એક ઘા મહેશ ઠાકર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ઘા

*કલાપીના કાવ્યનો આસ્વાદ.*

*એક ઘા*

*તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,*
*છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!*

*રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,*
*નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.*

*મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,*
*પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના;*

*ક્યાંથી ઊઠે? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો!*
*ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!*

*આહા! કિંતુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,*
*મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?*

*જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,*
*આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.*

*રે રે! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,*
*આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;*

*રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,*
*લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.*

*આ કાવ્ય વાંચતા સૌથી પહેલી જે વાત દ્રષ્ટી ગોચર થઇ તે હતા આ શબ્દો કે ઉદગાર।* *….અરરર।..રે રે !,આહા ! આ શબ્દો આખા કાવ્યનો જાણે સાર પ્રસ્તુત કરે છે..અરર ચિંતા, દિલગીરી, દુઃખ, ભય વગેરે બતાવતો ઉદ્ગાર।.. બીક સાથે આશ્ચર્ય બતાવતો શબ્દ.એક નાનકડા શબ્દોનું વજન કેટલું ?દર્દ નો અહેસાસ ,કોઈની વેદનાનો પીડાનો સ્વય અનુભવ કે પસ્તાવો ? અને તેમ છતાં અનાયસે સહજ નીકળતા માનવીય શબ્દો।*

*…અહી કવિ બીજા કરતા જુદા તરી આવે છે આંસુથી ન ધોવાઇ શકે કે ભુંસાઈ શકે તેવી વાત માત્ર આ એક શબ્દ આલેખી જાય છે…..વય્હ્વારમાં જોવા જઈએ તો કાવ્યમાં શોભનાથી પોતાને દૂર કર્યા પછી જે વલોપાત અનુભવે છે, તે દર્દ બનીને ટપકે છે। …બીજી તરફ જોવા જઈએ તો ગાંધી, બુદ્ધ,કે જૈન ધર્મનો ચીંધેલો અહિંસાનો માર્ગ જાણે આ કવિતા દ્રષ્ટી ગોચર કરાવે છે..કલાપીએ જીવનની વાસ્તવિકતા સચ્ચાઈ કે સત્ય કેટલું સચોટ રીતે પ્રગટ કર્યું છે એક વાર વિશ્વાસ ઉઠી જાય તો ફરીથી ભરોસો કરવો મુશ્કેલ છે. શોભનાને એક નિર્દોષ પક્ષી સાથેની કલ્પના અને તેની વેદનામાં પ્રેમનો અહેસાસ પ્રગટે છે તો બીજી તરફ પક્ષી તરફની મનુષ્યની વૃતિ તરફ ઉંગલી નિર્દેશ કરે છે ,સમાજ ના બંધનો ,વિચારો થકી નિર્દોષ જાણે રૂંધાઇ જાય છે એ વાત કવિએ ખુબ સરસ રીતે આલેખી છે કવિ નિર્દોષને બચાવવા એ પોતાનો ધર્મ સમજે છે*

*પ્રેમ ,પ્રકૃતિ અને પરમેશ્વર કવિના કવન વિષય છે અનલહક નો દાવો કરતા આ-પ્રેમી, રાજવી …સમસ્ત માનવ-જાત અને સૃષ્ટિ ને પ્રેમ કરવાનું કહે છે*
*…માત્ર 26,,વર્ષના આયુષ્ય માં તેઓ કેટલું બધું મ્હાણી ને ગયા .જેટલો સ્નેહ એટલો સંતાપ. અને એટલો જ તીવ્ર વૈરાગ ભાવ। …..અને આપણા માટે પણ કેટલું બધું છોડતા ગયા.ફક્ત છવ્વીસ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કરી જનાર લાઠી નામના નાકકડા રજવાડાના રાજા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલને એક આખી સદી બાદ શા માટે આ દુનિયા યાદ કરે?..પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ વિશેના એમના કાવ્યો ભાવની સ્નિગ્ધ મીઠાશ અને રસાળ ચિંતનના કારણે અજર-અમર બની ગયાં છે…એમને વિચારો ગોઠવતાં આવડતું ન હતું , એમના જીવનમાં કલા નહોતી , માત્ર લાગણીઓ હતી .વહેતી ઝરણા જેવી લાગણી અને પાણી ની જેમ વહેતા શબ્દો .આપણે પણ પક્ષીઓ જોઈએ છે પરંતુ આપણ ને વિચારો કે શબ્દો કેમ સરતા નથી ?તેઓ કોઈ પણ પંખીનો અવાજ તેઓ મોઢેથી કાઢી શકતા એ શું સૂચવે છે કે પોતાની સમ્વેદના થી પક્ષીને સમજી શકતા હતા…. તો આવી ભૂલ કેમ થઇ મારાથી ,આ પક્ષીનો મારા પરનો વિશ્વાસ પાછો કેવી રીતે આવશે ,પક્ષીની વેદના અનુભવતા સહજ નીકળી પડેલા શબ્દો એટલે અરરર। … અને શબ્દો થી રચાણી આ કવિતા। …કવિતામાં ચિત્રાત્મકતા તો જુઓ કેટલી ? વાંચતા ની સાથે ચિંતન અને ભાવ ,પ્રણવતા બધું જ નજરો નજર વર્તાય છે,પ્રેમના તાણાવાણા ઉકેલતા રચાયેલું કાવ્ય પ્રકૃતિના નિયમને ઉકેલી નાખે છે કહેવાય છે કે ‘કસ્તુરી મૃગ’ની નાભીમાં કસ્તુરી હોય છે. તેની સુગંધ ચારે બાજુ ફેલાય છે. મૃગ તે સુગંધને મેળવવા માટે વન-વન, વૃક્ષ, છોડ, ફૂલ વગેરેને સૂંઘે છે અને જિંદગી પૂરી કરે છે. બસ આજ રીતે કવિ કલાપી કુદરતના હરેક તત્વમાં પ્રેમને શોધે છે ,વિરહની વેદના અને સંતાપ અનુભવે છે અને અંતમાં ફિલસૂફ જેવી વાતો સહજતાથી લઇ આવે છે.. આ કાવ્યમાં મનના થતા વિકલ્પોને અને વલોપાતને ખુબ સરસ આલેખ્યા છે……કારણ એ જાણે છે આ પ્રકૃતિના એક એક તત્વ માં પરમાત્મા છે એને પ્રશ્ન પૂછી બેસે છે કે મારવાનો કે દુઃખ પોહોચાડવાનો અધિકાર આપણ ને છે ખરો ? તેમના આત્મચિંતન દ્વારા જીવનના સત્યને અંતિમ પડાવ પર લઇ આવે છે। ક્યાંથી ઊઠે? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો!*

*ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!..*

*આહા! કિંતુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,*

*મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ? જીવ્યું, આહા!*

*આપણે હોત આ જગ્યાએ તો કદાચ આમજ વિચારતા હોત આવું કવિતા વાચતા જાણે ભાશે છે…પ્રિયાથી શરૂ થયેલા હૃદયભાવ અંતે અહિંસા ના સિધાંત માં પર્યાવસાન પામે છે. અહિંસા’નો સંદેશ કલાપીએ સમાજને આપ્યો છે..એ એક કવિ જ સમજાવી શકે…. જે કોઈનું બૂરું ન કરી શકે ને ઈચ્છી પણ ન શકે. બલ્કે સૌનું કલ્યાણ વાંછતા કવિ સૃષ્ટિના એક એક કણમાં પ્રેમને સ્મરે છે. કવિ કલાપી બહુ મૃદુ હ્રદયના ઉમદા વ્યક્તિ ની છાપ આ કાવ્ય દ્વારા મુકીને આપણને વિચાર કરતા મુકે છે*

*આખું કાવ્ય વિશ્વાસ પર રચાયેલું છે .શોભના એટલે પ્રેમ પ્રાણ, અને ભરોસો।… કવિ કહે છે વિશ્વાસ એ કીમતી જણસ છે .કોઈપણ સંબંધનું પહેલું પગથિયું આ વિશ્વાસ જ હોય શકે ! શોભના સાથેનો વત્સલ્ય ભાવ વિશ્વાસના તાંતણે જ પ્રેમમાં પરિણમે છે અહી શોભનાને કવિનો વિશ્વાસ જ જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે પક્ષી સાથેની તુલના કરતા કવિ કહે છે વિશ્વાસ એવું પક્ષી છે જે પ્રભાતના પહેલા અંધકારમાં પ્રકાશનો અનુભવ કરાવે છે…..અહી કવિ પક્ષીના અનુભવે શીખે છે કે જ્યારે વિશ્વાસ જાય તો જીવનરસ છીનવાય જાય છે .“શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે” …. શ્વાસ ટુટવાથી જીવનું મ્રુત્યુ થાય છે અને વિશ્વાસ ટુટવાથી જીવનનું મ્રુત્યુ થાય છે…આ વાત પક્ષીના પ્રસંગ દ્વારા રજુ કરી છે વિશ્વાસ તૂટ્યા પછી પ્રેમના નવસર્જન શક્ય નથી એવું કવિને અહી ભાશે છે …કવિ લાગણી સભર છે એટલે જાણે છે કે વિશ્વાસ માનવ મનને જોડતી આ નાજુક તંતુ જેવી કેવી મહાન લાગણી છે !…કવિ પક્ષીને નિહાળતા અનુભવે છે કે વિશ્વાસ જીવનની શક્તિ છે. વિશ્વાસ બધા જ વરદાનોનો આધાર છે. ..વિશ્વાસ એ જીવનનું બળ છે… પછી એ શોભાના હોય પક્ષી હોય કે માનવી।.એથી પણ આગળ વિચાર કરતા કહે છે ગુમાવેલો વિશ્વાસ તેની ભવ્યતા પાછી મેળવી શકે ખરો ?*

*જિંદગીનું આ સત્ય કવિ છેલ્લી બે પંક્તિમાં વણી લે છે*

*(શોભનાનું લગ્નજીવન દુ:ખી હતું. તેનો પતિ તેના પર જુલમ ગુજારતો હતો. એ માંદી પડી. મરણતોલ થઈ ગઈ. એવી દશામાં તેણે સુરસિંહજીને છેલ્લી સલામની ચિઠ્ઠી લખી. એમણે મોંઘીને નજરે જોઈ. શોભનાને બચાવવી છે તેમ એમને લાગ્યું, પરંતુ શું હું મારા પરનો વિશ્વાસ પાછો મેળવી શકીશ એ મુંજવણ પણ વર્તાય છે )*

*આમ સમગ્ર કાવ્ય સ્વ સાથેની વાતચીત સમા વિકલ્પો થી રચાયેલું છે પક્ષીના ઉદારહણ દ્વારા જવાબ પણ કવિ પક્ષી માંથી મેળવે છે આમ વલોપાત ,વેદનાનો સારંસ તેમજ એજ દિલનો અહેસાહ અને એક નગ્ન સત્ય છેલ્લી બે પંક્તિ પુરવાર કરે છે…..અહી વિશ્વાસનો સેતુ તૂટ્યા પછી સંધવાના કોઈ એંધાણ કવિ ને દ્રષ્ટી ગોચર ન થતા શબ્દો ખરી પડે છે।.. રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,……લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે*

*આ કાવ્ય ગુજરાતી સાહિત્યનું એક અજોડ અને આજ એક સદીએ પણ અજોડ રહેલું છે. એ માં શંકા નથી. કલાપીની ઉત્તમ કૃતિ છે.*