પરિવર્તન Nupur soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

પરિવર્તન

જિંદગી રેઇલ કી પટ્ટરી સી હૈ, યહાં સસુબહ શામ ન જાને કીતની ટ્રેન આતી જાતી રહેતી હૈ. બહોત સે લોગ બેનકાબ હોતે હૈ, કુછ અધુરેપનકી ખ્વાઇશ ભી તબ પૂરી હોતી હૈ. જબ અચ્છે લોગ ભી રસ્તે મેં મિલ જાતે હૈ. તો બસ આનું જ નામ છે જિંદગી અને જિંદગી છે તો ત્યાં પરિવર્તન છે. વર્ષોથી કહેતા આવ્યા છીએ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, પરંતુ ખરેખર પરિવર્તન આવે ત્યારે આપણે ગભરાઈ જતા હોઇએ છીએ.

જ્યારે કોરોના નામની સલ્તનતએ આપણા દેશમાં ઘૂષણખોરી કરી ત્યારે લગભગ લોકોની લાઇફ ખેદાન- મેદાન થઇ ગઇ. કારણ કે, અચાનક લાઇફ-સ્ટાઇલ ચેન્જ થઇ જીવનના રસ્તામાં ફાટક આવ્યા. ખુલ્લા ભટકતા માનવી, રસ્તે રઝળતા માનવી પાંજરે પુરાયા. માયા પાછળ ભાગતો માનવી માયાળુબની ગયો અને સ્નેહીઓના મો જોવા તરસ્તો થયો.

રસ્તા પર અડધી રાત્રે જામતી મહેફિલો હવે ઘરની ચાર દીવાલમાં ઈસ્ટોની રમત સાથે સીમિત થઈ ગઈ. પહેલી વાર લોકડાઉન નામનો શબ્દ જીવનમાં આવ્યો. આપણે રોજબરોજની આદતોથી ટેવાયેલા હોઈએ છીએ એટલે એકાએક આવેલા પરિવર્તનને પચાવી શક્યા નહીં. પોલીસે સામ-દામ-દંડ-ભેદ ભેગા કરીને લોકોને ઘરમાં પુરવા જોર લગાવ્યું. ફેક ફાઈલ લઈને ઇમર્જન્સીના નામે ઘણા પકડાયા. વળી કેટલાક તો કોરોનાના ડરથી જ મહિનાઓ સુધી ઘરમાં પુરાઈને રહ્યા.

માર્ચ 2020 માં શરૂ થયેલા આ પરિવર્તન ચક્રને લોકો ક્યાં સુધી સહન કરી શકવાના હતા. સરકારના તાબા હેઠળ જીવતી પ્રજા કામ ધંધા વગર માનસિક રોગી થવા લાગી અને આખરે ત્રણ મહિના બાદ જુલાઈમાં અનલોક થયું. સાથે જ પાંજરે પુરાયેલી જિંદગીઓ પણ અનલોક થઈ. રોડ પર સવારે સફાઇકર્મી, પોલીસ અને કુતરા સિવાય કોઈ જોવા ન મળતું હતું, એ જ રસ્તે ફરી લારી-ગલ્લા અને મંદ મંદ ચહેલ પહેલ શરૂ થઈ. હવે લોકો લડતા શીખવા લાગ્યા. કોરોનાથી ડરવાને બદલે કોરોનાને જ પોતાની જિંદગીનો અંત બનાવીને જીવતા થઈ ગયા.


માણસ તો માણસ છે ને! ઊઠે ત્યારથી સુવે ત્યાં સુધી જંપે નહીં. મહેનત અને પરિવારની જવાબદારીના બોજ હેઠળ દબાયેલા માણસને બેસવું કેવી રીતે ગમે! ફરી ધંધા-રોજગાર શરૂ થયા. ન્યૂઝ ચેનલોમાં મહિનાઓ સુધી કોરોના ટ્રેડિંગમાં રહ્યો હતો અને પછી એને ફૂટેજ મળવાનું જ બંધ થઈ ગયું. તેમ છતાં મે મહિનામાં કોરોનાએ ફરી ઉથલો માર્યો ત્યારે ઘણા પરિવારે સ્વજન ગુમાવ્યા. આ બધું જ બનતું રહ્યું, પરંતુ લોકોએ પરિવર્તનને સ્વીકાર્યું ત્યારે જીવન થોડું સરળ બની ગયું. જીવનમાં પરિવર્તન જરૂરી છે અને વિકાસ પણ ત્યારે જ થાય જ્યારે આપણે પરિવર્તનને એક્સેપ્ટ કરી શકીએ

મારા જીવનમાં પણ પરિવર્તન આવ્યું અને એ બહુ મોટું પરિવર્તન હતું એક છોકરી એકલી અજાણ્યા દેશમાં ગઈ. કમ્ફર્ટ ઝોન તોડવું એ કોઈપણ છોકરી માટે એક મોટી વાત છે. મને એક સારી કંપનીમાં જોબ મળી. રાજકોટની બહાર એકલા ક્યારેય પગ ન મૂકનારી છોકરીએ ઇન્ટરવ્યુ ક્લીયર કર્યું અને એચઆર સાથેના ફાઇનલ ડિસ્કશન માં એક ઝાટકે કહી દીધું કે, હું હૈદરાબાદ આવવા માટે તૈયાર છું. એક તરફ કોરોના ફેલાયેલો હતો અને બીજી તરફ મારું ડિસિઝન સાચું છે કે નહીં એની મને ખુદને પણ જાણ ન હતી. પપ્પાને મેં બસ એટલું જ કહ્યું કે, હું હૈદરાબાદ જાઉં છું. ત્યારે એક બાપ માટે તેમની દીકરીને એકલા મૂકવી ખૂબ જ કઠિન વાત હતી. હું મારા પપ્પાના ફેસને નોટિસ કરતી હતી. આ વાત તેમના માટે ઇઝી નથી. છતાં એ એવું પ્રિટેન્ડ કરતા હતા કે, એમાં કશો વાંધો નથી. તું જઈ શકે છે. એના ચહેરા પર હું સાફ જોઈ શકતી હતી કે, આ પરિવર્તનને એક્સેપ્ટ કરવું એના માટે કેટલું અઘરું છે.

જિંદગીના કડવા ઘૂંટ મેં બહુ નાની ઉંમરે જ પી લીધા છે, ત્યારે આ તક જે મારી જિંદગીનો ખરેખર યુ-ટર્ન છે તેને હું કઈ રીતે જતો કરી શકું. શોપિંગ... બેગ પેક અને ગેટ પરથી મમ્મીને ટાટા બાય બાય. બસ આટલું જ અને હું સફર પર નિકળી પડી અંજાન શહેરમાં એ વખતે પપ્પા મને મુકવા આવેલા. હૈદરાબાદમાં પહોંચતાની સાથે જ નોનવેજની ગંધએ (બીજા માટે સુગંધ હોઈ શકે છે. માફી ચાહું છું હું શુદ્ધ શાકાહારી છું.) મને હચમચાવી મૂકી. જે છોકરી ક્યારેય એગને પણ જોઈ શકતી નથી એને હવે આ બધી જ વસ્તુ સાથે રહેવાનું હતું. અને રહેતા શીખવાનું હતું. પપ્પાએ મને પૂછ્યું પણ ખરા કે તુ અહીં રહી શકીશ ખરાં!? અને મેં ફક્ત માથું જ ધુણાવ્યું. હું હા કે ના કશું બોલી શકી નહીં. પપ્પા ત્યારે બરાબર સમજતા હતા કે મારી છોકરી એનું કમ્ફર્ટ ઝોન છોડીને અહીં આવી છે અને એ ઉણી તો નહીં જ ઊતરે. એટલે ગમે એમ કરીને એ લડશે. ચાર દિવસ બાદ જ્યારે પપ્પા રવાના થયા ત્યારે મને પરિવારનું મહત્વ સમજાયું. હું ખૂબ રડી કારણ કે, હવે લાઈટ હોય કે દૂધ હોય શાકભાજી હોય કે નાસ્તો બધું જ મારે જાતે કરવાનું છે. એ કરવા માટે મારા પપ્પા મારી પાસે નથી.

મારા માટે આ પરિવર્તન ખૂબ નવું હતું. દિવસો વીતવા લાગ્યા છ મહિનામાં મેં એકલતાને સમજી લીધી હતી. જીંદગી જીવતા પણ શીખી લીધી હતી. આ દરમિયાન કેટલાક લોકો લાઈફમાં આવ્યા જેને સારું સાચું-ખોટું ખરાબ બધું સમજાવી દીધું આ બધા પરિવર્તનનો સ્વીકાર થઈ ગયો, પરંતુ ફરી મારી લાઇફમાં યુ-ટર્ન આવ્યો. વાત છે એપ્રિલ મહિનાની. આ સમયમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો હતો. ઘણા પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા હતા. એક અહેવાલ અનુસાર 15 લાખથી વધુ બાળકોએ પોતાના માતા-પિતા બન્નેની છત્રછાયા ગુમાવી અને નોંધારા બન્યા હતા. મારી સાથે પણ કંઈક આવું જ બન્યું. હું આ લખી રહી છું એ સાથે મારી ભાવનાઓ લાગણીઓ પણ કાગળ પર પથરાઈ રહી છે.


4 એપ્રિલના રોજ રાત્રે 11 વાગ્યે મારા પરિવાર સાથે વીડિયો કોલમાં વાત કરી રહી હતી. મારો ભાઈ અને મોટા મમ્મી કોરોના પોઝિટિવ હતા. બન્નેની હાલત ત્યારે તો ઠીક હતી. પરાણે હસતા લોકોના મોં પર સ્મિત લાવવા વચ્ચે વચ્ચે ટમકા મૂકતી હતી અને બસ ત્યારે જ મેં મારા ભાઈની એક ઝલક જોઈ. એની આંખમાં જે નૂર હતું એ ગાયબ હતું. તદ્દન નીરસ અને જિંદગીને ન માણી રહેલા માણસને હું એ સમયે વીડિયો કોલમાં સાક્ષાત જોઈ રહી હતી. 7 એપ્રિલના રોજ મારા ભાઈની તબિયત બગડી ત્યારે તેને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યો. પરિવારમાં મારે બે સગી બહેનો છે એટલે બાળપણથી જ ભાઈ માટે મારા દિલમાં એક સોફ્ટ કોર્નર છે અને હું બાધા-માનતા માં ક્યારેય માનતી નથી ઈશ્વર પાસે ક્યારેય હું કશું માંગતી પણ નથી. તેમ છતાં મેં ફક્ત પ્રાર્થના કરી હતી કે, ભગવાન મારા ભાઈને બચાવી લેજે. હું હૈદરાબાદમાં, મારો પરિવાર રાજકોટમાં અને મારા મોટા પપ્પાનું ફેમેલી સુરતમાં આમ બધા જ એકબીજાથી દૂર હતા. મને કંઈ ખબર જ ન હતી કે કાલે શું થવાનું છે તેમ છતાં હું એ જ આશમાં હતી કે મારા ભાઈને કંઈ નહીં થાય. મારો ભાઈ સાજો થઈ જશે. કોરોનાએ ઘણી બધી જિંદગીઓને છીનવી લીધી છે. કદાચ બધાને હવે એ વસ્તુ નોર્મલ લાગતી હશે કે સ્મશાન તરફ જાતી હે રામની ગાડીઓના અવાજ...હવે તો રોજનું થયું પણ જેણે પોતાનું સ્વજન ગુમાવ્યું છે એની પીડા એ એક જ જાણી શકે છે. મારી સાથે પણ આ જ બન્યું જ્યારે મારો ભાઈ ગયો ત્યારે હું એકલી હતી. કદાચ એ વાતથી જ અજાણ હતી એ વખતે મને ખબર નહોતી કે મારો ભાઈ હવે હયાત નથી રહ્યો.


હું પૂરેપૂરી રીતે વિખેરાઈ ગઈ ત્યાંને ત્યાં જ લગભગ તૂટીને પડી ગઈ. મને ખુદને સંભાળવા માટે થોડા દિવસો લાગ્યા કારણ કે, એકાએક આવેલા પરિવર્તનને હું સ્વીકારી શકવા અક્ષમ હતી. આજે પણ સ્વીકારી નથી શકતી, પરંતુ ધીમે-ધીમે ખુદને સંભાળીને આગળ વધવાનું નક્કી કર્યું. મેં બાળપણમાં મારા દાદાને ખોયા ત્યારે મારી ઉંમર માત્ર આઠ વર્ષની હતી. એ બાદ મે આ દુઃખ શું છે એને સમજયું જ નથી અને ક્યારેય અનુભવ્યું નથી. એ પરિસ્થિતિને કદાચ હું અત્યારે અહીં શબ્દમાં વર્ણવી પણ નથી શકતી. એ દિવસ મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો અને હાલમાં જ રક્ષાબંધન આવે છે ત્યારે એ દિવસ પણ મારા માટે વધારે અઘરો બની રહેશે.

ખેર મારો ભાઈ જ્યારે મને છોડીને આ ફાની દુનિયા માંથી ગયો ત્યારે એના માટે કંઈક લખ્યું હતું....

મારો વીરો નથી રહ્યો...

હતો જે કોહિનૂર મારા ઘરનો,
હવે એ હીરો નથી રહ્યો.

રડી-રડીને આજે થઈ આંખો એટલી દૂર,
કે એ આંખોમાં હવે પૂર નથી રહ્યું.

પ્રાર્થના, અભિલાષા 'ને એષણા મારી,
પણ ઈશ્વર એ સાંભળવા હવે મજબૂર નથી રહ્યો.

નૂપુરની આંખોનું જે કહેવાતું હતું નૂર,
હા ભલે નથી પાસે,
પણ તો'ય વીર મારો દૂર નથી રહ્યો...

કહેવાય છે જિંદગી નો નશો હોય છે ભારી,
મારો વીરો હવે એ નશામાં ચકચૂર નથી રહ્યો.

મારા વિશ્વાસની હાકલ સાંભળી લે એ,
ઝાંઝર તારો હવે એટલો સુર નથી રહ્યો.

હતો જે કોહિનૂર મારા ઘરનો,
હવે એ હીરો નથી રહ્યો.

મારો વીરો નથી રહ્યો...