સંસ્કૃતિ vaani manundra દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંસ્કૃતિ

સંસ્કૃતિમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ ( ફેશન)નું વળગણ..!
=====================

ભારત દેશ ભાતીગળ સંસ્કૃતિની ગરવી ગરિમાના કારણે એક આગવી શૈલી ધરાવતો દેશ છે. સમય જતાં કાળક્રમે કેટલીય સંસ્કૃતિઓ લુપ્ત થઇ ગઇ. પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે ને કે જેને હાલ પણ વિદેશોમાં લોકો અનુસરણ કરવા માટે પ્રેરાય છે. માનવજીવનને અડીખમ ઉભી રાખી અને જીવવાની પ્રેરણા આપતી સંસ્કૃતિ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. એક બાજુ હિમાલય બીજી બાજુ ગંગા નદી એ આપણી આગવી ઓળખ છે. મહાવીર અને ગૌતમ બુદ્ધ ની ભૂમી છે. આપણે ભારતીયોનું માનવજીવન આ પરંપરાથી તો ઉજળું છે .આ સંસ્કૃતિ આપણા સંસ્કારો વણાઈ અને માનવ તે અનુરૂપ જીવન જીવવા લાગ્યો.

સંસ્કૃતિ એટલે આપણી બોલવાની વ્યવહારમાં લાવવાની અને જીવન જીવવાની એક આગવી રીત .આ બધામાં આપણે નૈતિક મૂલ્યો એ સકારાત્મક પાયાનું સ્થાન લે છે. તેને સંસ્કૃતિ કહી શકીએ. આર્ય સંસ્કૃતિ ...રોમન સંસ્કૃતિ... ભારતીય સંસ્કૃતિ ...પાશ્ચાત્ય સંસ્કૃતિ કેટકેટલીય સંસ્કૃતિઓ છે. પરંતુ આ સર્વમાં શ્રેષ્ઠ હોય ને તે ભારતીય સંસ્કૃતિ .....!

સંસ્કૃતિ એટલે જ એ સંસ્કાર જે આપણે બાળપણમાં આપણા વડીલો પાસેથી મળે છે અને એમાં પાશ્ચાત્ય સંસ્કૃતિની તો કહેવું જ શું....! કે જ્યારે બાળક કિશોરાવસ્થામાં પ્રવેશે છે ત્યારે પોતાના માં -બાપ થી અલગ થઈ જાય છે .તો તે પોતાના માતા - પિતા પાસેથી શું સંસ્કાર મેળવવાનો હતો ...?ઘરથી અલગ થવું.. માતાપિતાથી અલગ થવું.. અને પોતે અલગ થઈને રહે છે તેમને મા-બાપ ભાઈ-બહેન શું છે તેની ખબર જ નથી ...સાથે-સાથે આડોશ - પાડોશ સાથે પણ વ્યવહારો ઓછો.. તે ફક્ત નાઈટ ક્લબ અને નાઈટ કલ્ચરમાં જ માને છે. તો શું તેમના સંસ્કારો આવવાના છે...? જેટલું કમાય છે કે તું કેટલું પાર્ટી - ક્લબમાં વેડફી દેવું તો તેમનામાં ક્યાંથી સંસ્કાર આવે. કુટુંબજીવન ...દાંપત્યજીવન લાગણી પરસ્પર એકબીજા માટેનો વિશ્વાસ આ બધાની લાગણીઓ એક શૂન્ય મસ્તક હોય છે. સંબંધ ફક્ત જરૂરિયાત પૂરતો.. તો આવી પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ આપણે શુ કામ કરીએ... મિત્રો હું મારી મૂળ વાત ઉપર આવીશ કે ભારતીય સંસ્કૃતિ સાથે ફેશન છેલ્લા થોડાક ઉદાહરણ જોઈએ...


ફેશનને ના ન કહી શકાય સંસ્કૃતિને આવકારી શકાય ,
આધારકાર્ડથી આગળ આગવી ઓળખ બનાવી શકાય
મર્મ લાગણી નો વિચારોમાં હોય છે કપડામાં નહીં....
કયા કુળનાં છીએ એ ફક્ત સંસ્કારોમાં જ જણાવી શકાય...!!




👉શ્રીમંતનો પ્રસંગ છે .ઘરમાં ખોળો ભરવાનો છે તો તેમાં ખોળો ભરાવવાની જે રસમ છે જે રિવાજ છે તેના કરતાં બેબી શાવર અને કેક કાપવા ઉપર અત્યંત ભાર આપવામાં આવે છે અને ઉપરથી ફોટો માટે તો પડાપડી થાય છે.વિચાર કરો મિત્રો કે જે બાળકને પોતે દુનિયામાં આવીને આંખ પણ નથી ખોલીને એનો ફોટો પહેલા સ્ટેટસ ઉપર ચડી જાય છે..!

👉 લગ્ન પ્રસંગે લગ્ન લખાય કે લગ્ન વધાવે છે અનેન વિદાય પ્રસંગ સુધી... દ વર અને કન્યાને ફેરા ફરતા હોય છે ને તો સાત ફેરાના સાત વચન આપવાના હોય છે તેને તેના મંત્રોચ્ચાર સિવાય ફિલ્મી ગીતો વધારે વાગતા હોય છે એ ફિલ્મી ગીતો શું સંસ્કાર આપવાના..!

👉કોઈ નો જન્મદિવસ છે તો બ 5000 રૂપિયા 10,000 રૂપિયા સુધીની કેક લાવી નાસ્તા કરીને મંગાવીને ખર્ચ કરશે .તેની જગ્યાએ આપણી ભારતીય સંસ્કૃતિની ભારતીય પરંપરા પ્રમાણે મંદિરમાં જઈને કોઈ સારી પૂજાપાઠ કરીને અથવા ગરીબોને દાન ધર્મ કરશો તો એ આપણી ભારતીય સંસ્કૃતિ છે..!

👉આજકાલ તો નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ભારતમાં ભણીને વિદેશમાં નોકરી કરવા માટે જાય શું ભારત ની કમાણી અથવા તો ભારતમાં ભણેલા છે તો તેનું ભણતર આપણે ભારતીય કે દેશના નાગરિક હોવાના નાતે આપણા દેશને ન આપી શકે તે સેવા નથી શકે આપણાથી... દેશનાં વિકાસ માટે..!


👉નાઇટ ક્લબ અને કીટી પાર્ટી માટે હોલ બુક થાય છે. એના કરતા ગરીબો માટે ભોજનાલય બનશે ને તો કેટલાય ગરીબો અને ભૂખ્યાનાં પેટ ઠરશે..!

👉મિત્રો આ તો તમને ફક્ત થોડા ઉદાહરણ આપ્યા છે પરંતુ ફેશનની આપણે એટલી બધી આંધળી દોડમાં દોડી ગયા છે કે જે 500 ખર્ચ હોય ત્યાં પાંચ હજાર ખર્ચીએ છે. કે જ્યાં એક હજાર રૂપિયા ખર્ચવાના છે ત્યારે દસ હજાર ખર્ચી નાખીએ છે. એની સામે એ નથી જોતા કે એ ખર્ચ કર્યા કરતા બીજાને ઉપયોગી થઈએ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે...!
અંતમાં , માં ને મૂકી માસી જોડે ન જવાય તેમ આપણી સંસ્કૃતિનો આદર કરવો એ આપણી ફરજ અને ઋણ અદા કરવાની ઉત્તમ તક છે.

- વનિતા મણુંદરા ( વાણી )
બનાસકાંઠા