આહેલી - 4 Vishwa Palejiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહેલી - 4

પ્રકરણ - 4

આગળનાં પ્રકરણમાં આપણે જોયું કે કચ્છનાં મુન્દ્રા ગામ માં ઈન્સ્પેક્ટર રાણાને શકીલ અને એક યુવતીની અલગ અલગ જગ્યાએથી લાશ મળે છે. અને બીજી તરફ અમદાવાદ પોલિસ વિકાસને શોધવાની કોશિશ કરી રહી છે. આ બધી ઘટનાઓ સાથે મુંબઈમાં રહેલ રહસ્યમય યુવાનને શું કોઈ સંબંધ છે?જવાબ માટે ચાલો જોઈએ આગળ...

મુન્દ્રા

પોતાની કેબિનેટમાં રહેલ રાણા ગહન વિચારોમાં ખોવાયેલ હતાં. એટલામાં એક કોન્સ્ટેબલ યુવતીની લાશ પાસેથી મળેલું નાનું બેકપેક, શકીલ ની લાશ પાસેથી મળેલું એન્વેલોપ, બંને લાશ નાં ફોટોગ્રાફ લઈને રાણા પાસે આવે છે. રાણા નાં વિચારોની હારમાળા તૂટે છે અને એ એક પછી એક વસ્તુઓ ધ્યાનથી જોવા લાગે છે. યુવતીનાં બેગ માંથી એની ઓળખ મળી શકે એવું કઈ જ મળ્યું નહીં ફક્ત એક એન્વેલોપ નીકળે છે જે શકીલ ની લાશ પાસેથી મળેલ એન્વેલોપ જેવું જ છે. બંને એન્વેલોપ બિલકુલ એક સરખા દેખાય છે. એન્વેલોપ ઉપર કઈ જ લખેલું ન હતું. એન્વેલોપ ખોલતાં અંદરથી એક ખૂબ જ સુંદર કાર્ડ નીકળે છે. બંને કાર્ડ પણ તદ્દન સરખા! પણ કાર્ડ પર લખેલ લખાણમાં ફર્ક હતો. " You had murdered નિર્મળ " શકીલ નાં કાર્ડ પર આ લખેલું જોઈને રાણા એ ફટાફટ ત્યાં પડેલી તસવીરો માંથી શકીલ ની લાશ ની તસવીર જોઈ. એમાં પણ લાશ ની બાજુમાં લોહી થી " નિર્મળ" લખેલું હતું. બે ઘડી વિચાર કરી રાણાએ યુવતીનાં બેગમાંથી મળેલું એન્વેલોપ જોયું. " You had murdered શુચિ " નિર્મળ અને શુચિ - લાશ અને એન્વેલોપ માં લખેલા આ શબ્દોનો અર્થ શું હતો? શું આ બંને વ્યક્તિની હત્યામાં શકીલ અને આ યુવતીનો હાથ હતો? શું નિર્મળ અને શુચિ એકબીજા સાથે સંકળાયેલા હતા? શું આ બંનેની હત્યાનો કોઈ બદલો લઈ રહ્યું હતું? આવા અનેક સવાલો એ રાણા નાં દિમાગ પર કબજો કરી લીધો હતો. એટલામાં શકીલ નાં માં - બાપ અને સાથે એક છોકરો ત્યાં આવી પહોંચે છે અને દીકરો ગુમાવેલા માં - બાપનો આક્રંદ અત્યારે આખા પોલિસ સ્ટેશનમાં ફરી વળ્યો હતો. રાણાએ એમને શાંત રહેવા જણાવ્યું અને અત્યારે એમની હાલત જોઈ એમને કઈ પણ પ્રશ્ન કરવાનું ટાળ્યું. પોસ્ટ મોર્ટમ પછી થોડા જ સમયમાં બોડી પણ આપી દેવા જણાવ્યું. શકીલ નાં માતા પિતા અને સાથે આવેલો છોકરો ભારે હ્રદય સાથે ત્યાં થી નીકળી જાય છે. આ બધા વચ્ચે અમદાવાદ થી આવેલા ફેક્સ પર કોઈનું ધ્યાન ગયું નહોતું. બીજી તરફ સંદિપ અને એક કોન્સ્ટેબલ દ્વારા કોમ્પ્લેક્સ નાં આસપાસનાં વિસ્તારમાં પૂછપરછ ચાલી રહી હતી . થોડે દૂર રહેલ પર-પ્રાંતીય મજૂરોના વસવાટ માં પૂછતાં એક વ્યક્તિએ જણાવ્યું કે રાત્રે જ્યારે લઘુશંકા માટે પોતે બહાર નીકળ્યો હતો ત્યારે એણે કોમ્પ્લેક્સ તરફ 2 વ્યક્તિને જતા જોયા હતાં. રાત નાં અંધકારમાં સ્પષ્ટ ના દેખાવાના કારણે એણે ચેહરા જોયા નહોતા. પણ શરીરની બનાવટ થી તે જુવાન છોકરાઓ લાગી રહ્યા હતાં. ઘણીવાર ઘણા છોકરાઓ મોડી રાત્રે બંધ કોમ્પ્લેક્સ ની અગાસી પર જતા એટલે આ બંને છોકરાઓ ત્યાં હતાં એની નવાઈ નહોતી લાગી. પણ ખૂન થઈ શકે એવી કલ્પના તો કોઈએ નહોતી કરી. આ બધું સાંભળીને સંદિપ વિચારે છે કે કદાચ યુવતીની હત્યામાં આ બંને છોકરાઓ નો હાથ હોય શકે છે. પણ આ બંને છોકરાઓ કોણ હતા અને મોડી રાત્રે ત્યાં શું કરી રહ્યાં હતાં એ હજી જાણવા નહોતું મળ્યું. પોસ્ટ મોર્ટમ પરથી જ સાચો અંદાજો લગાવી શકાશે એ વિચારી મળેલી માહિતી સાથે સંદિપ અને કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશન જવા નીકળે છે.


અમદાવાદ

વિકાસ ઘરેથી નીકળ્યો હતો એ પેહલા જે નંબર પરથી ફોન આવેલો એ અમદાવાદનાં જ યશવંત શાહ નાં નામ પર રજીસ્ટર્ડ હતો. નરોડા ઈન્સ્પેક્ટર અભિનવ યશવંત શાહ ની પુછતાછ કરવા પહોંચે છે. અમદાવાદનાં પોશ એરિયા ગણાતા એસ. જી. હાઇવે પરનાં એક અત્યંત સુંદર બંગલા પાસે આવીને અભિનવ ની પોલીસ જીપ ઉભી રહે છે. બહાર નીકળતાં જ અભિનવ બે ઘડી કાંઈક વિચારે છે અને અંદર દાખલ થાય છે. ગેટ પાસે રહેલ વોચમેન એમને અંદર જતા રોકે છે. પોલિસ ને જોઈને તે એક નંબર ડાયલ કરીને જણાવે છે કે બહાર પોલિસ આવી છે. સામે છેડે થી આવેલા જવાબ ને સાંભળીને એ અભિનવ અને કોન્સ્ટેબલને અંદર જવા ગેટ ખોલી આપે છે. અંદર પહોંચતા જ આસપાસનાં મોટા ગાર્ડન એરિયા અને સ્વિમિંગ પૂલ અને આઉટડોર જીમ પર અભિનવ થોડી નજર કરે છે. વીલા પાસે પહોંચીને અભિનવ ડોરબેલ વગાડે એ પેહલા જ એક આધેડ ઉંમર ની વ્યક્તિ દરવાજો ખોલે છે અને ચેહરા પર થોડાં દિલગીરી નાં ભાવ સાથે અંદર આવવા કહે છે, " આઈ એમ સો સોરી, વોચમેન એ તમને બહાર રોક્યા એ બદલ. ધિસ ઈડિયટ્સ!!! કોઈ કામ ના જ નથી. વોચમેન વિશે બોલીને એ અભિનવ ને બેસવા જણાવે છે. આ રીતનો વ્યવહાર જોઈને અભિનવ વ્યક્તિને સમજી ગયો હતો પણ સમય વ્યર્થ ના કરતાં એણે વિકાસ વિશે પૂછ્યું, " મિ. શાહ તમે વિકાસ ઠક્કર ને ઓળખો છો? "
બે સેકંડ વિચારીને યશવંત શાહ એ કહ્યું, " અમ્મ... વિકાસ ઠક્કર... ઓહ હા... યસ, આઈ નો. એક સેમિનારમાં મુલાકાત થઈ હતી પછી ઘણીવાર મળવાનું થયું હતું. બટ વાય આર યુ આસ્કીંગ? બધું ઠીક છે ને?"
અભિનવ : વિકાસ છેલ્લા અમુક દિવસ થી ગાયબ છે. અને ગાયબ થયા અગાઉ છેલ્લો ફોન તમે એને કર્યો હતો. કોઈ ખાસ કામ?
મિ. શાહ : હા. એણે મારી પાસેથી 25 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. અને 15 દિવસ થઈ ગયા હતા પણ પાછા આપવાનું નામ જ નહોતો લેતો. અને હવે ગાયબ છે. આઈ એમ શ્યોર કોઈ ગાયબ નહીં થયો હોય. પૈસા ના આપવાનાં નાટકો છે બધા.
મિ. શાહ ને આ રીતે ગુસ્સામાં જોઈને અભિનવ એ કહ્યું,
" પૈસા ના કારણે ક્યાંક તમે તો એને.....?" આટલું કહીને અભિનવ મિ. શાહ નાં હાવભાવ જોવાની કોશિશ કરી રહ્યો હતો.
મિ. શાહ એ અકળાઈ ને કહ્યું, " વોટ રબ્બીશ, મારી કંપનીનું એન્યુઅલ ટર્નઓવર કરોડો માં છે એંડ યુ થીંક કે અમુક લાખ રૂપિયા માટે હું..... નો નો નોટ એટ ઓલ ઈન્સ્પેક્ટર. "

અભિનવ : વિકાસ એ 25 લાખ શું કામ લીધા હતા? કઈ કહ્યું હતું એણે?
મિ. શાહ : ના. પણ આજકાલ નાં શોખીન છોકરાઓ તો... યુ નો વોટ આઈ એમ સેઈંગ! ક્લબ, છોકરી ઓ એન્ડ ઓલ.
અભિનવ : ઠીક છે. આગળ આ કેસ સંબંધિત જાણકારી અને પુછતાછ માટે ફરી તમારી સાથે મુલાકાત થશે. સી યુ અગેઈન ".

અભિનવ ત્યાં થી નીકળીને પોલીસ સ્ટેશન પરત ફરે છે. રાજીવ વિકાસ નાં ઘર પાસે રહેલ દુકાન વાળાની પૂછપરછ માટે ગયો હતો એ પણ એ જ સમય એ સ્ટેશન આવી પહોંચે છે.
અભિનવ : દુકાન વાળા એ કઈ બીજું કહ્યું જેનાથી કઈ ક્લૂ મળે?
રાજીવ : સર, સફેદ કલર ની હોન્ડા સિટી સિવાય એણે બીજું કઈ જોયું નહોતું. પણ હા સર, એના કહેવા મુજબ અવાર નવાર મોંઘી ગાડીઓ માં બહાર જવું એ વિકાસ માટે નવું નહોતું. અને મહત્વની વાત કે એની સાથે હમેશાં એક છોકરી જોવા મળતી. જોઈને તો પૈસા વાળા ઘર ની લાગતી હતી. દુકાન વાળા નાં મુજબ વિકાસ જ્યારે પણ બહાર જતો આ છોકરી સાથે જ જોવા મળતી. અલગ અલગ મોંઘી ગાડી લઈને છોકરી આવતી. સાથે અંદર બીજા પણ 2 3 જણા હોય પણ એ સ્પષ્ટ દેખાતું નહી. પણ છોકરી ને દુકાન વાળા એ ઘણી વાર જોઈ છે કારણકે ઘણીવાર છોકરી વિકાસની રાહ જોતાં જોતાં એ દુકાનમાં સિગારેટ લેવા જતી. દુકાન વાળા પાસે કાલે સ્કેચ આર્ટિસ્ટ ને બોલાવીને સ્કેચ બનાવ્યા પછી જ ખબર પડશે કે એ છોકરી કોણ છે.

મિ. શાહ અને આ દુકાન વાળાના જણાવ્યાં મુજબ વિકાસ વિશે અભિનવ બધું જ સમજી રહ્યો હતો.
અભિનવ : ગુડ જોબ, રાજીવ. પેલું મુન્દ્રા સ્ટેશનમાં ફેક્સ કરવાનું કહ્યું હતું અને ભુજ પોલિસ ઈન્સ્પેક્ટર નો સંપર્ક કરવાનો હતો. ત્યાં થી કોઈ અપડેટ?
આ સાંભળીને કોન્સ્ટેબલ મનોજ જણાવે છે,
" સર, શાહિદ અન્સારી ની માહિતી મળી ગઈ છે ભુજ થી. અને મુન્દ્રા સ્ટેશનમાં કરેલા ફેક્સ નો કોઈ જવાબ હજી આવ્યો નથી."
અભિનવ : ઓકે. રાજીવ, અત્યારે સાંજ થઈ ગઈ છે પણ કાલે શાહિદ અન્સારી ની પુછતાછ ની વ્યવસ્થા કર અને કાલ સુધીમાં મુન્દ્રા થી જવાબ ના આવે તો સવારે ત્યાં સંપર્ક કરો.

મુંબઇ

એક સૂમસામ ગલી નાં છેલ્લાં ખંડેર જેવાં ઘરમાં રાત્રીનાં સન્નાટામાં એક અટ્ટહાસ્ય ગુંજી રહ્યું હતું. પેલો રહસ્યમયી યુવાન પોતાનાં ફોન માં ફોટા જોઈને હસી રહ્યો હતો. અરે! આ ફોટા તો શકીલ અને પેલી યુવતીની લાશ ના ફોટા!!! " લેટ અસ સેલિબ્રેટ અવર ફર્સ્ટ સક્સેસ " એણે પોતાનાં બેગ માંથી એક ફોટો-ફ્રેમ કાઢીને એની સામે જોઈને આંખોમાં જળહળિયા સાથે કહ્યું. એક તરફ એ શકીલ અને પેલી અજાણી યુવતી ના મોત થી ખુશ હતો અને સાથે ફોટો ફ્રેમ માં રહેલી એક વ્યક્તિને જોઈને ભાવુક થઈ ગયો હતો. શું નિર્મળ અને શુચિ સાથે આ યુવાનને કોઈ સંબંધ હતો? શું એ બદલો લઈ રહ્યો હતો? પણ પોતે મુંબઈમાં રહીને મુન્દ્રા માં 2 વ્યક્તિની હત્યા ને એણે કઈ રીતે અને કોની મદદ થી અંજામ આપ્યો? બધા સવાલો નાં જવાબ જાણીશું આગળનાં પ્રકરણમાં.

વાંચવા બદલ આભાર.

( મોડી પ્રસ્તુતિ બદલ માફી પણ અંગત કારણોસર સ્ટોરી રજૂ કરી શકી નહોતી.)