ભીખારી નો કાગળ Urmeev Sarvaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીખારી નો કાગળ

મારા મનની દુનિયા માં એક સરકારી વિલ ચેર પર ભૂખ થી પીડાતા એક ભીખારી એ ઈશ્વર ને એક કાગળ લખે છે.. એની વેદનાને વ્યક્ત કરી ને સરમાનું માંડે છે....
પ્રતિ શ્રી ભગવાન,
જ્યાં રહેતા હોય ત્યાં,
(કદાચ મંદિર માં)
ગામ ખબર નથી.
તાલુકો ખબર નથી.
જીલ્લો પણ ખબર નથી.

નમસ્તે ભગવાન,

હું એક ભીખારી વાત કરું છું.આપના ભવ્ય અને વિશાળ મંદિર ની દીવાલ ની પાછળ જ મારી નાનકડી એવી ઝૂંપડી છે. હું ત્યાં રહું છું. અને આજ આપને કાગળ લખું છું એનું માત્ર કારણ મારી ભૂખ છે. એ પૈસા ની હોય તો’ય ભલે અને પેટ ની હોય તો પણ ખરી...! આજ મારી વેદના ને હું આપની સમક્ષ રજૂ કરું છું.

આપનો લાડલો હોવ કે ન હોવ એનું તો કંઈ ખબર નથી પણ હું છું ખરો. કારણ કે હું હરરોજ જોવ છું કે તારા કેટલાય શ્રીમંત ભક્તો તારા લાડકવાયા છે. તારી દાન પેટી ને રોજ ભરે છે.એટલેજ કદાચ તારા કડકવાયા છે.પણ ખેર મુદ્દા ની વાત કરીએ...
ઈશ્વર આજ હું ખૂબ થાકી ને બેઠો હું ,આ સંઘર્ષ મય જિંદગીને જીવતા.. સાલું સમજાતું નથી કે હું આ જિંદગી ને જીવવા લાયક છું પણ ખરો..! આશાઓ આથમી હવે.. ઈશ્વર શું કરું હું !? હવે જીવાતું નથી ભગવાન કારણ કે આ ભૂખ ને સહન નથી થતી.અને બીજું કારણ એ ય છે કે હવે હું આ ભૂખ માંગવાથી થાક્યો છું.હવે તો તારા નામ પર મને માગવાની શરમ આવે છે.એવું હું નથી કહેતો એવું તો તારા ભાવિ શ્રીમાન ભક્તો કહે છે કે ,"તને ભગવાન ના નામે ભીખ માંગી શરમ નથી આવતી.. સાલા નમલા ! " પાછું એય ખરું કે આ પાંગળા ને સરકારી વિલ ચેર અને તારા નામ લીધેલી ભીખ થી આજ જીવતો તો છું; નહિતર ક્યાર નો તારી પાસે હોત!

મને ખબર છે કે તું ખૂબ ધનવાન છો..અને ખૂબ જ દયાળુ છી.. એટલે તારા ભાવિ ભક્તો પણ ખૂબ શ્રીમાન છે. એટલેજ તો આ અહીંયા તું 5 એકર નો ખાતેદાર છો.હું રોજ તારી સામુ જોવ છું. તારું મોઢું રોજ મલકાતું હોય છે. ભગવાન એક વાર મારે સામે જોઈલે.. આ ભીખારી ના મુખ ની કડચલી જૉઇલે...

જિંદગી ની રાહ માં રખડતો રહ્યો પણ સાલો વિસામો ક્યાંય ન મળ્યો. ગળે ડૂમો બાઝી ને બેઠો છું ઈશ્વર હવે તો સેહવતું પણ નથી અને રડાતુય નથી. હવે શું કરું ઈશ્વર !?હવે તો ખાલી રાહ છે દડ દડ આંસુડાં વેહવાની. મે સાંભળ્યુ છે કે તું બધાય ની વારે આવ્યો છો..તો ભગવાન મારી સાથે શેનું વર છે તારે..!? ગુનો તો કયો કર્યો એવો મે કે મને એટલો હફાવ છો,હશે કઈ મારા પૂર્વ જનમ ના લેખા જે મને આજ યાદ જ નથી આવતા.હવે ઈશ્વર હવે શું કરું..!? મે સાંભળ્યુ છે કે હું ભીખારી બન્યો એનું કારણ મે કરેલા પૂર્વ જન્મ માં પાપ નું ફળ આજ મારે ભોગવવું પડે છે.પણ ઈશ્વર મને તો એ યાદ જ નથી કે મેં શું પાપ કર્યા. ખેર જવાદો આ બધી વાતો.. હવે તમે કહો કેં મારા પાપ નો બદલો પૂરો થયો !? જો ના તો ક્યારે થશે !? ઈશ્વર જવાબ જરૂર આપજે... આવજો ઈશ્વર..

આ અંધકાર માંથી હવે આઝાદ કરો ઈશ્વર જો તારું કઈ અસ્તિત્વ હોય તો.. બાકી તો માંગણ છું તારા નામ પર શ્વાસ ના થંભે ત્યાં સુધી માંગ્યા કરીશ. કાગળિયું પોહાચે એની વાટ જોવ છું.જવાબ જરૂર આપજે નહિતર આ ય કાગળ્યું મારું કોરું પોગાશે જ્યાં પોગવું હશે ત્યાં...
લી...
તારો અલાડકવાયો
ભીખારી
....................................................................