એક લવ એગ્રીમેન્ટ - 2 Ishani Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક લવ એગ્રીમેન્ટ - 2

એરિકએ એની પપ્પાની ઓફિસમાં કામ શરૂ કરી દીધું હતું. પરંતુ એને જે વિચાર્યું હતું તેનાથી કંઈક અલગ જ પરિણામ મળ્યું. એના મહિનાની મહેનતપછી પણ એ પોતાની રીતે જીવી શક્યો નહિ. તેને કંટાળીને પપ્પાને કહ્યું "મારે અત્યારેપણ તમારા હિસાબથી જ રહેવું પડે છે. આવું થોડી હોય?"
પપ્પા એ વળતો જવાબ આપ્યો 'મારુ ઘર એટલે મારો કાયદો'
" શુ પપ્પા તમે પણ. મારા પૈસા કમાઈને પણ તમારા કહેવા પ્રમાણે ચાલવાનું? " એરિક અકળાઈને બોલ્યો.

ઘનશ્યામભાઈએ કહ્યું "હા તે આ રહ્યો દરવાજો નીકળી શકે છે."
વંદનાબેન આવ્યાને ટોકતા કહ્યું 'આમ શુ બોલો છો. મારો છોકરો બિચારો બધું કરે છતાં તમારે એનો જ વાંક દેખાય છે.'

"મારે નીકળી જ જવું છે. પછી જોઈ લેજો તમે." એરિક બોલ્યો.

ઘનશ્યામભાઈ હસતા બોલ્યા 'તું ચાર વર્ષ ઓહો એ તો વધારે થઈ જશે. જા એક વર્ષ પણ તારી રીતે મારી કોઈ મદદત વગર રહે તો આજ પછી ક્યારેય તને ટોકીશ નહિ. '

" સાચે? તમે સાચે આવું કરશો" એરિક શંકા કરતા બોલ્યો.

ઘનશ્યામભાઈ બોલ્યા "હા પાકું. પણ મારી કે તારી મમ્મીની મદદત વગર. તારી કોલેજની ફી તો હું ભરી દઈશ. પણ એના સિવાયના તમામ જવાબદારી તારી. જો તું આમ કરી બતાવે તો તું જે માંગીશ એ આપીશ."

'સારું પપ્પા હવે તમે જોઈ લેજો. યાદ રાખજો આ શબ્દો. ના મમ્મી જો તું સાક્ષી છે. હવે હું એક શુ મારી કોલેજ પુરી થાય ત્યાં સુધી રહીશ. પછી બધું જ મારી મરજીનું થશે' એરિક ખુશ થતા બોલ્યો.

ઘનશ્યામભાઈ બોલ્યા "ચોક્કસ. પણ તારી પોતાની મહેનતથી. જો બીજા કોઈ ઉધાર કે એવું કંઈ જાણવા મળ્યું તો આ સોદો ફોક."

એરિકે હા તો કહી દીધું પણ આ બોલવું સરળ હતું. કરવું કેવી રીતે? ઘરનું ભાડું ને બીજું બધું જ. એને તો રસોડું ક્યાં છે એપણ ખ્યાલ નહતો. તો આ બધાનો રસ્તો શુ? એ વિચારમાં ખોવાઈ જાય છે.

15થી 20 દિવસ થઈ ગયા પણ એરિકને રસ્તો મળ્યો નહિ. કોલેજના 6 મહિના પણ થઈ જવા આવ્યા હતા. પણ આગળ કુદરતનો ખેલ અનોખો હતો.

આજનો દિવસ સારો હતો આઈશાને કલાસ ટેસ્ટમાં સારા માર્ક્સ મળ્યા હતા. તે આવનાર પરીક્ષા માટે તૈયારીમાં હતી. ત્યાંજ તેની મામીનો ફોન આવ્યો. થોડી ઔપચારિક વાતો કર્યા પછી મામીએ આજે એમની વાત કહી દીધી કે "જો બેટા તારી ખુશીઓથી તું જીવે એનાથી વિશેષ મારે કઈ નથી જોઈતું. તને હું ક્યારેક કડવી લાગી હોઈશ પણ તને પોતાની માનીને જ કહી રહી છું. તને ગમશે એના સાથે જ તને વળાવીશ કોલેજ પુરી થયા પછી તારું મન હોય તો ત્યારે આ વાત કરીશું. પણ જો કોલેજમાં કંઈ તારા નામે વાત આવી તો આ ઘરના દરવાજા તારા માટે બંધ થઈ જશે. માબાપ વગરની છોકરીને અમે ઉછેરી છે. લોકોની નજર હંમેશા રહી છે. જો કોઈ એવા પગલાં ના ભરતી કે મારે નીચું ઢાળવું પડે."

આ વાતથી આઈશા ખુશ હતી કે ચલો શાંતિ હવે કોલેજ શાંતીથી પુરી થશે. પ્રેમના ચક્કરમાં એ પડવા માંગતી પણ નહતી. આ 6 મહિનામાં એને કોલેજ આવીને એટલું સમજ્યું હતું કે પ્રેમ એક ભ્રમ છે. એક સોદો જ કહી શકાય.

રોશનીઅને આઈશા એકજ રૂમમાં રહેતા હતા. રોશનીને જયને મળવા જવું હતું. જયનો બર્થડે કાલે હતો જેથી તેને આજે રાતે 12 વાગે મળવું હતું. પણ હોસ્ટેલમાં આ કેવી રીતે થાય? તેને આઈશા સાથે વાત કરી.
રોશની: કઈક મદદત કરને યાર.
આઈશા: તારે કેમ જવું છે? મને તો એ જ નથી સમજાતું. કાલે મળી લેજે.
રોશની: ના. 12 વાગે પેહલા જ મારે વિશ કરવુ છે.
આઈશા: ફોન કરી દે. નહિ તો સામે જ એમની હોસ્ટેલમાં તે દેખાશે અહીંયા બારીમાંથી જોઈ લેજે.
રોશની: તું તો કંઈ સમજતી જ નથી.

ફરી રોશની ફોન પર જયને મળવાના પ્લાન કરવા લાગી. આઈશા સમય થતા સુઈ ગઈ. આ તરફ એરિક એના મિત્ર માટે આવ્યો હતો. જય પણ હોસ્ટેલમાંથી નીકળીને બધાને મળ્યો. બધાએ થોડી મસ્તી કરી. જય અને એરિક રોશનીને કેવી રીતે મળી શકાય તેની પ્લાનીંગમાં લાગી ગયા.

વાત જો એમજ પુરી થઈ ગઈ હોત તો સારું હોત. પણ થયું કઇક અલગ જ. આ બધા પ્લાનીંગમાં ગર્લહોસ્ટેલમાં તેઓ આવી ગયા. પણ નસીબના ખેલ કહો કે જે કહો. જય અને રોશની બહાર ગયા. અને એરિક આઈશના રૂમમાં હતો. આઈશા આ બધી વાતોથી અજાણ હતી. પણ રેક્ટરમેડમ અચાનક આવી પડ્યા.
એરિક નીકળે તે પેહલા જ તે પકડાઈ ગયો. આઇશાને કઈ ખબરજ નહતી કે શું થયું. અને ત્યાંના મેડમનો પિત્તો સાતમા આસમાનમાં હતો. ખુબજ ગુસ્સામાં હતા.

એરિકે મેડમને જેમતેમ કરીને રૂમમાં જ રાખ્યા જેથી ત્યાંજ વાત પતાવી શકાય. છેલ્લે એરિકે કહ્યું પણ ખરા કે આઇશાનો વાંક નથી. પણ રૂમમાં બંને એકલા જ હતા જેથી મેડમ આ વાત માન્યા નહિ. તેમને આઇશાને નીકળી જવા આદેશ જાહેર કર્યો.
મેડમ ગુસ્સામાં બોલ્યા "કાલે ઘરેથી જે હોય એને બોલાવજે અને અહીંયાંથી નીકળી જજે"
આઈશા ચોધાર આંસુએ રડવા લાગી.
એરિકને સમજાઈ રહ્યું નહતું કે શું કરવું? મેડમને વાત ના વધારવા એરિકે ખૂબ પ્રયત્નો કર્યા. આખરે પોતાના પૈસાદાર હોવાનો રોફ પણ અજમાવ્યો છતાં કઈ વળ્યું નહિ.
આઈશાને કઈ સમજાઈ રહ્યું નહતું. જો ઘરે વાત ખબર પડશે તો મામા ને મામી ખૂબ ગુસ્સો કરશે. અને કદાચ ઘરે આવવા પણ નહીં દે. હું ક્યાં જઈશ? જો એમને ક્યાંક ગુસ્સામાં લગ્ન કરાઈ દીધા તો શું થશે? તેને તેનું ભવિષ્ય અંધકારમાં દેખાઈ રહ્યું હતું. આ બધું જ એરિકના લીધે થયું છે. તે કેમ અહીંયા આવ્યો? કેમ મારી સાથે આ કર્યું? હું એને ક્યારેય માફ નહિ કરું. તેને ગુસ્સામાં એરિકને એક તમાચો લગાવી દીધો.
એરિક જે આ મામલો શાંત કરી રહ્યો હતો અચાનક આઈશાના તમાચા ને લીધે ત્યાં અટકી ગયો. મેડમને સમજાઈ રહ્યું નહતું કે શું થયું પણ તે રૂમની બહાર નીકળવાની તૈયારીમાં હતા.