વંદના - 15 Meera Soneji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

વંદના - 15

Vndna-15


વંદના એ થોડીવાર કંઇક વિચારતા એક લાંબો નિઃસાસો નાખતા કહ્યું" અમન જ્યારે હોસ્પિટલમાં બે દિવસ પછી મને હોશ આવ્યો ત્યારે સર્વ પ્રથમ મે પણ એ દંપતીને આ જ પ્રશ્ન પૂછ્યો કે મારા દાદા દાદી ક્યાં છે? કેમ આટલા વખતમાં એક વાર પણ એ લોકો મને મળવા ના આવ્યા? શું એ લોકોને ખબર નહિ હોય કે મારી માતા નું મૃત્યુ થયું છે અને હું અહીંયા જીવીત છું હજુ?

થોડી ક્ષણો માટે તો તે દંપતિ એકબીજાની સામે જોઈ રહ્યા. મારી માતા એ લોકોને મારા દાદા દાદી વિશે પણ કહ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે મારા દાદા દાદી ને મારી માતાના મૃત્યુનો સંદેશો પહોંચાડી દે. અને સાથે મારી પણ ખબર આપે. પરંતુ અમારા એકસીડન્ટ અને મારી માતા ના મૃત્યુ ના સમાચાર સાંભળીને મારા દાદા એ આઘાત સહી ના શક્યા અને હાર્ટ એટેક આવતા ત્યાં જ એમનું મૃત્યુ થઈ ગયું. અમન આ બધું તો ફક્ત બનવા કાળે બની ગયું પરંતુ મારા દાદી આ બધા પાછળ મને જવાબદાર સમજવા લાગ્યા. કહ્યું કે જન્મતા જ આ છોકરીએ પહેલા પોતાના પિતાનો ભોગ લીધો અને હવે એની મા અને દાદા નો ભોગ લઈ લીધો. તેમને તો મને મળવાની કે મારો ચહેરો જોવાની પણ ના પડી દીધી હતી. કહેવા લાગ્યા કે કાશ આ છોકરીને જન્મતાની સાથે જ દૂધપીતી કરી દીધી હોત તો આજે આ દિવસ ના જોવો પડ્યો હોત. વંદના અચાનક બોલતા બોલતા અટકાઈ ગઈ

વંદના આકાશ તરફ મીટ માંડીને એક નજરે જોઈ રહી હતી. જાણે આ કાળા ડીબાંગ વાદળો વચ્ચે આકાશમાં ચમકતા તારાઓ ને શોધતી હોય. તેનો ભૂતકાળ તેને અત્યંત પીડા આપી રહ્યો હતો. પોતાના માતાપિતા ના મૃત્યુ નો જવાબદાર વંદના ને સમજવામાં આવી હતી એ વાત કઈ દીકરી સહન કરી શકે!. વંદનાના આંખના ખૂણે રોકાઈ ગયેલા આસું તેની આંખોની ચમક વધારતા હતા. તેનો માસૂમ ચેહરો જોઈ અમનનું દિલ પણ દ્રવી ઉઠ્યું હતું. ધીરેથી અમન એ પોતનો લાગણીભર્યો હાથ વંદનાના હાથ પર મૂક્યો. અમનના હાથનો સ્પર્શ થતાં જ તેની આંખોમાં અટકી ગયેલા આસું ધડ ધડ વેહવા લાગ્યા. અમન એ તેના આસું લૂછતાં ઇશારાથી રડવાની ના પાડી ને કહ્યું કે" બાપરે ચંપા તું કેટલું રડે છે. મારી આ શેરની અંદર થી આટલી બધી રોતલું નીકળશે એની તો મને ખબર જ ના હતી. પણ એક વાત સમજાતી નથી આ આટલા બધા આંસુ તું લાવે છે ક્યાંથી? આ વાદળાંઓ સાથે કંઈ સેટિંગ તો નથી ને તારુ? આ વાદળાં જાણે તારી આંખો દ્વારા વરસતા હોય એવું લાગે છે."

અમન ની વાત સાંભળી ને વંદના ના ચહેરા પર સ્મિત ફરી વળ્યું એટલા માં પેલો છોકરો ચા લઈને આવે છે" આ લ્યો સાહેબ ગરમાં ગરમ ચા"

"અરે વાહ ચા આવી ગઈ એમ ને હવે મજા આવશે " અમન ચા ને જોઈ થોડો ઉત્સાહિત થતો બોલ્યો..

" સાહેબ બીજુ કઈ જોઈએ સે?. આ મેડમ માટે કઈ નાસ્તો લાવું" એ છેકરા એ વંદના તરફ ઈશારો કરતા કહ્યું ...

" કેમ ભાઈ બધું આ મેડમ માટે જ લાવું છે. મને તો પૂછ કે મારે કંઈ જોઈ છે કે નહિ" અમન સહેજ મસ્તીના સુર માં બોલ્યો..

" અરે સાહેબ મેડમ ને મે રડતા જોયા તો મને એમ થયું કે એમને ભૂખ લાગી હશે" છોકરાએ પોતાના માસૂમ અંદાજ માં કહ્યું.

આ સાંભળતા જ બંને જણા એકબીજા ની સામે જોઈ હસી પડ્યા. હસતા હસતા અમન એ છોકરાના ખભે હાથ મૂક્યો ને કહ્યું" અરે છોટુ તેરા બહોત બહોત શુક્રિયા. તારી આ માસૂમિયત એ અમારા મેડમ ને હસાવી દીધા. તારો ધન્યવાદ દોસ્ત પણ હવે અમને બીજુ કંઈ જ જોતું નથી. બસ આ ચાની મજા માણી લઈએ પછી અમે અહીંયા થી જતા રેહશું. પણ હા એક વાત પૂછવી હતી અહીંયા આસ પાસ કોઈ હોટેલ કે ઢાબા જેવું હશે. જ્યાં સારા માં સારું સ્વાદિષ્ટ ભોજન મળી રહે."

" હા સાહેબ આ ટેકરી પર થી તેમ નેચે ઉતરહો ને તો અમદાવાદ તરફ જતા જ રસ્તા એક ઢાબો આવ્હે જ્યાં તમને ગરમાં ગરમ રોટલા ને રીંગણાંનો ઓળો બધું જ દેશી કાઠિયાવાડી ભોજન મળી રેહે. અને એ ઢાબો મારા બાપુનો જ સ." એ છોકરા એ જવાબ આપતા કહ્યું..

" વાહ શું વાત છે ખરેખર આવા મોસમમાં રોટલા અને રીંગણાંનો ઓળોનો સ્વાદ માણવા મળે તો તો એની મજા જ કંઇક અલગ છે. લે છોટુ આ ચા ના પૈસા." અમન એ ખિસ્સા માંથી ચા ના પૈસા કાઢતા કહ્યું...

" અરે ના ના સાહેબ અત્યારે તમે મારા ઘર આંગણે બેઠા હો. મારા બાપુ એ શીખવ્યું સે કે આપણા ઘર આંગણે આવેલું મેહમાન ભગવાન બરાબર હોય સે. ને તેની સેવા કરવી એ આપણો ધર્મ સે હો." છોકરા એ પૈસા લેવાની ના પાડતા કહ્યું..

અમન પણ છોકરાની વાત સાંભળી ને ખુબ જ પ્રભાવિત થઈ ગયો. અને બોલ્યો" બેટા તું ઘરમાં એકલો જ છે તારી માતા ક્યાં છે?"

માતા નું નામ પડતાં જ જાણે તે છોકરા નો ચહેરો ફિક્કો પડી ગયો તેની આંખોની ચમક અત્યંત પીડાદાયક હતી. સહેજ નીચી નજર કરતા તે બોલ્યો " સાહેબ મારી માતા તો મને જન્મ આપતા જ મરી જયતી. અહીંયા હું ને મારા બાપુ બસ બે જ જણા રહીસી. મારા બાપુ ઢાબો ચલાવે સ ને હું દિવસે નિહાળે જાવ સુ ને પછી રાતે મારા બાપુને ઢાબા માં મદદ કરું સુ બસ."

"ઓહ સભળીને ખૂબ દુઃખ થયું તો આ ચા તે બનાવી?" અમન બોલ્યો..

" હા મારા બાપુ એ મને શીખવી સે હવે પીવા માંડો નહીતો ચા ઠંડી થઇ જહે પછી ચા નો સ્વાદ માણવાની મજા નહિ આવે હો.ને હા તમ તમારે આરામથી ચા પીતા પીતા વાતું કરો હો. એટલું કહેતાં છોકરો અંદર ઓરડીમાં જતો રહ્યો.

બે ઘડી અમન એ છોકરા ને જતા જોઈ જ રહ્યો. વંદના પણ એ જ દિશા માં જોઈ રહી હતી જે દિશા માં એ છોકરો ગયો હતો. બંને વચ્ચે ભયંકર મૌન છવાયેલું હતું. થોડીવાર પછી એક ઊંડો નિઃસાસો નાખતા અમન બોલ્યો" જોયું વંદના આપણૅ હંમેશા પોતાનું દુઃખ પકડી રોતા હોઈએ છીએ ને એવું લાગતું હોય છે કે આ આખી દુનિયામાં આપણા જેટલું દુઃખી કોઈ નથી.પરંતુ જો આ દુનિયામાં નજર ફેરવો ને તો ખબર પડે કે ઘણા લોકો એવા પણ છે કે આપણા કરતાં વધારે દુઃખી હોવા છતાં પણ હસતા મોઢે બધું જ સ્વીકારતા હોય છે. ઘણી વખત આવા લોકો આપણા ને જિંદગી જીવવાની સાચી રીત શીખવી જતાં હોય છે."
" હા અમન તું સાચું કહે છે. પણ આ ભગવાન બધા ને આટલું દુઃખ આટલી પીડા આપતા કેમ હશે?" વંદના એ અમન સામે પ્રશ્નાર્થ નજરે જોતા કહ્યું...

" અમન સહેજ હસતા સ્વરે બોલ્યો" અરે મારી ચંપા દુઃખ ભગવાન થોડી આપે છે એ તો આપણા કર્મ ના લેખા જોખા હોય છે. "

"અચ્છા તો મને એ કે આ છોકરા એ એવા તો શું કર્મ કર્યા હશે કે જન્મતા જ એની માં મરી ગઈ. જન્મતા છોકરા એ શું પાપ કર્યા હોય કે એને આટલી મોટી સજા ભોગવી પડે એ પણ જિંદગી ભર." વંદના પોતાનો રોષ વ્યક્ત કરતા બોલી..

" એવું ના હોય વંદના આ તો હવે એની માતા ના નસીબમાં વધુ જીવવાનું નહિ લખ્યું હોય. અને તું જ કે દુઃખ કોના જીવનમાં નથી. ખુદ ભગવાન પણ એમાંથી બાકાત નથી રહ્યા. કૃષ્ણ ભગવાનને પણ જન્મતા જ પોતાની જન્મ આપનારી માતાને છોડીને જવું પડ્યું હતું. શું ત્યારે એમને દુઃખ નહિ થયું હોય? ને હવે તું આટલું બધું નહિ વિચાર જલ્દી થી ચા પિલે નહીતો ઠંડી થઇ જશે. આ વિષય પર આપણે ફરી કયારેક ચર્ચા કરશું અને હા પછી આગળ શું થયું તારા જીવનમાં?"..

વંદના એ એક ચાની સુસ્કી લીધી ને પછી એક નિઃસાસો નાખતા બોલી" મે હોસ્પિટલમાં જ મારા દાદી ને મળવાની ઈચ્છા વ્યક્ત કરી એ દંપતીએ મને સમજાવવાની કોશિશ કરી કે બેટા અમે લોકો એ તારા દાદી ને ખૂબ મનાવ્યા ઘણી વિનંતી કરી પણ એ અમારું માન્ય જ નહિ. મારા દાદી ખૂબ જિદ્દી હતા. પણ હું પણ એમનું જ લોહી છું એમના જેવી જ જિદ્દી છું મે કહી દીધું કે જ્યાં સુધી હું મારા દાદી ને નહિ મળુ ત્યાં સુધી હું અન્નનો દાણો પણ મોઢામાં નહિ મૂકું."

આ સાંભળી તે દંપતિ મૂંઝવણમાં પડી ગયા શું કરે એ સમજાતું ના હતું. તે લોકો મને ઘણી મનાવવાની કોશિશ કરી પણ મે સ્પષ્ટ એ લોકો ને કહી દીધું કે " હું મારા દાદી ને મળ્યા વગર તમારી સાથે પણ નહિ રહું. મારે ખાલી એક વાર એમને મળવું છે પછી તમે જેમ કહેશો એમ હું કરીશ."

ક્રમશ...

શું વંદના તેની દાદી ને મળી શકશે? .
જાણવા માટે વાચતા રહો " વંદના"

વધુ આવતા અંકે...

આપના કિંમતી પ્રતિભાવ આવપાવનું ચૂકશો નહિ. તમારો પ્રતિભાવ મને વધુ સારું લખવા માટે પ્રેરિત કરશે.જયશ્રી કૃષ્ણ 🙏