Idolatry Swami Vivekananda books and stories free download online pdf in Gujarati

મુર્તીપુજા સ્વામી વિવેકાનંદ

પશ્ચિમના રંગે રંગાયેલો રાજસ્થાન અલવરના મહારાજા મંગલસિંહ અને સ્વામી વિવેકાનંદજી વચ્ચેની પ્રશ્નોત્તરી

●મહારાજા સ્વામીજીને પ્રશ્ન કરે છે, 'સ્વામીજી❗મને મૂર્તિપૂજામાં શ્રદ્ધા નથી તો મારું શું થશે❗'
●આ પ્રશ્ન કટાક્ષમાં પુછાયો તે સ્વામીજી સમજી ગયા છતાં ઉશ્કેરાયા વિના તેઓ બોલ્યા : 'આપ આ સવાલ હૃદયની જીજ્ઞાસાથી નહીં
પણ રમૂજમાં પૂછો છો.'
●'ના, સ્વામીજી ❗ મને બીજા લોકોની પેઠે લાકડાં, માટી, પથ્થર કે ધાતુની પૂજા કરવી ગમતી નથી. તો પરલોકમાં મારું શું થશે❓'
●સ્વામીજીએ ગંભીરતાથી કહ્યું: 'દરેક માણસે ધાર્મિક બાબતમાં પોતપોતાની શ્રધ્ધા મુજબ ચાલવું જોઈએ.'
આમ કહી તેમણે સામી દિવાલ પર લટકતી મહારાજાની છબી મંગાવી. છબી પોતાના હાથમાં રાખીને તેમણે દીવાનને પૂછ્યું: 'આ છબી કોની છે❓'
●દીવાને કહ્યું: 'અમારા મહારાજા સાહેબની.'
●સ્વામીજીએ કહ્યું :
'બરાબર, તમે આના ઉપર થૂંકો. અગર તમારામાંથી કોઈ પણ એની ઉપર થૂંકી શકે છે❗'
આ સાંભળતાં જ સૌ ધ્રૂજી ઊઠ્યા. મહારાજાની છબી ઉપર થૂંકવું એટલે શું❓
દીવાનસાહેબ તો ગભરાટમાં પડી ગયા.
●પરંતુ સ્વામીજીએ બેધડકપણે કહ્યું : 'આની ઉપર થૂંકો, કહું છું કે થૂંકો.'
●દિવાન બોલી ઉઠ્યા : 'અરે સ્વામીજી❗આપ આ શું કહો છો અમારા મહારાજા સાહેબની છબી ઉપર અમારાથી કેમ થૂંકી શકાય❗
●સ્વામીજીએ ગંભીરતાથી કહ્યું :'આ છબી મહારાજાની છે, પણ એ પોતે તો એમાં બેઠા નથી ને❓ આ તો માત્ર કાગળનો કકડો છે. એમાં કંઈ મહારાજાનાં હાડ, ચામ, માંસ કે લોહી કશું નથી. એ મહારાજાની માફક બોલતી ચાલતી નથી, આમ છતાં તમે સૌ એ છબી ઉપર થૂંકવાની વાત સાંભળી ગભરાઈ ગયા છો. કારણકે એમાં તમે મહારાજાને જુઓ છો. અને તેથી જ તમે એ છબી ઉપર થૂંકવામાં મહારાજા સાહેબનું
અપમાન સમજો છો.'
●આમ કહી સ્વામીજીએ મહારાજ સામે જોયું અને પછી આગળ બોલ્યા : 'જુઓ, મહારાજા સાહેબ❗ આમાં એક દ્રષ્ટિએ જોતાં આપ પોતે નથી, છતાં બીજી દ્રષ્ટિએ આપ જાતે જ આમાં રહેલા છો. એથી જ તમારા વફાદાર અધિકારીઓ તેની ઉપર થૂંકવાની વાત સાંભળી મૂંઝાઈ ગયા. આ છબી તમારી છાયા છે. તેમને એ તમારી યાદ આપે છે. એની સામે જોતાં જ તેમાં સૌને આપનાં દર્શન થાય છે. તેથી તમારી
જાત પ્રત્યે તેમને જેટલું માન છે, તેટલું જ માન આ છબી પ્રત્યે પણ છે. આવો જ ભાવ દેવદેવીઓની પથ્થર કે ધાતુની મૂર્તિ પૂજનારા ભક્તોનો હોય છે.તેઓ મૂર્તિમાં ભગવાનને જુએ છે અને તેની પૂજા કરે છે. એ મૂર્તિ તેમને દેવનું સ્મરણ કરાવે છે, મનને
એકાગ્ર કરવામાં મદદ કરે છે. તેઓ કંઈ મૂર્તિને પથ્થર કે ધાતુ તરીકે પૂજતા નથી. હું ઘણે સ્થળે ફર્યો છું,પણ ક્યાંય મેં એવો એકે હિન્દુ જોયો નથી કે જે મૂર્તિને જોઈને એમ કહેતો હોય કે 'હે પથ્થર, હું તને પૂજું છું, હે ધાતુ, મારા તરફ દયા કર.' માટે મહારાજ સાહેબ❗દરેક મનુષ્ય એ એક જ ઈશ્વરને ભજે છે કે જે પરમાત્મા છે, જ્ઞાનસ્વરૂપ છે અને તે પરમાત્મા સૌને
પોતપોતાની બુદ્ધિ અને ભાવના પ્રમાણે દેખાય છે. સ્વામીજીની વાગ્ધારા અખંડ ચાલી રહી હતી. મહારાજા એકધ્યાનથી સાંભળી રહ્યા હતા.
●સ્વામીજી બોલતા બંધ થયા એટલે મહારાજાએ સ્વામીજીને હાથ જોડી કહ્યું :
'સ્વામીજી આપનો ઉપદેશ સાંભળી મારો ભ્રમ દૂર થયો છે. મૂર્તિપૂજા પાછળ રહેલું રહસ્ય જાણતો ન હતો. આપે મારી આંખો ઉઘાડી છે. મારી શી ગતિ થશે❓મારા ઉપર કૃપા કરો.' આમ કહેતાં
મહારાજ ❗અસ્વસ્થ બન્યા.
●તેમને આશ્વાસન આપતાં સ્વામીજીએ કહ્યું : 'મહારાજા ઈશ્વર પરમકૃપાળુ છે. દયાનિધાન છે. પ્રાર્થના કરો તો એ જરૂર કૃપા કરશે.'👏
( સંદર્ભ પુસ્તક: 'સ્વામી વિવેકાનંદ <સંક્ષિપ્ત જીવન>' , શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED