My Favorite Poems books and stories free download online pdf in Gujarati

મારાં સ્વર્ણિમ કાવ્યો

લોખંડ ના અણુ પર બેઠેલો
હું ઈંદ્ર ના વજ્ર જેવો
અને લોકશાહી ના મજબૂત એવા
બંધારણના પત્ર જેવો,

જરાક અમથી આપત્તિ થી, હું હાર્યો તો હું, શેનો!

વિશ્વવિજયી ચક્રવર્તી ની
પવિત્ર એવી ચામર જેવો,
ભર ઉનાળે રોડ પર પથરાતા
ધગધગતા કાળા ડામર જેવો

જરાક અમથી આપત્તિ થી, હું હાર્યો તો, હું શેનો!

આપે ક્યારેક શરીર ના સાથ,
અને બેસી રહું હાથ પર ધરી હાથ,
દરરોજ જો અસ્ત થઈ ને પણ , સૂરજ ઊગે કેવો
હું મારો જ પડછાયો પકડું , પોતે સૂરજ જેવો!

જરાક અમથી આપત્તિ થી, હું હાર્યો તો, હું શેનો!


હજાર તણખલા ભેગા કરી
હોંશથી ગૂંથેલા માળા જેવો,
ને વ્યાધિ ઉપાધિઓ ના દરવાજે મારેલા
જડબેસલાક ખંભાતી તાળા જેવો

જરાક અમથી આપત્તિ થી, હું હાર્યો તો, હું શેનો!


બંધ કાને પણ બહેરાશ લાવે,
એવા કર્ણભેદી ધડાકા જેવો,
ને શૂન્યાવકાશ માં પણ સંભળાય એવા
ગગન ભેદી ભડાકા જેવો!

જરાક અમથી આપત્તિ થી, હું હાર્યો તો, હું શેનો!


~અતીત શાહ






સળગાવો તાપણું!

કેમ બેઠા શીત સમાધિ માં આમ ઠૂંઠવાઈ ને,
જો થોડી ભાઈબંધ ની હૂંફ મળે, સળગાવો તાપણું!

ખોવાઇ જવાય આ કોંક્રીટ ના જંગલો માં એ પહેલાં,
દૂર નદી કિનારે જો માંચડો મળે, સળગાવો તાપણું!

થાયકે મનની મનમાં રહી ગઈ, કશુંજ ના ચાલ્યું આપણું,
અલ્લડ અને અલગારી બની ને, સળગાવો તાપણું!

આવે યાદ એમની, અને થાય થોડો પસ્તાવો
થોડી હામ ભરી, થોડો જામ ભરી, સળગાવો તાપણું!

~અતીત શાહ




કેમ થાય ઉદાસ તું,
અને નિરાશા ના એકડા ઘૂંટે,
આઝાદ છતાં તું શાને,
બંધાય નિસાસા ના ખૂંટે,

નીકળ ભયના પોલાણ માંથી,
પાતાળ ની અંધારી ખાણ માંથી,
વીંધી નાખ ઉપાધિઓ ને જાણે,
ઉમટે વંટોળ અર્જુન ના બાણ માંથી!

અંધકાર નો છેડો તું,
છેલ્લા મકાન નો મેડો તું,
કર ઉત્થાન, કર અનુષ્ઠાન,
અનંત ઉર્જાનો બન શેરડો તું!

~અતીત શાહ


India ની અજબ કહાની છે


સોને કી ચીડિયા કહેતા હતા
અને નાનકડા ગામો માં રહેતા હતા
હવે શહેરોમાં અલ્લડ જવાની છે
ઈન્ડિયા ની અજબ કહાની છે

જ્યાં મહારાજા ઓ ની શાખ હતી
જ્યાં શૂરવીરોની ની હાક હતી
હવે વિદેશ માં પણ દેશીઓ એ
જબ્બર ધાક જમાવી છે
ઈન્ડિયા ની અજબ કહાની છે

ધૂળિયા ફળિયામાં લાકડી ટાયર થી રમતા
પરસેવે લથપથ મેદાનો માં ભમતા
હવે ઓલિમ્પિકસ માં દુનિયાને નમાવી છે
ભાઈ ઈન્ડિયાની અજબ કહાની છે..

જ્યારે ફાટે વાદળ, આભ તૂટે
જ્યારે પડે દુકાળ અને અન્ન ખૂટે
જ્યારે રોગચાળાથી સમાજ તૂટે
ભક્તો પર ભગવાન રુઠે
અને ભક્તિ પર વિશ્વાસ ઉઠે,
ત્યારે,
માર્ગ બતાવી અધ્યાત્મ નો
વૈશ્વિક અખંડતા ને સમાવી છે
ભાઈ ઈન્ડિયાની અજબ કહાની છે

મહામારી માં બેહાલ હોય જનતા સારી
જ્યારે એક વાઇરસ સામે પૂરી manavta હારી,
ત્યારે લઈ હાથ માં થાળી વેલણ
અમે સોસાયટી આખી ગજાવી છે
ભાઈ ઈન્ડિયાની અજબ કહાની છે.

લાખો ની તો વાત જ નહીં
છે સંખ્યા અમારી કરોડ ને પાર
હોય ભલેને ધર્મ અલગ
એક થતાં અમને ના લાગે વાર!
વિશ્વ ગુરુ હતા સદીઓથી,
મહાસત્તા ઓ ને પણ અમે નમાવી છે
ભાઈ ઈન્ડિયાની અજબ કહાની છે

ભાષાઓ છે સેંકડો પણ ભાવ અમારો એક છે
જરૃરિયાતમંદ ની મદદ કરીએ, સ્વભાવ અમારો નેક છે
જ્યારે જ્યારે પડી છે હાકલ
અમે દાન ની નદીઓ વહાવી છે
ભાઈ ઈન્ડિયાની અજબ કહાની છે

જોયું જ્યારે જ્યારે કોઈ દેશે,
ભારત સામે આંખ ઉઠાવી,
ઊભો અડીખમ એક એક જવાન
સરહદ પર પોતાના પ્રાણ લૂંટાવી,
યુદ્ધ મોરચે દેશને નામ અમે
જવાની અમારી કીધી છે
તોડી પાડી દુશ્મન વિમાન ને,
દુશ્મન ની j ચા pidhi છે,

જેના કણ કણ માં બિરાજે
સાક્ષાત માં ભવાની છે
ભાઈ ઈન્ડિયાની અજબ કહાની છે!

કર્યું છે કામ ઘણું પણ
ઘણું કરવાનું બાકી છે
છીએ સાવધાન સદા અમે
ઘોષણા બુલંદ રાખી છે

અંતે

ભારત માતા ના ચરણોમાં
આંખો અમે નમાવી છે
ભાઈ ઈન્ડિયાની અજબ કહાની છે!

Atit Shah



બીજા રસપ્રદ વિકલ્પો