The Author Mehul Kumar અનુસરો Current Read સપના ની એક અનોખી દુનિયા - ભાગ - ૫ By Mehul Kumar ગુજરાતી હૉરર વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books નિતુ - પ્રકરણ 51 નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું... હું અને મારા અહસાસ - 108 બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્... પ્રેમ થાય કે કરાય? ભાગ - 20 પ્રેમડાબે હાથે પહેરેલી સ્માર્ટવોચમાં રહેલા ફીચર એકપછી એક માન... સમસ્યા અને સમાધાન ઘણા સમય પહેલા એક મહાન સિદ્ધપુરુષ હિમાલયની પહાડીઓમાં ખુબ... ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 3 નંદા : હંમેશા ગુમનામ જ રહી જ્યારે પણ હિન્દી સિનેમાની અભિનેત્... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Mehul Kumar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ કુલ એપિસોડ્સ : 10 શેયર કરો સપના ની એક અનોખી દુનિયા - ભાગ - ૫ (8) 2.1k 4.2k નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળના ભાગ માં જોયું કે સપના તૈયાર થઈ ને મોહિત ની રાહ જોતી હોય છે. રાત પઙી જાય છે તો પણ મોહિત આવતો નથી. સપના ને ખુબ જ ગુસ્સો આવે છે. હવે જોઈએ આગળ................... સપના ગુસ્સા મા બબઙે છે કે મોહિત બહાર ફરવા લઈ જ નતી જવી તો તૈયાર શુ લેવા કરાવી? હવે એમને જ્યારે આવવું હોય ત્યારે આવે હુ તો હવે ઊંઘી જઉ છુ. એટલા મા જ મોહિત રુમ મા આવે છે.મોહિત : સપના હુ આવી ગયો ! અરે વાહ્ આ સાઙી મા તો તુ એકદમ નવી નવેલી દુલ્હન જેવી લાગે છે.સપના : હા બોવ મસ્કા ન મારો હવે. આટલું બધુ મોઙુ આવવા નુ ? હુ ક્યાર ની તૈયાર થઈ ને તમારી રાહ જોવ છુ.મોહિત : સોરી માય ઙિયર થોઙુ કામ હતુ એટલે મોઙુ થઈ ગયુ. કંઈ નય આપણે હવે જઈએ.સપના : હા હા ચાલો જલ્દી.મોહિત : હા પણ પહેલા સાઙી નો પાલવ મોઢે ઓઢી લે. તારુ મોઢુ કોઈ ને દેખાય નય.સપના : અરે આપણે તો ફરવા જઈએ છે. એમા મોઢુ શુ ઢાંકવાનુ હોય?મોહિત (ગુસ્સા મા ) : જે કહ્યું એ કર વધારે બોલીશ નય. સપના ગભરાઈ ને જલ્દી જલ્દી મોઢુ ઢાંકી દે છે. પછી બંન્ને બહાર જાય છે. ઘણા દાદર ઊતરે છે પછી મોહિત ગાઙી પાસે પહોંચે છે અને સપના ને ગાઙી મા બેસાઙે છે. સપના દાદર ઊતરી ને થાકી જાય છે. એ વિચારે છે કે આટલા બધા દાદર છે આ બંગલા મા કે હુ આટલી બધી થાકી ગઈ. ક્યારના દાદર ઉતરતી હતી એમ લાગ્યું કે જાણે ૧૦૦૦ કિ.મિ. ચાલી લીધુ હોય. જે હોય એ આવી તો ગઈ. કેટલા દિવસ પછી આજે બહાર નીકળવા તો મળ્યુ. આવુ મન ના સપના પોતાની સાથે વાત કરતી હતી. ત્યા તો રેસ્ટોરન્ટ મા પહોંચી ગયા. મોહિત સપના ને બહાર બોલાવે છે. બંન્ને જણ અંદર જાય છે. મોહિત સપના ને કહે છે કે તારે જે પણ જોઈતુ હોય એ કહી દે હુ ઓર્ડર આપી દઉ. સપના એની મનગમતી વસ્તુ મંગાવે છે. થોઙીવાર મા જમવા નુ ટેબલ પર આવી જાય છે. સપના જમવાની કોશિશ કરે છે પણ એને જમવા મા તકલીફ પડે છે કેમ કે એના ચહેરા પર આખો ઘુંઘટ હોય છે. સપના મોહિત ને કહે છે કે મને જમતા નહિ ફાવતુ હુ જમુ ત્યા સુધી ઘુંઘટ ખોલી દઉં મને જમતા નથી ફાવતુ. મોહિત પહેલાં કોઈ જવાબ નથી આપતો પણ થોઙીવાર પછી કહે છે કે જલ્દી જલ્દી જમી લેવાની હોય તો ખોલી દે. સપના હા મા જવાબ આપી ઘૂંઘટ ખોલી દેય છે. એ રેસ્ટોરન્ટ મા બધા મોહિત ના જ માણસો હોય છે. બધા જ સપના ને જોતા હોય છે. એમા થી એક માણસ ના મો માથી બોલાઈ જાય છે કે સર ના પત્ની કેટલા સરસ છે. મોહિત એ સાંભળી જાય છે. એને બોવ જ ગુસ્સો આવે છે. મોહિત : જોયુ ને બધા જ તને જોવે છે અને હુ નય ઈચ્છતો કે તને કોઈ જોવે.સપના : પણ હુ ક્યા કોઈ ને જોવા માટે મોઢુ ખોલ્યુ છે મને જમતા નય ફાવતુ એટલે.મોહિત : એ જે હોય તે તુ જલ્દી મોઢુ ઢાંકી દે અને ચાલ હવે ઘરે જઈએ.સપના : પણ જમી તો લઈએ?મોહિત : નથી જમવુ આપણે ઘરે જઇને જમી લઈશુ. મોહિત નો ગુસ્સો જોઈને સપના કંઈ બોલતી નથી અને ઊભી થઈ જાય છે. મોહિત બિલ ચુકવીને બહાર નીકળી જાય છે. બંન્ને જણ ગાઙી મા બેસી ઘરે જવા નીકળી જાય છે. સપના ગાઙી મા વિચારે છે કે મોહિત બોવ બદલાઈ ગયા છે. પહેલા આટલો બધો ગુસ્સો નહતા કરતા અને આવી રીતે મને લોકો થી છુપાવી ને નહતા રાખતા શુ થઈ ગયુ છે એમને ખબર નય પઙતી. મોહિત રોજ સવારે જલ્દી નીકળી જાય છે અને મોઙી રાત્રે ઘરે આવે છે એવુ તો શુ કામ કરતા હશે? મારા મમ્મી સાથે પણ વાત નય કરવા દેતા. આ બધુ શુ ચાલી રહ્યું છે કંઈ ખબર નય પડતી. હુ પણ હવે એક એક કરી ને બધુ જ તપાસ કરીશ. એટલા મા ગાઙી ઊભી રહે છે. મોહિત સપના ને ગાઙી મા જ બેસવાનુ કહી ઉતરે છે થોઙીવાર મા આવી ને સપના ને ઉતારે છે. પછી દાદર ચઢી ને જાય છે એટલા બધા દાદર ચઢે છે કે સપના ખુબ જ થાકી જાય છે જેમ તેમ કરી ને બંગલા ના દરવાજા સુધી પહોંચે છે મોહિત દરવાજો ખોલે છે. સપના એની પાછળ જ હોય છે. મોહિત ચાવી મુકે છે સપના એ જોઈ જાય છે.સપના મનોમન નક્કી કરે છે કે કાલે કંઈ પણ કરી ને મારા મમ્મી ને મળવા જઈશ ચાવી ક્યા છે એ તો જોઈ લીધુ છે. એમ વિચારી બેઙરુમ મા આવી ને એ ઊંઘી જ જાય છે.ક્રમશ: ........................................ ‹ પાછળનું પ્રકરણસપના ની એક અનોખી દુનિયા - ભાગ - ૪ › આગળનું પ્રકરણ સપના ની એક અનોખી દુનિયા - ભાગ - ૬ Download Our App