Badlo - 1 books and stories free download online pdf in Gujarati

બદલો - 1

રાજા કો રાની સે પ્યાર હો ગયા....
, બસ કર હવે સુમિ ક્યારની શુ રાગડા તાણે છે...

"હવે દીદી તને ખબર ના પડે આ તો બધી પ્રેમ ની વાત છે"

સુમિ અને રિમી બંને બહેનો,રિમી ભણવામાં હોશિયાર અને સમજુ,રિમીની ઉમર બાવિસ વર્ષ ની,રિમી એટલે સંપૂર્ણ વ્યવહારુ જિંદગી જીવનારી,તેને એક સારી વકીલ બનવાની ઈચ્છા,અને તે પોતાના ધ્યેય માટે મક્કમ હતી,
જ્યારે સુમિ વિસ વર્ષ ની યૌવના,મન માં કાઈ કેટલીય ઉમંગ, અને આખો માં નવરંગી સપના,સુમિ આમ પણ બહુ જ સ્વપનીલ.દરેક વાત અને વસ્તુ ને સપના સાથે જોડી દે, એને એવું જ લાગે કે ફિલ્મો જેવી જ હકીકત ની દુનિયા હોઈ છે,અને જે પણ ફિલ્મ જોવે પોતાની જાત ને એની હિરોઇન સમજવા લાગે,અને એની ભાવના સાથે પોતાને જોડી દે,ક્યારેક તો ફિલ્મ પુરી થયા પછી પણ એના કેફ માંથી બહાર ના આવે!

સુમિ ની ઈચ્છા કોઈ હિરોઇન બનવાની નહતી,પણ એને પોતાના રાજકુમાર ને મળવાની ઉતાવળ હતી.સુમિ આમ પણ દેખાવડી,કોલેજ માં ઘણા છોકરા એની આગળ પાછળ ફરે,પણ સુમિ ની નજર કોઈ પર ઠરે નહિ.સુમિ અને રિમી એક જ કોલેજ માં ભણતા,બંને ને સાથે જ આવવા જવાનું એટલે સુમિનું ધ્યાન પણ રહે.

એકવાર કોલેજ માં ડાન્સ કોમ્પિટિશન હતી,જેમાં સુમિ
પહેલા ક્રમાંકે આવી,તેને અભિનંદન આપવા આખું કોલેજ લાઇન માં આવ્યું જેમાં છોકરાઓ વધારે હતા.સુમિ બધા નો હસી ને આભાર માનતી હતી,ત્યાં જ એક ઊંચો, ઘઉંવર્ણ વાન વાળો છોકરો સુમિ ની સામે ઝૂકી ને તેને અભિનંદન આપતો દેખાયો.સુમિ પણ તેની સામે જોઈ ને હસી અને ત્યાંથી જતી રહી.બીજા દિવસે જ્યારે સુમિ કોલેજે આવી ત્યારે પણ તેને સુમિ ની સામે જોઈ ને સ્માઈલ આપ્યું,અને સુમિ એ પણ,ધીરે ધીરે આ રોજ નો ક્રમ બની ગયો,લગભગ અઠવાડિયા સુધી આવું ચાલ્યું.

એક દિવસ સુમિ તેની ફ્રેન્ડ સાથે કલાસરૂમ માં બેઠી હતી,ત્યારે તે તેની પાસે આવ્યો,અને બોલ્યો

" હાઈ સુમિ હું વાસુ મારી સાથે મિત્રતા કરીશ"

સુમિ તો તેની આ અદાથી જ ખુશ થઈ ગઈ,તો પણ પોતાની જાત ને સાંભળી ને શાંતિથી પૂછ્યું

"આમતો આપડે એક જ કલાસ માં છીએ,તો મિત્રો જ કહેવાય ને"

"હા પણ હું તને મારી બેસ્ટ ફ્રેન્ડ બનવાનું કહું છું,આમ પણ હું અહીં નવો છું તો મારા જાજા મિત્રો નથી તો તને વાંધો ન હોઈ તો"...

" સારું આપડે મિત્રો બનીશું પછી બેસ્ટ ફ્રેન્ડ બનિશું કે નહીં એ જોઈશું"અને સુમિ એ પોતાના તરફ લંબાવાયેલા હાથ માં પોતાનો હાથ મુક્યો.

વાસુ હોસ્ટેલ માં રહી ને ભણતો હતો,તેના પપ્પા બાજુ ના નાના ગામ ના સરપંચ હતા,એટલે પૈસા ની કોઈ કમી નહતી.વાસુ ના ગળા માં સાક્ષાત સરસ્વતીજી બિરાજેલા હતી,એટલે તે ભણવા સાથે સિગિંગ પણ શીખતો,તેને સુમિ નો ડાન્સ બહુ ગમતો.

વાસુ અને સુમિ હવે ઘણી વાર સાથે સમય પસાર કરતા,રિમી તેને હમેશા પોતાનું ધ્યાન રાખવાનું કહેતી,અને ચેતવતી કે કોઈ પર આંધળો વિશ્વાસ કરતા પહેલા વિચાર કરજે.ત્યારે સુમિ હમેશા કહેતી કે દીદી તું વકીલ બનવાની ને એટલે બધા ને એવી જ નજરે જોવે છે.અને બંને બહેનો એકબીજા ની સાથે મજાક કરી લેતી.

એકવાર કોલેજ માં જ્યારે સિગિંગ અને ડાન્સિંગ ની કોમ્પિટિશન થઈ ત્યારે સુમિ અને વાસુ બંને ફર્સ્ટ આવ્યા, તેમના ફ્રેન્ડસર્કલ માં તો ખુશહાલી છવાઈ ગઈ,અને બધા એ સાથે પાર્ટી કરવાનું નક્કી કર્યું,સુમિ ની સાથે રિમી પણ પાર્ટી માં ગઈ હતી,તેને જોયું કે વાસુ ને પોતાની જીત પર બહુ અભિમાન હતું,અને તે વારેવારે પોતાની જીતની ડીંગ બધા સામે હાકતો,તે સુમિ ની જીતની વાત પણ એ રીતે કરતો જાણે તેમાં પણ તેનો જ ફાળો હોઈ,જે રિમી ને બિલકુલ ના ગમ્યું,ઘણી વાત માં તો રિમી એ તેને ટોક્યો પણ,જે વાસુ ને ના ગમ્યું.

વાસુ દરેક રીતે સારો હતો,પણ તેની એક પ્રોબ્લેમ એ હતી,કે તે ક્યારેય પણ પોતાની હાર સ્વીકારી ના શકતો,કેમ કે એક તો પહેલેથી પોતે દરેક કોમ્પિટિશનમાં અગ્ર રહેતો, અને એના પપ્પા ગામ ના સરપંચ એટલે કોઈ એની સામેં ના બોલે,અને કદાચ કોઈ બોલે તો પણ સરપંચ તેને ડરાવી ને બંધ કરાવી દયે.રિમી નું આ રીતે બોલવું તેને ગમ્યું નહિ, એટલે તેને નક્કી કર્યું કે ગમે તેમ કરી ને આ બંને બહેનો વચ્ચે તિરાડ પાડવી.

વાસુ હવે સુમિને ભણવામાં મદદ કરતો,કયારેક કોઈ પ્રોજેકટમાં પણ મદદ કરતો,નવરાત્રી ના ગરબા માં પણ બંને સાથે જતા,પણ કયારેય વાસુ તેના ઘરે નહતો ગયો , ઘણીવાર મોકો મળતા તે રિમીની બુરાઈ પણ કરતો,પણ સુમિ તેને ધમકાવતી કે મારી દીદી વીશે કંઈ નહીં કહેવાનું,એટલે વાસુ ને પોતાની દાળ ગળતી દેખાતી નહિ.

વાસુ અને સુમિ હવે કોલેજ ના અંતિમ વર્ષ માં હતા, એકવાર સુમિના જન્મદિવસ પર વાસુ એ તેને મોંઘી ઘડિયાળ ગિફ્ટ માં આપી,અને આ બાબતે તેને રિમી સાથે બોલવાનું થઇ ગયું.

"જો વાસુ મારી બેન બહુ ભોળી છે,એને ગેરમાર્ગે દોર માં"રિમી એ વાસુ ને ધમકી ભર્યા અવાજે કહ્યું.

"હું સુમિ નો ફ્રેન્ડ છું,અને એને પોતાના સારા ખરાબની ખબર પડે છે,તો તું અમારી વચ્ચે બોલીશ નહિ."વાસુ એ ગુસ્સા માં જવાબ આપ્યો.

"અને હા તને કોઈ મળતું નથી એટલે તું સિમીની ખુશી જોઈ શક્તિ નથી,તું તારું સંભાળ,આજ તો મેં એના માટે મોટી પાર્ટી રાખી છે,તું પણ જોઈ લે જે"સુમિ ને નજીક આવતા જોઈ વાસુ એ ઇરાદાપૂર્વક કહ્યું.

સુમિ તો આમપણ સ્વપનીલ તે તો પોતાના માટે કોઈ એ સરપ્રાઇઝ પાર્ટી રાખી છે, એ બાબત થી રાજી રાજી થઈ ગઈ.તેને થયું કે દીદી ને તો મનાવી લઈશ,આજે હું મારી પાર્ટી નો આનંદ માંણું.એ દિવસે વાસુ અને સુમિ સાથે એના ક્લાસમેટ એ એક શાનદાર પાર્ટી કરી,પાર્ટી રાતે મોડે સુધી ચાલી અને સુમિને ઘરે આવતા મોડું થઈ ગયું.વાસુ સુમિને તેના સોસાયટી ના દરવાજા સુધી મૂકી આવ્યો.

બીજા દિવસે સવારે વાસુ સૂતો હતો,અને તેના મોબાઈલ માં કોઈ નો ફોન આવી રહ્યો હતો,વાસુ એ પરાણે ફોન ઉપાડ્યો,રિમી નો ફોન હતો,તેને કટાણું મોં કરી ફોન લીધો ને રિમી નો અવાજ સાંભળી તેના હોશ ઉડી ગયા.રિમી ગુસ્સા માં એક જ વાત બોલી રહી હતી "વાસુ સુમિ ક્યાં છે"????

"શુ!?સુમિ!એને તો મેં રાતે તારી સોસાયટી ની બહાર જ ઉતારી હતી,તે ઘરે નથી પહોંચી"??વાસુ નો આવાઝ તરડાઈ ગયો.

" વાસુ ખોટું નહિ બોલ મને સાચું કહી દે કે સુમિ ક્યાં છે?શું કર્યું તે એની સાથે?"રિમી નો ગુસ્સો વધતો જતો હતો.

આ તરફ વાસુ ને પરસેવો વળી ગયો,તેને ફોન પટક્યો,અને તે પોતે પણ ઝડપથી હોસ્ટેલ ની બહાર નીકળી સુમિ ની શોધ માં નિકળી પડ્યો...

આરતી ગેરીયા...




બીજા રસપ્રદ વિકલ્પો