Featured Books
શ્રેણી
શેયર કરો

મને ગમતો સાથી - 39 - મારું દોસ્ત મારું ઝાડ

કોયલ : હું તો જવાની મમ્મી પપ્પા પાસે તેમને મળવા.
મારાથી નથી રહેવાતું.
કેટલા મહિના થઈ ગયા.
યશ : 1 વર્ષનો કોન્ટ્રાકટ છે તારો.
કોયલ : મે કહ્યુ એમને કે તમે ઈન્ડિયા આવો.
એ વધારે સારું પણ રહેશે.
તો પણ....
યશ : આવશે.
કોયલ : યશ, જો આ પણ તે સરપ્રાઈઝ રાખ્યું હોય અને તને ખબર હોય કે મમ્મી પપ્પા આવવાના છે તો પ્લીઝ પહેલા કહી દેજે.
યશ : મારી પાસે એવી કોઈ જાણકારી નથી.
કોયલ : કેમ નથી??
તે નાના બાળકની જેમ ખોટો ખોટો રડવાનો અવાજ કરતા પૂછે છે.
જેના પર યશ ને હસવું આવી જાય છે.
પાયલ તેમની પાસે આવી બેસે છે.
પાયલ : ગીફ્ટ આપી??
તે યશ ને પૂછે છે.
યશ : કઈ ગીફ્ટ??
પાયલ : ખબર જ હતી મને.
કે તું ભૂલી જવાનો છે.
તે પોતાના પર્સમાંથી વીંટી ની ડબ્બી કાઢી કોયલ ને આપે છે.
પાયલ : મમ્મી એ મુંબઈથી મોકલ્યું છે.
કોયલ ડબ્બી ખોલી સરસ નાના બે પતંગિયા વાળી રોઝ ગોલ્ડ વીંટી જુએ છે.
કોયલ : વાઉં....!!
બહુ સુંદર છે આ તો.
તે ખુશ થઈ તરત વીંટી પહેરી લે છે.
પાયલ : આ સાથે લઈને આવ્યો અને બેગમાં જ ભૂલી ગયો.
યશ : થાય હવે કોઈ વાર.
પાયલ : કોઈ વાર??
તે હલકું હસતાં પૂછે છે.
કોયલ : એટલે સવારે તેમનો ફોન આવ્યો ત્યારે તે આના વિશે પૂછી રહ્યા હતા.
કોયલ તેમને વીંટી બતાવવા અને થેન્કયુ કહેવા સામેથી વિડિયો કોલ કરે છે.

કોયલ : થેન્કયુ સો મચ.
મને તમારી ગીફ્ટ ખૂબ ગમી.
તે વીંટી બતાવતા કહે છે.
માસી : કેવી સરસ લાગે છે તારા હાથમાં.
માસી પણ ખુશ થતા કહે છે.
માસી : આ છેક તને હમણાં મળી??
પાયલ : ભૂલી ગયો હતો તમારો લાડલો.
કોયલ ની બાજુમાં બેઠી પાયલ કહે છે તો બંનેની સામે બેઠો યશ તેને આંખો બતાવે છે.
યશ : અરે....યાર એ કહેવાની શું જરૂર હતી??
માસી : ચાલો, તમે બધા વાતો કરો.
હું પછી ફોન કરું.
કોયલ : હા.
આવજો.
માસી : આવજે બેટા.
તે ફોન મૂકી દે છે.

યશ : કંટાળો આવે છે યાર.
11:00 વાગ્યા.
મે કીધું તને કે આપણે બહાર જઈએ આજનો દિવસ.
પણ તું મને ઓફિસ લઈને આવી ગઈ.
કોયલ : કામ પતાવવું જરૂરી....
યશ : આજે તારી બર્થ ડે છે પણ.
પાયલ : બર્થ ડે પર રજા ને ખાલી બાળપણમાં મળે.
હવે....
યશ : પણ હું આવ્યો છું.
કોયલ : તારું પણ કામ છે આજે અહીંયા.
યશ : શું??
કોયલ : ધારા ને આવી જવા દે.
પછી એના વિશે વાત કરીએ.
પાયલ : એ ક્યાં ગઈ છે??
કોયલ : એવી વાત નથી થઈ પણ મને કહીને ગયેલી કે લન્ચ ટાઈમ સુધીમાં આવી જઈશ.
યશ : એટલે 1 વાગ્યા સુધીમાં.
પાયલ : ત્યાં સુધી તમે ફરી આવો બહાર.
યશ : ગુડ આઈડિયા.
ચાલ, ઉભી થા.
તે કોયલ ને કહેતા ઉભો થાય છે.
કોયલ : રાતે જવાનું જ છે ને.
અત્યારે કામ....
યશ મોઢું બગાડી પાછો ખુરશી પર બેસી જાય છે.
પાયલ : રાતે બધા સાથે જઈશું ને.
અત્યારે તમે બે એકલા જઈ આવો.
1 વાગી આવી જજો પાછા.
યશ : અમે બે જણા છીએ તો એકલા કઈ રીતે થયા??
પાયલ : યશ....!!
બંને તેની સામે જુએ છે.
યશ : તું આવવાની છે કે....
યશ ફરી ઉભો થઈ પૂછે છે.
કોયલ : આવું છું.
તે પોતાનું પર્સ લેતા ઉભી થાય છે.
પાયલ : એન્જોય.

* * * *

ગાડીમાં

ધ્વનિ : તારું શું કહેવું છે??
મારા આ નિર્ણય પર??
ગાડી ચલાવતા તે બાજુમાં બેઠેલી ધારા ને પૂછે છે.
ધારા : હું શું કહી શકું??
તારા પરિવારને તું સારી રીતે ઓળખે છે.
હું તો મળી નથી.
ધ્વનિ : પણ તું મને ઓળખે છે.
ધારા : આપણા બંને ના પરિવાર, આપણે બંને અને આપણા બંનેનું ઘડતર બધુ બહુ અલગ રીતે થયું છે.
અને આપણા બંને ના ઘરની પરિસ્થિતિ પણ જુદી છે એટલે....
મને નથી લાગતું કે અત્યારે તારા " આ " નિર્ણય પર મારું કઈ કહેવું યોગ્ય રહેશે.
ધ્વનિ : હું મારા માટે પૂછી રહી છું.
ધારા : સાચું કહું તો, મને નથી ખબર પડી રહી.
પણ મને એટલી ખબર છે કે કઈ પણ થઈ જાય હું હમેશાં તારી સાથે છું.
ધ્વનિ : હું પણ.
બંને એકબીજાની સામે જુએ છે.
ધ્વનિ : પહેલા બે ઘર જોયા એમાં તો મજા ના આવી.
હવે જોઈએ ત્રીજું ઘર ગમે છે કે નહી.
ધારા : તું બધુ સંભાળીશ કઈ રીતે એકલી??
ધ્વનિ : કરી લઈશ હવે એ તો.
ધારા : હા, કરી લઈશ પણ એ વિશે સરખો વિચાર કર્યો છે કે પછી....
ધ્વનિ : મારે મારા ઘરના માહોલમાંથી બહાર નીકળવું છે.
ધારા : ફરવા....
ધ્વનિ : એટલું સહેલું હોત ને તો તો....
ધારા : ઓકે.
ધ્વનિ : મારી લાઈફ કેમ આવી છે??
ધારા : મને પણ કેટલીક વાર આ વિચાર આવે છે.
ધ્વનિ : તને આ વિચાર આવવાનું કારણ શું છે??
ધારા : આખો દિવસ, આખી રાત કામ જ કર્યા કરવાનું??
અને ફરવા જવું હોય તો....
બીજાના પ્રસંગોની તારીખો જોઈને જવાનું.
ધ્વનિ : પણ તું તો તારું ગમતું કામ અને એ તારા ગમતા લોકોની સાથે કરી રહી છે ને.
ધારા : તો પણ યાર.
બ્રેક તો જોઈએ ને.
જો કે મને ખબર છે કે, દર વેકેશન ની જેમ જો હું રાતે એકલી જાગતી હોવ તો લેપટોપ પર કઈ કામ જ કરતી હોઈશ.
ધ્વનિ હલકું હસે છે.
ધારા : આવી જ છું હું.
4 દિવસથી લાંબુ વેકેશન હોય તો પછી મને ઓફિસ, ઓફિસ ની મારી કેબિન પણ યાદ આવવા લાગે છે.
ધ્વનિ : આમ તો આખી લાઈફ નું આવું છે.
જ્યાં હવે નહી હોઈએ ત્યાંની યાદ આવ્યા કરશે.
અને ત્યાં કે કોઈ બીજી જગ્યાએ જઈએ તો થોડા સમયમાં જ્યાંથી આવ્યા ત્યાંની યાદ આવવા લાગશે.
ધારા : હંમ.

" ये जींदगी है एक याद
बस, रखना इतना याद....!! "

ધ્વનિ : વાહ....!!
ધારા હલકું હસે છે.
ધ્વનિ : તારે પાછા કેટલા વાગ્યે જવાનું છે??
ધારા : 1 વાગ્યે.
અત્યારે 11:30 થયા છે.
ધ્વનિ : આપણે ત્રીજું ઘર જોવા હમણાં નથી જવું.
આપણે....
ધારા : કેમ??
શું થયું??
ધ્વનિ : મૂડ નથી બનતો.
ધારા : નીકળ્યા જ છે તો....
ધ્વનિ : નહી.
ધારા : તો હવે??
ધ્વનિ : હું તને એક ખાસ જગ્યાએ લઈ જઈ રહી છું.
ધારા : ક્યાં??
ધ્વનિ : જ્યાં મને પહેલી વખત અહેસાસ થયેલો કે હું કોણ છું, કેવી છું અને પહેલી વખત હિંમત ભેગી કરીને મે મારી જાતને કહેલું કે હું કોણ છું.
ધારા : ઓહ....!!

થોડી વાર પછી

ધારા : સરસ્વતી નગર સોસાયટી....!!
આ તો ઘણી જુની સોસાયટી છે.
બંને ગાડીમાંથી ઉતરે છે.
ધ્વનિ : અહીંયા મારા નાના - નાની રહેતા હતા.
6 નંબરનું ઘર.
બંને સોસાયટીની અંદર જવા લાગે છે.
સોસાયટીમાં વચ્ચે સરસ ઘટાદાર જમરૂખ નું ઝાડ હોય છે.
જેની ફરતે બેસવાની જગ્યા બનાવી હોય છે.
ધ્વનિ : આ વૃક્ષ મારું વર્ષો જુનું દોસ્ત છે.
પહેલા અહીંયા ખેતર હતુ.
પછી આખો એરિયા ડેવલપ થયો અને આ સોસાયટી બની ત્યારે પણ આ ઝાડના મૂળિયાં જમીનમાં ઘણા ઊંડે સુધી હતા એટલે કોન્ટ્રાક્ટર એ તેને રહેવા દીધું.
ધારા : કેટલું મોટું ઝાડ છે!!
ધ્વનિ : નાની હતી ત્યારે ખૂબ ચઢતી આની ઉપર.
અને એની પર જ બેસી જમરૂખ તોડીને ખાતી.
આનું નામ મે ચીકુ પાડેલું.
તે ખુશ થતા કહે છે અને તેના ખાસ મિત્ર ચીકુ ને ભેટે છે.
ધારા ને હસવું આવી જાય છે.
ધારા : જમરૂખ ના ઝાડનું નામ ચીકુ??
ધ્વનિ અને તે ઝાડની છાયામાં બનાવેલી બેસવાની જગ્યા પર બેસે છે.
ધ્વનિ : ચંપક કરીને એક બાળવાર્તાઓનું મેગેઝિન આવતું હતુ.
ધારા : હા....હા....
તે યાદ આવતા કહે છે.
ધ્વનિ : તેમાં દર વખતે ચીકુ સસલા અને તેના દોસ્ત મીકુ ની વાર્તા આવતી હતી જે મને ખૂબ ગમતી.
જેવો ચંપક નો નવો અંક ઘરે આવે હું સૌથી પહેલા તેને ખોલીને ચીકુ વાંચતી.
એના પરથી આ ઝાડનું નામ ચીકુ પડયું છે.
ધારા : અચ્છા.
ધ્વનિ : કેટલા સમય પછી આવી હું અહીંયા.
4 વર્ષ પહેલા જ્યારે નાની એ તેમનો છેલ્લો શ્વાસ લીધો ત્યાં સુધી રોજ આવતી હતી.
પછી ક્યારેક ક્યારેક અહીં બેસવા આવતી.
તેમની બહુ યાદ આવે છે.
અમે બંને બહુ વાતો કરતા સાથે.
એ મને નવી નવી વાનગીઓ, નવા નવા શ્લોક અને ક્રોશિયો શીખવતા.
એમ ફીટ હતા.
પણ બહુ બહાર નહી નીકળતા.
જલ્દી થાકી જતા.
તે દિવસે રોજ કરતા હું થોડી જલ્દી તેમને મળવા આવી પણ આખા ઘરમાં મને તે મળ્યા જ નહી.
મે તેમને ફોન કર્યો તો તેમનો મોબાઈલ ડાઈનિંગ ટેબલ પર પડ્યો હતો.
પછી કઈ વિચાર આવતા મે બાથરૂમ નો દરવાજો ખખડાવ્યો.
તેમને બૂમો પાડી પણ સામેથી કોઈ પ્રતિક્રિયા નહી આવી.
દરવાજો ખુલતો પણ નહોતો એટલે મે દરવાજો તોડયો અને જે દ્રશ્ય જોયું એ....
નાની બાથરૂમમાં પડી ગયા હતા અને આજુબાજુ તેમના માથામાંથી નીકળેલું લાલ લોહી....
મારું મગજ એક વાર માટે તો જાણે બંધ થઈ ગયુ આ દ્રશ્ય જોઈને.
પછી પોતાની જાતને સંભાળી ને મે પહેલા ઘરે ફોન કર્યો.
પછી પાડોશી ની મદદથી નાની ને બહાર લીધા ને બાથરૂમમાં પાણી નાખ્યું ત્યાં સુધીમાં બધા આવી ગયા અને બીજા દિવસે સવારે નાની ને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા બસ....
ધ્વનિ ની આંખો ભીની થઈ જાય છે.
ધારા બેઠા બેઠા ધ્વનિ ના બંને ખભાની આસપાસ પોતાના હાથ વીંટાળી દે છે.
ધ્વનિ ધારા ના ખભા પર માથું મૂકી દે છે.
____________________________________________

2:30

ધારા : હેલ્લો....
યશ : કેટલી વાર ફોન ઉપાડતા??
ક્યાં છે??
ધારા : રસ્તામાં.
આવું છું.
યશ : સારું.
જલ્દી આવ.
જમવા માટે તારી રાહ જોવાય રહી છે.
ધારા : તમે લોકો ખાઈ લો.
યશ : હવે તું રસ્તામાં જ છે ને.
ધારા : સારું.
આવી જલ્દી.
યશ : હા.
કહેતા તે ફોન મૂકી દે છે.

ધ્વનિ ધારા સામે જુએ છે.
ધારા : યશ....
ધ્વનિ : મોડું થઈ ગયુ ને.
ધારા : નહી.
તે મુસ્કાય છે.
ધ્વનિ ગાડી સ્ટાર્ટ કરે છે.
ધારા : થોભ.
લિપસ્ટિક ફેલાય ગઈ છે.
સાફ કરવું પડશે આપણે.
કહેતા તે પાણીની બોટલ ખોલે છે.
ધ્વનિ હલકું મુસ્કાય છે.

* * * *


~ By Writer Shuchi



.