Sapna ni ek anokhi duniya - 8 books and stories free download online pdf in Gujarati

સપના ની એક અનોખી દુનિયા - ભાગ - ૮

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિત સપના ને બેઙરુમ મા જવા કહે છે. સપના ઙરતી ઙરતી જતી રહે છે. હવે જોઈએ આગળ.....
સપના બેઙરુમ મા આવી ને બેસે છે. થોઙી જ વાર મા મોહિત આવે છે. સપના એને જોઈને ગભરાઈ જાય છે. મોહિત નજીક આવે છે.
મોહિત : મે તને ના પાઙી છે કે મને પુછ્યા વગર કશે જઈશ નય તો પણ કેમ ગઈ?
સપના : તો શુ કરતી હુ? આખો દિવસ એકલી એકલી હુ કંટાળી ગઈ હતી. મારો મોબાઈલ પણ તમે નય આપતા, મોબાઈલ હોય તો મારો ટાઈમપાસ પણ થાય. મમ્મી સાથે કેટલાય દિવસ થી વાત નય થઈ. મમ્મી ની બોવ યાદ આવતી હતી એટલે બહાર ગઈ હતી.
મોહિત : આજે બહાર નીકળી આજ પછી મને પુછ્યા વગર બહાર ના જતી.
સપના : મોહિત તમે બદલાઈ ગયા છો. પહેલા તમે આવા ન હતા મને કેટલી ખુશ રાખતા હતા. હુ જ્યાં પણ જતી હતી મને જવા દેતા કોઈ રોક ટોક નહોતા કરતા.
મોહિત : તુ જે સમજે તે મને પુછ્યા વગર તારે બહાર નય નીકળવાનુ.
સપના : હુ તો જઈશ મારે મારા મમ્મી પાસે જવુ છે. મારે એને મળવું છે.
મોહિત : તારે જવુ હોય તો હુ તને ના નય કહુ પણ એકવાર અહીં થી ગઈ પછી પાછી અહીં આવી નય શકે વિચારી લેજે.
સપના : કેમ હુ પાછી નય આવી શકુ અને મને એ કહો તમે છો કોણ? શુ કામ કરો છો. બધા તમારા થી આટલા ઙરે છે કેમ? આ કઈ જગ્યા છે મને કંઈ અલગ જ લાગે છે.
મોહિત : જો તને આ બધા નો જવાબ આપવાનો હુ યોગ્ય નથી સમજ તો, તારે શુ કરવુ છે અહીં રહેવું છે કે મને છોઙી ને જવુ છે.
સપના : એમા છોઙવાની વાત ક્યા આવી? તમે મારા પતિ છો હુ તમને છોઙી ને કેમ જવાની?
મોહિત : તો પછી મારા કહેવા પ્રમાણે જ ચાલવુ પડશે.
સપના : સારુ મારો મોબાઈલ આપી દો જેથી મને એકલુ ના લાગે મારો ટાઈમપાસ થાય અને જ્યારે ઈચ્છા થાય ત્યારે મમ્મી સાથે વાત તો થાય.
મોહિત : આ શક્ય નથી, મોબાઈલ ના મળે અને મમ્મી સાથે વાત પણ નય કરી શકે.
સપના : મારા મમ્મી સાથે હુ વાત ના કરી શકુ એ ના ચાલે.
મોહિત : તો પછી તારે અહીં થી બધુ છોઙી ને જવુ પડશે.
સપના : મારા મમ્મી સાથે જે માણસ મને સંબંધ ના રાખવા દે એ માણસ સાથે રહેવાય પણ નય.
મોહિત : વિચારી લે જે પછી તારે મારી પાસે આવવું હશે ને તો પણ તુ નય આવી શકે.
સપના : ભલે ના આવી શકુ પણ મને મારા મમ્મી પાસે જ જવુ છે, મને મોકલી દો.
મોહિત : જેવી તારી ઈચ્છા, ચાલ તારા મમ્મી પાસે લઈ જઉ.
સપના બોવ ખુશ થાય છે. એ જલ્દી જલ્દી મોહિત ની પાછળ નીકળી પડે છે. પેલા દાદર ઊતરી ને આવતા એ ખુબજ થાકી જાય છે.મોહિત અને સપના બંન્ને ગાઙી મા બેસી ને સપના ની મમ્મી પાસે જવા નીકળે છે. સપના મન મા વાતો કરે છે કે મોહિત હમણા ગુસ્સા મા કહેતા હશે કે હુ પાછી એમની પાસે નય આવી શકુ. પણ મને વિશ્વાસ છે કે થોડા દિવસ પછી મોહિત જ મને લેવા આવશે. એ મને ખુબજ પ્રેમ કરે છે. એ મારા વગર નય રહે. થોઙીવાર મા સપના ઊંઘી જાય છે. જ્યારે ગાઙી રોકાય છે ત્યારે સપના ની આંખ ખુલે છે એ જોવે છે તો સામે એનું ઘર દેખાય છે. સપના બોવ જ ખુશ થાય છે. સપના મોહિત ને ઘર મા આવવા કહે છે પણ મોહિત ના પાઙે છે. મોહિત સપના ને ઉતારી જતો રહે છે.સપના એના ઘરે જાય છે એનું ઘર જોઈને એને નવાઈ લાગે છે. આ ઘર આટલું જુનુ કેમ દેખાય છે? મારા ઘરને શુ થયુ છે? એમ વિચારતી વિચારતી એ અંદર જાય છે. ક્રમશ: .......................

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED