સબંધ રંગ ના...!!!!
💞💞💞💞💞💞💞💞
================
🔥લાગણીના રંગ જમાવી લઈએ ,
વણસેલા સબંધ સવારી લઈએ 🔥
માનવ એક સામાજિક પ્રાણી છે.પોતાના રોજબરોજના જીવનને સરળ સરળ તેમજ હળવું ફૂલ જેવું બનાવવા તે ઘર તેમજ ઘર બહાર સુમેળભર્યા સબંધ બાંધે છે. આ સબંધ ન સથવારે તે સફળતભર્યું સંતોષી જીવન જીવી શકે છે. આ સામાજિક પ્રનીને ઘણા સબંધ એવા હોય છે જે હૃદય નજીક હોય છે અને ઘણા સબંધ ફક્ત વ્યવહાર પૂરતા હોય છે.
🧚🏾♀️ કરી ભાગીદારી બાળપણની ને ,
થઈ સાજેદારી નાનપણ ને નામ.!
સબંધ માં ખાટા મોળા અનુભવ પાણીના રેલાની જેમ રાખવા.જ્યાં વિચારોની આપ - લે થાય ત્યાં સબંધ જરૂર થી ટકી શકે.સબંધો સાચવવાની કોશિશ કરશો તો કચાશ આવશે પરંતુ સ્વજનની જેમ સબંધ રાખશો તો ચોક્કસ થી સોનામાં સુગંધ ભળશે.
ચાલો સબંધ ને બે ભાગમાં વહેંચી દઈએ .
૧ ) વ્યવહારુ સબંધ
૨) હૃદયસ્પર્શી સબંધ
🌼 વ્યવહારું સબંધ :-
જે સબંધ ફક્ત નામ પૂરતા સાચવવામાં આવે અને જ્યાં માં ભેદ કે મતભેદ ને સ્થાન ન હોય તેને વ્યવહારું સબંધ કહેવાય.ત્યાં વિખવાદ થાય તો એટલું દુઃખ થતું નથી. આપણે પ્રેક્ટિકલ વિચારીએ છીએ.આવા સબંધો માં તિરાડ પાડી તોયે એટલો એટલો આઘાત લાગતો નથી.કારણ સૌ સૌની ગરજે આવે એવા વિચારો સીમિત થઈ જાય છે.હા , એ પણ સત્ય હકીકત છે કે ફક્ત ગરજ પૂરતા બંધાતા સબંધો ગરજ પૂરતા જ સીમિત રહે છે.
🌼 હૃદયસ્પર્શી સબંધ :-
હૃદયસ્પર્શી સબંધ એ છે જેને હૃદયની બધી વાતો કરવાનું મન થાય.જેની સાથે સાચા માં થી સબંધ નિભાવવાની ઈચ્છા થાય.પછી તે સબંધ પિતા - દીકરી ,ભાઈ - બહેન ,પાડોશી કે ગુરુ શિષ્યનો કેમ ન હોય..!વગર બોલે તમારી આંખો અને મૌનની ભાષા સમજી શકે તે છે હૃદયસ્પર્શી સબંધ.આવા સબંધો માં તિરાડ આવવાનું કારણ કારણ ક્યાંક કાચા કાન ના હોવું ,વધુ પડતો લાગણીશીલ સ્વભાવ કે કાનભંભેરણી હોઇ શકે.
હૃદયસ્પર્શી સબંધો જ્યારે બગડે અથવા વણસે ત્યારે અપાર દુઃખ થાય છે.કારણ સામેવાળી વ્યક્તિ પર આપણે ખુદ થી પણ વધુ વિશ્વાસ મૂક્યો હોય છે .તેથી આવા સબંધો ઘણા કોમળ હોય છે.
🧚🏾♀️માંડ્યું સરવૈયું હૃદયના ચોપડે ને ,
મળી ભાગીદારી સગપણને નામ..!
સબંધો માં પણ પરિપક્વતા જરૂરી છે.એક નિખાલસતા હોવી જરૂરી છે.પોતાની વાત સમી વ્યક્તિ મૂકવા કે ચર્ચા કરવાની તક જો આપણે એક બીજાને આપશું તો ચોક્કસ એ સબંધ સુધરી જશે. વણસેલા સબંધ માં બંને પક્ષે થોડું ઝુકવાનું અને જતું કરવાની ભાવના હશે તો ચોક્કસથી તે પહેલાં જેવા સુમેળ ભર્યા સબંધ બની શકે છે.ચાલો આ વાત ને એક ઉદાહરણ થી સમજીએ....
ખંજન અને ગુંજન ખાસ સખી છે.બાળપણ થી લઇ કોલેજ અને કોલેજ થી લઇ લગ્ન બાદ એક શહેર ની એક જ સોસાયટી માં રહે છે. ખંજનના સાસુ ને ગુંજન સાથેની પોતાના વહુ ની મિત્રતા ગમતી ન હતી .તેથી તેઓ પોતાની વહુ ને નાની નાની વાતે ગુંજન વિરૃદ્ધ ચઢાવવા લાગ્યા.નાની નાની વાત ભેળી થઈ હમેશાં મોટું સ્વરૂપ ધારણ કરે છે. કોઈ નાની અણસમજ થી બંને વચ્ચે એક દિવસ ઝઘડો થાય છે .બંને પક્ષે દુઃખ પણ એટલું થાય છે.પરંતુ સમય સમય નું કામ કરે છે.તેઓ એક બીજા સાથે વાત ચીત કરી ગેરસમજ દૂર કરી ફરી સબંધોમાં લીલાશ લાવે છે.
🧚🏾♀️ આયખું વિતે એ મલક જુએ ને ,
બધું અર્પણ છે સગપણ ને નામ..!
વણસેલા સબંધ ને સુધારવા એ માટે જતું કરવાની અને નમતું રાખવાની ભાવના હશે તો તે સબંધ ને કદી પાનખર બેસતી નથી અને વસંત ની બહાર ઓછી થતી નથી .તો ચાલો હોળીના પવિત્ર દિને જૂના વેર ઝેર ભૂલી ગાઢ સબંધો સાચવી લઈએ. આપ સર્વ ને હોળીની શુભકામના. 🙏🔥🙏
- વનિતા મણુંદરા ( વાણી )