Featured Books
શ્રેણી
શેયર કરો

તારી ધૂનમાં.... - 9 - કુછ તો લોગ કહેગેં......

ઉન્નતિ : ભક્તિ આજે કેમ ઉદાસ દેખાય છે??
ભક્તિ : કઈ નહી યાર.
મારી જોબ છૂટી ગઈ.
ઉન્નતિ : ઓહ....!!
ક્લાસ પત્યા પછી બંને ઘરની બહાર તેમના વાહન પાસે ઉભા ઉભા વાતો કરી રહ્યા હોય છે.
ભક્તિ : હું કશે સેટલ જ નથી થઈ શકતી.
કોઈ જોબ મારી લાંબી ચાલતી નથી.
ઉન્નતિ : તને....
હાર્મોનિયમ ને બધુ સરખું કરતા કરતા ખુલ્લા દરવાજે થી તેમની વાતો સારંગ ને સંભળાય રહી હોય છે.
સારંગ દરવાજા પાસે આવે છે.
સારંગ : ભક્તિ, ઉન્નતિ....
ઉન્નતિ : હા, સર....
સારંગ : અંદર આવો.
ભક્તિ ઉન્નતિ ફરી અંદર આવે છે.
સારંગ : બેસો.
તેમને ખુરશી પર બેસવા કહી સારંગ તેના સોફા પર બેસે છે.
વિધિ રસોડામાંથી બહાર આવે છે.
સારંગ : મારી વાત કરું તો....
મને ક્યારેય ખબર નહી હતી મારે શું કરવું છે તે.
મારા પપ્પાની કાપડાની દુકાન હતી.
એટલે સૌથી પહેલા થોડો વખત ત્યાં બેઠો.
પછી લાગ્યું જાતે કઈ કરવું છે તો બેન્કમાં કેશિયર ની જોબ કરી.
એ લગભગ મે 2 વર્ષ જેવી કરી.
પણ તેમાં કઈ મને ગમ્યું નહી.
પછી શું કરું, શું કરું વિચારતા
પપ્પા ના દોસ્ત જે ગાડીના શો રૂમમાં કામ કરતા હતા ત્યાં સેલ્સ મેન ની જોબ મળી ગઈ.
8 મહિના તે જોબ કરી પછી....
મને ગાવાનો અને લખવાનો શોખ જાગ્યો.
થોડા સમય ઘરે બેઠો સાથે મે પણ ત્યારે સંગીત શીખવાનું શરૂ કરેલું.
પણ પછી કઈ કામ તો કરવાનું જ હતુ એટલે શોધતો ગયો તો મને મારા મ્યુઝિક ટીચર ની મદદથી એન્કરીંગ કરવાનો મોકો મળ્યો.
અને પછી ત્યાંથી મારી ખરી એક સંગીતકાર બનાવાની જર્ની શરૂ થઈ અને ત્યારે મારી ઉંમર 33 વર્ષ હતી.
ભક્તિ : ઓહ....!!
સારંગ : મે કદી વિચાર્યું નહોતું કે હું આ ફિલ્ડમાં આટલો આગળ વધી શકીશ.
હું પોતે ગીતો, કવિતાઓ લખી શકીશ.
આ ઈન્ડસ્ટ્રી માં પણ સરખું કામ મળતા પણ મને સમય લાગ્યો 3 વર્ષ જેટલો.
ભક્તિ : હંમ.
સારંગ : એટલે બહુ વધારે ફિકર નહી કરવાની.
બધુ થઈ જશે એના સમયે.
આપણે નથી જાણતા આપણા માટે શ્રેષ્ઠ અને યોગ્ય શું છે.
પણ પ્રભુ ને ખબર છે.
તે ખરા સમયે જે જે આપણા માટે હશે તેને આપણી સામે લાવી જ દેશે.
ભક્તિ : હંમ.
વિધિ : સાથે આપણ ને અન્સર્ટીનિટી લાગે, જરા ડર લાગે....
એમ થાય કે અત્યારે આમ છે તો ભવિષ્યમાં કેવું હશે??
તો એને થવા દેવાનું.
પણ સાથે સાથે ઈમાનદારી થી અત્યારે જે કામ કરી રહ્યા છો તે પણ કરતા રહેવાનું.
ભક્તિ : ઓકે મેમ.
તે હલકું મુસ્કાય છે.
સારંગ : એ તો આપણે બધા ઘણીવાર સાંભળીએ જ છીએ કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી.
અને ખરેખર એવું છે જ.
જેમ જેમ આપણે શીખતા તેમ તેમ જીવનમાં આગળ વધતા જઈએ.
તો બધુ બદલાતું પણ રહે.
ઉન્નતિ : હા.
વિધિ : અને તું જેટલા ઈચ્છે એટલા પ્રોફેશન બદલી શકે છે.
કારણ કે મનુષ્ય કઈ પણ કરી શકે છે.
જેટલી ક્ષમતા અને સર્જનાત્મકતા મનુષ્ય માં રહેલી છે ને એટલી બીજા કોઈમાં નથી.
સારંગ : તું ઈચ્છે તો તું એક સાથે 2 - 3 કામ પણ કરી શકે છે.
જે અલગ અલગ ફિલ્ડ ના પણ હોય શકે છે.
ભક્તિ : પછી....
સારંગ : જો તને લોકો ના કે પછી આપણી સોસાયટી ના વિચાર આવે ને તો પેલું ગીત યાદ કરી લેજે....

" कुछ तो लोग कहेंगे
लोगों का काम है कहना "

ગીત ગાતા સારંગ હસે છે.
ઉન્નતિ : જે ખરેખર તારી સાથે રહેવાના હશે એ તું જીવનમાં કઈ પણ કરશે કે તું કેવી પણ પરિસ્થિતિમાં હશે તારી સાથે રહેશે.
વિધિ : હા, ભક્તિ.
અને જે જવાના હશે એ ક્યાં તો કહીને ક્યાં તો કહ્યા વગર જતા રહેશે.
સારંગ : એટલે બહુ ટેન્શન આ બધી વાતો નું નહી લેવાનું.
જીવનના સમય સંજોગો સાથે જે કરવાનું ઠીક લાગે અને જેમાં તારી અંદરથી પણ હા જવાબ આવે એ ચોક્કસ કરવાનું.
હવે ફાઈનલી ભક્તિ ના ચહેરા પર રાહત સાથે સાચી મુસ્કાન હોય છે.
ભક્તિ : થેન્કયુ સો મચ સર મેમ.
ભક્તિ ખુશ થતા કહે છે.
સારંગ : અરે....અમને થેન્કયુ નહી કહેવાનું.
કહેતા સારંગ મુસ્કાય છે.

* * * *

વિધિ : વાહ નીતિ....!!
તારી અંદર તો એક ફેશન ડિઝાઈનર છુપાયેલો છે.
નીતિ : હું સ્કૂલમાં હતી ત્યારથી મને કપડા ની ડિઝાઈન્સ બનાવવાનું ખૂબ ગમતું.
વિધિ આજે ડાન્સ ક્લાસથી સીધી નીતિ ના કહેવા પર નાસ્તો કરવા તેના ઘરે આવી હોય છે અને નીતિ તેને પોતે બનાવેલી નવી - જુની કપડાની ડિઝાઈન્સ બતાવી રહી હોય છે.
નીતિ : મારી દીકરી ક્રિશ્ના કહે છે હવે આ જે બધી ડિઝાઈન્સ જે પેપર પર છે એને આપણે સીવડાવીએ અને....
વિધિ : હા, તું તારું પોતાનું બુટીક શરૂ કરી શકે છે તારી દીકરીની મદદથી.
નીતિ : તારા અને મારી દીકરીના વિચાર કેટલા મળતા આવે છે.
એ પણ આવું જ કહે છે.
કામ આપણે નહી કરવાનું.
કામ દરજીઓ પાસે કરાવી દેવાનું પણ ડિઝાઈન્સ આપણા.
વિધિ : તો કરને.
કોની રાહ જુએ છે??
નીતિ : મને બસ, અંદરથી....
વિધિ : તારી દીકરી પર તને ભરોસો છે ને??
નીતિ : હાસ્તો.
પણ મે ક્યારેય કામ નથી કર્યું.
વિધિ : તો પછી આ નવો સરસ અનુભવ રહેશે.
નીતિ : તારી વાત બરાબર છે.
આજે જ મારી દીકરી આવે એટલે હું તેને હા કહી દઉં છું.
વિધિ : તારી દીકરી શું કરે છે??
નીતિ : એ મોટી કંપની માં માર્કેટિંગ મેનેજર છે.
વિધિ : સરસ.
બંને હલકું મુસ્કાય છે.

* * * *

કુશલ : અરે....વિધિ મેમ હું ચોક્કસ તમારી અને સર ની મદદ કરીશ.
વિધિ કુશલ સાથે ફોન પર વાત કરી રહી હોય છે.
કુશલ : સારંગ સર પણ અમને બધાની ઘણી મદદ કરતા હોય છે.
અને તમે ફિકર નહી કરો તમને શૂટિંગ દરમિયાન પણ કઈ નહી સમજાય તો હું બતાવીશ તમને.
મને એ બધુ આવડે છે.
મે મારા જ ઘરે પોતાના કેટલા વિડિયોઝ શૂટ કરેલા છે.
વિધિ : એટલે....
કુશલ : એટલે આપણી પાસે થોડું કંટેન્ટ તો પહેલેથી છે જ.
કુશલ વિધિ ની વાત સાંભળી એકદમ ઉત્સાહમાં આવી બોલી રહ્યો હોય છે.
વિધિ : સારું....સારું.
આપણે આપણ ને ત્રણેય ને ફાવે એવો સમય નક્કી કરીને એક દિવસ મળીએ અને વ્યવસ્થિત ચર્ચા કરી વધુ નક્કી કરીએ.
તારા કોઈ બીજા મિત્રો ને કે કોઈ ને પણ આમાં રસ હોય તો તેમને પણ ત્યારે સાથે લેતો આવજે.
કુશલ : ઓકે શ્યોર મેમ.
વિધિ : થેન્કયુ બેટા.
કુશલ : માય પ્લેજર મેમ.
તેનો ઉત્સાહ અને ખુશી જોઈ વિધિ પણ ખુશ થઈ જાય છે.

* * * *


~ By Writer Shuchi



.