આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ : 78 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ : 78

આઈ હેટ યુ
પ્રકરણ : 78

વિરાટને બાય કહી નંદીની ફોનને કટ કરવા જાય છે અને નંદીની ને રાજનો અવાજ સંભળાય છે. એ પાછો ફોનમાં જુએ છે વિરાટને ફોન ચાલુ રાખવા કહે છે... રાજ બાળકનીમાંથી પાછો રૂમમાં આવે છે વિરાટને કહે છે....યાર વિરાટ મને એક વાત સમજમાં નથી આવતી...વિરાટે પૂછ્યું રાજ શું ? હજી તારા મનમાં શેનાં વિચાર ચાલે છે ? તાન્યાએ કહ્યું વીરુ રાજનો ચેહરો બદલાઈ ગયો છે સાંભળને એ શું કેહવા માંગે છે ?

રાજ નશાથી ભારે થયેલી આંખો ઊંચી કરે છે એની આંખની પાંપણો જાણે નશાનો ભાર સહી ના શકતી હોય એમ વારે વારે નીચી ઢળી જાય છે રાજ બાજુનાં સોફા પર બેસી જાય છે. બાજુમાં રહેલાં બીજા સોફા પર બેઠેલા અમીત અને નિશાનું ધ્યાન પણ રાજ તરફ ખેંચાય છે.

રાજની આંખમાંથી આંસુ બહાર ધસી આવે છે એણે કહ્યું સોરી...સોરી.. હું તમારાં બધાનો મૂડ બગાડી રહ્યો છું યુ ઓલ પ્લીઝ એન્જોય...આઈ એમ સોરી...કહીને ઉભો થવા જાય છે ત્યાં વિરાટ એને પાછો બેસાડી દે છે વિરાટે કહ્યું યાર રાજ અમે કંઈ ડીસ્ટર્બ નથી થતાં પણ તું જે રીતે ડીસ્ટર્બ છું એનાથી ડીસ્ટર્બ છીએ કહે તું શું કેહવા માંગે છે. અમે બધાં તારાં સાથમાં છીએ રાજ...પ્લીઝ કહી દે તું ...

રાજ ફરી પાપણો ઊંચી કરી વિરાટ સામે જોવા પ્રયત્ન કરે છે અને પાપણો ઊંચી થવા સાથે આંસુ ઉભરી આવે છે.

તાન્યાએ કહ્યું ભાઈ આમ એકલો એકલો કેમ પીડાય છે ? શું વાત છે કેહેને? રાજે કહ્યું તાન્યા મને વિચાર આવે છે કે...પછી વિરાટને ઈશારો કરતાં કહે છે આમાં વહીસ્કી ભરી આપ એક કહી કાચનો ગ્લાસ આગળ ધરે છે. વિરાટ બોટલમાંથી વહીસ્કી ભરી આપે છે થોડી સોડા એડ કરે છે આઇસક્યુબ માટે રાજ ઇશારાથી ના પાડે છે...એક ઘૂંટ ડ્રિન્ક નો ભરીને રાજ કહે છે આ આંસુ પણ મારુ કહ્યું નથી માનતાં જોવા આંખ ખોલું તો બહાર ધસી આવે છે...

તાન્યાએ કહ્યું બોલને રાજ તને આટલી શેની પીડા છે ? રાજે કહ્યું મને મારાં સંસ્કારની મારી લાગણી શિસ્ત -મર્યાદાની પીડા છે મને બંડ બળવો પોકારવાનું મન થાય છે મને મારાં માટેજ નફરત થાય છે.

વિરાટે આષ્ચર્યથી તાન્યા સામે પછી રાજ સામે જોઈને પૂછ્યું રાજ તું શું બોલે છે ? તારો સ્વભાવ એટલેકે આપણા સહુનો સ્વભાવ આપણા માહોલ-સંસ્કાર-વિચારધારા - શિક્ષણ -વાંચન,કેળવણી ઉપર આધાર રાખે છે એમાંય..રાજે વિરાટને અટકાવીને કહ્યું...મંજુર મંજુર પણ એમાંય તમારું આંતરમન જે જન્મથી કેળવાયેલું છે જે સંસ્કાર સંચિત કરીને લાવ્યું છે એ ભાગ ભજવે છે. ક્યારેક એ આધાર આપે છે ક્યારેક બરબાદ કરે છે.

તાન્યાએ કહ્યું રાજ તું શું બોલી રહ્યો છે મને નથી સમજાતું..અમીતે કહ્યું રાજ તારી અકળામણ છે આ એ સ્પષ્ટ સમજાય છે પણ તું શું કહેવા માંગે છે કહેને...

રાજની આંખો પહોળી થઇ જાણે અંગાર ઓકી રહી હતી...એણે કહ્યું હું અત્યાર સુધી જીવનમાં એક સફળ અને ધનિક બાપનો બેટો કહેવાયો મારી સુખસુવિધા પાછળ ખુબ ધ્યાન અપાયું આ બધું કરવા ઉપર મારાં વિચાર અને અધિકારોને કેદ કરી લેવાયા મને વિવશ અને પાંગળો બનાવી દીધો...

હું એટલે કહી રહ્યો છું કે ગ્રેજ્યુએટ થયા પછી હું સંપૂર્ણ પુખ્ત હતો શા માટે મેં બધું મારાં પર થોપવામાં આવ્યું એ સ્વીકાર્યું ? નંદીનીને નહીં છોડું એની સાથે લગ્ન કરીને US જઈશ તમે કહો એમ ભણીશ બધુજ કરીશ પણ નંદીનીને એકલી મૂકી નહીં જઉં.. અહીં આવ્યા પછી નંદીનીનાં વિરહને કારણે મન અભ્યાસમાં કે ક્યાંય ચોંટતું નહોતું હું સાવ ડીપ્રેસ હતો મને મારુ જીવન ખાલી ખાલી લાગી રહેલું મને જીવવાનું મન નહોતું થતું...તાન્યા સામે જોઈ રાજે કહ્યું તારાં પાપા ગૌરાંગ અંકલે મારાં પાપાને રિપોર્ટ કર્યો અને મારાં પાપાએ દાવ માર્યો...એવી સરસ સોખઠી મારી કે એ જીતી ગયાં હું હારી ગયો...

હું બધું એનાલીસીસ કરું છું અત્યારે..બલ્કે કરતો નથી થઇ જાય છે એમજ...કે એમણે નંદીનીને ભણાવી ફોન કરાવ્યો અમે કોન્ફરન્સ કોલમાં હતાં. હું સાવ મૂડલેસ હતો મારે અહીં રહેવુંજ નહોતું અને નંદીની સાથે ફોનમાં વાત થાય છે ...નંદીની અમારાં પ્રેમ માટે જીવનની પ્રગતિ માટે મારે અહીં ભણવું ધીરજ અને ધૈર્યનાં પાઠ ભણાવે છે અને હું ભોટ ભણું પણ છું અને વાત વાતમાં ફોન પર પણ વાત કરવાની નાં પાડે છે કોઈ સંપર્ક રહેવામાં માટે નાં પાડે છે એનાં માટે પ્રેમનાં સમ આપે છે...હું લાગણીઘેલો પ્રેમઘેલો એમાં તણાઉં છું બધું માની લઉ છું વિચારતો નથી કે પછી મારી કેવી દશા થશે?

નંદીની ...પણ એતો મારાંથી વધારે મજબૂત છે એ બધું સહી શકે છે મારુ શું થશે એને કોઈ ફરક નથી પડતો બસ એ મારુ વિચારે છે એવું જતાવી ફક્ત એનું વિચારે છે. એનામાં પણ સુષુપ્ત ઘમંડ અને જીદ છે મને ખબર છે બધી પરિસ્થિતિ સહીને એ બહાર નીકળી શકશે સામે વાળો કેટલો હેરાન હર્ટ થશે એ મારી એ પત્થરની મૂર્તિને ફરક નહીં પડે હું મારાં પાપાની એકની એક દીકરી છું મારી એલોકો પ્રત્યે પણ કોઈ ફરજ છે...મને યાદ છે એણે મને ફોનમાં કીધું હતું.

વિરાટ મારી એ બધાં માટે ના જ ક્યાં હતી ? બલ્કે હું બધામાં એણે સાથ આપતો હતો એની કાળજી રાખી રહેલો. હું કલ્પી શકું છું કે એ શું કરી શકે એણે શું કર્યું હશે ? એનાં પાપાની એમના જીવતાં અમારાં લગ્ન લઇ લેવા હતાં પણ મારો બાપ માનવા તૈયાર નહોતો.

રાજની આંખનાં આક્રોશ સાથે આંસુ ધસી આવ્યાં એણે ક્રોધ આવી રહેલો એની આંખમાંથી ગરમ ગરમ આંસુની ધાર વહી રહેલી એ ક્રોધ દ્વારા આક્રોશ ઠાલવી રહેલો. બધામાં અમારાં બલીદાન લેવાયાં છે મને ખબર છે મારાં બાપની મહત્વકાંશા મારાં ખભે હતી અને નંદીનીનાં પાપાની ઈચ્છા નંદીનીનાં ખભે. હું મારાં બાપની મહત્વકાંશા પુરી કરવા US આવી ગયો અને નંદીનીનાં પાપાની એણે પુરી કરી હશે એવો વિચાર આવે છે કે….. કારણકે બધી કડી મળી રહી છે.

નંદીની એ દિવસે વાત કર્યા પછી નંબર-સીમ બદલી નાંખ્યા. મારાં પાપાએ કહ્યું કે માણસને એનાં ફ્લેટ પર મોકલ્યો હતો કાયમ લોકજ હોય છે. આ બધી કડીઓ હમણાં મને વિચારે ચઢાવ્યો છે કે તારે વાત નહોતી કરવી તો નંબર શા માટે બદલ્યો? મારાં ફોન નાં ઉપાડે એણે મારાં પ્રેમ પર વિશ્વાસ નહોતો ? એણે સમ આપેલા હું ક્યાં કરવાનો હતો ? પણ ઇમરજન્સી અથવા કોઈ સંજોગ બદલાય ત્યારે સંપર્ક કરી શકું ને ? આ પોતે કેવી પ્રબળ છે કેવી મજબૂત છે એ બતાવવાની જીદ અત્યારે મને ભારે પડી રહી છે. હું બધું મારુ સંભાળી લઈશ જોઈ લઈશ એ આત્મવિશ્વાસ સુધી કે ઠીક છે પણ જયારે એ અતિ આત્મવિશ્વાસ ક્યારે ઘમંડનું રૂપ લે છે માણસને ખબર નથી પડતી એ ઘણાં સમયથી સંપર્ક માં નથી નથી કોઈ મેસેજ કોઈ સમાચાર એણે જીવનમાં કોઈ પગલાં લીધાં હશે, કાર્ય કર્યા હશે મને સાક્ષી પણ નથી બનાવ્યો હું અહીં પળપળ એનાં માટે તડપું છું ચિંતા કરું છું ને નંદીનીએ કોઈ એવું પગલું ભર્યું જે અમારાં પ્રેમને બદનામ કરે અથવા અમારાં સંબંધોની મર્યાદાને આંચ પહોંચાડે તો હું એણે કદી માફ નહીં કરું આ ૬-૮ મહિના સુધી મારો સંપર્ક તોડી નાંખ્યો છે .

મને અંધારામાં ધકેલી દીધો છે...બીજાઓની ખુશી માટે મારી અને એની ખુદની ખુશીને આગ ચાંપી છે હું એનો જવાબ માંગીશ...મારી પળપળની પીડાઓનો એણે હિસાબ આપવો પડશે એમ બોલી એક સાથે ડ્રિન્ક પી ગયો અને રૂમમાં જઈને પથારીમાં પોતાની જાતને ફેંકી દીધી...

વિરાટ તાન્યા અમીત નિશા એકબીજા સામે જોઈ રહ્યાં તાન્યાએ વિરાટની આંખમાં જોયું. વિરાટની નજર ફોનની સ્ક્રીન પર હતી ત્યાં નંદીની ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી અને નંદીનીએ ત્યાંથી ફોન કાપી સ્વીચઓફ કરીને ફેંક્યો અને પોતે....


વધુ આવતા અંકે પ્રકરણ -79