Bye...bye...Maculey...sanskritik punuthan... books and stories free download online pdf in Gujarati

બાય....બાય ....મેકોલે ......સાંસ્કૃતિક પુર્નઉત્થાન...

   
   અંગ્રેજ શિક્ષણવિદ મેકોલે ભારતીય સંસ્કૃતિમાં રહેલ આધ્યાત્મિક મૂલ્યોથી ખૂબ પ્રભાવિત હતો . તેણે સમગ્ર ભારતની શિક્ષણવ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ કરતાં તે એ તારણ પર આવ્યો કે, “ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂલ્યો અગ્રેજો કરતાં અનેકગણા ચઢિયાતા છે.”તે દઢપણે માનતો હતો કે , “જો ભારત દેશને ગુલામીની બેડીઓમાં જકડી રાખવો હોય તો તેમની શિક્ષણપ્રણાલીનાં રહેલા મૂલ્યો સંપૂર્ણપણે નષ્ટ કરવા પડશે .” તે માટે મેકોલેએ  ઈ .સ. 1834માં અંગ્રેજી કેળવણીની હિમાયત કરી અને એક અભ્યાસક્રમ નક્કી કર્યો.અભ્યાસક્રમ નક્કી કર્યા બાદ તેણે તેના પિતાને ઇંગ્લૈંડ એક પત્ર લખ્યો. પત્રમાં પણ તેણે ભારતીય શિક્ષણવ્યવસ્થાનાં ભારોભાર વખાણ કર્યા.  મેકોલે વિચારતો હતો કે “જો  આ અંગ્રેજી અભ્યાસક્રમ થોડા જ સમય ભારતમાં ચાલશે તો ભારતમાં જન્મેલ દરેક નાગરિક માત્ર જન્મે જ ભારતીય હશે , પરંતુ મન,વચન અને કાર્યપદ્ધતિથી સંપૂર્ણ “ઇંગ્લિશમેન” બનશે.મેકોલેની આ આગાહી સાચી ઠરી અને જે થોડા લોકોએ અંગ્રેજી શિક્ષણ મેળવ્યું તે લોકો “વ્હાઈટ કોલર જોબ” ની અપેક્ષા રાખતા થયા અને “સરકારી બાબુ” બની ગયા . “વટનાં માર્યા ગાજર ખાતા” આવા સરકારી બાબુઓ “અંગ્રેજોના પ્યાદા બની ગયા.” તો બીજી બાજુ જે લોકોએ અંગ્રેજી શિક્ષણ ન મેળવ્યું તે લોકો પોતે લઘુતાગ્રંથિ અનુભવવા લાગ્યા .અંગ્રેજી શિક્ષણ મેળવેલ ભારતીયો પણ આવું અંગ્રેજી શિક્ષણ ન મેળવેલ ભારતીયોને ‘તુચ્છ’ કહી ધુત્કારવા લાગ્યા. ઈ.સ. 1847માં “કાર્લ માર્ક્સે” લખેલ પુસ્તક “The philosophy of poverty”માં સમાજનાં બે વર્ગ “Have” અને “Have nots” દર્શાવ્યા છે. તેવા જ તાદ્દશ બે વર્ગ ભારતીય સમાજમાં અસ્તિત્વમાં આવ્યા :(1). અંગ્રેજી શિક્ષણ મેળવેલ વર્ગ અને  (2). અંગ્રેજી શિક્ષણ ન મેળવેલ વર્ગ. આમ બે વર્ગ વચ્ચે “વર્ગવિગ્રહ” શરૂ થયો. અને બેની લડાઈમાં “ત્રીજો” ફાવે એ સાચી પુરવાર થઈ.
   કોઈ પણ દેશનાં વિકાસનો આધાર તેનું “યુવાધન” છે .જો યુવાધનને અવળે માર્ગે લઈ જવામાં  આવે તો બેશક રાષ્ટ્રની અધોગતિ જ થાય છે. મેકોલેએ દાખલ કરેલ અભ્યાસક્રમમાંનાં વિષયવસ્તુમાં ભારતીય સંસ્કૃતિનાં પરંપરાગત મૂલ્યોને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યાં.   વ્ભારતનાં કેટલાક ક્રાંતિકારીઓનાં ચરિત્રને ભ્રામક રીતે ચિત્રણ કરવામાં  આવ્યુ. પરિણામે યુવા માનસમાં “ક્રાંતિ એટ્લે શું ...? ક્રાંતિકારોનાં બલિદાન અને ચરિત્રો વિશે ભ્રામક માન્યતાઓ ઊભી થઈ. આવી ભ્રામક વિચારધારાઓએ ભારતીય સંસ્કૃતિની “સ્પાઈનલ કોડ” (કરોડરજ્જુ) જ ભાંગી નાખી. આવા વિચારોથી યુવાનોનાં મનમાં સ્વતંત્રતાની ભૂખ પણ મટી ગઈ. આમ, મેકોલેની શિક્ષણ વ્યવસ્થા ભારતીય શિક્ષણ વ્યવસ્થાનાં મૂલ્યોનું હનન કરવામાં “ટ્રમ્પ કાર્ડ” સાબિત થઈ. જેને “Master stroke of Diplomacy from maculey in Indian education system” કહી શકાય.
      મેકોલેએ તો દુનિયામાંથી વિદાય લીધી પણ આધુનિક શિક્ષણપ્રથામાં માત્ર “કેરિયર ઓરીએન્ટલ" વિચારધારાને લઈને “કેળવણીની” ઉપેક્ષા કરવામાં આવે છે તે ચિંતાજનક છે.મહર્ષિ અરવિંદ, સ્વામી વિવેકાનંદ,મહાત્મા ગાંધીજી તથા રવિન્દ્રનાથ ટાગોર  જેવા મહાપુરુષો  કેેળવણીની હિમાયત કરે છે. આધ્યાત્મિક યુગપુરુષ શ્રી સ્વામિ વિવેકાનંદ જણાવે છે કે, “જે કેળવણી સિંહ સમાન ગર્જના કરવાની તાકાત આપતી નથી, તે શું કેળવણીને નામે લાયક છે ...? અહી સિંહ વૃત્તિની વાત આગત્યની છે. વૈદિક કાળમાં ગુરુનાં આશ્રમમાં રહીને “ભાર્ગવી વારુણી” , “અગ્નિ વિદ્યા” મેળવતો શિષ્ય સિંહ સમાન ગર્જના કરી શકતો જ્યારે આજ્ના વિદ્યાર્થીમાં આવી “સિંહ વૃત્તિ” જોવા મળતી નથી. પરંતુ ભારતીય સંસ્કૃતિમાં કેટલાક ઉત્કૃષ્ટ ચરિત્રો થઈ ગયા છે. આવા ઉત્કૃષ્ટ ચરિત્રોનો અભ્યાસ અને વિચારો વાગોળવાથી આપણાં વિચારો સાચા અર્થમાં ઉન્નત બનશે.    આવા મહાપુરુષોનાં વિચારો જીવનવ્યવહારમાં આચરણ પણ  કરવું પડશે. તથા મેકોલેની શિક્ષણ પદ્ધતિનું સાચા અર્થમાં “ડિમેકોલાઈઝેશન” થશે. મેકોલે શિક્ષણ પ્રથાને સાચા અર્થમાં “બાય ...બાય..." કહીશું તો સાંસ્કૃતિક પુર્નઉત્થાન નિશ્ચિત છે .....                                                     
     
                       -          ધવલકુમાર  પાદરિયા  "કલ્પતરુ"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED