Sapna ni ek anokhi duniya - 1 books and stories free download online pdf in Gujarati

સપના ની એક અનોખી દુનિયા - ભાગ - ૧

નમસ્તે મિત્રો કેમ છો બધા? મારી પાછળ ની બધી ધારાવાહિક પ્રેમ ની સજા, સનસેટ વિલા, પ્રેમાત્મા, જંગલ રાઝ ને આપ સહુ એ ખુબ પસંદ કરી જે બદલ હુ આપનો આભારી છુ. મિત્રો આજે હુ આપની સમક્ષ નવી ધારાવાહિક સપના ની એક અનોખી દુનિયા લઈ ને આવ્યો છુ. હુ આશા કરુ છુ કે આ ધારાવાહિક આપ સહુ ને ગમશે. તો આપનો વધારે સમય ન લેતા હુ ધારાવાહિક ના પહેલા ભાગ પર આવુ છુ.
સપના એક એવી છોકરી જેને જોતા જ બધા ના ચહેરા પર સ્મીત આવી જાય. કુદરતે એના મા અપાર સુંદરતા ભરી છે. સપના એની ઉંમર ના એ પઙાવ પર હતી જ્યા એના ઘરવાળા એના લગ્ન માટે મુરતિયા ની શોધ મા હતી. પણ સપના એને મનગમતા માણિગર સાથે લગ્ન કરવા માંગતી હતી. એણે ઘણા છોકરાઓ ને રિજેક્ટ કરી દીધા. એના માબાપે પણ હવે એની પર જ બધુ છોઙી દીધુ.
સપના લગ્ન નુ છોઙી એની મસ્તી મા મસ્ત રહેતી હતી. એકવાર સોસિયલ મિડિયા દ્વારા એની મુલાકાત મોહિત નામ ના છોકરા સાથે થઈ. પહેલાં દિવસે એમને મેસેજ દ્વારા ઘણી વાતો કરી. થોઙા દિવસ રોજ એ લોકો વાતો કરવા લાગ્યા પછી એકબીજા ના મોબાઈલ નંબર ની આપ - લે થઈ. એ પછી થી ફોન પર ખુબ વાતો કરવા લાગ્યા. એમને બંન્ને ને ખબર જ ના પઙી કે ક્યારે વાતો કરતા કરતા એકબીજા ને પ્રેમ કરી બેઠા.
હવે બંન્ને એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે. સપના હિમ્મત કરી એના ઘર મા મોહિત વિશે વાત કરે છે. પહેલાં તો એના ઘરવાળા એની વાત થી સહેમત ના થયા પણ સપના ની જીદ સામે એ લોકો હારી જાય છે. સપના ની વાત માની ને મોહિત ને મળવા માટે બોલાવવાનુ કહે છે. સપના બોવ જ ખુશ થાય છે અને એ તરત જ મોહિત ને ફોન કરવા એના રુમ મા જતી રહે છે એ મોહિત ને ફોન કરે છે.
સપના : હેલ્લો માય ઙિયર કેમ છો? શુ કરો છો ? બિઝી છો? મારે તમારી સાથે વાત કરવી છે.
મોહિત : અરે અરે બ્રેક માર યાર એકસાથે આટલા બધા સવાલો ? રહેમ કર જરા મારી પર યાર!!
સપના : આજે તો નય જ થાય મારે વાત કરવી છે.
મોહિત : હા તો બોલ ને, આજે તુ કંઈ બોવ ખુશ લાગે છે!
સપના : હા વાત જ એવી છે કે હુ બોવ ખુશ છુ.
મોહિત : એમ શુ વાત છે બોલ તો!!
સપના : તમને ખબર છે !
મોહિત : ના મને નય ખબર તે કંઈ કહ્યું હોય તો મને ખબર હોય ને!!
સપના : મોહિત મજાક ના કરશો મારે તમને કંઈ કહેવું છે.
મોહિત : ઓકે ચાલ હવે મજાક નય કરુ.
સપના : મે આજે આપણા વિશે બધુ જ ઘર મા કહી દીધુ.
મોહિત : એમ બોવ સારુ કહેવાય, મને લાગે છે કે તારા ઘર વાળા એ આપણા સંબંધ ને મંજુરી આપી દીધી.
સપના : હે....... તમને કેવી રીતે ખબર પઙી કે મારા ઘર વાળા એ આપણો સંબંધ સ્વિકારી લીધો?
મોહિત : તુ જે રીતે ખુશ લાગી રહી છે ને એના પર થી ખબર પઙી જ જાય.
સપના : હા એ તો છે, મોહિત હુ આજે બોવ જ ખુશ છુ, કે આપણે હવે કાયમ માટે એકબીજા ના થઈ જઈશુ.
મોહિત : હા ખરેખર આ બોવ ખુશી ની વાત છે.
સપના : મારા ઘરવાળા તમને મળવા માટે ઘરે બોલાવે છે તો હવે તમે ક્યારે મળવા આવશો?
મોહિત : અરે મારી જાન આવા કામ મા ઢીલાશ ના રખાય હુ કાલે જ તારા ઘરે આવુ છુ.
સપના : સાચે જ ! ઓહ્ મોહિત તમે નય માનો હુ હવે પહેલા કરતા પણ વધારે ખુશ છુ કે તમે કાલે જ મારા ઘરે આવો છો એ સાંભળી ને !
મોહિત : તારી ખુશી થી વધારે બીજુ કંઈ જ નથી મારા માટે.
સપના : સારુ ચાલો હુ હવે આ ખુશ ખબર મારા ઘરવાળા ને સંભળાવુ.
મોહિત : ઠીક છે ચાલ હુ પણ મારુ કામ કરુ હવે.
સપના : ઓકે બાય લવ યુ સો મચ !!
મોહિત : બાય લવ યુ ટુ ઙીયર !!
સપના એના ઘરવાળા ને કહે છે કે મોહિત કાલે ઘરે મળવા આવશે. એના ઘરવાળા પણ ખુશ થઈ ને મોહિત ના આગમન ની તૈયારી મા લાગી જાય છે. બીજા દિવસ સવારે મોહિત સપના ના ઘરે પહોંચે છે. સપના ના મમ્મી શકુબેન અને પપ્પા નટુભાઈ મોહિત ને ખુબજ આદર થી ઘર મા બોલાવે છે. મોહિત એકલો જ હોવાથી શકુબેન મોહિત ને એના ઘરવાળા ક્યાં છે એમ પુછે છે. મોહિત જવાબ આપે છે કે એ હાલ મા એકલો જ છે. આ સાંભળી સપના ના મમ્મી પપ્પા થોડા નર્વસ થઈ જાય છે. મોહિત ને બેસાઙી એ લોકો બીજા રુમ મા જાય છે.
ક્રમશ : ........................................

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED