ખોફ - 4 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોફ - 4

મીનુએ જે દ્રશ્ય જોયું હતું તેમાંનું કશું જ તેના મમ્મી કે પપ્પાને દેખાયું ન હતું કે ન તો તેમને કોઈ બચાવો બચાવો ની બૂમો સંભળાઈ હતી. તેથી તે વિચારવા લાગ્યા કે મીનુએ એવું તો શું જોયું કે જે જોઈને તે રડવા લાગી અને અમને જણાવી રહી નથી અને તે જોયા પછી તેને બીજે દિવસે સવારે સખત તાવ પણ આવી જાય છે.

હવે આ વાત તો મીનુ જાતે જણાવે ત્યારે જ ખબર પડે કે તેની સાથે કંઈ ભૂતકાળમાં બન્યું છે? અથવા તો તેને આવી કોઈ સ્ત્રી દરરોજ મરતાં દેખાઈ રહી છે જેની તેના દિલોદિમાગ ઉપર ખૂબજ ગહેરી અસર છે..!

મીનુના મમ્મી-પપ્પા મીનુની બિમારીનું કારણ પકડવા માંગતા હતાં પણ તેમની સમજમાં કોઈ જ વાત આવતી ન હતી કે મીનુ પાસેથી કઈરીતે વાત કઢાવવી કે તેની સાથે શું થયું છે?

બીજે દિવસે સવારે ફરીથી મીનુનું શરીર તાવથી ધગધગતું હતું. ડૉક્ટર સાહેબના સૂચન પ્રમાણે તેને ડૉક્ટર સાહેબ પાસે લઈ જવામાં આવી.

ડૉક્ટર સાહેબે મીનુને ઘણાબધા સવાલ પૂછ્યા પરંતુ મીનુ કોઈ જ જવાબ આપી રહી ન હતી.

એટલામાં મીનુની નજર ડૉક્ટર સાહેબની કેબિનમાં લગાવેલી એક છાજલી ઉપર પડી જ્યાં પહેલું જ પુસ્તક મૂકેલું હતું જેને પહેલા તો મીનુ એકીટસે જોઈ રહી અને પછી તેને જોઈને મીનુ પોતાની જગ્યાએથી એકદમ ઉભી થઈ ગઈ અને રૂમની બહાર ચાલી ગઈ.

ડૉક્ટર સાહેબે આ વાત નોટિસ કરી લીધી હતી તેમણે આ પુસ્તક પોતાના હાથમાં લીધું અને તે લઈને તે બહારના રૂમમાં મીનુની પાસે ગયા.

ડૉક્ટર સાહેબના હાથમાં આ પુસ્તક જોઈને મીનુએ પોતાના બંને હાથ વડે પોતાનું મોં ઢાંકી દીધું અને તે જોર જોરથી રડવા લાગી.

હવે ડૉક્ટર સાહેબ એટલું તો સમજી જ ગયા હતાં કે આ પુસ્તકને જોઈને જ મીનુ ડરી રહી છે અને રડી રહી છે.હવે તેને પ્રેમથી સમજાવીને એ વાત જાણવાની હતી કે મીનુ નું આ પુસ્તક સાથે શું કનેક્શન છે? અથવા તો એવું કોઈ વાત કે કોઈ દ્રશ્ય છે જે યાદ આવતાં જ તે ડરી જાય છે અને તેને તાવ આવી જાય છે.

એ દિવસે ડૉક્ટર સાહેબે મીનુને ઊંઘવાની દવા આપી અને આખી રાત તે શાંતિથી સૂઈ જઈ શકે તેવી વ્યવસ્થા કરી.

બીજે દિવસે ડૉક્ટર સાહેબે ફરીથી મીનુને પોતાની કેબિનમાં બોલાવી અને તે પુસ્તક હાથમાં લઈને મોટા અવાજે તેને વાંચવાની શરૂઆત કરી.

આ પુસ્તકમાં એક સ્ત્રીની કહાની હતી જેને તેનો પતિ દરરોજ મારતો હતો અને હેરાન કરતો હતો અને તે સ્ત્રી બચાવો બચાવો ની બૂમો પાડતી હતી.

જેવી બચાવો બચાવો ની બૂમો ડૉક્ટર સાહેબે પાડી કે તરત જ મીનુએ પોતાના બંને હાથ પોતાના કાન ઉપર દબાવી દીધાં અને તે રડવા લાગી.

હવે ડૉક્ટર સાહેબને મીનુનો કેસ સમજાઈ ગયો હતો કે, મીનુએ આ વાર્તાનું પુસ્તક વાંચી લીધું લાગે છે જેની અસર તેના દિલોદિમાગ ઉપર ખૂબજ ગહેરી પડી છે અને જેને કારણે તે હદથી વધારે ડરી ગઈ છે અને તેને તાવ આવી જાય છે.

આવું ક્રીમીનલ પુસ્તક મીનુના હાથમાં ક્યાંથી આવ્યું તે પણ એક પ્રશ્ન છે.તેને માટે ડૉક્ટર સાહેબે મીનુના મમ્મી-પપ્પાની થોડી પૂછપરછ કરી પરંતુ તેમને તો આ પુસ્તક વિશે કંઈજ માહિતી ન હતી.

તેથી મીનુની બંને ફ્રેન્ડસને બોલાવવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી.
હવે તેમને આ પુસ્તક મીનુ પાસે કઈરીતે આવ્યું તે વાતની ખબર છે કે નહિ?
જાણવા માટે વાંચતા રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
25/7/2021