આહેલી - 5 Vishwa Palejiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહેલી - 5




પ્રકરણ - 5

આગળનાં પ્રકરણમાં આપણે જોયું કે શકીલ અને અજાણી યુવતી ની લાશ પાસેથી મળેલા એક સરખા એન્વેલોપ અને "નિર્મળ" અને "શુચિ" આ બંને નામ એ ઇન્સ્પેક્ટર રાણા નાં મગજ ને હલાવી દીધું હતું. બીજી તરફ અભિનવ ને યશવંત શાહ પાસે થી જાણવા મળે છે કે વિકાસ એ એમની પાસેથી 25 લાખ રૂપિયા લીધા હતા. આ બધાથી દૂર મુંબઈ માં રહેલ રહસ્યમયી યુવાન બંને મોત થી ખુશ થઈ રહ્યો હતો. હવે આગળ,

અમદાવાદ

રાજીવ ને શાહિદ અન્સારી ની પૂછતાછ કરવા ભુજ મોકલીને અભિનવ દુકાનવાળા ની મદદ થી બનાવેલ પેલી યુવતીનાં સ્કેચ ને ધ્યાનથી જોઈ રહ્યો હતો. " આ ચેહરો મને જાણીતો કેમ લાગી રહ્યો છે!" અભિનવ મનમાં જ વિચારી રહ્યો હતો. કોન્સ્ટેબલ મનોજ એ આવીને ટેબલ પર ચા મૂકી ત્યારે અભિનવ વિચારો માંથી બહાર આવ્યો.
મનોજ : સર, મુન્દ્રા પોલીસ સ્ટેશન માંથી ફેક્સ નો કોઈ જ જવાબ આવ્યો નથી.
અભિનવ : રાજીવ ને ફોન કરીને કહો કે ભુજ નું કામ થયાં પછી મુન્દ્રા પોલિસ સ્ટેશન જઈને વિકાસનાં ફોન વિશે તપાસ કરે. આટલા દિવસ નીકળી ગયા છે. વિકાસ વિશે કોઈ જ ખબર નથી મળી. ના તો પૈસા માટે ફોન આવ્યો છે ના કોઈ ધમકી. મનોજ, ખબર નહીં કેમ પણ, મારુ ઇન્ટ્યુશન કહે છે કે આ કેસ ફક્ત વિકાસ ના ગુમ થવા સુધી જ સીમિત નથી. અચાનક એક યુવાન છોકરાં નું ગાયબ થવું, એનું ભુજ, મુન્દ્રા સાથે કનેકશન નીકળવું, શહેરનાં જાણીતા માણસ યશવંત શાહ નું નામ નીકળવું... આ બધા પાછળ કંઇક તો ખૂબ જ ગંભીર અને મોટું છે મનોજ!

મુંબઈ

" લેટ અસ સેલિબ્રેટ અવર ફર્સ્ટ સક્સેસ " અને આ સાથે 2 યુવાન છોકરી અને 3 યુવાન છોકરાં એ પોતપોતાના હાથમાં રહેલ ગ્લાસ ને વચ્ચે લાવી અને અડાડ્યા. એક જૂનાં અને અવ્યવસ્થિત ઘરમાં અમુક યુવાનો ખુશ થઈને જીત ને મનાવી રહ્યા હતાં. એમાંથી એક યુવતી ની નજર બારી પાસે એકલા ઊભાં રહેલા એક યુવાન પર ગઈ જે ઉદાસ લાગી રહ્યો હતો. અરે! એ જ રહસ્યમયી યુવાન જે શકીલ અને અજાણી યુવતીની મોત થી ખુશ હતો એ આજે ઉદાસ લાગી રહ્યો હતો. એ બારી પાસે ઊભા રહીને વિચારોમાં ખોવાયેલો હતો. પેલી યુવતી એની પાસે આવી અને યુવાનના હાથ પર હાથ રાખી બોલી, " આર યુ ઓકે, આદિત્ય ? આજે તો તારે ખુશ થવું જોઈએ. આખરે આટલા સમયથી જેની આપણે રાહ જોઈ રહ્યાં હતાં એની શરૂઆત થઈ ગઈ છે."
" હા દીદી, ખુશ તો હું પણ છું પણ,..... એના વગર...." આટલું કહેતાં જ આદિત્ય (આપણી કહાની નો એ રહસ્યમય યુવાન!!!જેનાથી કહાની ની શરૂઆત થઈ હતી!! ) રડમસ થઈ ગયો. એના ગળે ડૂમો ભરાઈ આવ્યો.
" યાર આદિત્ય, માલિની તમે બંને ત્યાં શું કરો છો? કમ હિયર, જોઈન અસ ઇન સેલિબ્રેશન " ત્યાં બેસેલા પેલા 4 માંથી એક છોકરા એ કહ્યું. એની વાત સાંભળી આદિત્ય એ પોતાની જાત ને વ્યવસ્થિત કરી અને બંને જઈને બીજા બધા સાથે બેસી ગયાં.
" યાર, મને તો ટેન્શન થાય છે " એક છોકરી એ થોડાં ગંભીર થઈને કહ્યું.
" શેનું ટેન્શન, ચિત્રા? " એની બાજુમાં બેસેલા કબીર એ પૂછ્યું.
" પોલીસને મર્ડર વેપન વિશે ખબર પડી જશે તો?" ચિત્રા એ કહ્યું.
"રિલેક્સ ચિત્રા, પોલીસ તો શું ખુદ ડૉ. ને મર્ડર વેપન અને કારણ વિશે જાણવામાં એટલો સમય લાગી જશે કે ત્યાં સુધીમાં આપણે એમને બીજો ઝાટકો આપી દઈશું " આટલું કહીને માલિની હસવા લાગે છે.
" હા, માલિની દીદી નું કામ એટલું પરફેક્ટ હોય છે કે પોલીસનાં હાજા ગગડી જવાનાં છે. હેને દીદી!!? " આદિત્ય એ કહ્યું.
" યસ..... ગેમ ઈસ ઑન... " માલિની એ ગ્લાસ હાથ માં લઈ એક ગેહરી મુસ્કાન સાથે કહ્યું.


મુન્દ્રા

ઈન્સ્પેક્ટર રાણા, સબ ઇન્સ્પેક્ટર સંદિપ અને એક કોન્સ્ટેબલ અત્યારે ડૉ. પટેલ ની કેબિનમાં ઉપસ્થિત હતાં. એમની સામે રહેલ ડૉ. પટેલ હાથ માં રહેલી પોસ્ટ મોર્ટમ ફાઇલ માં ગંભીરતાથી કંઈક વાંચી રહ્યાં હતાં.
" હાઉ ઈસ ધિસ પોસીબલ!!! " અચાનક જ ડૉ. પટેલ ના ચહેરા પર વિચિત્ર ભાવ ઉપસી આવે છે.


આખરે શું છે શકીલ અને અજાણી યુવતીનાં મોત નું કારણ?એવું તો શું છે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ માં? માલિની, આદિત્ય અને મુંબઈમાં તેમની સાથે ઉપસ્થિત એ 4 યુવાન છોકરા - છોકરીઓ આખરે કોણ છે અને એમના ઇરાદા શું છે? વિકાસ ક્યાં છે?
જાણવા માટે વાંચતા રહો - આહેલી.

વાંચવા બદલ આભાર.