Will run books and stories free download online pdf in Gujarati

ચાલશે

સંતોષી માનવ પ્રકૃતિ :ચાલશે..!!

જેને બધું આ દુનિયામાં ચાલે ,
તે બધા આ દુનિયામાં ચાલે..!!

મિત્રો , આ ત્રણ અક્ષરના શબ્દમાં કેટકેટલી સંવેદના ધરબાયેલી છે.દરેક સૃષ્ટિ પરનો જીવ ક્યાંક ને ક્યાંક ચાલશે.... વાળો અનુભવ કરતો આવ્યો છે .માનવ અને અનુકૂલન સાથે ચાલનારી કડી છે .દરેક વ્યક્તિની અનુકૂલન ક્ષમતા અલગ અલગ હોય છે .અને તેના આધારે તે પોતાનું એક સ્ટેટસ ઊભી કરે છે. આ દુનિયાનો દરેક સજીવ કોઈને કોઈ રીતે ચાલશે વાળી વૃત્તિ ધરાવતો આવ્યો છે .કે જે તેમની સહન કરવાની ક્ષમતા વધાર છે તો તેનું નકારાત્મક પાસું તે માનસિક રીતે પીસાય છે.

🌸 ખરેખર તો આ એક એવો માનવ સમુદાય છે કે જે ઘણી યે નાની -મોટી વસ્તુ કે વાત માં એટલું એડજેસ્ટ કરે છે કે તેઓ પોતેજ પોતાનું એક મૂલ્ય કે માપદંડ લોકો આગળ છતું કરી દે છે.

ગરીબ વર્ગ , મધ્યમ વર્ગ કે અમીર વર્ગ દરેક લોકો કોઈને કોઈ રીતે ચાલશે આ શબ્દ સાથે સદા જીવતો આવ્યો છે.ગરીબ વર્ગ ખોરાક થી માંડી ને મોજ શોખ સુધી ચાલશે શબ્દ સાથે જીવતો આવ્યો છે.માધ્યમ વર્ગમાં પણ ઘરના એક વ્યક્તિની ખુશી માટે બીજી વ્યક્તિ જતું કરવાની કે સમર્પણની ભાવના ધરાવે છે.જ્યારે અમીર વર્ગ માં પણ સ્ટેટ્સ ને લઈને ચાલશે વાળી વૃત્તિ આવી જ જાય છે..!ટુંકમાં સમાજનો દરેક વર્ગ એક નહિ તો બીજી રીતે જતુ કરવાની કે ચાલશે એવું વર્તન ધરાવતો થઈ ગયો છે.

ઉંમર પ્રમાણે પણ આ ભાવના કેળવાય છે.પોતાનું બાળકને સારી વસ્તુ ખવડાવે પોતાને ચાલશે એવું માં - બાપ વિચારે છે.પછી તે માં - બાપ ભલે ને સિત્તેર વર્ષના કેમ ન હોય અને બાળક ભલેને ત્રીસ વર્ષનું કેમ ન હોય...!

🌸 સામાજિક વ્યવહાર કે કોઈ ઓફિશિયલ કે ધંધાકીય વર્ગ માં આવો સમુદાય મળી આવે છે.સામાજિક વ્યવહાર માં આવા વ્યક્તિઓ ને જાહેર માં બીજાની અપેક્ષા અવગણના કરે તો પણ તેમને ચાલે..!

🌸 ઓફીસમાં કર્મ અને વફાદારી થી આવો વર્ગ કામ કરે તો પણ બીજાની સામે તેમની ઉપેક્ષા કે પ્રમોશન ન મળે તો પણ આ વર્ગ ને ચાલે..!

🌸 ધંધાકીય ક્ષેત્રે આવા વર્ગને વહેલા - મોડા પૈસાનું ચુંકવણુ કરવામાં આવે કારણ તેમને તો ચાલશે...!!

મિત્રો આ ચાલશે વાળી હદ કે રેખા આપણે ખુદ બાંધી છે.જ્યારે કોઈ વાતે આપણે ખુદ આપણા ઘરમાં ,સમાજમાં કે ધંધાકીય ક્ષેત્રે ચલવ્યું ત્યારે ચાલ્યું ને.... અને એટલું થાય બાદ તેઓ ખુદ દુઃખી થાય..!

🌸 જ્યારે આપણી અવગણના થાય ત્યારે આપણને કદાચિત ન ગમે તો તુરંત પોતાનો પ્રતિભાવ વિનયપૂર્વક આપી દેવો .

🌸 વારંવાર જો એક જ વ્યક્તિ સાથે insult થયાનો અનુભવ થાય તો સબંધ માપસર કરી દેવો.

🌸 ઘરમાં પણ જો આવા અનુભવ થાય તો પોતાના વિચારો પ્રગટ કરી દેવા.

મિત્રો , ચાલશે આ શબ્દની ભાવના ધરાવતા વ્યક્તિ ઠરેલ અને બુદ્ધિજીવી હોય છે .જે સમજે અને જાણે બધું પરંતુ તેમની ઇન્દ્રિયો અને ગુસ્સા પર એટલો કંટ્રોલ હોય છે કે તે ધારે ત્યારે જ દુઃખી થઈ શકે.તે સંતોષી જીવ હોય છે .તે મન થી ખુશ રહે છે.તે બીજાનું સારું જોઈ ઇર્ષાની ભાવના લાવતો નથી .જો કોઈ સ્વાર્થની ભાવના થી તે જોડાય તો તેને પણ સ્વજન સાથે જેવું વર્તન કરે તેની સાથે પણ તેવું જ વર્તન કરે છે.તે પોતાની જાતનો ઢોલ પીટે નહિ કે મેં કોઈની માટે આ કર્યું...તેના મન ગણના કરો કે અવગણના તેને મન તો બધું ચાલશે...!!

- વનિતા મણુંન્દ્રા (વાણી )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED