તારી ધૂનમાં.... - 11 - સમાનતા Writer Shuchi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી ધૂનમાં.... - 11 - સમાનતા

નીતિ : ભાગી ગઈ આપણી દીકરી.
હવે થઈ તમને શાંતિ??
નીતિ ને અત્યારે ખૂબ ગુસ્સો આવી રહ્યો હોય છે.
મનીષ : શું બોલે છે તું??
તે ઝાટકો લાગતા મોટા અવાજે પૂછે છે.
નીતિ : મે તો કહ્યુ હતુ કે એક વાર મળી લો છોકરાને.
પણ નહી.
તમને તો મોટા ઘરનો જ છોકરો જોઈએ.
અરે....પૈસા જોવાય કે સામે વાળું પાત્ર કેવું છે એ જોવાય પહેલા??
હું તો પહેલા પણ તમને કહેતી જ હતી ને.
પણ મારું આ ઘરમાં....
મનીષ : શું ક્યારની બોલ બોલ કર્યા કરે છે??
એને ફોન કરાય કે નહી પહેલા!!
નીતિ : માન્યું, એણે જે કર્યું એ નહોતું કરવાનું.
પણ તેને તેનો ગમતો જીવનસાથી તો મળ્યો.
2 કલાક પહેલા નો છે મેસેજ.
એટલે હવે તો....
મનીષ : એટલે હવે શું??
તે ઘાંટો પાડતા પૂછે છે.
નીતિ : હું અત્યાર સુધી નહોતી બોલી પણ હવે....
હું ક્રિષ્ના ની સાથે છું.
હવે મારે બોલવું જ રહ્યુ.
મનીષ : શું સાથે છે??
તેઓ ક્યાં ગયા છે તને કઈ ખબર છે??
નીતિ : મને ખબર છે.
અને મને આપણી દીકરી ની પસંદ પર ભરોસો છે.
ભલે, હું તેને મળી નથી.
જે મારે પહેલા કરી લેવાનું હતુ.
ક્રિષ્ના ને આપણે એટલા સંસ્કાર તો આપ્યા જ છે કે....
મનીષ : કયા સંસ્કાર આપ્યા તે??
નીતિ : મે??!!
દીકરી ભાગી ગઈ એટલે બધો વાંક મારા માથે??
તમે એક વાર છોકરાને મળી લીધું હોત....
મનીષ : ક્યારની શું મને શીખવાડ્યા કરે છે??
નીતિ : એ જ્યારે તમારી પાસે ફરીવાર વાત કરવા આવીને છોકરા વિશે ત્યારે મે જ એને કહ્યુ હતુ કે પપ્પા સાથે હજી એક વાર વાત કર.
એ સમજશે તારી વાત.
પછી ત્રીજી વખત પણ મે કહ્યુ પણ તમે....
જવા દો વાત જ.
તમારી દીકરી પર ભરોસો જ નથી તમને.
ક્રિષ્ના આટલી મોટી થઈ ગઈ, આટલું સારું કમાઈ છે.
મને જીવનમાં નવું નવું કરવા પ્રોત્સાહિત કરે છે.
6 મહિના પહેલા તેણે નિર્ણય લઈને આખા ઘરનું રિનોવેશન કરાવ્યું.
તો પણ પોતાને ગમતો જીવનસાથી પસંદ કરવાનો તેને અધિકાર નથી.
મને એમ કે મારા પપ્પા એ મને આ મોકો નહી આપ્યો તો મારી દીકરીને મળશે.
પણ....
નીતિ નું સમય પર ધ્યાન જાય છે.
નીતિ : તમારો હોસ્પિટલ જવાનો સમય થઈ ગયો.
હું પાણી ગરમ કરી આપું છું.
કહી તે ફરી એક વાર પોતાના આંસુ રોકતા રસોડામાં જતી રહે છે.

* * * *

2:15pm

વિધિ : હા, કુશલ....
તે ફોન ઉપાડે છે.
કુશલ : મેમ, હું ઘરે આવ્યો પણ અહીં તો તાળું છે.
વિધિ : હજી હું મારા ઘરે જ છું.
કુશલ : એવું છે....
તો અમે ત્યાં આવી જઈએ એવું કરીએ.
વિધિ : હું નીકળી....
કુશલ : તમને વાંધો નહી હોય તો આવવા દો ને મેમ.
એ બહાને તમારું ઘર પણ જોવાય જશે.
વિધિ : સારું, તો સરનામું....
કુશલ : હા, બોલો....

* * * *

વિધિ ના ઘરે

વિધિ : આવો....
તે આવકારતા કહે છે.
કુશલ : મેમ, આશીર્વાદ આપો.
કહેતા તે અને તેની સાથે આવેલી છોકરી વિધિ ને પગે લાગે છે.
વિધિ : ખુશ રહો....
કુશલ : આ લો.
અમારા લગ્નની મીઠાઈ.
તે બુંદી ના લાડુનું બોક્સ વિધિ ને આપતા કહે છે.
અને વિધિ નું ધ્યાન કુશલ ની બાજુમાં લાલ પંજાબી સૂટ પહેરી અને બંગડી - ચાંદલો કરી તૈયાર થયેલી છોકરી પર જાય છે.
બંને મુસ્કાય છે.
વિધિ : આવો આવો બંને અંદર આવો.
બેસો....
બંને એક પલંગ પર બેસે છે અને વિધિ તેમની સામે ખુરશી પર બેસે છે.
કુશલ : સોરી મેમ, મારે ગઈકાલે આવવાનું હતુ અને....
વિધિ : કઈ નહી.
વિધિ ને કુશલ ની દુલ્હન ને ક્યાંક જોયેલી હોય એવું લાગ્યા કરે છે એટલે તે મનમાં યાદ કરવા માટે મથી રહી હોય છે કે તેણે તેને ક્યાં જોઈ છે??
વિધિ : બેટા, શું નામ છે તારું??
ક્રિષ્ના : ક્રિષ્ના.
વિધિ : આ તો મારું ગમતું નામ છે.
કહેતા વિધિ મુસ્કાય છે.
કુશલ : સર તો સ્ટુડિયો પર હશે ને હમણાં??
વિધિ : હા.
બોલો, તમે બંને શું લેશો??
ક્રિષ્ના : કઈ નહી કઈ નહી.
વિધિ : એમ કઈ થોડું ચાલે??
તમે બંને લગ્ન પછી પહેલી વાર અને આમ પણ પહેલી વાર મારા ઘરે આવ્યા છો.
કઈ તો લેવું જ પડશે.
ક્રિષ્ના કુશલ બંને એકબીજાની સામે જુએ છે.
વિધિ : કોફી બનાવું??
કુશલ : કઈ બનાવવાની જરૂર નથી મેમ.
તે હલકું મુસ્કાય ને કહે છે.
વિધિ : સારંગ ના ઘરે તું....
કુશલ : એ તો....
વિધિ : બસ તો....
બંને ઘર સરખા જ છે.
કહેતા કોફી બનાવવા રસોડામાં જવા લાગે છે.

" બંને ઘર સરખા નહી, એક જ છે. "

કુશલ : સારંગ સર....
તે દરવાજા તરફ જોતા કહે છે.
સારંગ બે પગથિયાં ચઢી ઘરમાં દાખલ થાય છે.
સારંગ : આ લે....
તે સાથે લાવેલા પાર્સલ ની બેગ વિધિના હાથમાં આપે છે.
વિધિ : શું લાવ્યો??
સારંગ : તારી ફેવરિટ જગ્યા ના ઢોસા.
તે વિધિ જે ખુરશી પર બેઠેલી તેના પર બેસતા કહે છે.
સારંગ : જમવાની બાકી છે ને??
કે....
વિધિ : ઉપમા બનાવ્યો છે.
સારંગ : એ પણ સાથે ખાઈ લઈશું.
તે કુશલ અને ક્રિષ્ના સામે જોતા મુસ્કાય છે.
સારંગ : તારો ફોન ક્યાં છે??
વિધિ : મારો ફોન....
તેની નજર આજુબાજુ ફરવા લાગે છે અને ફોન શોધવા લાગે છે.
સારંગ : ક્યારનો ફોન કર્યા કરતો હતો.
તને પૂછવા માટે.
કુશલ ને સારંગ ના આશીર્વાદ લેવાનું યાદ આવે છે.
તે અને ક્રિષ્ના ઉભા થઈ સારંગ ને પગે લાગે છે.
સારંગ : અરે....
કુશલ : અમે લગ્ન કરી લીધા સર.
આશીર્વાદ આપો.
સારંગ : ઓહ હો.
હમેશાં એકબીજાની સાથે રહો.
સારંગ ખુશ થઈ આશીર્વાદ આપે છે.
સારંગ : અને ખૂબ પ્રગતિ કરો.
તે ઉભો થઈ કુશલ ને ભેટે છે.
વિધિ રસોડામાં બધા ના જમવાની તૈયારી કરવા લાગે છે.
ક્રિષ્ના વિધિ ને મદદ કરવા રસોડામાં આવે છે.
ક્રિષ્ના : કઈ કરવાનું છે મેમ??
વિધિ : બધુ બહાર જ લઈ જવાનું છે બસ.
ક્રિષ્ના : હું લઈ જવા માડું??
વિધિ : હા, લઈ જા.
ક્રિષ્ના : ઓકે.
તે પ્લેટફોર્મ પરથી બધુ લેવા લાગે છે.
વિધિ : કઈ પૂછી શકું બેટા??
ક્રિષ્ના : હા....
વિધિ : લગ્ન....
ક્રિષ્ના : કાલે લેવાયા.
તે હલકું મુસ્કાય છે.
વિધિ : તારા ઘરે તારા ફોટા જોયા છે મે.
સાંભળી કામ કરતા ક્રિષ્ના ના હાથ અટકી જાય છે અને નજર વિધિ સામે જોવા લાગે છે.
વિધિ : નીતિ અને હું B - Town ડાન્સ ક્લાસમાં સાથે છીએ.
હું તારા ઘરે પણ આવી છું 1 - 2 વખત.
તારી મમ્મી એ પણ તારા વિશે ઘણું કહ્યુ છે મને.
ક્રિષ્ના નું મન ફરી ઉદાસ થઈ આવે છે.
ક્રિષ્ના : તમે મમ્મી ને મળો તો....
વિધિ : એની ચિંતા નહી કર.
હું એને કઈ નહી કહું.
ક્રિષ્ના : થેન્કયુ મેમ.
વિધિ : તું મને આન્ટી કહી શકે છે.
ક્રિષ્ના હલકું મુસ્કાય છે.
વિધિ : જઈએ બહાર??
તે ક્રિષ્ના સામે જોતા પૂછે છે.
ક્રિષ્ના : હંમ.
વિધિ ક્રિષ્ના ની પાંપણ પાછળ છુપાતી ઉદાસી જોઈ લે છે અને બહાર લઈ જવા હાથમાં લીધેલી ટ્રે પાછી પ્લેટફોર્મ પર મૂકી ક્રિષ્ના ને ગળે વળગાળી લે છે.
ક્રિષ્ના તેના આંસુ રોકી નથી શકતી.

* * * *

રાતે

સારંગ : તું ચલાવ ને ગાડી.
વિધિ : કહું છું,
તને ઉંઘ આવે છે તો સૂઇ જા ને.
હું જતી રહીશ જાતે.
સારંગ : નહી.
વિધિ : કેમ??
સારંગ : નહી.
તે ઉભો થાય છે.
વિધિ : બેસ તું.
તે સારંગ ને બેસાડી દે છે.
સારંગ : મારે આવવું છે.
તું ના કેમ કહી રહી છે??
વિધિ : તારી હાલત જો.
આંખો ખુલ્લી નથી રહેતી સરખી.
સારંગ : આવી જઈશ સરખી રીતે પાછો.
કઈ નહી થાય મને.
વિધિ : પણ હું જતી રહીશ.
તે સારંગ ની બાજુમાં સોફા પર બેસતા કહે છે.
સારંગ : ચા બનાવી આપ.
વિધિ : નહી.
સારંગ : યાર.
વિધિ : ઉંઘી જા.
સારંગ વિધિ ના ખોળામાં માથું મૂકી સોફા પર લાંબો થઈ જાય છે.
વિધિ તેના માથે પ્રેમથી હાથ ફેરવવા લાગે છે.
સારંગ તેની આંખોમાં જોઈ મુસ્કાય છે.
વિધિ હસતાં હસતાં સારંગ ના માથે હાથ ફેરવતી રહે છે જ્યાં સુધી તે સૂઇ નહી જાય.
અને પછી તેના ઘરે જતી રહે છે.

* * * *

ક્રિષ્ના : તને પણ ઉંઘ નથી આવી રહી??
તે બાજુમાં તેની પાસે બેડ પર બેઠેલા કુશલ ને પૂછે છે.
કુશલ : ક્યાંથી આવે??
બંને ફિક્કું હસે છે.
ક્રિષ્ના : વિધિ મેમ મારી મમ્મી ના ફ્રેન્ડ છે.
અને મારા વિશે જાણે છે.
કુશલ : તે ક....
ક્રિષ્ના : નહી કહી દે.
તારા ઘરેથી....
કુશલ : કાઢી નાખ્યો મને.
ખબર જ હતી આ થવાનું છે.
ક્રિષ્ના : હંમ.
તેની આંખો ભીની થઈ આવે છે.
કુશલ : હેય....
ક્રિષ્ના : મને આજ વાતનો ડર છે.
આમ તો....
મમ્મી જાણે છે બધુ.
એ પપ્પાને....
કુશલ : હું હમણાં એના વિશે જ વિચારી રહ્યો હતો કે આપણે....
ક્રિષ્ના : લોકો કેમ નથી સમજી શકતા??
કુશલ : કેટલીક વાર છે ને સમજતા હોય પણ ના સમજી નું નાટક કરવું પડે.
ક્રિષ્ના : કેમ??
એમના એમ કરવાથી પણ આપણે અટક્યા??
બીજા છોકરાઓ જોવા લાગ્યા હતા પપ્પા.
નહિતો, આપણે હજી નહી.
કુશલ : આઈ નો.
ક્રિષ્ના : ખબર નહી, આ લોકોને ક્યારે સમજાશે કે ઈક્વલીટી એટલે હવે બંને એ સાથે જીવનમાં પ્રગતિ કરવી.
બધો ભાર પણ વહેંચી લેવો.
અમે પણ કમાઈ એ છીએ તો બધો ભાર ખાલી તમારા જ માથે કેમ??
અને ઘર ચલાવીશું બંને તો સંભાળીશું પણ બંને જ ને.
કુશલ : હા.
એક તો આ કુંડળી વચ્ચે આવી ગઈ.
ક્રિષ્ના : હું પહેલાં ઘણું માનતી એ બધુ.
100% નહી પણ 40% - 50%.
પણ જ્યાંથી આપણી કુંડળી મમ્મી એ મળાવી જોઈ ત્યારથી....
કુંડળી મિલાપ ની આગળ મનમેળાપ જોવાનો જ નહી!!
તે હલકું હસતાં કહે છે.
કુશલ : પછી જો આપણી વચ્ચે કઈ બને કઈ થાય તો....
એ તો કુંડળીઓમાં પહેલેથી જ દોષ હતો.
ક્રિષ્ના : બે લોકો વચ્ચે ગેરસમજ પણ થાય કે નહી??
કુશલ : એ જ.
ચાલો માન્યું, કે દરેક પ્રીડિક્શન કાયમ ખોટા નથી હોતા પણ આપણી વાસ્તવિકતા આપણે સર્જાવાની છે.
એ આપણા હાથમાં છે.
ગ્રહોનો સાથ મળેઅને નહી પણ મળે.
ક્રિષ્ના : રાઈટ.
ગીલ્ટ આવે છે યાર.
કુશલ : મને પણ.
હું પહેલા એ જ કહેવા હતો હતો કે આપણે 2 - 3 દિવસમાં તારા ઘરે જઈ આવીએ.
ક્રિષ્ના : હમણાં નહી.
ઘર સેટ થઈ જાય પછી.
કુશલ : ઘર પૂરું સેટ થતા હજી 2 મહિના જેવું થશે.
એના કરતા....
ક્રિષ્ના : મને નથી ખબર.
કુશલ : ઓકે.
તને સર અને મેમ કેવા લાગ્યા??
ક્રિષ્ના : તું સાચું કહેતો હતો તેમના વિશે.
અને મને તો પહેલા વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે જેમના લેખન અને સંગીત ની હું ચાહક છું તે મારી સામે બેઠા છે.
ક્રિષ્ના ખુશ થતા કહે છે.
ક્રિષ્ના : તેમનો પ્રેમ બસ, માત્ર નિર્દોષ પ્રેમ છે.
જે તેમના ચહેરા પર તેઓ મળે ત્યારે દેખાય આવે છે.
કોઈ માંગ નહી, કોઈ અપેક્ષા નહી.
અને સારંગ સર મેમ ની કેટલી રિસ્પેક્ટ કરે છે.
કુશલ : બહુ જ.
જ્યારે કોઈ વાર સર ક્લાસમાં મેમ વિશે વાતો કરે ને ત્યારે તેમના ચહેરાના હાવભાવ અને તેમની આંખોમાં જોવાનું.
કેટલો ગર્વ છે, આદર - સમ્માન છે અને અખૂટ પ્રેમ છે તેમને મેમ માટે.
ક્રિષ્ના : કાશ, બધા કપલ આવા હોતે.
કુશલ : બધાનું ખબર નહી.
પણ આપણે બનીશું ને એવા.
તે ક્રિષ્ના ના ખભા પર હાથ મૂકતા કહે છે અને બંને એકબીજા સામે જોઈ મુસ્કાય છે.

* * * *


~ By Writer Shuchi



.