એક લવ એગ્રીમેન્ટ - 5 Ishani Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 117

    ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવ...

  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

શ્રેણી
શેયર કરો

એક લવ એગ્રીમેન્ટ - 5

આઈશા અને એરિક એક ઘરમાં આવી ગયા હતા પણ આગળનો સફર બાકી હતો. સાંજે એરિકે ઘડિયાળમાં જોયું સાત વાગ્યા છતાં આઈશા રૂમમાં જ હતી. આજે પહેલો દિવસ હતો તે ઓડર આપીને ઘરે જ જમવાનું વિચારે છે. આખરે જો કોઈ બહાર બંનેને સાથે જોઈ જાય તો વધારે મુસીબતમાં મુકાઈ જવાય. પણ આઈશા બહાર આવે તો તેને પૂછી શકાય.
એરિક દરવાજા પર ખખડાવતા બોલે છે "આઈશા.. આઈશા..." પણ જવાબ મળતો નથી. તે જોરથી બોલે છે છતાં કઈ જવાબ મળતો નથી.
આખરે એક જ રસ્તો બાકી હતો. તે પોતાના રૂમમાં જઈને પોતાનો ગિટાર લાવે છે.


તરત જ મ્યુઝિક શરૂ થઈ જાય છે. આ તરફ આઈશા નીંદમાં સરેલી હતી પણ અચાનક જ આમ અવાજ થતા ચમકીને જાગે છે. અને ઉભા થવાની ઉતાવળમાં બેડમાંથી નીચે પડે છે. તે અકળાઈને રૂમની બહાર આવે છે તો એરિક દરવાજા પાસેજ મ્યુઝિક વગાડી રહ્યો હતો તે તરત જ ગિટાર હાથમાંથી લઈલે છે.

એરિક ચેતવણી આપતા બોલ્યો "ધ્યાનથી જરા ધ્યાનથી આ મારું ફેવરિટ છે."

'આ શું છે?' આઇશાએ પૂછ્યું

એરિકે સમજાવતા કહ્યું "સમય તો દેખ! મને ભૂખ લાગી હતી તો ઓડર આપી રહ્યો હતો થયું કે તને પણ પૂછી લઉં, પણ દરવાજો બંધ હતો અને મારા પૂછવાપર તે કંઈ જવાબ આપ્યો નહિ તો.. પછી આ. "

'આમ કોઈને જગાવાય?' આઈશા બોલી
એરિકે: તો શું કરું? તું કુંભકરણની બેનના જેમ સૂતી હતી. બીજું શું કરું?
આઈશા: તારી સાથે વાત કરવી જ નકામી છે.
એરિક: સારું તો હું મારું જ જમવાનું ઓડર કરું છું.
આઈશા: જા મને તારી જરૂર નથી.
આઈશા આમ બોલીને જતી રહી. નીંદ તો હવે જતી રહી હતી. સવારથી કઈ ખાધું પણ નહતું જેથી તેને ભૂખ પણ ખૂબ લાગી હતી. પણ હવે શું? અભિમાનમાં કઈ તો દીધું કે મારે કોઈ જરૂર નથી હવે શું કરવું? રાત થવા આવી છે. ભૂખ વધતી જાય છે. તે રૂમની બહાર દેખે છે તો એરિકનો જમવાનું આવી ગયું હતું. તે બે થાળી લઈને બેસ્યો હતો. આ દેખીને તે રૂમની બહાર આવી.

પછી હળવેકથી પૂછ્યું "આ બે થાળી કેમ?"
તેને આશા હતી તેવું કઈ ના થયું એરિકે તો તરત જ જવાબ આપ્યો કે 'મારી મરજી.' બીજું કંઈ બોલ્યા વગર તે જમવાનું થાળીમાં પીરસી રહ્યો હતો.
આઈશા ઉભા ઉભા દેખાવા લાગી તેને ત્યાં જ ઉભેલી જોઈને એરિક બોલ્યો "કઈ કામ છે? કેમ આમ દેખે છે"

આઈશા નજર ફેરવતા બોલી કે 'ના. ના કંઈ નહીં આ તો બસ હું પાણી પીવા બહાર આવી હતી. '

"ઓકે રસોડું પેલું રહ્યું. " આમ કહીને એરિકે રસોડા તરફ આંગળી ચીંધી. આઈશા કઈ બોલ્યા વગર તરત રસોડામાં જઈને પાણી પીધું પછી જોયા વગર રૂમમાં આવી ગઈ.

બે પાંચ મિનિટ પછી આઈશાના રૂમનો દરવાજો ખખડયો. તેને દરવાજો ખોલ્યો તો એરિક ત્યાં ઊભો હતો.
એરિક: મને એકલા જમવાનું નહિ ફાવે તો પ્લીઝ આવીશ?
આઈશા: ના મને ભૂખ નથી. તું જમી લે. વાંધો નહિ.
એરિક: તને ભૂખ નહિ હોય પણ મને એકલા જમવું નહિ ફાવે તો મારી સાથે જે ગમે તે થોડું જમી લે.
આઇશાને ખૂબ ભૂખ લાગી હતી છતાં જાણે એને આ વાતથી કોઈ મતલબ ના હોય તેમ ધીમેથી બહાર આવીને બેસી ગઈ.
એરિકે એક થાળી તેની તરફ કરી. આઈશા ભરેલી થાળી જોઈને ખુશ તો થઈ પણ પછી નકારતા બોલી કે "આ તો વધારે છે. તું લઈ લે મને તો.."

આઈશા વાક્ય પૂરું કરે તે પેહલા એરિકે કહ્યું "હા ખબર છે તને ભૂખ નથી. પણ બે થાળી જ ઓડર કરી છે તો જમી લે. બીજી વાત જમ્યા પછી. "

બંનેએ શાંતિથી જમી લીધું. વધારે વાતચીત વગર.બંને થાળીમાં જમવાનું પૂરું થયું કઈ જ બાકી ના રહ્યું. જમીને આઇશાએ બને વાસણ ધોઈ દીધા. હવે બંને ફરી સામે બેઠા હતા એરિકે શાંતિ તોડીને કહ્યું "આટલી બધું ભૂખ લાગી હતી. જો ના કહેતી નહિ. થાળી તે આખી પુરી કરી છે. તો પછી આ આનાકાની શેની? અને શેનુ અભિમાન?"

આઈશાએ જવાબ આપ્યો 'હા ભૂખ લાગી હતી. પણ મને આ બધું અલગ લાગી રહ્યું છે. મન માની રહ્યું નથી. ઘરે ખોટું બોલીને આમ રેહવું અને તારા પૈસા વાપરવા આ બધામાં મન નથી માનતું.'

એરિકે સમજાવતા કહ્યું " જો આપણે કઈ ખોટું નથી કરી રહ્યા. મારા લીધે તારે હોસ્ટેલમાંથી નીકળવું પડ્યું જેથી હું તારી મદદત કરી રહ્યો છું. અને મારે પણ તારી જરૂર છે જેથી મારા ઘરે સાબિત થાય કે હું જાતે રહી શકું છું. આમાં ખોટું કઈ નથી. વધારે ના વિચાર. અને થોડા સમય માટે જ આ બધું છે. કોલેજ પછી તું તારા રસ્તે હું મારા. "

આઈશાનું મનતો વધારે માનતું નહતું. છતાં તે પણ આ વાત સ્વીકારવાનો પ્રયત્ન કરવા લાગી. રાત પુરી થઈ. બીજા દિવસે આઈશા તો જાગી ગઈ પણ એરિક સુઈ રહ્યો હતો.
આઈશા ફ્રેશ થઈને આવે છે પણ રૂમનો દરવાજો ખુલ્યો નહતો. તે એરિકને બોલાવવાની જ હતી પણ પછી મેઈન હોલમાં ગિટાર દેખાય છે. તે તરત વળીને તે તરફ ગઈ. અને શરૂ કર્યું.

ભયંકર શોરથી એરિક ઉઠ્યો તેને બહાર દેખાયું તો આઈશાના હાથમાં ગિટાર હતું. તેને નજીક જઈને તરત પાછું લઈ લીધું.
આંખો માંડ ખોલતા બોલ્યો "આ શુ છે?"
આઈશા હસતા બોલી 'એલાર્મ. કાલે તે જે કર્યું આજે મેં કર્યું. સિમ્પલ'
એરિક અકળાઈને બોલ્યો "હું ગિટાર વગાડતો હતો. જે સારું હતું કેમકે મને આવડે છે. તને સીધું પકડતા પણ નથી આવડતું. અને આવું ભયંકર આવજ કરે છે. જેને શોર કહેવાય. "

આઈશા છતાં હસતા બોલી કે જે હોય એ મારું કામ થઈ ગયું.
આમ પહેલી સવાર હસતા મજાક સાથે થઈ. આગળ દિવસો બાકી છે