એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૯ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૯

દેવે નકુલને કહ્યું,"નિત્યાને ફોન આપ"

નકુલે નિત્યાને ફોન આપ્યો.નિત્યાએ થોડી દૂર જઈને દેવ સાથે વાત કરીને ફોન મુક્યો.બધા નિત્યાની સામે જોઈ રહ્યા હતા.બધા જાણવા માંગતા હતા કે દેવે નિત્યા સાથે શું વાત કરી.

બધાને આમ પોતાની સામે તાડતા જોઈને નિત્યા બોલી,"આમ શું જોવો છો બધા"

"શું કહ્યુ દેવે?"નકુલથી રહેવાયું નહીં તેથી તેને પૂછ્યું.

"અત્યારે તમે લોકો જઈ આવો,એક વીક પછી આપણે બધા સાથે જઈશું"નિત્યાએ જવાબ આપતા કહ્યું.

"દેવે ના કહ્યું કે તારી જ ઈચ્છા નથી?"સલોનીએ પૂછ્યું.

"મારી જ ઈચ્છા નથી અને દેવને પણ કોલેજનું કંઈક કામ પેન્ડિંગ છે એ કરે છે સો..........."

"ઓકે ધેન તમારા બંનેની જ ના છે તો રહેવા દઈએ,ચાલ સલોની હું તને ઘર ડ્રોપ કરતો જાઉં"

"ઓકે"

સલોનીને એના ઘરે મૂકી નકુલ પોતાના ઘરે પહોંચ્યો.નકુલને આવતો જોઈ એની મમ્મીએ કહ્યું,"તારી ફ્રેન્ડને હવે કેમ છે"

"સારું છે"

"શું નામ કહ્યું હતું તે.....નિશા"

"નિશા નઈ મમ્મી નિત્યા"

"હા નિત્યા"

"બઉ જ સારી છોકરી છે મમ્મી નિત્યા,કોલેજ ટાઈમમાં એના બનાવેલા નોટ્સથી અમે બધા પાસ થતા હતા"

"હા,તે પહેલાં પણ મને એની વાત કરી હતી"

"તમે જમી લીધું?"

"ના"

"ઓકે તો હું ફ્રેશ થઈને આવું પછી સાથે જમીએ"

"કેમ તમે બહાર જમવાના હતા ને"

"જવાના હતા પણ નિત્યાની હેલ્થના કારણે કેન્સલ કર્યું"

"અચ્છા,નિત્યાને ફ્રેક્ચર કેવી રીતે થયું હતું?"

જ્યોતિબેનના પ્રશ્નનો જવાબ તો હતો નકુલ પાસે પણ જો સાચું કહે તો જ્યોતિબેન સલોનીને દોષી માને અને અત્યાર સુધી બંને વચ્ચે થયેલ મૈત્રીની જગ્યાએ અણગમાની ભાવના આવી જાય એનો ડર પણ નકુલને સતાવતો હતો.નકુલ સલોનીની ઘણી બધી આદતો અને વાતો છુપાવતો હતો કારણ કે છેલ્લા એક મહિનાથી સલોનીમાં જે બદલાવ નકુલે જોયા હતા એ મુજબ જૂની વાતોને વર્તમાનમાં લાવી એ પોતાની લાઈફ કોમ્પ્લિકેટેડ બનાવવા નહોતો માંગતો તેથી એ ચૂપ રહ્યો અને કોઈ જ જવાબ ન આપ્યો.

*

રાત્રે દેવ નિત્યાના ઘરે ગયો ત્યારે નિત્યા બહાર હિંચકામાં બેસી,કાનમાં એરપોડ્સ ભરાવી,આંખો બંધ કરી સોન્ગ સાંભળતી હતી.સોન્ગનો વોલ્યુમ વધારે હોવાથી દેવ ઝાંપો ખોલી વરંડાની અંદર આવી ગયો એની નિત્યાને જાણ ન થઈ.દેવે નિત્યાનું એક કાનનું એરબડ્સ કાઢતાં જોરથી બૂમ પાડી અને નિત્યા ડરી ગઈ પણ નિત્યાએ એવું જતાવ્યું કે એને કોઈ ફર્ક નથી પડ્યો.

"ચલ ચલ જગ્યા કર હવે"

"આટલી બધી જગ્યા તો છે"

"હા પણ તું આમ વચ્ચોવચ ફેલાઈને બેસી છે"

"ના ફાવતું હોય તો સામેના ઓટલા પર બેસી જા"

"તું જા"

"ના"

"તો બેસને ચૂપચાપ "

"હું તો બેસી જ છું,તું ડિસ્ટર્બ કરવા આવી ગયો.તારી વાતોમાં ને વાતોમાં મારુ ફેવરિટ સોન્ગ પણ પતી ગયું"

"યાર નિત્યા તારે જલસા છે"

"શેના જલસા?"

"બસ ખાવાનું,પીવાનું,સોન્ગ સાંભળવાના......મજાની લાઈફ"

"મને જ ખબર છે કેવી મજાની લાઈફ છે"

"આપણે માણસોને કેવું છે નઈ,જે નથી એ જ મેળવવું હોય છે અને જે છે એને કઈ ગણતા જ નથી"

"મતલબ?"દેવ કઈ બાબત પર આ કહી રહ્યો હતો એ નિત્યાને ખબર ના પડી.

"કંઈ નઈ જવા દે"

"તું દરેક વખતે આમ વાતને અધૂરી રાખે છે"

"ક્યાં કરું,યહી તો મેરા અંદાજ હૈ"દેવ શર્ટના કોલર ઊંચા કરતા બોલ્યો.

"બઉ ડાયો"

"વો તો હમ બચપન સે હૈ"

"આજ ડિનર માટે ના કેમ કહ્યું?"

"બસ ઈચ્છા નહોતી"

"પણ કેમ ઈચ્છા ન હતી,તને તો મજા આવત તારા બેસ્ટ ફ્રેન્ડ સાથે"

"બસ યાર તું હવે કંટાળા વાળા પ્રશ્નો ના પૂછ"

"હા પણ એમાં ગુસ્સે શું થાય છે"

"સોરી"

"ચલ માફ કર્યો"

"તારી ઈચ્છા હતી ને જવાની"

"હા,મને એમ હતું કે તારી અને સલોની વચ્ચેની ગેરસમજ દૂર થઈ જાય અને........"

"નિત્યા તું તારું કામ કરને યાર,નથી કરવી દૂર કોઈ ગેરસમજ"

"શું થયું પાછું તમારા બંને વચ્ચે?.....નિત્યા ફરીથી તે કંઈ કર્યું?"અંદરથી આવતા કામિનીબેન દેવને ગુસ્સામાં જોઈને બોલ્યા.

"કંઈ નહીં મમ્મી,હું એને હેરાન કરતી હતી તો........"આગળ બોલતા બોલતા નિત્યા અટકાઈ ગઈ.

"કઈ વાંધો નઈ,ફ્રેન્ડશીપમાં તો આવું બધું ચાલ્યા કરે"

"શું થયું?,..........માહોલ થોડો ગરમ લાગે છે,ચલો આઈસ્ક્રીમ ખાઈને બધા ઠંડા થઈ જાવ"અંદરથી આઈસ્ક્રીમ લઈને આવતા જીતુભાઇ બોલ્યા.

જીતુભાઈએ બધાને આઈસ્ક્રીમ આપી.બધા બેસીને આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા એટલામાં દેવના ફોનની રીંગ વાગી.દેવે જોયું તો સ્મિતાનો વિડિઓ કોલ હતો.

દેવને આઈસ્ક્રીમ ખાતો જોઈ સ્મિતાએ કહ્યું,"ધિસ ઇસ નોટ ડન યાર,મને મૂકીને આઈસ્ક્રીમ ખાવ છો"

"ખાવ છો નઈ ખાઈ લીધી દીદી......જોવો આ નિત્યાએ"

"સારું નિત્યાએ તો ભલે ખાઈ લીધી પણ તું ના ખઈશ હવે"

"શું યાર દીદી,તમે મારી બેન છો કે એની,હંમેશા એની સાઈડ લો છો"

"હા,એવી જ રીતે જેવી રીતે મમ્મી હંમેશા તારી સાઈડ લે છે"નિત્યાએ વચ્ચે ટિપ્પણી કરી.

"હાઈ નીતુ,તમારો ફરીથી ઝગડો થઈ ગયો કે શું?"

"હાઈ દીદી,કેમ છો?".....કાવું(કાવ્યા,સ્મિતાની દીકરી) ક્યાં છે"નિત્યાએ વાતને ઇગ્નોર કરતા કહ્યું.

"એને પંકજ બહાર લઈને ગયા છે"

"વાહ,એને તો મજા"

"હા,એટલે તો હું તમારી સાથે શાંતિથી વાત કરી શકું છું.જો એ હોય તો પોતે પણ વાત ના કરે એની મને પણ ના કરવા દે.પહેલા મમ્મીને કર્યો એમની સાથે થોડી વાત કરી અને પછી એમણે કહ્યું કે દેવ તારા ઘરે છે એટલે મેં અહીંયા કર્યો"

"બરાબર"

"તારી તબિયત કેવી છે હવે......સોજો આવતો હતો એ ઓછો થયો?"

"હા,હવે તો થોડું થોડું ચાલુ જ છું"

"સરસ સરસ.અંકલ-આંટી ક્યાં ગયા?,એ મજામાં છે ને?"

"હા,લો એમને જ આપું"

નિત્યા એના મમ્મી-પપ્પાને ફોન આપવા ઉભી થતી જ હતી એટલામાં દેવે કહ્યું,"તું બેસ,હું આપું છું"

ઝગડો થયો હોવા છતાં પણ દેવને નિત્યાની કાળજી લેતો જોઈ કામિનીબેન ખૂબ જ ખુશ થયા.

કામિનીબેન અને જીતુભાઇએ સ્મિતા સાથે વાત કરી અને પછી દેવને ફોન આપ્યો.

"ચલો તો હું વાત કરતાં કરતાં ઘરે પહોંચું"

"સારું,સંભાળીને જજે બેટા"

"હા,બાય નિત્યા"

"બાય,જય શ્રી ક્રિષ્ના.ઘરે પહોંચીને મેસેજ કરી દેજે"

"ઓકે,જય શ્રી ક્રિષ્ના"

"બોલો,આજ કયા ટોપિક પર ઝગડો થયો?"સ્મિતાએ દેવને પૂછ્યું.

"કંઈ નઈ દીદી,તમે બોલો.તમારે કેવું ચાલે છે?"

"તું વાત ના બદલ"

દેવ અને નિત્યા બંનેમાં આસમાન-જમીનનો ફર્ક હતો પણ બંનેમાં એક ક્વોલિટી સરખી હતી કે બંને વચ્ચે થયેલ ઝગડા વિશે ક્યારેય કોઈ ત્રીજાને જાણ નહોતા થવા દેતા.આ વાત સ્મિતા પણ જાણતી જ હતી એટલે સ્મિતાએ જાણવાનો પ્રયત્ન છોડી દીધો.

"મને ખબર છે તું કશું જ નઈ બોલે પણ મારે તને કંઈક કહેવું છે"

"હા બોલોને"

"જ્યારે કોઈ વ્યક્તિ આપણી સાથે આપણી જ ખુશી માટે ઝગડતું હોય તો એ વ્યક્તિની વાત આરગ્યુમેન્ટ કર્યા વગર માની લેવી જોઈએ.કેમ કે એ વ્યક્તિ જે આમ કરે તે પોતાના સ્વાર્થમાંથી નીકળીને આપણા માટે કંઈક વિચારતું હોય છે"

"અને એ જે ખુશી આપણને આપવા માગતું હોય એમાં જ આપણી ખુશી ના હોય તો"

"માણસ છે ને એવું પ્રાણી છે જેની ખુશી પળ પળમાં બદલાતી રહેતી હોય છે,તો એ વ્યક્તિને તમારા કહ્યા વગર ખબર નહીં પડે કે જેમાં પહેલા તારી ખુશી હતી એમાં હવે તને ખુશી નથી મળી રહી.માગ્યા વગર તો માં પણ ના પીરસે તો એતો તારી ફ્રેન્ડ છે"

"હા હો નિત્યાના વકીલ,સમજી ગયો કે તમે શું કહેવા માંગો છો"

"વાવ,નિત્યાના વકીલ.સારી લાગે છે આ ટેગ લાઈન"

"ઓકે દી,હું ઘરે પહોંચી ગયો છું તમે પણ હવે સુઈ જાવ"

"સારું,તું નિત્યા સાથે ફાઇટ સોલ્વ કરી લેજે.જય શ્રી ક્રિષ્ના"

"જય શ્રી ક્રિષ્ના"

દેવ ઘરે પહોંચ્યો ત્યારે જશોદાબેન સૂવાની તૈયારીમાં જ હતા.દેવ હંમેશા સુતા પહેલા એની મમ્મીને મળતો,એમને એમની બીપીની દવા આપતો અને પછી જ પોતાના રૂમમાં જતો.

"મમ્મી,સુઈ ગઈ"

"હા"

"દવા લીધી તે?"

"હા"

"સારું,જય શ્રી ક્રિષ્ના"

"હમમ"જશોદાબેન અડધી ઊંઘમાં હોવાથી ફક્ત આટલું જ બોલ્યા.

દેવે એના રૂમમાં જઈને નિત્યાને મેસેજ કર્યો,"હું ઘરે પહોંચી ગયો છું"અને કપડાં ચેન્જ કરવા બાથરૂમમાં ગયો.

દેવનો મેસેજ જોતાં જ નિત્યાએ રીપ્લાય કર્યો,"ઓકે"

દેવ બાથરૂમમાંથી બહાર આવ્યો અને નિત્યાનો રીપ્લાય જોઈ સામે મેસેજ કર્યો,"આઈ એમ સોરી"

"ઇટ્સ ઓકે,હું આજ પછી એ ટોપિક પર ક્યારેય તારી સાથે વાત નઈ કરું.આઈ પ્રોમિસ"

"એન્ડ આઈ પ્રોમિસ કે,એ ટોપિક પર હવેથી હું ક્યારેય તારા પર ગુસ્સે નઈ થવું"

"સુઈ જા,કાલ કોલેજ જવાનું છે તારે"

"તું પણ સુઈ જા"

"હા,બાય"

"ટેક કેર"

આજે નિત્યાએ ટાટાની જગ્યાએ બાય લખ્યું અને ટેક કેર લખ્યું એનો રીપ્લાય પણ ના કર્યો તેથી દેવને થયું કે કદાચ હું વધારે જ બોલી ગયો હોઈશ.કંઈ નહી હું કાલ એની સાથે વાત ક્લીઅર કરી લઈશ.

બંને ઉંઘવા જ જતા હતા એટલામાં ગ્રુપમાં માનુજનો મેસેજ આવ્યો.એ ગ્રુપમાં માનુજ,દીપલી,દેવ,નિત્યા,સલોની અને નકુલ હતા.માનુજનો મેસેજ જોઈ બધા જ ખુશ થઈ ગયા પણ રાતના સવા અગિયાર થઈ ગયા હોવાથી બધા પોતાનું એક્સાઇટમેન્ટ મનમાં રાખી સુઈ ગયા.

માનુજે શેના વિશે મેસેજ કર્યો હશે જેનાથી બધા ખુશ થઈ ગયા?