એક લવ એગ્રીમેન્ટ - 3 Ishani Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક લવ એગ્રીમેન્ટ - 3

રૂમમાં અચાનક શાંતિ છવાઈ ગઈ હતી. આઇશાએ એરિકને એક તમાચો લગાવી દીધો હતો. મેડમ પણ સમજી શક્યા નહી કે શું થયું. છેવટે થોડી સેકન્ડમાં એરિક ફરી સ્વસ્થ થતા બોલ્યો " બસ તમારે જે કરવું હોય એ કરો પણ જો મારુ નામ આવ્યું તો જોઈ લેજો તમારું પણ બધું બહાર આવી જશે."

'શુ? શુ બોલે છે' મેડમ અચકાતા બોલ્યા.

એરિક કોન્ફિડન્સસાથે કહ્યા "એ જ કે જે તમે જાણો છો અને હું જાણું છું. વધારે નહિ પણ થોડા સબૂત છે.જો મારુ નામ આ બધામાં આવ્યું તો તમારું બધું હું બહાર કહી દઈશ. એ પણ મિર્ચમસાલા સાથે પછી લોકો તો તમને ખબર જ છે. આગળ તમારી નોકરી અને.."

'શેની વાત કરે છે.. આ.. આ ..' મેડમ બોલ્યા.
મેડમની વાત પૂરી થાય તે પેહલા જ એરિક બોલ્યો " આ જ વાત જે તમારી નોકરી ખરાબ કરી શકે. તમારા સાસરે વાત જાય તો તો.."

'ખોટી વાતો છે બધી' મેડમ બોલ્યા.

એરિક એજ જુસ્સા સાથે જવાબ આપ્યો " હા તે થોડી ખોટી વાતો પણ હશે. પણ બે સાચી વાતના પુરાવા પછી ચાર ખોટી વાત સાચી જ થઈ જવાની."

મેડમ થોડા ઘભરાઈ ગયા. પસીનો લૂછતાં બોલ્યા "તને તો જોઈ લઈશ.. હું.."

એરિક હવે હિંમત સાથે બોલ્યો 'હા તે વાંધો નહિ જોઈ લેજો પણ મારું થોડું નામ ખરાબ થશે બાકી પપ્પા પૈસાદાર છે. કોલેજ તો મારી પુરી થઈ જ જવાની. પણ તમારું નુકસાન વધારે છે. "

આખરે એરિક જીતી ગયો. મેડમે વાત દબાઈ દેવા માની ગયા પણ આઈશાને હોસ્ટેલમાંથી સાત દિવસમાં નીકળી જવું પડશે. એ શરત મૂકીને તે જતા રહ્યા. આઈશા રડી રહી હતી અને એરિક બહાર આવ્યો. નક્કી કરેલી જગ્યાપર રોશની અને જય રાહ દેખી રહ્યા હતા. આ બધું શરૂ થયું ત્યારેજ એરિકે જયને મેસેજ કરીને જણાવી દીધું હતું જેથી તે પાછા ના આવે અને પકડાય નહિ.

જય ચિંતામાં હતો સાથે રોશની પણ ઘભરાઈ ગયેલ હતી. એરિક ત્યાં આવીને બંનેને શાંત કર્યા. રોશનીને કહે છેકે તે આઈશાને ફોન કરે. આઈશા રડતી હતી જ્યારે એરિક ત્યાંથી નીકળ્યો. તે શાંત થઈ કે નહીં? એને કોઈકની જરૂર હશે તે ઘભરાઈ ગયેલ હતી. આ તમામ વાત એરિકના દિમાગમાં ચાલતી હતી. એરિકના લીધે આ નાની મસ્તી આઈશામાટે મોટું સ્વરૂપ બની ગઈ.
એરિક ધ્યાનથી રોશનીની આઈશા સાથે ફોનપર થતી વાત સાંભળતો હતો. તેને થયું કે પૂછું આઈશા ઠીક તો છે ને? પણ તે એવું બોલી ના શક્યો. આખરે જય એરિકનો થોડી દૂર લઈ જઈને પૂછ્યું "શુ થયું યાર? બધું ઠીક છે ને? "

એરિકે તમામ વાત જયને કહી. જય પણ વાતથી દુઃખી થયો અને કહ્યું "સોરી યાર અમારી નાદાનીમાં વાત આટલી વધી જશે એ વિચાર્યું નહતું. અમારા લીધે તમે બંને ખૂબ મોટી પ્રૉબ્લેમમાં ફસાઈ ગયા. "

ત્યાંજ રોશની રડતા આવી બોલી 'હવે શું થશે? મારી જ ભૂલ છે બધી. હવે શું કરીશું? આઈશા મને માફ નહિ કરે'

"ચિંતા નહિ કર. અત્યારે જેમ મેં સંભાળી લીધું તેમ આગળ પણ હું બધું ઠીક કરી દઈશ. હમણાં તું હિંમત રાખ અને આઈશાને પણ સાથ આપ અત્યારે એ પણ મુંજવણમાં હશે. તું એને શાંત કર. બાકી બધું જ હું જોઈ લઈશ." એરિક બોલ્યો.

રોશની બોલી કે 'વાત તો બહાર ના આવી પણ આઈશા 7 દિવસમાં ક્યાં જશે? અને જો એના ઘરે ખબર પડી તો? '
આઈશાના ઘરની અને તેના મામા અને મામીની વાત રોશનીએ એરિકને કહી. એરિકે સાંત્વના આપી કે બધું જ એ ઠીક કરશે.

એરિકને પણ ખ્યાલ નહતો કે શું કરવું અને કેવી રીતે કરવું. દિવસો પસાર થઈ રહ્યા હતા આખરે એને એક રસ્તો મળી ગયો. તે એના પપ્પાને મળવા ગયો અને કહ્યું કે 'હું મારા પગે ઉભો થવા માંગુ છું. મેં કોલેજ નજીક ઘર પણ જોઈ લીધું છે. હું હવે કાબેલ બની બતાવીશ'

પપ્પાએ પણ ઘરનું ભાડું અને ઘરના કરિયાણાની બાબતોમાં મદદત કરવાનું કહ્યું. તેમને કહ્યું કે એરિક શનિવાર ને રવિવારે ઓફિસમાં કામ સારું કરતો રહેશે તો ઘરખર્ચના રૂપિયા તેને મળતા રહેશે. તે ખુશ હતા કે હવે છોકરો જવાબદાર બનશે. આ પૈસાની કિંમત સમજાશે. તેમનો બિઝનેસ જોઈન કરે તર પેહલા તે સમજદાર બની જશે. ઘડાઈ જશે. આ આશા સાથે તે ખુશ હતા.

અહીંયા આઈશા ચિંતામાં હતી. ઘરે તે આ વાત જણાવી શકે તેમ નહતી. હાલ કમાતી નહતી એટલે એ બીજે ક્યાંય કેવી રીતે રહેશે તેની મુંઝવણમાં હતી.

એરિક આઇશા સાથે વાત કરવા આવતો પણ આઈશા ગુસ્સામાં ત્યાંથી નીકળી જતી હતી. કાલે છેલ્લો દિવસ છે. હું શું કરીશ? તે આ વિચારોમાં હતી ત્યાં એરિક આવ્યો તે નીકળે તે પેહલા એરિકે કહ્યું "સોલ્યુશન મળી ગયું છે. "

આઈશા: શેનુ?
એરિક: જો કોલેજ નજીક ભાડે ઘર મળી ગયું છે.
આઈશા: હું પૈસા ક્યાંથી લાવીશ?
એરિક: એની ચિંતા તું ના કરીશ. એ ભાડું અને ઘરખર્ચ હું નિકાલિશ.
આઈશા: તારી ભીખ નથી જોઈતી. (ગુસ્સા સાથે કહ્યું. અત્યારે પણ આઈશા એરિકપર ગુસ્સામાં હતી. આખરે એના લીધેજ આ બધું થયું હતું)
એરિક: ભીખ નથી. અને દયા તો જરા પણ નથી. સોદો છે. એગ્રીમેન્ટ છે
આઈશા: મારે તારી સાથે કોઈ સોદો નથી કરવો.
એરિક: અત્યારે તું એ પરિસ્થિતિમાં છે જ નહીં. તારી પાસે વિકલ્પો નથી વધારે.
આઈશા: છતાં..

એરિક અકળાઈને બોલ્યો " સાંભળી લે પેહલા. તારી પાસે ઘર નથી અને મારી પાસે કોઈ સંભાળનાર નથી. ભાડે ઘર છે. બે અલગ રૂમ, રસોડું છે. નાનું ટેરેસ છે. ઘરના ભાડા અને ઘરખર્ચની જવાબદારી મારી. ઘરના કામકાજ અને રસોઈ કે બીજા બધા કામની જવાબદારી તારી રહેશે. એક એગ્રીમેન્ટ પેહલા જ બનાવી દઈશું. જેથી આગળ વાંધો ના આવે. જો કાલે બીજો કોઈ રસ્તો ના મળે તો આ એડ્રેસ આપું છું. ત્યાં આવી જજો. "

આઈશા કઈ બોલે તે પેહલા એરિક ત્યાંથી નીકળી ગયો. આ એરિક કરવા શુ માંગે છે? કેમ મદદત કરી રહ્યો છે. આટલો પૈસાદાર છે તો મારી સાથે ભાડે કેમ રહેશે? તેના મનમાં ચાલી શુ રહ્યું છે?
આખરે હોસ્ટેલમાં મેડમ તો માન્યા નહિ. ઘરે કહેવાથી ભણતરમાં રોક આવી જશે. છેલ્લે કોઈ વિકલ્પ ના મળતા તે એડ્રેસના સરનામે જવા નીકળી. એરિક બહાર આંટા ફેરા મારી રહ્યો હતો. જાણે આઈશાની રાહ આતુરતાથી જોઈ રહ્યો હતો. એને પણ શંકા હતી કે આઈશા આવશે કે નહીં? આઇશાને ત્યાં ગેટ સામે જોઈ તે ખુશ થયો.