વંદના - 19 Meera Soneji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વંદના - 19

વંદના -19
ગત અંકથી ચાલુ...

અમન વંદનાના ભૂતકાળમાં જાણે ખોવાઈ ગયો હોય એમ વંદનાની વાતને ખૂબ ધ્યાનથી ને પ્રેમથી સાંભળતો હતો. વંદનાના ચહેરાની માસૂમિયત અને તેની ભૂતકાળને યાદ કરીને વારંવાર ભીની થતી તેની આંખો અમનને તેના તરફ વધુ ને વધુ આકર્ષિત કરતી હતી. અમનને તો ખબર જ નાહતી કે વંદનાની આ કોરી કટ લાગતી આંખોમાં કેટકેટલા ઝરણાંના ધોધ વહે છે. બહારથી ખૂબ મજબૂત દેખાતી વંદનાની અંદરથી જાણે આખે આખો લાગણીનો દરિયો ઉમટતો હોય એમ અમન તો આ લાગણીના દરિયામાંથી ઉઠતી લહેરો સાથે વહેતો જતો હતો. અમન તો જાણે આ લાગણીના દરિયામાં ડૂબી ગયો હોય એમ વંદનાની વાતોને મંત્રમુગ્ધ થઈને સાંભળી રહ્યો હતો. એટલામાં અચાનક ફોનની રીંગ વાગવાથી અમન તંદ્રા માંથી બહાર આવે છે. અને ફોનની સ્ક્રીન પર જોવે છે તો અમનના પિતા દિલીપભાઈ નો ફોન હોય છે. અમન તરત ફોન ઉપાડતા કહે છે કે" હલો હા પપ્પા"

અમન દીકરા તું જલ્દી અહીં આવી જા તારી મમ્મીની તબિયત અચાનક જ બગડી ગઈ છે. અમે એને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જઈએ છીએ. તું જલ્દીથી ગુરુકુળ હોસ્પિલ આવીજા દીકરા. દીકરા જલ્દીથી આવીજા તારી મમ્મી આવી બેહોશીની હાલતમાં પણ તારા જ નામનું રટણ કર્યા કરે છે. જલદી આવ દીકરા જલ્દી આવ" અમન ના પિતા ગંભીર અવાજે એકી શ્વાસે બોલી ગયા..

સામે અમન તેના પિતાની વાત સાંભળીને એકદમ સ્તબ્ધ રહી ગયો. તેના હાથ માંથી ફોન પડી ગયો. બે ઘડી તો જાણે એના આંખો સામે અંધારું છવાઈ ગયું. શું કરે? શું ના કરે? એ કાઈ સમજાતું નહોતું. મગજ તો જાણે સુન થઈ ગયું.વંદના પણ અમનને આવી અવસ્થામાં જોઈને હેબતાઈ ગઈ." અમન આમ અચાનક તને શું થયું ? કઈક બોલ તો ખરી? કોનો ફોન હતો? બધુ ઠીક તો છે ને?"

પરંતુ અમને તો જાણે વંદનાના સવાલો સાંભળ્યા ના સાંભળ્યા હોય એમ નીચે પડેલા ફોનને ઉઠાવી વાંદનાનો હાથ ખેંચીને તેને ઝડપથી બાઈક તારક દોરી ગયો. અમન વંદનાના કોઈ પણ સવાલોના જવાબ આપવાની અવસ્થામાં નહતો. વંદનાને પણ અમન નું આવું વર્તન આશ્ચર્યજનક લાગતું હતું. વંદનાને પણ અંદાજ આવી ગયો હતો કે જરૂર કઈક એવી વાત હશે જેથી અમન આટલો મૂંઝાઈ ગયેલો લાગે છે. વંદનાને પણ હવે એ વાતની ચિંતા ખાયે જતી હતી કે એવો તો કોનો ફોન આવ્યો હશે? સામે પક્ષે જે પણ હોય એને એવું તો શું કહ્યું હશે? કે અમન આટલો પરેશાન અને અકળાયેલો લાગે છે. અમન ચૂપચાપ બાઈક પર બેસીને બાઈક ચાલુ કરવા કિક મારવા લાગ્યો. જેવું બાઈક ચાલુ થયું કે તેને વંદનાને પાછળ બેસવાનો ઈશારો કર્યો. અમન ના ચહેરાના હાવભાવ જોતા જ જાણે કોઈ અણધારી મુસીબત આવી ગઈ હોય એમ લાગતું હતું. વંદના પણ કાઈ બોલ્યા વગર જ બાઈક પર બેસી ગઈ.

જેવી વંદના બાઈક પર બેઠી કે અમનએ બાઈક પુર ઝડપે અમદાવાદ તરફ જતા હાઇવે પર દોડાવી મૂકી. અમનના ચહેરા પર ચિંતાની લહેરો સ્પષ્ટ વર્તાતી હતી. વંદના પણ તેના આ અજાણ્યા દુઃખને મહેસૂસ કરી રહી હતી. પરંતુ અમનને અત્યારે પૂછવાનું એને ઉચિત લાગ્યું નહી.

અમનનું બાઈક અમદાવાદ હાઇવે પર ઝડપથી દોડી રહ્યું હતું. આખા રસ્તે અમન એક શબ્દ બોલ્યો વગર ચૂપચાપ બાઈક ચલાવી રહ્યો હતો. અમનની આવી હાલત જોઈને વંદનાની મૂંઝવણ પણ વધી રહી હતી. અચાનક શું થયું કે બાઈકની ગતિ ધીમી પાડવા લાગી. અને બાઈક ડચકા ખાતું ખાતું બંધ પડી ગયું. પહેલું કહેવાય છે ને કે સમય જ્યારે ખરાબ ચાલે ત્યારે બધી બાજુથી એક સાથે મુસીબત દરવાજે ઊભી હોય છે. જિંદગી પણ આજે અમનની જાણે પરીક્ષા લેવા બેઠી જ હોય એમ બાઈક બંધ પડી ગયું. અમન બાઈક ઉપરથી ઉતરીને હાફડો ફાફડો થતો બાઈકને ફરી ફરીને કિક મારવા લાગ્યો. બાઈક ચાલુ ના થતા બાઈકની સીટ ઉપર હાથ પછાડતા પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યો હતો. વંદના આ બધું ચૂપચાપ જોઈ રહી હતી. અમન વારે ઘડીએ બાઈકને કિક મારી ને અકળાતો તો ક્યારેક બાઈકને લાત મારતો.

આ બધું જોઈને અંતે વંદનાની ધીરજ ખૂટી ગઈ તેને અમનનો હાથ પકડીને તેને કહ્યું" બસ અમન ક્યારની જોવું છું કે તું કોઈ મૂંઝવણમાં ફસાયો છે. આ ગુસ્સો બાઈક સ્ટાર્ટ નથી થતું એનો નથી જરૂર કોઈ વાત છે જેને તને અંદરથી પરેશાન કરી રહી છે. પ્લીઝ કહીશ મને કે શું વાત છે? એવો તો કોનો ફોન આવ્યો હતો કે તું આટલો પરેશાન થઈ ગયો. પ્લીઝ તારું આ ચૂપ રહેવું એ હવે મને પણ અકળાવી રહ્યું છે. કઈક તો બોલ." અમનને મૂંઝવણ ભરેલી નજરે વંદનાની સામે જોયું. વંદનાથી નજર મેળવતા જ જાણે તેની આંખો ભીની થઈ ગઈ. ને ફરી તે નજર નીચી કરીને કાઈ પણ બોલ્યા વગર બાઈક સ્ટાર્ટ કરવાની કોશિશ કરવા લાગ્યો. અમનની ભીની આંખો જોઈને વંદનાના ચહેરાના જાણે હોશ જ ઉડી ગયા. તેને આજ સુધી અમનને ક્યારેય આવી હાલતમાં જોયો નહોતો.

વંદનાએ અમનના ખભા પર હાથ મૂકીને ફરી પૂછ્યું" અમન મને નહી કહે તું આમ તો બધી જ વાત કરતો હોય છે તો આજે શું થયું કેમ આમ ચૂપ છે? પ્લીઝ બોલ ને."

વંદનાનો પ્રેમભર્યા હાથનો સ્પર્શ થતાં જ અમન જાણે ભાંગી પડ્યો હોય એમ વંદનાને આલિંગન આપતા બોલ્યો " વંદના મારી મમ્મી"

" શું શું થયું તારી મમ્મીને " વંદના એ પૂછ્યું

" વંદના પપ્પાનો ફોન હતો કે મમ્મીની તબિયત અચાનક બગડી ગઈ છે અને તેમને એમ્બ્યુલન્સ માં હોસ્પિટલ લઈ ગયા છે" જ્યારે કોઈ અંગત વ્યક્તિની હુંફ મળે ત્યારે અંદર દબાવીને રાખેલી બધી જ વ્યથા તેની સમક્ષ જાહેર થઈ જાય એમ અમનને પોતાને જે વાત અકળાવી રહી હતી એ કહી દીધી.

" શું વાત કરે છે અમન અચાનક શું થઈ ગયું એમને"

" એ કાઈ પપ્પા એ કહ્યું નથી બસ એટલું કીધું કે તું જલ્દીથી ગુરુકુળ હોસ્પિટલ પહોંચી જા અને કહ્યું કે તારી મમ્મી બેહોશીની હાલતમાં પણ તારા જ નામનું રટણ કરે છે. વંદના આપણે જલ્દી હોસ્પિટલ પહોચવું પડશે. મમ્મીને કઈ થઈ જશે તો? મને ડર લાગે છે વંદના" અમન ચિંતા વ્યક્ત કરતા બોલ્યો..

" તું ચિંતા નહી કર અમન તારી મમ્મીને કઈ જ નહી થાય ભગવાન એટલો બધો તો નિર્દય નથી. ભગવાન આપણી પરીક્ષા લઇ રહ્યા છે. તું બસ હિંમત રાખ. તું હિંમત હારી જઈશ તો તારા પપ્પાને કોણ સંભાળશે!. અને તારા મમ્મી તો ભગવાનમાં કેટલું માને છે. મને વિશ્વાસ છે એમને કાઈ જ નહી થાય." વંદના એ અમનને સ્વાંતના આપતા કહ્યું..

" પણ જોને વંદના ભગવાન પણ કેવી પરીક્ષા લેવા બેઠા છે આવા સમયે મારા પપ્પાને મારી સૈથી વધારે જરૂર છે. ત્યારે જ હું ત્યાં હાજર નથી. અને આ સાલું બાઈક પણ આજે જ બંધ પડી ગયું." અમને બાઈક પર એક લાત મારતા પોતાની વ્યથા વ્યક્ત કરી ....

" હા અમન હું સમજુ છું તારી પીડા. પણ હવે આપણે શું કરીશું? એક તો આ સૂમસામ હાઇવે પર કોઈ રિક્ષા કે બસ પણ મળે એમ નથી. ઉપરથી વરસાદ પડ્યો હોવાને કારણે વાહનોની પણ અવાર જવર નથી. હે ભગવાન પ્લીઝ જલ્દી કોઈ વાહન મળી જાય જેથી અમે હોસ્પિલ પહોંચી શકી. પ્લીઝ ભગવાન અમારી વિનંતી સાંભળી લે ભગવાન" વંદના ચિંતિત થતાં બોલી...

ભગવાને પણ જાણે વંદનાની પ્રાથના સાંભળી લીધી હોય તેમ ત્યાં થી એક કાર પસાર થઈ. વંદના એ કારને જોતા જ હાથ લંબાવી ને કાર ઊભી રાખવા કહ્યું. ભગવાનની કૃપાથી અંદર બેઠેલો માણસ પણ ભલો ભોળો હતો. તેને વંદનાને જોઇને તરત કાર ઊભી રાખી દીધી. વંદના એ તે અજાણ્યા વ્યક્તિને બધી જ વાત વિગતવાર કહી અને વિનંતી કરતા કહ્યું કે" ભાઈ પ્લીઝ અમારી મદદ કરો અમારું હોસ્પિટલ પહોચવું ખૂબ જરૂરી છે કોઇના જીવન મરણનો સવાલ છે. બાઈક બંધ પડી ગયું હોવાથી અમે અહીંયા ફસાઈ ગયા છીએ ને અહીંયા અત્યારે આ સમયે કોઈ રિક્ષા કે બસ પણ મળે એમ નથી. પ્લીઝ અમને ગુરુકૂળ હોસ્પિલ સુધી પહોંચવામાં મદદ કરો પ્લીઝ"

તે ભલા માણસે પણ સમયનો વિલંબ ના કરતા જલ્દીથી કારમાં બેસી જવાનું કહ્યું. અમન પણ પોતાનું બાઈક સાઈડમાં પાર્ક કરી ને ફટાફટ કારમાં બેસી ગયો. વંદના પણ પાછળની સીટમાં ગોઠવાઈ ગઈ. ત્યાર બાદ કાર ચાલકે પૂર ઝડપે કાર હોસ્પિટલ તરફ દોડાવી મૂકી....

ક્રમશ...

વધુ આવતા અંકે..
જય શ્રી કૃષ્ણ 🙏