયલ ની કન્ડિશન સિવાય કોઈ કારણ નથી.
અને લગ્ન કરીશું તો એ સારી થાય પછી જ ને.
પરંપરા : હા....
કોયલ : પહેલા લોન્ગ ડિસ્ટન્સ વચ્ચે આવતું.
હવે તો એની સરખામણીમાં સુરતથી મુંબઈ કેટલું દૂર કહેવાય??
અને નથી અમારે વાત કરવા માટે એકબીજાનો સમય સાચવવો પડતો.
તો પણ એ કહે છે કે આમ નહી ચાલે.
તું ત્યાં ને હું અહીંયા....
અને જ્યારે હું કહું કે તું કહે તો હું ત્યાં આવી જાઉં.
તો એ ના કહે....
અત્યારે તારું કામ ત્યાં આટલું સરસ ચાલી રહ્યુ છે હમણાં નહી.
પરંપરા : પછી આગળ જતાં તો કામ વધારે સરસ ચાલશે.
કોયલ : અને પછી ત્યારે એ મારા આવી જવાની વાત કરે તો....
પરંપરા : પણ અત્યારે તો તું કેટલા સમયથી અહીંથી જ બધુ સંભાળી રહી છે તો હવે આગળ પણ તું એ રીતે કરી શકીશ.
ક્યારેક જરૂર પડીને સુરત આવી તે બરાબર છે.
કોયલ : તે પણ મે યશ ને કહ્યુ.
ઓફિસમાં કોઈ પ્રોબ્લેમ છે??
પ્રમોશન ની રાહ જુએ છે??
એવું પણ પૂછયું.
તો પણ કઈ સરખું કહેવો જોઇએ ને મને.
હવે તો એવો વિચાર આવવા લાગ્યો છે કે શું આટલા વર્ષોના સંબંધ પછી પણ એ મારી સાથે....
પરંપરા : એવું નહી હોય.
અત્યારે એને તને વધારે ટેન્શન નહી આપવું હોય.
કોયલ : આ વાતો તો એમ ક્યારથી ચાલે છે.
મારા મમ્મી પપ્પા સાથે એ વાત પણ કરે છે પણ....
આ વાત માટે....
નિર્ણય અમારા બંને ના જીવનનો છે તો મારે ફોર્સ નથી કરવો.
પણ હવે....
લગ્ન પછી પણ તો બીજું બધુ કરવાનું હોય ને.
અને પછી હવે કેટલી વાર કરીએ અમે??
પરંપરા : એ પણ બરાબર છે.
કોયલ : હું વધારે સવાલો કરું કે આ વિશે વાત કરું તો ગુસ્સે થઈ જાય.
ગુસ્સો તને એકલાને આવે છે??
તારા કરતા વધુ સવાલોના જવાબ મારે આપવાના રહે છે.
મારી જવાબદારી કે ફરજો પ્રત્યે મને કોઈ ફરિયાદ નથી.
પણ મારે શું જવાબ આપવો અને શું કરવું??
પરંપરા : હંમ....
ચાલ, નીચે જઈએ.
5:10 થઈ ગઈ.
તેનું સમય પર ધ્યાન જાય છે.
કોયલ : ચાલો....

* * * *

ધારા : હેલ્લો....
તું આવી રહી છે??
ધ્વનિ : દરવાજો ખોલ.
બહાર ઉભી છું.
ધારા દરવાજો ખોલે છે.
ધ્વનિ : હાય....
ધારા : હાય....
પપ્પા : આવ બેટા....
ધ્વનિ મુસ્કાય છે.
પરંપરા : તારી ચા તૈયાર છે.
તે ધ્વનિ ને તેનો ચા નો કપ આપતા કહે છે.
ધ્વનિ : થેન્કયુ.
તે કપ લે છે.
મમ્મી : બેસ ને બેટા....
ધ્વનિ : હા.
કોયલ : મારી બાજુમાં બેસી જા.
ધ્વનિ તરત કોયલ ની બાજુમાં બેસી જાય છે.
મમ્મી : કઈ નાસ્તો આપું ધ્વનિ??
ધ્વનિ : હા.
મસ્ત ભૂખ લાગી છે.
મમ્મી : હમણાં આપું.
ધારા : મમ્મી, તું બેસી જા.
હું આપું છું.
મમ્મી : તું સ્મિત ને બોલાવી લાવ.
ક્યારનું કીધું એને.
પરંપરા : એ ફોન પર વાત કરી રહ્યો છે.
પપ્પા : તો વાત પૂરી થાય એટલે આવશે.
ધારા : હું જોઈ આવું એકવાર.
તે જોવા જાય છે.
મમ્મી ધ્વનિ ને નાસ્તો આપે છે.
ધ્વનિ : થેન્કયુ.
મમ્મી : હવે આવી છે તો જમીને જ જજે.
પાયલ લોકો પણ હોસ્પિટલથી આવી જશે.
ધ્વનિ : સારું.
તે હલકું મુસ્કાય છે.
પપ્પા : તારા ઘરે બધા કેમ છે ધ્વનિ બેટા??
ધ્વનિ : સારા છે.
પપ્પા : સરસ.
ધારા અને સ્મિત આવે છે.
ધારા : લો મમ્મી, આવી ગયો તમારો દીકરો.
ધારા પરંપરા ની બાજુમાં બેસતા કહે છે.
સ્મિત : શું વાત છે આજે??
તે ધારા સામે જોતા પૂછે છે.
મમ્મી : લો, સ્મિતકુમાર ચા.
તે સ્મિત ને ચા નો કપ આપે છે.
સ્મિત : શું સુગંધ આવી રહી છે ચાની.
પપ્પા : આ ટીવી ટેબલ પાસે કોનો મોબાઈલ છે??
કોયલ : મારો છે માસા.
પપ્પા : જો કોઈનો ફોન આવી રહ્યો છે.
પપ્પા કોયલ ને મોબાઈલ પાસ કરતા કહે છે.
કોયલ : હા, યશ....
તે ફોન ઉપાડે છે.
યશ : બધા માટે વડાપાઉં લેતો આવું??
કોયલ : હું પૂછી જોઉં....
યશ : હા....
કોયલ : યશ વડાપાઉં લાવે છે બધા ખાશે ને??
સ્મિત : હા હા.
ધારા : આપણા બધાના કહી દે.
કોયલ : માસા માસી તમે લેશો??
પપ્પા : હા, કહી દે.
કોયલ : ઓકે.
હેલ્લો યશ....
યશ : બોલ....
કોયલ : બધા માટે લેતો આવજે.
યશ : સારું.
પપ્પા આવ્યા ઘરે??
કોયલ : નથી આવ્યા.
યશ : ઠીક છે.
મૂકું.
કોયલ : હા.
પરંપરા : એને કહે મરચાં ના ભજીયા વધારે લાવે.
મમ્મી : પરંપરા....!!
મમ્મી તેને આંખોથી ઈશારો કરે છે.
ધારા : મંગાવવા દે મમ્મી.
પરંપરાનું નામ લઈ અમે ખાઈ લઈશું.
તે હસતાં હસતાં કહે છે.
મમ્મી : તો પણ....
પપ્પા : મંગાવી લેવા દો.
કોયલ યશ ને ભજીયાનું કહેવા ફરી ફોન કરે છે.
યશ : બોલ....
કોયલ : મરચાં ના ભજીયા વધારે લાવજે.
યશ : સારું.
કહી તે ફોન મૂકી દે છે.
ધ્વનિ : તો પછી હવે હું બીજો નાસ્તો નથી લેતી.
વડાપાઉંની જગ્યા રાખું ને.
ધારા : હું પણ.

* * * *

ધ્વનિ સાથે વાત કરવા ધારા તેને ઉપરના રૂમમાં લઈ આવે છે અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દે છે.

ધારા : બધુ બરાબર છે??
તે ધ્વનિ ની બાજુમાં પલંગ પર બેસતા પૂછે છે.
ધ્વનિ : ઘરેથી ફોન આવેલો આજે.
ચોખ્ખી વાત કરી મે.
ધારા : એટલે....બધુ....બધુ....કહી....દીધું....??
તે ધ્વનિ સામે જોતા ધીમે રહીને પૂછે છે.
ધ્વનિ : હા.
તે સ્વસ્થતા પૂર્વક ધારા સામે જોતા જવાબ આપે છે.
ધારા ને આંચકો લાગે છે.
ધારા : ખરેખર....??
ધ્વનિ : હા.
ધારા : તે....
ધ્વનિ : રિલેક્સ ધરું.
તે ધારા ના ખભા પર હાથ મૂકતા કહે છે.
ધારા : તેમણે શું કહ્યુ જ....જવાબમાં....??
ધ્વનિ : તને શું લાગે છે....??
હજી ધારા વધારે કઈ સરખું વિચારે એ પહેલા રૂમનો દરવાજો ઠોકાય છે.

* * * *


~ By Writer Shuchi



.