My Loveable Partner - 38 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 38 - બર્થ ડે પાર્ટી

5 દિવસ પછી

કોયલ પોતાના રૂમમાં આવતા ની સાથે ચીસ પાડી ઉઠે છે.
કોયલ : ઓહ માય ગોડ!!
અને યશ સીધો તેની પાસે આવી તેને ઊંચકી લે છે.
કોયલ તેને વળગી પડે છે.
ધીમે રહીને યશ ને તેનું ટી-શર્ટ ભીનું થતું જણાય છે.
તે કોયલ સામે જુએ છે.
યશ : લે....થોડા કલાક રહીને તારો જન્મદિવસ છે અને તું....
કોયલ : આઈ મીસ યુ યશ.
તે કોઈ નાના બાળક ની જેમ કહે છે.
કોયલ નો ક્યુટ ચહેરો જોઈ યશ ના ચહેરા પર મોટી મુસ્કાન આવી જાય છે.
યશ : આઈ મીસ યુ ટુ મારી કોયલડી.
બંને એકબીજાને ફરી ભેટી પડે છે.

* * * *

11:55

કોયલ : યાર, મને ખબર જ છે તમે બધા મને સરપ્રાઈઝ આપવાના છો તો એ સરપ્રાઈઝ કેવું??
તે હસતાં હસતાં કહે છે.
યશ : કઈ નહી.
તું આંખો ખુલી રાખીને નીચે આવજે.
તે પણ હસતાં હસતાં કહે છે.
કોયલ : માસી કેટલા ખુશ છે.
યશ : તું એમની ફેવરિટ છે વળી.
કોયલ : હું તો બધાની ફેવરિટ છું.
તે સ્ટાઇલ મારતા કહે.
યશ : પણ મારી સૌથી વધારે.
તે કોયલ નો ગાલ ચૂમતા કહે છે.
કોયલ મુસ્કાય છે.

ધારા : ચાલો....
નીચે આવી જાઓ.
અમને ખબર છે કે તમને ખબર છે સરપ્રાઈઝ વિશે.
ધારા નીચેથી બૂમ પાડતા કહે છે.
યશ : ચાલો....
કોયલ : ચાલો....
બંને બેડ પરથી નીચે ઉતરે છે.
યશ કોયલ ને ઊંચકી લે છે.
કોયલ : શું કરે છે??
યશ : તને નીચે લઈ જાઉં છું.
કોયલ : આ રીતે??
યશ : આપણું જ ઘર છે.
કોયલ : પણ માસા માસી છે નીચે.
યશ : તેમની વહુ ને શરમ આવી રહી છે!!
કોયલ : નીચે મૂક ને.
યશ : લો....
તે કોયલ ની મૂકતા કહે છે.
બંને નીચે આવે છે અને માસા માસી, પાયલ, ધારા, યશ અને ધ્વનિ બધા જોર જોરમાં હેપ્પી બર્થ ડે ગાતા તાળી પાડવા લાગે છે.
કોયલ ખૂબ ખુશ થઈ જાય છે.
પાયલ અને ધારા કોયલ ના અને યશ ના માથે રીબિન ભરેલો ફુગ્ગો ફોડે છે.
યશ : વો....!!
ધારા અને પાયલ એક સાથે કોયલ ને ભેટી પડે છે.
કોયલ : થેન્કયુ.
મમ્મી : ચાલો, હવે કેક ખવડાવો.
ધારા : યસ.
ધારા અને પાયલ બંને ચોકલેટ કેક નો મોટો પીસ લઈ ફરી એક સાથે કોયલ ને ખવડાવે છે.
અને ક્રીમ તેના ચહેરા પર લગાવે છે.
કોયલ : કેક તો....
પાયલ : કપાઈલી છે.
બસ, ખાવાની છે.
ધ્વનિ પણ કેક નો એક પીસ લઈ કોયલ પાસે તેને ખવડાવવા આવે છે.
ધ્વનિ : હેપ્પી બર્થ ડે.
કોયલ : થેન્કયુ.
એ બંને પણ એકબીજાને ભેટે છે.
પછી માસા માસી તેને કેક ખવડાવવા આવે છે.
કોયલ તેમને પગે લાગે છે.
પપ્પા : અમારા આશીર્વાદ હમેશાં તારી સાથે છે મારી દીકરી.
તે તેને વહાલ કરતા કહે છે.
પપ્પા : ખૂબ પ્રગતિ કરો અને ખૂબ ખુશ રહો.
કોયલ : થેન્કયુ માસા.
કોયલ મુસ્કાય છે.
પાયલ : યશ, તારે કેક નથી ખવડાવવાની??
યશ : હું રાહ જોઈ રહ્યો હતો.
પપ્પા : અમે બધાએ ખવડાવી લીધું.
હવે તું ખવડાવ.
ધારા : આરામથી.
પાયલ : અમે બધા જોઈશું.
પાયલ અને ધારા હલકું હસતાં કહે છે.
યશ એકસાથે કોયલ ના મોંમાં કેક નો આખો પીસ મૂકી દે છે.
કોયલ : અમ્મ....!!
તે માંડ માંડ મોઢું બંધ કરતા કહે છે.
મમ્મી : યશ, આ શું!!
માસા માસી સિવાય બધાને કોયલ ને જોઈ હસવું આવવા લાગે છે.
મમ્મી : ચૂપ રહો!!
મમ્મી ટોકે છે.

ધારા ના ફોન પર સ્મિત નો વિડિયો કોલ કરે છે.
ધારા : હેલ્લો....
સ્મિત : હેય....
ક્યાં છે બર્થ ડે ગર્લ??
ધારા : આ રહી.
તે કોયલ ની બાજુમાં આવતા કહે છે.
પરંપરા : હાય કોયલ....
સ્મિત - પરંપરા : હેપ્પી બર્થ ડે.
કોયલ : થે....થે....
યશ : થેન્કયુ કોયલ વતી.
પરંપરા : આઈ કાન્ટ બિલિવ....
તું ઈન્ડિયા માં છે તો પણ હું તને વિડિયો કોલ પર વીશ કરી રહી છું યાર.
કોયલ : કઈ નહી હવે.
સ્મિત : હેય યશ....
યશ : હેય જીજુ....
કેવું છે ત્યાં??
વેધર??
સ્મિત : સારું છે.
યશ : સરસ.
પરંપરા : આઈ એમ મીસીંગ યુ ગાઈઝ....!!
ધારા : સેમ હીયરરરરરરરર....
પાયલ : હા.
કોયલ : તમે લોકો આવો ત્યારે બીજી પાર્ટી કરીશું.
યશ : યસ.
પરંપરા : પાક્કું.
સ્મિત : શ્યોર શ્યોર.
ધારા : સેય હાય ટુ ધ્વનિ....
ધ્વનિ ધારાની બાજુમાં આવે છે.
ધ્વનિ : હાય....
પરંપરા : હાય, કેમ છે??
ધ્વનિ : ફાઈન.
તમે કેમ છો??
પરંપરા : અમે પણ સારા છીએ.
બંને મુસ્કાય છે.
સ્મિત : મમ્મી પપ્પા કેમ છો??
ધારા મોબાઈલ પપ્પા ના હાથમાં આવે છે.
પપ્પા : મજામાં છીએ બેટા.
મમ્મી : સારું છે.
ત્યાં બધુ કેવું છે??
પરંપરા : અહીંયા બધુ એકદમ સરસ છે.
પપ્પા : સરસ.
તો મજા કરો.
આપણે પછી આરામથી મળીશું.
મમ્મી : હા.
ચાલો, આવજો.
પરંપરા : આવજો.
બાય બધાને.
ધ્વનિ : બાય.
સ્મિત : બાય બાય.
પાયલ : બાય.
એન્જોય.
યશ : બાય.
પરંપરા : બાય....
સ્મિત : વન્સ અગેન હેપ્પી બર્થ ડે.
કોયલ : થેન્કયુ.
ધારા : બાય.
બંને ફોન મૂકી દે છે.

પાયલ : લેટસ ડાન્સ....!!
ધારા : યસ....
પાયલ : DJ યશ....
મ્યુઝિક....!!
કોયલ : યે....!!

* * * *

બિલ્ડિંગ માં નીચે

ધારા ધ્વનિ ને નીચે સુધી મૂકવા આવે છે.
ધારા : મને હજી થોડો સમય જોઈશે વિચારવા માટે.
ધ્વનિ : વાંધો નહી.
પણ તું કાલે મારી સાથે ઘર જોવા આવીશ??
ધારા : કેટલા વાગ્યે??
ધ્વનિ : 9.
ધારા : સારું.
ધ્વનિ : હું જલ્દી શિફ્ટ થવા વિચારું છું.
ધારા : ઘરે બધુ બરાબર??
ધ્વનિ : ચાલે.
તેમના પ્રયત્નો અને મારા પ્રયત્નો.
મમ્મી નથી ઈચ્છતી કે હું જાઉં પણ....
ધારા : હંમ.
ધ્વનિ : ઓકે ચાલ.
કાલે સવારે મળીએ.
તે ધારા ને ભેટતા કહે છે.
ધારા : હું તારી સાથે છું.
ધ્વનિ મુસ્કાય છે.
ધ્વનિ : મને ગમ્યું આજે.
મજા આવી.
ધારા : મને પણ તારી સાથે પાર્ટી માં વધારે મજા આવી.
ધારા ખુશ થતા કહે છે.
ધ્વનિ : સારું ચાલો....
ગુડ નાઈટ.
ધારા : અમે તો બધા જાગીશું અત્યારે.
ધ્વનિ : કૂલ.
એન્જોય.
બાય.
ધારા : બાય.

* * * *


~ By Writer Shuchi



.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED