ફેસબુક ની આડ માં - (ભાગ-1) Nupur soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફેસબુક ની આડ માં - (ભાગ-1)

ફેસબુક વિષય પર ઘણી સ્ટોરી લખાઈ રહી છે અને વાંચકો ને એ પસંદ પણ પડી રહી છે...એ વિષય ને જ આગળ લઈને એનાં પર કંઈક વિચાર આવ્યો ને બસ લખવાનું શરૂ કરી રહી છું...

રાત્રે 12 વાગે...ઝિંગલ બેલ જેવી રિંગટોન નો અવાજ સંભળાયો... એટલે ધીમા અવાજ માં સીમા બોલી...
એ ય આ તારો ફોન સાઇલેન્ટ રાખ ને ...રાત ની શાંતી માં એનો અવાજ વધુ સંભળાય...મમ્મી ને ખબર પડશે તો.....ને બસ એ અટકી ગઈ...

"હા...એ તો એલાર્મ રાખવામાં ભૂલ થી ફોન જનરલ મોડ માં થઈ ગયો હશે..."

"તો....બેન થોડું ધ્યાન રાખો.... મમ્મી ની ખબર છે ને..."

"હા"

             આ એ સમય ની વાત છે જ્યારે ફોન ની બેટરી અને ચાર્જર બંને એક કંપની ના ન હતા....ન સમજ્યા!?....અરે ત્યારે ફોન ના બધા સ્પેરપાટ્સ અલગ અલગ હતાં... બિચારા ફોન ને એનું અસ્તિત્વ યાદ પણ નહી હોઈ કે એ હકીકત માં આવ્યો હતો ક્યાં થી! ત્યારે ફોન રાખવાં એ અત્યાર ની જેમ નૉર્મલ ન હતાં... અત્યારે તો પાણીપુરી ની લારી વાળા ભાઈ પણ આઈ-ફોન જેવાં ફોન વાપરે...ને એ સમયે...આઈ ફોન ની કોઈ ને ખબર પણ ન હતી...એ સમયે જિનલ કોલેજ ના પ્રથમ વર્ષ માં હજુ પ્રવેશી જ હતી...એટલે એનાં માટે આ બધું નવું જ હતું... નવી વસ્તુ હંમેશા આકર્ષિત હોઈ છે.

સીમા : "આ બધું હું નહિ ચલાવું... મમ્મીને હું કહી દઈશ.."

જિનલ : "પણ હું કયાં કઈ ખોટું કરું છું યાર!..તું કોલેજ માં       આવીશ ત્યારે તને સમજાશે..."

સીમા : "આવું છુપાવાની શું જરૂર દીદી!"

જિનલ  :  "આ બધું આપણે લીગલ માનીએ છીએ પણ આપણાં ઘર માટે કઈ પણ કરો...બધું ખોટું જ હોઈ...ઇનલીગલ જ હોઈ છે....કોઈ સમજવા જ ન માંગે....સમય ની સાથે માણસ એ પણ બદલવું પડે.."

સીમા એ જિનલ ને અટકાવી.....

"બસ..બસ...લેકચર ન જાડ...મને તો એટલી જ ખબર પડે કે...એક તો કઈ રીતે મોબાઇલ મળ્યો છે તને...તે યાદ છે ને!...આવું ને આવું ચાલુ રહેશે...તો પછી મોબાઇલ લેવાઈ જશે..."

જિનલ : "ના ..ના.. એવું કશું નહિ થાય.. બસ તું...મહેરબાની કરી ને મૂંગી રહેજે...મારી માં..."

સીમા : "12 વાગે ફોન વાગે!...આ નોર્મલ છે?.."

જિનલ : "એ તો ઓનલાઈન થવાં નું કહેવા માટે મારી (મારો) ફ્રેન્ડ એ મિસ્ડ કોલ કર્યો હશે. તું સુઈ જ હવે...ચાલ.."

સીમા : "હ..હ...હા અને તું પણ સુઈ જા...બાકી..."

(બંને સુઈ જાય છે)

1:30 વાગે...ટેક્સ્ટ મેસેજ...

ka:તું ક્યાં છે...રિપ્લાય કર...મારે ટેક્સ્ટ ફ્રી નથી...પૂરાં થઈ ગયા છે...પ્લીઝ...જાગતી હોઈ તો રિપ્લાય આપ...

ki"ઓહ... સુઈ ગઈ હતી..."

ka:હુહ...?

ki"સોરી"

ka:સારું

ki"કાલે વાત કરીએ?"

ka:ઓકે.

ki"હેય... મને નિંદર નથી આવતી...વાત કરીએ... આમ તો.."

ka: ડીસાઈડ કરી લે...તારે વાત કરવી કે સુઈ જવું..


ki"વાત કરીએ"

ka: બોલો મેડમ..

ki : "મારે જ બોલ્યાં કરવાનું!?"

ka: તો...એમાં શું છે!

ki: "કઈ નહિ."

ka: હા તો બોલો...

ki: "વાત કરવી કઈ એટલી imp નહિ...આ તો નિંદર નહિ આવતી એટલે...બાકી મને કોઈ શોખ નથી..."

ka: ઓહ...અચ્છા...તો નો પ્રોબ્લેમ...સુઈ શકો...તમે પરાણે જ વાત કરો છો...પછી કઈ કહેવા જેવું રહેતું નથી...

ki: "hmmmm"

ka: શું!?... સારું ચાલો...તું સાચે જ પરાણે વાત કરે યાર...બબાય...

(ka ઇસ નાઉ ઓફલાઇન)

જિનલ વિચાર પર ચડે છે. બે-બે મિનિટ એ ફેસબુક ને ખોલી જોયાં કરે છે...!


(આગળ શું થશે...ki&ka.... ki=જિનલ બટ વુ ઇસ ka!?
એ બંને ની વાત થોડી ગુસ્સા માં ચાલી ગઈ છે...આગળ શું થશે..એ જોઈશું...હવે આગળ ના અંક માં...)