સ્વપ્ન પરી.... એ ડ્રીમ ગર્લ... Dhavalkumar Padariya Kalptaru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વપ્ન પરી.... એ ડ્રીમ ગર્લ...


કારનાં મ્યુઝિક પ્લેયરમાં વાગતું ગીત "किसी शायर की गज़ल ड्रीम गर्ल.." શબ્દ કાને પડતા જ તમારા મનમાં "નિશા"ની મુખાકૃતિ સાથેનાં સંસ્મરણોનું ફ્લેશ બેક થઈ રહ્યું હતું... પહેલી નજરમાં જોતાં જ તમે નિશા….પર ઓવારી ગયા હતા "નયન…" જ્યારે જ્યારે તમે નિશાને જોતાં ત્યારે "ન કોઈ હૈ ન કોઈ થા જિંદગી મેં તુમ્હારે સિવાહ…" મનમાં ગુનગુનાવી લેતા...પહેલો વરસાદ અને પહેલો પ્રેમ માણસને કાયમ યાદ રહે છે…!વરસાદમાં પલળવું અને ભીંજાવું એ બન્નેમાં ફરક છે..વરસાદમાં માણસ દિલ ખોલીને ભીંજાય છે તેથી તેનો આહ્લાદક આનંદ હૈયાને તૃપ્ત કરે છે...પહેલી નજરે તમારું હૈયું પણ પ્રામાણિકતાથી નિશા સાથે મનથી ભીંજાયું હતું...તેથી તેને કેવી રીતે ભૂલી શકો નયન…? તમે કેટલીક વાર..નિશા તમારા માટે પહેલી નજરનું માત્ર આકર્ષણ જ છે..તેમ માની ભૂલવાનો અને એ બાબત પર ઠંડુ પાણી રેડવાનો પ્રયત્ન કર્યો પણ ખરો...પણ નિશા તમારો "ગ્રેટ લવ" હોવાથી તમે તેને ભૂલી ન શક્યા... તમારું નામ નયન હોવા છતાં તમને નિશાની આંખોનાં અગાધ સાગરમાં ડૂબેલાં રહેવું ખૂબ ગમતું…."કશ્મીર કી કલીને" પણ ટપી જાય તેવી એની આંખોની પાંપણો, એ મેશ આંજીને આવે ત્યારે તો તમે મનોમન દિલથી દુઆ કરતા, "हाय…नजर ना लगे इस कुड़ी को किसी की ..!" એની કંપની તમે ખૂબ એન્જોય કરતા….અને કોઈને કોઈ બહાને તેની સાથે વાત કરવું તમને ગમતું….સામે પક્ષે તેને પણ તમારી સાથે સારું ફાવતું... ચુલબુલી નિશા તમને દરેક પ્રશ્નનો હસીને જવાબ આપતી...તેથી તમને ખૂબ ગમતું... એ જ્યારે બીજા સાથે હસે કે બોલે તો તમને મીઠી ઈર્ષ્યા થતી...નિશા તમારો માનસિક સધિયારો હતી...તેને જોતાં, તેની સાથે વાતો કરતા તમારો થાક ઉતરી જતો નયન...અને તમે વિચારતા "કાશ…! તેની સાથે વાતો કરતાં તે સમય જો થંભી જાય…તો બસ...હું એને જ નિરખ્યા કરું…!" તમે કેટલી વાર તેનાં હાથને પણ સ્પર્શ કરતાં અને તે તેને પણ ગમતું...તમે સ્વભાવે ઋજુહ્રદયી અને સંવેદનશીલ હોવાથી તેની પર કવિતા પણ લખી નાખી...ને ફોન પર એ કવિતા તેને સંભળાવી...તે કવિતા વાંચી વાંચીને મનમાં ને મનમાં તે મુસ્કુરાયા કરતી…વાસ્તવમાં, તમે નિશાને સીધેસીધો પ્રસ્તાવ ન કરવો પડે તે માટે કાવ્ય થકી ઈંગિત ઈશારાનું અનુસંધાન કર્યું...જે એને ❤️ થી ખૂબ ગમ્યું...પણ ખરું…!.તમે એટલી હદે તેને ચાહવા લાગ્યા કે ક્યારેય તમે તેની સામે જૂઠું બોલી ન શક્યા…, મન અને હ્રદયથી તમે પૂરેપૂરા તેની સાથે પ્રમાણિક હતા નયન...જો કે ઘણી બધી વાતો ન કહેવાનો આજે પણ તમને વસવસો છે...નયન...તમારી એ "ડ્રીમ ગર્લ" સાથે તમને તેનાં હાથમાં હાથ પરોવીને ફરવું ગમતું, તેની સાથે લોંગ ડ્રાઈવ કરવું ગમતું, તેનાં હાથમાં હાથ પરોવી તેની સાથે "કપલ ડાન્સ" કરવું ગમતું, તેની સાથે ભીંજાવું ગમતું ને વરસાદી માહોલમાં તેનાં હોઠ પર થીજેલા શબનમી બિંદુની પ્યાસને તમારા હોઠથી તૃપ્ત કરવું તમને ખૂબ ગમતું, તેનાં વાળની લટને આંગળીના ટેરવાથી ખસેડી વાળમાં હાથ ફેરવી તેની આંખોમાં એકીટસે જોયા કરવું તમને ગમતું પણ આમાંથી કઈ પૂછવાની હિંમત તમે કરી શક્યા નહીં નયન... એ તમારું "દિવાસ્વપ્ન" જ બની રહ્યું... જો તે ધારે તો આ સઘળી હકીકત બની શકે...પણ ધારવા અને ન ધારવા વચ્ચે પણ "73 મણ" નો "તો" તો ખરો જ ને…!" ભલે...પણ તમારે તેની લાગણી જાણવાનો પ્રયત્ન કરવો પડે ને નયન...શું તેને તમારી સાથે મનથી કોઈ લાગણી છે કે નહિ…? તમારા હૃદયનાં તાર તેનાં નામથી ઝંકૃત થઈને તેનાં નામની માળા જપે છે...તે તમે નિશાને કેવી રીતે સમજાવી શકો….?નયન...હવે યાદોનાં સહારે તમે જીવતાં શીખી લો નયન….કેમ કે નિશાની મંજૂરીની મ્હોર વિના તમે શું કરી શકો…? તમારી કલ્પનાશક્તિનાં ઘોડા દોડાવી કેવળ કલમ ચલાવ્યા સિવાય બીજું તમે કરી પણ શું શકો….? "कभी तो मिलेगी…. कहीं तो मिलेगी...आज नहीं तो कल…"ड्रीम गर्ल…" એવું કારનું મ્યુઝિક પ્લેયર કહેતું હતું...આમ છતાં તમારા મનમાં શંકા હતી કે શું નિશા તમને પ્રત્યક્ષ મળશે….? અને જો મળશે તો તમારી લાગણીનો સઘળો દસ્તાવેજ તમે તેની સામે બયાન કરી શકશો…? એ તો સમય અને નિશા પર જ છોડી દો…! કેમ કે "નિશા" ચાહે તો જ તમારાં જીવનમાં નવી "ઉષા" અને "આશા"નો સંચાર થઈ શકશે નયન.....

- "કલ્પતરુ"