એક લવ એગ્રીમેન્ટ - 4 Ishani Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક લવ એગ્રીમેન્ટ - 4

એરિક આતુરતાથી આઈશાની રાહ દેખી રહ્યો હતો. જો આઈશા નહિ આવે તો? એને વિચારી લીધું કે આ સરસ મોકો છે. એક તીરમાં બે નિશાના વિધાઈ જશે. એક તો આઇશાની મદદત થઈ જશે અને એની ચેલેન્જ પણ પુરી થઈ જશે. પપ્પાને એકલા રહીને બતાવી પણ દેશે. ઘરનું બધું આઈશા સંભાળી લેશે. વાત સરળ લાગી રહી હતી પણ સરળ નહતી. જો આઈશા ના આવી તો શું થશે? તેને બે દિવસ પેહલા જ આ ઘરમાં આવીને સમાન મૂકી દીધો હતો. પપ્પાને મમ્મીને પણ પુરા કોન્ફિડન્સ સાથે જણાવી દીધું હતું કે તે બધુજ કરી લેશે. પણ અત્યાર સુધી ક્યાં છે આઈશા? કેમ આવી નહિ? બીજે ક્યાંય ગઈ હશે? પણ અત્યાર સુધી તો કોઈ ઉપાય એને મળ્યો નહતો તો અચાનક જ શુ થયું?
અને આ વિચારોમાં એરિક ઘરની બહાર આંટા મારી રહ્યો હતો અને એને આઈશા દેખાઈ. તે તરત જ આઇશાની બેગ અને સમાન લઈને ઘરમાં આવ્યો. આઈશા જાણે કોઈ દુવિધામાં હતી. તેને પણ મનમાં ચેહલપેહલ ચાલી રહી હતી. કે આમ કરવું ઠીક છે? ઘરે જાણ કર્યા વગર આટલું મોટું પગલું ભરવું એ ઠીક છે? પણ જાણ કરીએ તો ભવિષ્ય અંધકારમાં આવી જશે. ઘરે કોઈ સમજશે નહિ.

બંને મેઈન રૂમમાં સામસામે બેસે છે. વચ્ચે નાનું ટેબલ હતું. આખરે એરિક બોલે છે "તો હવે નક્કી કરીએ?'
'નક્કી નહિ એક એગ્રીમેન્ટ બનાવીએ' આઈશા કહે છે.
એરિક પોતાની બેગમાંથી એક ચોપડો નિકાળીને તેનું છેલ્લું પાનું ફાડે છે. અને પેન શોધવા લાગે છે. પણ એને પેન મળતી નથી છેલ્લે આઈશા પોતાના પર્સમાંથી પેન નીકાળીને આપતા બોલી "એક પેન નથી આ આખા બેગમાં? છે શું તો પછી? "

'પહેલો નિયમ એકબીજાની પર્સનલ બાબતોમાં પડવું નહિ. એના વિશે એકબીજાને કોઈ પ્રશ્નો કરવા નહિ. આ પર્સનલને ગુજરાતીમાં શુ લખાય? ' એરિકે પેપરમાં આ પહેલો નિયમ લખતા કહ્યું.

"અંગત, વ્યક્તિગત કે પછી.." આઈશા જવાબ આપ્યો. તેનું વાક્ય પૂરું થાય તે પેહલા જ એરિક બોલ્યો 'બસ એક જ અર્થ લખવાનો છે. વધારે લખવાના માર્ક્સ નહિ મળે. તો ચાલશે આપણે અંગત લખી દીધું'

આઇશાને ગુસ્સો તો આવે છે છતાં તે રોકે છે. અને તરત બીજો નિયમ તે કહે છે "ક્યારેય એકબીજાના રૂમમાં પ્રવેશવાનું નહિ. " એરિક લખે છે. આમ નાના મોટા નિયમ લખાય છે. જેમ કે પૈસાનું કામકાજ એરિકનું રહેશે પણ ઘરની જવાબદારી આઈશાની રહેશે., બંને જોડે રહે છે એના વિશે કોઈને ખબર ના પડવી જોઈએ. કોલેજમાં આ વિશે કોઈ વાત થશે નહીં, કોલેજમાં બંને અજાણ હોય એમ જ વર્તન રહેશે.,

છેલ્લે લખાય છે કે જે નિયમ તોડે તેને બીજા વ્યક્તિ અનુસારની જે સજા મળે તે લેવાની રહેશે. એરિક બનેંના નામ લખે છે અને પછી પોતાની સાઈન(હસ્તાક્ષર) કરે છે. તે કાગળ આઈશાને આપે છે. આઈશા કાગળ હાથમાં લઈને બધું વાંચે છે. જાણે કોઈ અગત્યના પેપર હોય. સાઈન કરતા પેહલા મથાળું દેખે છે તો ત્યાં એગ્રીમેન્ટ લખેલું હોય છે તેની આગળ નાના શબ્દોમાં લવ લખ્યું હતું. તે ગુસ્સાથી એરિકને દેખે છે અને કહે છે "આ શું છે?"
'એગ્રીમેન્ટ બીજું શું. જો લખ્યું પણ છે. " એરિક હસતા બોલ્યો.

આઈશા ફરી ગુસ્સામાં બોલી "આ કોઈ મજાક નથી. આમાંથી કઈ પણ નિયમ તૂટ્યો તો યાદ રાખજે. "

'હા મેં પણ સમજી વિચારીને જ લખ્યું છે. જો અક્ષર પણ સારા નીકળ્યા છે. નિયમનાં નંબર પણ આપ્યા છે. ' એરિક બોલ્યો.

"તો લવ શુ છે? આમાં પણ મજાક? " આઈશા બોલી.

એરિક કઈ સમજ્યો નહિ એટલે તેને પૂછ્યું "શુ લવ?"

આઈશા એ ઝીણા અક્ષર બતાવતા કહ્યું " આ શું છે? લવ એગ્રીમેન્ટ વંચાય છે. આ બકવાસ મજાક હતો"

એરિક પેપર જોતા બોલ્યો " હા તે તો સાચું કહ્યું. લવ એગ્રીમેન્ટ લખેલું લાગે છે' તે હસતો હતો પણ આઇશાનું ગુસ્સા વાળું રૂપ જોઈને બોલ્યો 'ના મેં નથી લખ્યું. આ ચોપડો પેલી નીલમનો છે. એના પેજ પર આ લખેલું હશે મારું ધ્યાન ના રહ્યું. જો અક્ષર પણ અલગ પડે છે. '

આઈશા ગુસ્સામાં બોલી " તારી બેગમાં તારો ચોપડો પણ નથી? પેન નથી. તો શું છે?"

એરિકે જવાબ આપ્યો "પહેલો નિયમ યાદ કરો એકબીજાની અંગત બાબતોમાં પડવું નહિ કે કોઈ પ્રશ્ન કરવા નહિ. મારી બેગ મારો સમાન મારી મરજી. "
આઈશા અકળાઈને ઓકે કહ્યું.
આઇશાના દિમાગમાં હજીપણ આ પ્રશ્ન તો હતો જ કે એરિક આમ મદદત કેમ કરી રહ્યો છે? આમાં એને શુ ફાયદો છે? શું એને એના ઘરેથી નીકાળી દીધો હશે? શુ કામ એ આમ રેહવા માંગે છે? પણ તેના આ પ્રશ્નોના જવાબ એરિકે આપ્યા નહિ.
છેલ્લે બધુજ પતાવીને બંને પોતાના રૂમમાં જાય છે. આઇશાને ભૂખ લાગેલી હતી પણ ખાવાનું કઈ મન હતું નહીં. તે પોતાનો સમાન ગોઠવે છે. બેડ પર સુતા સુતા વિચારોમાં જાય છે કે કેમ એની સાથે જ આવું થયું? મેં ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી તો મારી સાથે આમ કેમ થયું? હું અહીંયા ક્યાંથી આવી ગઈ? હું આમ કેવીરીતે જીવી શકીશ? મેં શુ ખોટા કામ કર્યા હતા? આમ વિચારમાં રડતા રડતા તે સુઈ જાય છે.

એરિકને ઊંઘ આવતી નથી. આજે તો રજા છે. અને કાલે પણ રજા જ છે.ઓફિસમાં પણ કામકાજ માંથી બે દિવસની રજા લીધી છે. સમય પસાર કરવા તે ફોનમાં વિડીયોગેમ શરૂ કરે છે. અને બસ સાંજ થઈ જાય છે. એરિકને ભૂખ લાગે છે તે રસોડામાં મમ્મીએ આપેલ નાસ્તાનો ડબ્બો શોધે છે અને એ મળતા જ નાસ્તો શરૂ કરે છે. સાંજના સાત વાગવા આવ્યા હતા પણ આઈશાના રૂમનો દરવાજો ખુલ્યો નહતો. તે વિચારે છે કે આઈશા શુ કરતી હશે? તે તરત જ રમ તરફ જાય છે પણ એને નિયમ યાદ આવે છે. જો નિયમ તૂટે તો પેનલ્ટી એટલે કે સજા મળશે.