બદલો - 3 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલો - 3

કોર્ટ માં વાસુ ની જ ઉમર નો એક યુવાન આવ્યો,જેને જોઈ ને વાસુ ને હાશકારો થયો,અને રિમી ને અકળામણ.

એના આવતા ની સાથે જ વાસુ નો વકીલ તેની તરફ ગયો.

"હા તો સર આ છે કૃપાલ, વાસુ અને સુમિ નો કોમન ફ્રેન્ડ,
જે તેમની સાથે તે દિવસે પાર્ટી માં પણ હતો."

"તો કૃપાલ તું જવાબ આપ કે શું પાર્ટી માં વાસુ એ સુમિ સાથે કોઈ ગેરવર્તન કર્યું હતું?કે તેમની વચ્ચે કોઈ ઝગડો?"

" જી ના સાહેબ વાસુ અને સુમિ તો સારા મિત્રો છે".

એનો જવાબ સાંભળી વાસુ ને થોડી શાંતિ થઈ.હવે પૂછતાછ નો રિમી નો વારો હતો.

કૃપાલ તમે એમ કહો છો કે વાસુ અને સુમિ સારા મિત્રો છે,પણ પ્રશ્ન એ છે કે પાર્ટી માં કોઈ એવો કિસ્સો બન્યો હતો,જેથી તેમની વચ્ચે કોઈ મતભેદ થયો હોય?યાદ કરી ને કહેજો".રિમી એ જરા જોર દઈ ને કીધું.

"હા એ દિવસે વાસુ એ સુમિ ને બિયર માટે જરા ફોર્સ કર્યો તો પણ એ પછી તો બંને નોર્મલ થઈ ગયા હતા".

ફરી વાસુ ના વકીલે પૂછ્યું કે" હમણાં બે કે ત્રણ દિવસ પહેલા તમે સુમિ ને ક્યાં જોઈ?"

"બે ત્રણ દિવસ પહેલા અમારા કોલેજ નજીક એક કોફી હાઉસ છે,ત્યાં જોયેલી"

આ સાંભળી વાસુ અને તેના વકીલ ના ચેહરા પર પ્રસન્નતા ના ભાવ આવી ગયા,અને તે વકીલ બોલ્યા"તો સર હવે એ તો પાકું કે સુમિ પોતાની રીતે ક્યાંક ચાલી ગઈ છે,અને એમાં મારા કલાઈએન્ટ નો કોઈ વાંક નથી,તો હું તમારી પાસે ન્યાય ની આશા રાખું છું"આટલું કહી તે બેસી ગયો.

રિમી કૃપાલ ની નજીક આવી અને પૂછ્યું"તમને આ કેસ વિસે કેટલા સમયથી ખબર છે?"

" જી વાસુ ને લઈ ગયા ત્યારથી જ"

"તો પણ તમે સુમિ ને જોઈ ને જાવા દીધી?તમને એમ ન થયું કે એ ક્યાં જાય છે?કોની સાથે છે?તપાસ કરું તો મારો ફ્રેન્ડ છૂટી જાય?"

"જી મને એવી શંકા હતી કે એ સુમિ છે,અને પછી થયું કે કદાચ એ સુમિ જ હતી,હું એ અવઢવ માં હતો ત્યાં તે ગાયબ થઈ ગઈ હતી"

"તો તમને પાક્કી ખાત્રી નથી કે એ સુમિ જ હતી?"

" જી...ના એટલે કે.. હા.. એટલે... એવું લાગ્યું.."કૃપાલ થોથવાઈ ગયો.

સર હવે તો મને લાગે છે કે આ માણસ પણ ખોટો છે.

"હા પણ સુમિ ની કોઈ લાશ પણ નથી મળી,અને એ પણ ક્યાંય નથી મળી,બસ તેં છેલ્લે વાસુ સાથે હતી,પણ એ વાત ને આધારે વાસુ ને કોઈ સજા ના થઇ શકે!"આટલું કહી તેના વકીલે જજ સામે જોયું.

અંતે કોઈ પણ પુરાવાએ સાબિત કરતા હતા નહતા, કે
સુમિ ના ગાયબ થવામાં વાસુ નો હાથ છે,એટલે તેને નિર્દોષ છોડી દેવા માં આવ્યો,વાસુ અને બટુક પટેલ મૂછપર તાવ દેતા રિમી ની સામે થી નીકળી ગયા,અને રિમી દુઃખી મને બેસી રહી..

આ વાત ને લગભગ બાર તેર દિવસ થયા હશે,ને એક દિવસ વાસુ તેની કોલેજ પાસે થી નીકળો ત્યાં તેને સુમિ દેખાઈ,તે તેની પાછળ પાછળ ગયો,જોયું તો સુમિ એક ઘર માં જતી રહી.વાસુ તરત તે ઘર માં ગયો,તે એક અંધારીયું, અને અજીબ વાસ મારતું ઘર હતું.ઘર માં અંદર પ્રવેશતા જ ઉપર એક સીડી આવતી હતી,વાસુ ત્યાં ચડી ગયો, લગભગ દસ બાર પગથિયાં પછી એક રૂમ આવ્યો,ત્યાં જોયું તો એકદમ અંધારું હતું,તેને મોબાઈલ ની ટોર્ચ ચાલુ કરી તો એકદમ ડરી ગયો,આ શું?તેની સામે કેટલાય અરીસા હતા,જેમાં એક તરફ સુમિ ની લાશ દેખાતી હતી,
તે જોઈ ને ડરી ગયો,અને જેવો ઊંધો ફર્યો તો બીજી તરફ સુમિ હસતી દેખાતી હતી.

વાસુ આ બંને તરફ જોતો રહી ગયો,એના કાન માં સુમિ ના રડવા અને હસવા નો અવાજ એક સાથે આવી રહ્યો હતો,અને તેને ચક્કર આવી ગયા ને તે ત્યાં જ બેભાન થઈ ને પડી ગયો..

જ્યારે આંખ ખુલી ત્યારે વાસુ કોઈ અંધારી ગલી માં પડ્યો હતો,તે ત્યાંથી ઉભો થઇ ને ભાગવા લાગ્યો,પ..ણ
તેને સમજાતું નહતું કે તે ક્યાં છે?અને ફરી એ જ અવાજ અને દ્રશ્ય એની આંખ સામે આવી ગયું,તેનું ગળું સુકાઈ ગયું,તેને ખૂબ પરસેવો આવવા લાગ્યો.અને ફરી ત્યાં બેભાન થઈ ગયો...

અને જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તે કોઈ હોસ્પિટલ માં હતો,તેને માથામાં ઇજા થઇ હતી,તેને ભાન માં આવતો જોઈ નર્સ ડોક્ટર ને બોલાવી લાવી .ડોક્ટરે આવી ને તેને તપાસ્યો,અને તેના પરિવાર વિસે પૂછવા લાગ્યા,ત્યાં જ એક નર્સ તેની સામેથી પસાર થઈ જે એક વિહિલચેર ને લઈ જતી હતી વાસુ ને તે બન્ને સુમિ જ દેખાઈ અને વાસુ ફરી સુમિ સુમિ કરવા લાગ્યો,ડોક્ટરે તેને પૂછ્યું કોણ ક્યાં?પણ તે કઈ જવાબ આપી શક્યો નહિ.

હોસ્પિટલ માં આવું વારેવારે થયા બાદ ડોક્ટરે તેના માતા પિતા ને વાસુ ની માનસિક હાલત ખરાબ હોય,થોડો સમય પાગલખાના માં રાખવાનું કહ્યું.ના છૂટકે વાસુ ની આ દશા જોઈ તેના પિતા તૈયાર થયા,અને વાસુ ને પાગલખાના માં રાખવામાં આવ્યો.

એક દિવસ રિમી વાસુ ને મળવા ગઈ,તેની સાથે એક બાનું પણ હતી.તેને વાસુ ને બોલાવ્યો અને કહ્યું

વાસુ સુમિ ક્યાં છે ?તને ખબર છે?

વાસુ એ નકાર માં માથું ધુણાવ્યું,અને એ સાથે જ તેની સાથે રહેલી બાનું એ બુરખો ઊંચક્યો,અને વાસુ સુમિ સુમિ કરવા લાગ્યો.બધા સમજ્યા તેને ફરી સ્ટ્રોક આવ્યો છે,અને તેને શૉક આપવામાં આવ્યો,રિમી ત્યાંથી બહાર આવી ગઈ.

રિમી ત્યાંથી એક હોસ્પિટલ માં ગઈ ,ત્યાં એક નર્સ તેમને એક કોમાં વોર્ડ માં લઇ ગઈ ,ત્યાં એક દંપતી કોમાં માં હતું,તેમની પરિસ્થિતિ જોતા લાગતું હતું,કે ખબર નહિ કેટલા સમય થી તે અહીં હશે.રિમી એ તેમને જોયા,તેની આંખ ભીની થઇ ગઇ અને તે તેની પાસે ગઈ તેના પગ અડકી ને કહ્યું,"પપ્પા આજ અમે અમારા ભાઈ નો બદલો લઈ લીધો"અને એ સાથે જ બુરખા માં રહેલી સુમિ એ પણ બુરખો ઊંચકી ને સ્મિત આપ્યું.

બંને બહેનો એક વિજયી સ્મિત સાથે તે રૂમ માંથી બહાર આવી.અને ઘરે જવા નીકળી ગઈ.

"સમર હાલ જલ્દી મોડું થાય છે,મામા ને ત્યાં જવું છે."
સુમિ એ તેના જોડિયા ભાઈ ને બૂમ મારી.સુમિ સમર અને રિમી તેના માતા પિતા સાથે તેમના મામા ને ત્યાં ગયા હતા,
ત્યાં રમતા રમતા સમર ને ત્યાં ના સરપંચ ના દીકરા સાથે ઝગડો થઈ ગયો,અને તે સરપંચે સમર ને એક દિવસ અંધારી કોટડી માં પુરી દીધો,અને એ દરમિયાન એ આઠ વર્ષ ના બાળક નું મૃત્યુ થયું,અને એના માં બાપ આ આઘાત સહન ના કરી શક્યા,અને ના મરી શક્યા ન જીવી શક્યા,આજ એ વાત ને બાર વર્ષ થયાં અને સુમિ અને રિમી એ પોતાનો બદલો એ સરપંચ ના દીકરા સાથે લીધો
જે હવે નથી જીવવની સ્થિતિ માં કે નથી મરવાની..

આરતી ગેરીયા...