વંદના - 14 Meera Soneji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વંદના - 14

વંદના-14
ગત અંકથી ચાલુ...

મારી માતાના કહેલા એ એક એક શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા હતા. જાણે એકાએક મારા પર આભ તુટી પડ્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું હતું. મારી માતા હવે આ દુનિયામાં નથી રહી એ વિચાર માત્રથી જ મારા આખા શરીરમાં કંપારી ફરી વળી, મારી આંખ સામે અંધારું છવાઈ ગયું. મને એવું લાગી રહ્યું હતું જાણે કોઈએ મારા જીવનનો આધાર છીનવી લીધો. મે મારી અંદર રહેલી તમામ શક્તિ એકઠી કરીને મારી માતાને પોકારવાની કોશિશ કરી પરંતુ જાણે મારું સમગ્ર અસ્તિત્વ વિખરાઈ ગયું હોય તેમ હું ભાંગી પડી ને ત્યાં જ હું બેહોશ થઈ ગઈ.

મને આમ બેહોશ જોઈને તે બંને પતિ પત્ની પણ ગભરાઈ ગયા. તે લોકો એ જરા પણ વિલંબ કર્યા વગર મને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા. ડોકટરે તપાસ કરતા જણાવ્યું કે આમ અચાનક મારી માતાના મૃત્યુના સમાચાર સાંભળીને એક્સીડન્ટ માં થયેલી ઇજા પર અસર થઈ હોવાથી મારા માથામાં સખત દુખાવો થવાથી હું બેહોશ થઈ ગઈ હતી. અને એ પણ ડોકટરે પહેલા થીજ સૂચના આપી જ હતી કે કોઈ પણ આઘાતજનક સમાચાર સાંભળીને મારા સ્વાસ્થ પર અસર થશે જ કદાચ એવું પણ બને કે તે આઘાત થી હું કોમોમાં જતી રહું. આ સાંભળીને તે દંપતિ પણ ખુબજ ચિંતા જનક સ્થિતિમાં આવી ગયા.
************************************

અચાનક વંદના ને માથાનો દુખાવો થતાં એકદમ જ માથું પકડીને ત્યાં પડેલા પથ્થર પર બેસી ગઈ. આ જોતાં જ અમન તરત દોડતા વંદનાને પોતાની બાહોમાં જકડી લે છે અને વંદનાને આશ્વાસન આપતા પાણી પીવડાવે છે ને કહે છે કે " વંદના તું ઠીક તો છે ને? તું ચલ હવે અહીંયા થી આપણૅ ઘરે જઈએ એમ પણ ખૂબ મોડું થઈ ગયું છે. રાત પડી ગઈ છે."
વંદના આ રીતે અમન ને મૂંઝાતો જોતા જ તેના આંખોમાં આંખ પોરવી ને બોલી"અમન હું ઠીક છું તું ચિંતા નહિ કર ડોક્ટરના કહેવા મુજબ જ્યારે પણ હું મારા ભૂતકાળને યાદ કરું છે ત્યારે એ એક્સીડન્ટ માં થયેલી ઇજા તાજી થઈ જાય છે ને મારા માથામાં દબાણ આવવાથી ક્યારેક માથાનો દુખાવો થઈ જાય છે. પણ એમાં કોઈ ચિંતાજનક નથી.

"ભલે પણ હું તને આ સ્થિતિમાં નહિ જોઈ શકું મારે નથી જાણવો તારો ભૂતકાળ મને તારા ભૂતકાળથી કોઈ નિસ્બત નથી મારા માટે તું અત્યારે વધારે મહત્વની છે. તારો ભૂતકાળ એ ભૂતકાળ જ રહેવાનો છે હવે એ સમય પાછો નહિ આવે." એમને વંદના માટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું..

" મને ખબર છે અમન પણ ખરેખર મને તને આ બધું કહી ને સારું લાગી રહ્યું છે એવું લાગે છે જાણે માથા ઉપરથી એક બોજ હળવો થયો છે. બસ મારી માતાના મૃત્યુનો સમય યાદ કરતા જરા મન ભારે થઈ ગયું અને થોડું માથામાં દબાણ આવી ગયું. એ ટેપ રેકોર્ડર માં મારી માતા એ કહેલું આજે પણ હું યાદ કરું ત્યારે ખૂબ જ ભાવુક થઈ જાવ છું." વંદના એ અમન ને કહ્યું


" વંદના હું સમજુ છું કે તે વખતે તારા પર શું વીતી હશે. કહેવાય છે ને કે માં તે માં. માં વગરનો સમગ્ર જીવન સુનું ભાસે. મરવા માટે તો ઘણા રસ્તા છે પરંતુ જન્મ લેવા માટે તો એક જ રસ્તો છે તે છે ફક્ત માં. માની ગરજ કોઈ ના સારી શકે. ભગવાને પણ માનવીના ઘરમાં આવવાનું મન થયું હશે ત્યારે તેને માં બનાવી એટલે જ તો કહે છે કે એ ભગવાનનું સ્વરૂપ છે. તેના ચરણો માં જન્નત રહેલી છે. એક માં ને પોતાના બાળકને જન્મ આપતા જેટલી પીડા નથી થતી એટલી પીડા પોતાના સંતાનથી વિખૂટા પડ્યાનું દર્દ થતું હોય છે.એ પીડા એક માં સિવાય કોઈ ના સમજી શકે." અમન વંદનાના માથે હાથ ફેરવતા આશ્વાસન આપતા બોલ્યો..

વંદના ને અમન ના સ્પર્શથી ખૂબ જ સુકુન મહેસૂસ થતું હતું. તેના સ્પર્શથી તે હુંફ અનુભવતી હતી જેની તેને વારસો થી ઝંખના હતી. વંદનાની માતા ના મૃત્યુ પછી આજે આટલા વરસે કોઈ પોતાના વ્યક્તિની હુંફ મળી હોય તેવો અહેસાસ થતો હતો.અચાનક જ ઠંડા પવન સાથે વરસાદ વરસી પડયો. અચાનક વરસતા વરસાદ ને જોઈ ફરી વંદનાને તે કાળી રાત યાદ આવી ગઈ. તેના ને તેની માતાના એકસીડન્ટ વાળી રાત. જાણે એ રાતનો નજારો તેના સમગ્ર માનસપટલ પર છવાઈ ગયો. ફરી એ દર્દથી એક ચિનગારી તેના દિલમાં સળગી ઉઠી. ને તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. વરસતા વરસાદના ટીપાં સાથે ભળેલા તેના આંસુ તેની પીડા અમન સ્પષ્ટ પણે અનુભવી રહ્યો હતો. અમનએ ખૂબ જ આત્મીયતાથી વંદનાના માથે હાથ ફેરવતા તેને સાંત્વના આપી રહ્યો હતો. વંદના એ તેની સામે નજર મેળવી. બે ઘડી બંને એક બીજામાં જાણે ખોવાઈ ગયા હોય તેમ નિઃશબ્દ એક બીજાને તાકી રહ્યા.

વરસાદમાં ફૂકાતો ઠંડો પવન એક અલગ જ રોમાંચ પેદા કરી રહ્યો હતો. અમને વંદનાનો ચેહરાને પોતાના હાથોમાં લઈ લીધો. તેના મુલાયમ ગાલને સપર્શ કરતા જ જાણે અમન ના શરીરમાં કંપારીનું એક લખલખું પસાર થઈ ગયું. અચાનક વીજળીનો ચમકારો થતાં વીજળીના અવાજથી ડરીને વંદના અમનની બાહોમાં સમાઈ ગઈ. તેને પોતાના બને હાથ અમન ના શરીર ફરતે વિટાડીને પોતાના આલિંગનમાં લઈ લીધો. વંદના એ પોતાનું માથું અમન ના છાતી સરસી ચાંપી દીધુ. બને વચ્ચે એક નીરવ શાંતિ પથરાઈ ગઈ હતી. બને એકબીજાના શ્વાસ મેહસૂસ કરી રહ્યા હતા. બને જાણે બધું જ ભૂલીને એકબીજામાં ખોવાઈ ગયા હતા. મેઘરાજા પણ જાણે મન મૂકીને બંને પર વરસી રહ્યા હતા. અચાનક મોબાઈલ ફોન ની રીંગ સંભળાતા બને જાણે કોઈ સ્વપ્ન માંથી બહાર આવી ગયા. પરંતુ વરસાદમાં ફોન રીસિવ થઈ શકે એમ ના હોવાથી બને ત્યાં એ ટેકરી પર સામે એક નાનકડી ઝૂંપડી બનાવેલી હતી ત્યાં ગયા. ત્યાં પોહચતા જ ફરી મોબાઈલની રીંગ વાગી.

અમન એ ફોનની સ્ક્રીન પર જોયું તો વંદનાની માતા સવિતાબહેનનો કોલ હતો. તે જોતાજ અમન બોલ્યો " અરે વંદના તારી મમ્મીનો કોલ છે"

"હા લાવ હું જ વાત કરી લવ પૂછવા માટે ફોન કર્યો હશે કે ક્યારે આવે છે."
" હા મમ્મી શું થયું? કેમ અમન ના ફોનમાં કોલ કર્યો? મારા ફોન માં કેમ નહિ?" વંદના એ ફોન ઉઠાવતા જ સવિતાબહેન કાઈ બોલે તે પહેલાં જ જાણે પ્રશ્નોનો વરસાદ વરસાવી દીધો.

" અરે બેટા શાંતિ પેલા હવે શ્વાસ લઈ લે તારો ફોન લાગતો ન હતો એટલે અમન ના ફોનમાં કર્યો" સવિતાબહેન એ કહ્યું..

" હા કહોને મમ્મી શું થયું?"

" અરે થયું કશું નથી આજે તારા પપ્પા વહેલા આવી ગયા છે તો અમે પણ બહાર જમવા જઈએ છીએ. બસ એ કહેવા માટે ફોન કર્યો હતો"

" ઓહો શું વાત છે મમ્મી આજે મસ્ત રોમેન્ટિક ડેટ પર જવાના એમ ને" વાંદનાએ મસ્તી ભર્યા અંદાજમાં કહ્યું..

"બસ હો તારી મમ્મીની મસ્તી કરે છે? સવિતાબહેન પણ હસી પડ્યા ને બોલ્યા.

" મમ્મી હું તો એમજ મસ્તી કરતી હતી સારું તો તમે લોકો એન્જોય કરો. અને ઘરની એક એક્સ્ટ્રા ચાવી છે મારી પાસે એટલે વાંધો નહિ તમે જાવ ઓકે." વંદના એ તેની મમ્મી ને વળતા જવાબ આપતા કહ્યું..

વંદના એ ફોન કટ કરીને ફોન અમન ને પાછો આપ્યો. ફોન પાછો આપતા વંદના અમન સામે નજર ના મેળવી શકી. થોડી જ ક્ષણો પહેલા તે બંને એક બીજાની બાહોમાં હતા. એ ખ્યાલથી જ તેની આંખો શરમથી જુકી ગઈ. અમન પણ તેને એક નજરે જોઈ રહ્યો હતો જેથી તે વધારે સંકોચ અનુભવતી હતી. બને વચ્ચે મૌન છવાઈ ગયું હતું. બંનેના હોઠો તો ચૂપ હતા પણ આખો ઘણું બધું કહી રહી હતી. એટલામાં એ ઝૂંપડી માંથી બહાર એક દુબળો પાતળો છોકરો બહાર આવ્યો તેના હાથમાં રેડિયો હતો. જેમા સોંગ વાગી રહ્યું હતું" સુહાના સફર ઔર યે મોસમ હસી......" આ ગીત સાંભળીને બંને ની આખો જુકી ગઈ. થોડીવાર બાદ એ છોકરા એ બને વચ્ચેનું મૌન તોડ્યું.

" સાહેબ ચા પીશો આવા મોસમમાં ચા ની મજા જ કંઈક અલગ છે. તમે કહો તો લઈ આવું ચા"

અમને પણ ખુશ થઈને કહ્યું" હા ભાઈ લઈ આવ એમ પણ અમારા મેડમને ચા ખૂબ ભાવે છે તારી ખૂબ મેહેરબાની રહેશ જો આવા મોસમમાં ચા નો સ્વાદ માણવા મળશે તો"

" હા સાહેબ તમે બેસો હું હમણાં લાવું છું" એટલું કહેતાં એ છોકરો અંદર ચા લેવા દોડી ગયો.

બંને જણા ત્યાં પડેલી ખુરશી પર બેસતા અમન બોલ્યો" તો વંદના આગળ શું થયું તારા ભૂતકાળમાં ને હા આ બધા માં તારા દાદા દાદી નું શું થયું"...

ક્રમશ...