પ્રેમ.....એક વિચાર... Tru... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

  • નિતુ - પ્રકરણ 31

    નિતુ : ૩૧ (યાદ)નિતુના લગ્ન અંગે વાત કરવા જગદીશ તેના ઘર સુધી...

શ્રેણી
શેયર કરો

પ્રેમ.....એક વિચાર...

‌Happy new year........🙏
કેમ છો મિત્રો.મજામાં જ હશો...અને મજામાં જ રહેજો ...આવનારું વર્ષ તમને ખૂબ ફળે,પ્રગતિના નવા દ્વાર ખોલે,તમને ખૂબ પ્રેમ મળે.પ્રેમ આજે પ્રેમ વિશે જ થોડી વાત કરવી છે.પ્રેમ શબ્દોમાં જ અઢળક પ્રેમ છે.માણસની એક પ્રાથમિક જરૂરિયાત માનસિક રીતે જીવવા માટે ની હોઇ તો એ પ્રેમ છે.માણસ પ્રેમ વગર જીવી જ ના શકે. માતાપિતા,ભાઈ,બહેન,મિત્ર,સગાસંબંધી કે online relationship વ્યક્તિ કોઈ પણ જગ્યા એ તો પ્રેમ જ શોધતો હોય છે.પ્રેમ ને શોધવો પડે ખરા? એતો ક્યાંય ને ક્યાંક કોઈ ને કોઈ રૂપમાં મળી જ જાય.બસ સાચવવાનો છે. પારખવાનો નહિ.માણવાનો લ્હાવો લેવાય જાણવાનો નહિ....તો પ્રેમ વિશેના થોડા સવાલો અને થોડા વિચારો રજૂ કરું છું.ભૂલચૂક માફ કરશો...

પ્રેમ એટલે શું? બધાં ને પૂછો એટલે જવાબ સરખા જેવો આવે પણ અનુભવો બધાં ના અલગ અલગ......એમ કહી શકાય જેવો વિચારો એવો પ્રેમ...

પ્રેમ એક સાવ નિર્દોષ લાગણી,જેમાં કોઈ પણ પ્રકાર ની નકારાત્મકતા ને અવકાશ જ ના હોય ......સંપૂર્ણ સમર્પણ, સંપૂર્ણ સ્વીકાર હોય જો કે એનો અર્થ પણ વ્યક્તિ પોતાના જ વિચારો પ્રમાણે કાઢે છે.એમ કહી શકાય. પ્રેમ શબ્દને બધા પોતાના વિચારો થી જ મૂલવે છે જો વિચારો પર સાબિત ના થાય તો પ્રેમ માં ખોટ આવી જાય.....ખરેખર સાચા પ્રેમ માં કોઈ વાત ની ખોટ આવે ખરા.?...
કોઈ વ્યકિત ને બીજા વ્યક્તિ ની કોઈ વાત,કોઈ ટેવ,દેખાવ,કોઈ વિશેષતા પ્રત્યે આકર્ષણ થાય એટલે પ્રેમ,એના જ વિચારો આવે એટલે પ્રેમ,કોઈ અપૂર્ણતા ની પૂર્તિ અનુભવાય એટલે પ્રેમ,સતત એની ઝંખના થાય એટલે પ્રેમ.....શું આનેજ કહેવાય પ્રેમ? કોઈ વ્યક્તિ ની આદત પડી જાય એ પ્રેમ ,પછી વાંચેલું, સાંભળેલું,જોયેલું બધું પ્રેમ ની રીત શીખવાડે .ક્યારેક સારા અને સાચા પ્રેમી થવાની હોડ માં ,પોતાને સાબિત કરવાની હોડ માં મન બધું જ કરાવે અને વ્યક્તિ કરે...અને અહમ ના લીધે જીવનભર એમ કરે તો શું એ પ્રેમ છે?
જ્યાં સુધી કોઈ પ્રતિકૂળ સંજોગો ના આવે ત્યાં સુધી આવા પ્રેમ ને કંઇજ વાંધો ના આવે પણ એક તરફ થી પ્રેમ વિશે ના માપદંડ વિચારો જુદા પડે એટલે પ્રેમ નિષ્ફળ થવાનું શરૂ થાય .....શું પ્રેમ કોઈ દિવસ નિષ્ફળ થાય ખરો?,
બસ આમ મન ના તરંગો થી આખી દ્દુનિયા પ્રેમ કરે જ છે......પણ ક્ષણિક,પ્રેમ ક્ષણિક ના હોય શકે ,
એતો શાશ્વત આનંદ......બસ આનંદ .....સાથે હોય તો પણ આનંદ ના હોય તો વિરહ નો આનંદ...પ્રેમ માં બધું જ યાદ રાખવા નો આનંદ ,તો જાત ને ભૂલી જવાનો આનંદ.સાથે હસવાનો આનંદ એકલા રડવાનો આનંદ બસ આનંદ જ આનંદ બીજું કઈ જ નહિ.હા દુનિયા ના વ્યવહારો ને લીધે મુશ્કેલી આવી શકે.,સ્વભાવ ભિન્નતા ને લીધે નારાજગી થઈ શકે,મનુષ્ય ની મર્યાદાઓ ને લીધે અડચણ આવી શકે પણ હૃદય માં આનંદ ની લાગણી સંતોષ બની ને તૃપ્ત કરતી રહે એજ કદાચ સાચો પ્રેમ હોય શકે.
બહુ થોડા લોકો છે જે સાચો પ્રેમ કરે છે.પણ ઈશ્વર ની મહાનતા છે કે બધાજ પ્રેમ કરે છે અને કરવોજ જોઈએ.ઈશ્વર ની ભેટ નો અસ્વીકાર કેમ કરાય....?
પ્રેમ વિશે તો લખીએ એટલું ઓછું....જાણીએ એટલું ઓછું ...... માણીએ એટલું ઓછું...અનુભવીએ એટલું ઓછું...નાનકડા હૃદયમાં જાણે ઘુંઘવતો સાગર ભરતી ઓટ, મોજાં હિલોળા, વાવાઝોડાં સુનામી બધું જ હોય,તો પણ આંખને ગમે એવી સુંદરતા અને ક્ષિતિજ ને માણી શકાય એવી વૈભવતા,તરીએ તો મનની શાંતિ મળે,ડૂબકી મારીએ તો કદાચ મોતી પણ મળે.....
તો નવા વર્ષમાં સૌ કોઈ ને કોઈ ને કોઈ રૂપે ભરપૂર પ્રેમ મળે એવી શુભકામના .......